મફત છત્રી યોજના | Mafat Chhatri Yojana 2022

 

 

ગુજરાત સરકાર દ્રારા વારંવાર સમાજમાં નબળા વર્ગો ના લોકોના વિકાસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજના દ્રારા નાગરિકો સમાજમાં નાના વ્યવસાય, ધંધા કરીને સારી રીતે જીવન જીવી શકે તે ઉદ્દેશ્યથી આ યોજનાઓ ચલાવવામા આવે છે.

 

આજે આપણે આ આર્ટિકલની મદદથી બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે. તેની સંપૂર્ણ માહિતી જાણીશું.

 

મફત છત્રી યોજના 2022 | Mafat Chhatri Yojana 2022

 

બાગાયતી વિભાગ દ્રારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્રારા વિવિધ યોજનઓ ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ફળો અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે આ યોજનાને અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા અને લારી વાળાઓને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

 

Mafat Chhatri Yojana નો હેતુ શું?

 

રાજ્યના ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા, લારી વાળાઓ, રોડ સાઈડ પર વેચાણ કરતા અને નાના વેચાણકારોને કોઈપણ વસ્તુનો બગાડ ના થાય તે માટે વિનામૂલ્યે છત્રી કે શેડ કવર મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

 

આ યોજનાના મહત્વના મુદ્દા:-

 

યોજનાનું નામ મફત છત્રી યોજના 2022
આર્ટિકલ ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થી ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા, લારી વાળાઓ, રોડ સાઈડ પર વેચાણ કરતા, નાના વેચાણકારો વગેરે
ઉદ્દેશ્ય વેચાણકારોને કોઈપણ વસ્તુનો બગાડ ના થાય તે માટે વિનામૂલ્યે છત્રી કે શેડ કવર મળી રહે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/06/2022 થી 17/07/2022 સુધી
ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

 

Mafat Chhatri Yojana નો લાભ કોને મળવાપાત્ર છે.

બાગાયતી વિભાગ દ્રારા ચાલવાવમાં આવતી મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરવામાં આવેલી છે નીચે મુજબ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ફૂલપાકોનું વેચાણ કરતા હોય
  • ફાળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય
  • નાની લારીવાળા ફેરિયાઓ
  • જે ફળ પાકોનું ઝડપીથી નાશ પામે તેવા ફળોનું વેચાણ કરતા
  • રોડ સાઈટ પર વેચાણ કરતા
  • નાના બજાર કે હાટ બજારમાં વેચાણ કરતા

 

Mafat Chhatri Yojana હેઠળ મળવાપાત્ર લાભ.

 

મફત છત્રી યોજના હેઠળ આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના ફળ, શાકભાજી, ફુલપાકો, હાટ બજારમાં વેચાણ કરતા, લારી વાળાઓ, રોડ સાઈડ પર વેચાણ કરતા અને નાના વેચાણકારોને આ યોજના હેઠળ મફત છત્રી અને શેડ કવર નો લાભ મળશે.

 

Mafat Chhatri Yojana માં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • ગુજરાત અર્બન લાઈવલી હૂર્ મિશન દ્રારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર
  • અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જાનજાતિ(એસ.ટી) નું પ્રમાણપત્ર (જો હોય તો)

 

Mafat Chhatri Yojana માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરવાની રહશે. આ યોજનાની ઓનલાઇન અરજી ઘરેથી પણ કરી શકાય છે. તમારા ગામ કક્ષાના VCE પાસેથી કે ઓનલાઇન સેન્ટર પરથી ઓનલાઇન અરજી કરી શકો છો. ઘરેથી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ પહેલા તમારે “ગૂગલ સેર્ચ” માં જઈને “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહશે.

 

  • ગૂગલ સેર્ચમાં “Ikhedut Portal” ટાઈપ કર્યા પછી ત્યાં “Ikhedut Portal” અધિકૃત વેબસાઈટ ખુલશે. જ્યાં તમારે યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.(નીચે આપેલ ફોટો મુજબ)

 

 

  • યોજનાઓ પર ક્લિક કર્યા પછી તમારે “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવાનું રહશે.(નીચે આપેલ ફોટો મુજબ)

 

 

  • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક પછી ત્યાં “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર પુરા પાડવામાં બાબતની સહાય યોજના” પર “અરજી કરો” તેનાં પર ક્લિક કરો.

 

 

  • ત્યાર પછી તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો, તમે જે પ્રકારના લાભાર્થી હોવ તેનાં પર ક્લિક કરી આગળ વધો.

 

  • જો તમે પહેલેથી આ યોજનામાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો ‘હા’ અને ‘ના’ કરેલ હોય તો તે પ્રમાણે ક્લિક કરો.

 

  • હવે છેલ્લે અહીંયા તમારી સામે ફોર્મ ખુલશે તેમાં તમારે સંપૂર્ણ માહિતી ભરવાની રહશે અને ફોર્મ સબમિટ કરવાનું રહશે.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment