આવનારી 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દિવસે શિવજી અને માતા પાર્વતી સાથે જ આખા શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે, મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં બમબમ ભોલેના નાદથી ગુંજી ઊઠે છે. આ દિવસે લોકો ભજન કરે છે, લોકો મહાશિવરાત્રિએ શિવ મંદિરમાં ભેગા થાય છે અને ભગવાન શિવની યાચના કરે છે અને સાથે લોકો આ દિવસે ભગવાન શિવનો મહા પ્રસાદ જેને ભાગ કહેવાય છે, તો લોકો આ બધું કરે છે તો આ તહેવાર પાછળનો ઇતિહાસ શું છે?, આ તહેવાર કેમ મનાવવામાં આવે છે. આ સંપૂર્ણ માહિતી જાણવા આ લેખને અંત શું વાંચો.

મહાશિવરાત્રિ કેમ ઊજવવામાં આવે છે?
મહાશિવરાત્રિ કેમ ઊજવાય છે, આ અંગે અનેક લોકોની અલગ-અલગ માન્યતાઓ પ્રચલિત છે, પરંતુ એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે શિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં. અને બીજી માન્યતા એવી છે કે આ મહાશિવરાત્રી ના દિવસે શિવજી લિંગ સ્વરૂપે પ્રકટ થયા હતા.
શિવપુરાણ અને લિંગપુરાણ પ્રમાણે, એક દિવસ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એકબીજા સાથે વિવાદ કરી રહ્યા હતા. બંને દેવતા પોતાને શ્રેષ્ઠ જણાવી રહ્યા હતા. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે એક લિંગ સ્વરૂપમાં શિવજી ત્યાં પ્રકટ થયા. શિવજીએ કહ્યું કે તમારા બંનેમાંથી જે પણ આ લિંગનો છેડો શોધી લેશે તે જ શ્રેષ્ઠ રહેશે.
આ સાંભળીને એક બાજુ બ્રહ્માજી અને બીજી બાજુ તરફ વિષ્ણુજી જતા રહ્યા. વિષ્ણુજીને લિંગનો છેડો જ મળ્યો નહીં. તેઓ પાછા ફર્યાં. બ્રહ્માજીને પણ છેડો મળ્યો નહીં, પરંતુ તેમણે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે વિચાર્યું કે તેઓ ખોટું બોલશે. માટે તેમણે પોતાની સાથે કેવડાનો છોડ લીધો. જ્યારે બ્રહ્માજીએ વિષ્ણુજીને કહ્યું કે તેમને લિંગનો છેડો મળી ગયો છે, ત્યારે કેવડાના છોડે પણ આ વાતને સાચી કહી. એ સમયે શિવજીએ કહ્યું, બ્રહ્માજી ખોટું બોલી રહ્યા છે. શિવજીએ બ્રહ્માજીને ખોટું બોલવાનો શ્રાપ આપ્યો કે હવેથી તમારી પૂજા થશે નહીં અને મારી પૂજામાં કેવડાનાં ફૂલનો ઉપયોગ થશે નહીં.
જ્યારે લિંગ પ્રકટ થયું હતું ત્યારે મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિ હતી. ત્યારથી જ આ દિવસે મહાશિવરાત્રિ ઊજવવાની પરંપરા બની.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની પુજાં કેવી રીતે કરવી?
શિવલિંગ ઉપર જળ ચઢાવો. બાદમાં દૂધ ચઢાવો અને પછી જળ ચઢાવો. એ પછી હાર-ફૂલ, વસ્ત્ર, જનોઈ વગેરે વસ્તુઓ ચઢાવો. ચંદનથી તિલક કરો. બીલીપાન, ધતૂરો, સમડાનાં પાન, આંકડાનાં ફૂલ, ગુલાબ વગેરે અર્પણ કરો. મીઠાઈનો ભોગ ધરાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. છેલ્લે, પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો. એ પછી પ્રસાદ ભક્તોને આપો અને તમે પણ ગ્રહણ કરો.
જ્યોતિષી અનુસાર, શિવરાત્રિએ પતિ-પત્નીએ એકસાથે શિવલિંગની પૂજા કરવી જોઈએ. પૂજામાં શિવ-પાર્વતી મંત્ર ૐ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજા કરવાથી લગ્નજીવનમાં પ્રેમ જળવાયેલો રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
મહામૃત્યુંજય મંત્ર અને તેનો અર્થ શું છે?
ॐ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम् ।
ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।।
આ મંત્રનો અર્થ
આપણે ત્રિનેત્ર ભગવાન શિવનું સ્મરણ મનથી કરીએ છીએ. શિવજી આપણા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરે છે. જીવન અને મૃત્યુના બંધનથી મુક્ત થઈને અમૃત તરફ અગ્રસર થાવો.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શું લાભ મળે?
મહામૃત્યુંજય મંત્રના જાપથી ભય અને બધી જ ચિંતાઓ દૂર થઇ શકે છે. સતત મંત્ર જાપ કરવાથી મન શાંત થાય છે. આ મંત્રના જાપથી શારીરિક અને માનસિક ઊર્જા વધે છે. સતત એક જ લયમાં મંત્ર જાપ કરવાથી શરીરમાં કંપન થાય છે, જેનાથી મનની એકાગ્રતા વધે છે. સતત જાપ કરતા રહેવાથી શિવજીની કૃપા મળે છે અને દુઃખોને દૂર કરવા અને એને સહન કરવાનું સાહસ મળે છે.
ભગવાન શિવની પૂજા કરતા સમય શું ના કરવું જોઈએ?
- તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ?
- ફાટેલા કે તૂટેલા બીલીના પાન ન ચઢાવવા જોઈએ.
- પેશચ્યુંરાઈઝડ પેકેટનું દૂધ ન ચઢાવવું જોઈએ.
- ચંપાના ફૂલ ન ચઢાવવા જોઈએ.
- શિવજીને નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ.
- શિવપુજામાં કંકુનો પ્રયોગ વર્જિત કેતકિનાં ફૂલ સફેદ હોવા છતાં શિવજીને ન ચઢાવવા જોઈએ.
- શિવજીને હળદર પણ ના ચઢાવવી જોઈએ.
આ પણ વાંચો:-
જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, અને તેનું મહત્વ
2 thoughts on “મહાશિવરાત્રિ કેમ ઊજવવામાં આવે છે? | મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી?”