કિસાન ક્રેડિટ કાર્ડ યોજના | Kisan Credit Card Yojana 2022

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના | Credit card | Credit Card online Apply kese kare | Kisan Credit Card | Apply For Kisan Credit Card Online In Gujarat | KCC Loan

 

ભારત દેશ ખેતી-પ્રધાન દેશ છે. ભારત સરકારે અને રાજ્ય સરકારે ખેડૂતો માટે ધણી બધી યોજનાનો અમલમાં મુકેલી છે. ભારત સરકાર દ્રારા ખેડુતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે.આમ ગુજરાત સરકાર દ્રારા ખેડુતો માટે આવી ઘણી બધી યોજનાઓ ચલાવી rahi છે. તેમજ આ યોજનાઓને i-Khedut Portal પર મુકેલી છે. પરંતુ આજે આપણે કેન્દ્ર સરકારની એક યોજના વિશે માહિતી આપીશુ. જેનું નામ છે, Kisan Credit Card Yojna વિશે માહિતી આપીશું. જેનું નામ છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના દ્રારા ખેડૂતોને લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કેવી રીતે મળે આ યોજના માટે Online Apply કેવી રીતે કરવું, આ યોજનનાઓ લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની આવશ્યક છે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022

 

કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્ર સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે KCC યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોને 1,60,000/- સુધીની લોન આપવામાં આવે che. તમે બધા જાણો છો કે, જયારે કોવીડ-19 નો સમયગાળો ચાલુ હતો ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા માટે આ યોજનાને જાહેર કરવામાં આવી હતી. આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેડળ, ખેડુતો તેમના પાકનો વીમો પણ લઈ શકે છે, અને જો કોઈનો પાક નાસ પામે છે, તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ યોજના હેડળ વળતર પણ આપવમાં આવશે.

 

આ અમારી વેબસાઈટના આર્ટિકલ દ્રારા તમને સંપૂર્ણ માહિતી આપીશુ કે ક્રેડિટ કાર્ડ એટલે શું? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની આવશ્યક છે? અને આ યોજનામાં કોણ અરજી કરી શકે તેની બધી માહિતી આપીશુ.

 

કિસાન ક્રેડિટ કાર્ડનો હેતુ શું?

 

તમે જાણો છો કે કોરોનાના સમયમાં સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું હતું. અને ત્યારે ઉધોગો બંધ થઈ ગયા હતા અને તેનાં કારણે ભારતની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ હતી. તેથી લોકોને રાહત આપવા RBI એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટેના સમયની જાહેરાત કરી છે. કે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવીડ-19 હેઠળ રાહત આપવામાં આવશે.આ યોજના હેઠળ દૂધ ઉત્પાદનક કંપનીઓના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.

 

આ યોજના મહત્વના મુદ્દા.

 

યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
યોજનાનો પ્રકાર કેન્દ્ર સરકારની સરકારી યોજના
લાભાર્થી દેશના તમામ ખેડુતો
ઉદ્દેશય ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પુરી પાડવાનો
અરજી કરવાની રીત ઓનલાઇન
ઓફિશ્યિલ વેબસાઈટ https://eseva.csccloud.in/KCC/Default.aspx
અરજી ફોર્મ https://sarkariyojanaguj.com/kisan-credit-card-yojana-2022/

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટેની લાયકાત.

 

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની લાયકાત શુ હોવી જોઈએ. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

 

  • અરજદારની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

 

  • 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સહ-અરજદાર હોવું ફરજીયાત છે.

 

  • તમામ ખેડુતો કે જેમની પાસે ખેતી માટે જમીન છે.

 

  • ખેડૂત-શાખાની કામગીરી હેઠળ આવવું જોઈએ.

 

  • પશુપાલન સાથે સંકલાયેલા ખેડૂત.

 

  • દેશના નાના અને સીમંત ખેડુતો પણ આ યોજના માટે પાત્ર બનશે.

 

  • જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

 

  • ભાડુઆત અને ભાડુઆત ખેડુતો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ મળવા પાત્ર લોન.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર દ્રારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીને લોન આપે છે. પરંતુ ઉમેદવાર એક વાત ધ્યાંનમાં રાખવી જોઈએ કે જો તમે એક લાખથી વધુ લોન લો છો તો તમારે તમારી જમીન ગીરો રાખવી પડશે. તથા આ સ્કીમમાં તમારે 7 ટકા વ્યાજ દરે લોન આપવી પડશે, પરંતુ જો તમેને બેંક દ્રારા આપવામાં આવેલા સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો. તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમને માત્ર 3 ટકા વ્યાજની છૂટ મળશે.

 

આ યોજનાની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

 

જે ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટની જરૂર પડશે જે નીચે મુજબ છે.

 

  • પાન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે.(આમાંથી કોઈ એક)
  • બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલું હોવું જોઈએ.
  • ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ.
  • જમીનની 7/12 અને 8-અ નકલ.
  • ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તે તમામ ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે, જેઓ તેમની જમીનમાં ખેતી કરે છે અથવા બીજાની જમીનમાં ઉત્પાદન કે ખેતી કરે છે.
  • જે કોઈપણ રીતે કૃષિ પાક ઉત્પાદન સાથે સંકળાયેલ છે.

 

 

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળવાપાત્ર લાભ.

 

  • દેશભરમાં ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈ શકે છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, લાભાર્થી ઉમેદવારને 1 લાખ 60 હજારની લોન આપવામાં આવે છે.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ 14 કરોડ ખેડૂતોને મળશે.
  • કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા ઉમેદવારો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજના હેઠળ ખેડુતો કોઈ બેંક શાખામાંથી લોન મેળવી શકે છે.
  • જે પણ ખેડૂતને લોન મળશે તે આનાથી પોતાની ખેતી સુધારી શકશે.
  • ખેડૂત ઉમેદવારો 3 વર્ષ સુધીની લોન લઈ શકે છે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

 

Kisan Credit Card 2022 યોજનાની ઓનલાઇન અરજી કરવાની બે રીત કરી શકો છો. પહેલી રીત તમે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો,બીજી રીત તમે PM Kisan ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકો છો.

 

અમે તમને અહીંયા State Bank Of India ની ઓફિસિયલ વેબસાઈટ પર તમને ઓનલાઇન અરજી કરીને બતાવી રહ્યાં છીએ. તે રીતે તમે પણ ઓનલાઇન Credit Card માટે તમારા મોબાઇલ કે પછી અન્ય કોઈ ડિવાઇઝ પરથી કરી શકો છો.

 

 

 

  • સૌથી પહેલા તમારે SBI ની ઓફિસયલ વેબસાઈટ ખુલવાની રહેશે.

 

  • તમારી સામે એક એવું હોમ પેજ ખુલશે. અહીં તમારે Agriculture & Rural પર ક્લિક કરવાનું રહેશે.

 

  • હવે આવા કેટલાક વિકલ્પો તમારી સામે આવશે, અહીં તમારે Kisan Credit Card પર ક્લિક કરવાનું રહેશે.

 

  • તે પછી તમને એપ્લિકેશન ફોર્મની લિંક દેખાશે તેનાં પર ક્લિક કરો. અરજી કરતા પહેલા તમારે તમામ સૂચનાઓ વાંચવાની રહેશે.
  • Apply બટન પર ક્લિક કરવાથી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે, તમે અરજી ફોર્મ ધ્યાંનથી ભરો. જો તમે અરજી ફોર્મ ભરતા કોઈ ભૂલ રાખશો. તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • છેલ્લે Submit બટન પર ક્લિક કરો. તે પછી તમને Application Reference Number મળશે.
  • આ Application Reference Number ને સાચવીને રાખવો આગળ જતા કોઈ જગ્યાએ કામ આવે.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment