Onlylbc.com https://onlylbc.com Onlylbc.com Mon, 25 Mar 2024 15:24:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 196658766 Onlylbc.com Onlylbc.com false ખારી સિંગ ના ફાયદા | Benefits of Khari Singh https://onlylbc.com/benefits-of-khari-singh/ https://onlylbc.com/benefits-of-khari-singh/#respond Mon, 25 Mar 2024 15:24:48 +0000 https://onlylbc.com/?p=11386 તમે દરરોજ ખારી સિંગ તો ખાવો છો પણ શું તમે ખારી સિંગ ના ફાયદા (Benefits of eating raisins) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ખારી સિંગ ખાઓ છો. જો તમે ખારી સિંગ ના ફાયદાઓ ...

વધુ જોવો.

The post ખારી સિંગ ના ફાયદા | Benefits of Khari Singh appeared first on Onlylbc.com.

]]>
તમે દરરોજ ખારી સિંગ તો ખાવો છો પણ શું તમે ખારી સિંગ ના ફાયદા (Benefits of eating raisins) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ખારી સિંગ ખાઓ છો.

જો તમે ખારી સિંગ ના ફાયદાઓ નથી જાણતા તો ખારી સિંગ ખાવાથી હાર્ટ, પાચન તંત્ર અને બીપીની સમસ્યાઓ જેવી અનેક સમસ્યામાંથી રાહત જેવા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ ખારી સિંગ ના ફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


ખારી સિંગ ના ફાયદા


ખારી સિંગ ના ફાયદા

  • અમેરિકન હાર્ટ એસોશિયન રિપોર્ટ મુજબ તેલમાં શેકેલી મગફળીનું સેવન કરવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  • મગફળીનું સેવન કરવાથી પાચન તંત્ર સુધરે છે.
  • મગફળીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ખુબ જ ફાયદાકારક છે.
  • તમને બીપીની સમસ્યા છે તો તમે રોજ શેકેલી મગફળી ખાવાનું શરૂ કરી દો કારણ કે સેકેલી મગફળી બીપી દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ખારી સિંગ ના ફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ખારી સિંગ ના ફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ખારી સિંગ ના ફાયદા | Benefits of Khari Singh appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/benefits-of-khari-singh/feed/ 0 11386
ધુળેટી 2024 : તમને ખબર છે ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ https://onlylbc.com/why-is-dhuleti-celebrated/ https://onlylbc.com/why-is-dhuleti-celebrated/#respond Sun, 24 Mar 2024 07:04:17 +0000 https://onlylbc.com/?p=11649 દેશના તમામ લોકો ધુળેટીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને ધુળેટી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ધુળેટીના દિવસે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કલર લગાવે છે. ...

વધુ જોવો.

The post ધુળેટી 2024 : તમને ખબર છે ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
દેશના તમામ લોકો ધુળેટીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને ધુળેટી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ધુળેટીના દિવસે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કલર લગાવે છે. પરંતુ ધુળેટીનો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને ધુળેટી કઈ તારીખે છે 2024 માં તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


ધુળેટી કેમ ઉજવાય છે?


ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ

રંગો અને મસ્તીનો તહેવાર એટલે ધુળેટી, જેને ભારત દેશમાં અનેક રંગરૂપમાં મનાવવામાં આવે છે. પરંતુ હિંદુઓ માટે હોળીનો તહેવાર એ પૌરાણિક મહત્ત્વ છે. કારણ કે, ભારતમાં ધુળેટીના તહેવારને વિવિધ પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ-અલગ કથાઓ છે. તો ચાલો જાણીએ કે ધુળેટી કેમ ઉજવાય છે? અને ધુળેટીનો ઇતિહાસ શું છે.

પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રંગમાં શ્યામ હતા અને રાધાજી ગોરા હતા. શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી વખત ફરિયાદ કરતા હતા.

પરંતુ મૈયા યશોદા તેમને સમજાવીને ટાળતી હતી. પણ જ્યારે શ્રી કૃષ્ણ તે વાત થી રાજી ન થયા ત્યારે મૈયા યશોદાએ શ્રી કૃષ્ણને કહ્યું કે તારો જે રંગ છે, તે જ રંગ રાધાના ચહેરા પર લગાવી દે. જે બાદ તારો અને રાધાનો રંગ સરખો થઇ જશે.

તોફાની કૃષ્ણને તેમની મૈયાની આ વાત સાંભળી અને તેમને પોતાના મિત્ર ગ્વાલાસ સાથે કેટલાક અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાનીને રંગવા માટે વ્રજ પહોંચી ગયા.

શ્રી કૃષ્ણએ તેમના સાથીઓ સાથે રાધા અને તેના મિત્રોને આનંદ ઉલ્લાસથી રંગ્યા હતા. તેમની આ તોફાનવ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો તહેવાર શરૂ થયો. ત્યારથી જ હોળીના તહેવારને ઉત્સાહ સાથે રમવામાં આવે છે.


ધુળેટી કઈ તારીખે છે 2024

ફાગણ સુદ પૂનમના દિવસે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હોળીની સાંજે આપણે હોલિકા દહન કરીએ છીએ અને હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 25 માર્ચના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.


આ પણ વાંચો:-


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં ધુળેટી કેમ ઉજવાય છે? તેના વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને ધુળેટી કેમ ઉજવાય છે? આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ધુળેટી 2024 : તમને ખબર છે ધુળેટી કેમ ઉજવાય છે? જાણો ધુળેટીનો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/why-is-dhuleti-celebrated/feed/ 0 11649
હોળી 2024 : તમને ખબર છે હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ https://onlylbc.com/why-is-holi-celebrated/ https://onlylbc.com/why-is-holi-celebrated/#respond Sat, 23 Mar 2024 16:12:47 +0000 https://onlylbc.com/?p=11646 દેશના તમામ લોકો હોળીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને હોળી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવી અને તેની પૂજા ...

વધુ જોવો.

The post હોળી 2024 : તમને ખબર છે હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
દેશના તમામ લોકો હોળીને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને હોળી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવી અને તેની પૂજા કરીએ છીએ. પરંતુ હોળીનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


હોળી કેમ ઉજવવામાં આવે છે


હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ

મસ્તી અને રંગોનો આ તહેવાર દેશમાં અનેક રંગરૂપમાં મનાવવામાં આવે છે. પરંતુ હિંદુઓ માટે હોળીનો તહેવાર એ પૌરાણિક મહત્ત્વ છે. હોળીના તહેવારને લઈને ભારતમાં પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ-અલગ કથાઓ છે. પરંતુ આજના આ લેખમાં ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ કે હોળી કેમ ઉજવવામાં આવે છે? અને હોળીનો ઇતિહાસ શું છે.

પ્રહલાદ અને હિરણ્યકશિપુની પ્રચલિત કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે એક સમયે એક શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા જે પોતાને ઇશ્વર માનતા હતા અને તે એવું ઇચ્છતા હતા લોકોની તેમની પૂજા કરે.

પરંતુ હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ તે આ વાત માનવા તૈયાર ન હતા તેથી પ્રહલાદે હિરણ્યકશિપુ ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેના બદલે તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.

પરંતુ ત્યારબાદ પ્રહલાદને સમજાવ્યામાં આવ્યા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ બનાવી.

ત્યારબાદ હિરણ્યકશિપુએ તેમની બહેન હોલિકા સાથે મળીને યુક્તિ બનાવી. જેમાં હિરણ્યકશિપુએ પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય. કારણ કે હોલિકાને એવું વરદાન પ્રાપ્ત થયું હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં. તેથી હિરણ્યકશિપુએ પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય.

પરંતુ પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.કારણે કે હોલિકાને મળેલ વરદાન તે સમયે ના ફળ્યું અને આગમાં હોલિકા સળગી ગયાં અને પ્રહલાદ બચી ગયા.


આ પણ વાંચો:-


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં હોળી કેમ ઉજવવામાં આવે છે? તેના વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post હોળી 2024 : તમને ખબર છે હોળી કેમ ઉજવવામાં આવે છે? જાણો હોળીનો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/why-is-holi-celebrated/feed/ 0 11646
ગુજરાતી તહેવારો ની યાદી 2024 | Tahevaro Ni Yadi (ગુજરાતી કેલેન્ડર) https://onlylbc.com/tahevaro-ni-yadi/ https://onlylbc.com/tahevaro-ni-yadi/#respond Fri, 26 Jan 2024 03:53:05 +0000 https://onlylbc.com/?p=5270 ગુજરાતી તહેવારો ની યાદી 2024 :  આપણો દેશ વિવિધ ધર્મો માટે ખાસ જાણીતો છે,  જ્યાં આપણા દેશમાં વિવિધ ધર્મોના લોકો ઘણા તહેવારોનો ખુબ ઉત્સાહ અને ઉત્સાહથી મનાવે છે. જેમાં ભલે તે હિંદુ હોય ધર્મનો હોય,  ...

વધુ જોવો.

The post ગુજરાતી તહેવારો ની યાદી 2024 | Tahevaro Ni Yadi (ગુજરાતી કેલેન્ડર) appeared first on Onlylbc.com.

]]>
ગુજરાતી તહેવારો ની યાદી 2024 :  પણો દેશ વિવિધ ધર્મો માટે ખાસ જાણીતો છે,  જ્યાં આપણા દેશમાં વિવિધ ધર્મોના લોકો ઘણા તહેવારોનો ખુબ ઉત્સાહ અને ઉત્સાહથી મનાવે છે. જેમાં ભલે તે હિંદુ હોય ધર્મનો હોય,  ખ્રિસ્તી ધર્મનો હોય, મુસ્લિમ ધર્મનો હોય કે પછી શીખ હોય આ તમામ ધર્મના લોકો તમામ તહેવારને ઉત્સાહ અને ઉત્સાહથી ઉજવીએ છીએ.

તેથી આપણે ખબર નથી હોતી, કે કઈ તારીખે કયો તહેવાર છે જાણવું ક્યારેક મુશ્કેલીરૂપ બની જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે, અમે તમારા માટે આ એક જ લેખમાં ગુજરાતી તહેવારો ની યાદી 2024 લાવ્યા છીએ, આ લેખમાં તમને એક જ જગ્યાએથી 12 મહિનામાં કયો તહેવાર કઈ તારીખે અને કઈ તિથિમાં આવે છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે.


ગુજરાતી તહેવારો ની યાદી 2024


ગુજરાતી તહેવારો ની યાદી 2024

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
માસિક કૃષ્ણ જન્માષ્ટમી જાન્યુઆરી 3, 2024, બુધવાર (માગશર, વદ આઠમ)
કાલાષ્ટમી જાન્યુઆરી 4, 2024, ગુરુવાર (માગશર, વદ આઠમ)
સફલા એકાદશી જાન્યુઆરી 7, 2024, રવિવાર (માગશર, વદ અગિયારશ)
ચંદ્ર દર્શન જાન્યુઆરી 12, 2024, શુક્રવાર (પોષ, સુદ પડવો)
વિનાયકી ચોથ જાન્યુઆરી 14, 2024, રવિવાર (પોષ, સુદ ચોથ)
મકર સંક્રાંતિ જાન્યુઆરી 15, 2024, સોમવાર
ઉત્તરાયણ જાન્યુઆરી 15, 2024, સોમવાર
માસિક દુર્ગાષ્ટમી જાન્યુઆરી 18, 2024, ગુરુવાર (પોષ, સુદ આઠમ)
પુત્રદા એકાદશી જાન્યુઆરી 21, 2024, રવિવાર (પોષ, સુદ અગિયારશ
લંબોદર સંકષ્ટ ચતુર્થી જાન્યુઆરી 29, 2024, સોમવાર (પોષ, વદ ચોથ)
  • આ છે, જાન્યુઆરી મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

ફેબ્રુઆરી મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
કાલાષ્ટમી ફેબ્રુઆરી 2, 2024, શુક્રવાર (પોષ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી ફેબ્રુઆરી 2, 2024, શુક્રવાર (પોષ, વદ આઠમ)
ષટતિલા એકાદશી ફેબ્રુઆરી 6, 2024, મંગળવાર (પોષ, વદ અગિયારશ)
ચંદ્ર દર્શન ફેબ્રુઆરી 11, 2024, રવિવાર (મહા, સુદ પડવો
વિનાયકી ચોથ ફેબ્રુઆરી 13, 2024, મંગળવાર (મહા, સુદ ચોથ)
વસંત પંચમી ફેબ્રુઆરી 14, 2024, બુધવાર (મહા, સુદ પાંચમ)
માસિક દુર્ગાષ્ટમી ફેબ્રુઆરી 17, 2024, શનિવાર (મહા, સુદ આઠમ)
જ્યા એકાદશી ફેબ્રુઆરી 20, 2024, મંગળવાર (મહા, સુદ અગિયારશ)
દ્રિજપ્રિય સંકષ્ટ ચતુર્થી ફેબ્રુબુધવરે28, 2024, બુધવાર (મહા, વદ ચોથ)

માર્ચ મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
કાલાષ્ટમી માર્ચ 3, 2024, રવિવાર (મહા, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી માર્ચ 3, 2024, રવિવાર (મહા, વદ આઠમ)
વિજયા એકાદશી માર્ચ 6, 2024, બુધવાર (મહા, વદ અગિયારશ)
વૈષ્ણવ વિજયા એકાદશી માર્ચ 7, 2024, ગુરુવાર (મહા, વદ અગિયારશ)
મહા શિવરાત્રિ માર્ચ 8, 2024, શુક્રવાર (મહા, વદ ચૌદસ)
ચંદ્ર દર્શન માર્ચ 11, 2024, સોમવાર (ફાગણ, સુદ પડવો)
વિનાયક ચોથ માર્ચ 13, 2024, બુધવાર (ફાગણ, સુદ ચોથ)
માસિક દુર્ગાષ્ટમી માર્ચ 17, 2024, રવિવાર (ફાગણ, સુદ આઠમ)
આમલકી એકાદશી માર્ચ 20, 2024, બુધવાર
હોળી માર્ચ 24, 2024, રવિવાર (ફાગણ, સુદ પૂનમ)
હોલિકા દહન માર્ચ 24, 2024, રવિવાર (ફાગણ, સુદ પૂનમ)
ધુળેટી માર્ચ 25, 2024, સોમવાર (ફાગણ, વદ પડવો)
ચંદ્ર ગ્રહણ માર્ચ 25, 2024, સોમવાર
ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી માર્ચ 28, 2024, ગુરુવાર (ફાગણ, વદ ચોથ)
  • આ છે, માર્ચ મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

એપ્રિલ મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
કાલાષ્ટમી એપ્રિલ, 1, 2024, સોમવાર (ફાગણ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી એપ્રિલ 1, 2024, સોમવાર (ફાગણ, વદ આઠમ)
પાપમોચિની એકાદશી એપ્રિલ 5, 2024, શુક્રવાર (ફાગણ, વદ અગિયારશ)
સોમવતી અમાસ એપ્રિલ 8, 2024, સોમવાર (ફાગણ, વદ અમાસ)
સૂર્ય ગ્રહણ (પૂર્ણ) એપ્રિલ 8, 2024, સોમવાર
ગુડી પડવા એપ્રિલ 9, 2024, મંગળવાર
ચંદ્ર દર્શન એપ્રિલ 9, 2024, મંગળવાર
વિનાયકી ચોથ એપ્રિલ 12, 2024, શુક્રવાર
માસિક દુર્ગાષ્ટમી એપ્રિલ 16, 2024, મંગળવાર
રામનવમી એપ્રિલ 17, 2024, બુધવાર
કામદા એકાદશી એપ્રિલ 19, 2024, શુક્રવાર
હનુમાન જ્યંતી એપ્રિલ 23, 2024,શનિવાર મંગળવાર
હનુમાન જન્મોત્સવ એપ્રિલ 23, 2024, મંગળવાર
વિકટ સંકષ્ટ ચતુર્થી એપ્રિલ 27, 2024, શનિવાર
  • આ છે, એપ્રિલ મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

મે મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
કાલાષ્ટમી મે 1, 2024, બુધવાર
માસિક કૃષ્ણ જન્માષ્ટમી મે 1, 2024, બુધવાર
વરુથિની એકાદશી મે 4, 2024, શનિવાર
ચંદ્ર દર્શન મે 9, 2024, ગુરુવાર (વૈશાખ, સુદ પડવો)
પરશુરામ જ્યંતી મે 10,2024, શુક્રવાર (વૈશાખ)
અખા ત્રીજ મે 10, 2024, શુક્રવાર (વૈશાખ, સુદ સાતમ)
વિનાયકી ચોથ મે 11, 2024, શનિવાર (વૈશાખ, સુદ ચોથ)
ગંગા સપ્તમી મે 14, 2024, મંગળવાર (વૈશાખ, સુદ સાતમ)
માસિક દુર્ગાષ્ટમી મે 15, 2024, બુધવાર (વૈશાખ, સુદ આઠમ)
સીતા નવમી મે 16, 2024, ગુરુવાર (વૈશાખ, સુદ ચૌદસ)
મોહિની એકાદશી મે 19, 2024, રવિવાર (વૈશાખ, સુદ અગિયારશ)
નૃસિંહ જ્યંતી મે 21, 2024, મંગળવાર (વૈશાખ, સુદ ચૌદસ)
કુર્મ જ્યંતી મે 23, 2024, ગુરુવાર (વૈશાખ, સુદ પૂનમ
નારદ જ્યંતી 24, 2024, શુક્રવાર (વૈશાખ, વદ પડવો)
એકદંત સંકષ્ટ ચતુર્થી મે 26, 2024, રવિવાર (વૈશાખ, વદ ચોથ)
કાલાષ્ટમી મે 30, 2024, ગુરુવાર (વૈશાખ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી મે 30, 2024, ગુરુવાર (વૈશાખ, વદ આઠમ)
  • આ છે, મે મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

આ પણ વાંચો:-

જાહેર રજા લિસ્ટ 2024 : ગુજરાત સરકારનુ જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ; બેંક રજા લીસ્ટ


જૂન મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
અપરા એકાદશી જૂન 2, 2024, રવિવાર (વૈશાખ, વદ અગિયારશ)
વૈષ્ણવ અપરા એકાદશી જૂન 3, 2024, સોમવાર
શનિ જ્યંતી જૂન 6, 2024, ગુરુવાર (વૈશાખ, વદ અમાસ)
ચંદ્ર દર્શન જૂન 7, 2024, શુક્રવાર (જેઠ, સુદ પડવો)
વિનાયકી ચોથ જૂન 10, 2024, સોમવાર (જેઠ, સુદ ચોથ)
માસિક દુર્ગાષ્ટમી જૂન 14, 2024, શુક્રવાર (જેઠ, સુદ આઠમ)
નિર્જળા એકાદશી જૂન 18, 2024, મંગળવાર (જેઠ, સુદ અગિયારશ)
કૃષ્ણપિંગલ સંકષ્ટ ચતુર્થી જૂન 25, 2024, મંગળવાર (જેઠ, વદ ચોથ)
કાલાષ્ટમી જૂન 28, 2024, શુક્રવાર (જેઠ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી જૂન 28, 2024, શુક્રવાર (જેઠ, વદ આઠમ)
  • આ છે, જૂન મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

જુલાઈ મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
યોગિની એકાદશી જુલાઈ 2, 2024, મંગળવાર (અષાઢ, વદ અગિયારશ)
રથયાત્રા જુલાઈ 7, 2024, રવિવાર (અષાઢ, સુદ બીજ)
ચંદ્ર દર્શન જુલાઈ 7, 2024, રવિવાર (અષાઢ, સુદ પડવો)
વિનાયકી ચોથ જુલાઈ 9, 2024, મંગળવાર (અષાઢ, સુદ ચોથ)
માસિક દુર્ગાષ્ટમી જુલાઈ 14, 2024, રવિવાર (અષાઢ, સુદ આઠમ)
ગૌરી વ્રત પ્રારંભ જુલાઈ 17, 2024, બુધવાર (અષાઢ, સુદ બારસ)
દેવશયની એકાદશી જુલાઈ 17, 2024, બુધવાર (અષાઢ, સુદ અગિયારશ)
જ્યાપર્વર્તી વ્રત પ્રારંભ જુલાઈ 19, 2024, શુક્રવાર (અષાઢ, સુદ તેરસ)
કોકિલા વ્રત જુલાઈ 20, 2024, શનિવાર (અષાઢ, સુદ પૂનમ)
ગુરુ પૂર્ણિમા જુલાઈ 19, 2024, શુક્રવાર (અષાઢ, સુદ પૂનમ)
ગૌરી વ્રત સમાપ્ત જુલાઈ 21, 2024, રવિવાર (અષાઢ, સુદ પૂનમ)
જ્યાપર્વર્તી વ્રત સમાપ્ત જુલાઈ 24, 2024, બુધવાર (અષાઢ, વદ ત્રીજ)
ગજાનન સંકષ્ટ ચતુર્થી જુલાઈ 24, 2024, બુધવાર (અષાઢ, વદ ચોથ)
કાલાષ્ટમી જુલાઈ 27, 2024, શનિવાર (અષાઢ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી જુલાઈ 27, 2024, શનિવાર (અષાઢ, વદ આઠમ)
કામિકા એકાદશી જુલાઈ 31, 2024, બુધવાર (અષાઢ, વદ અગિયારશ)
  • આ છે, જુલાઈ મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

ઓગસ્ટ મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
ચંદ્ર દર્શન ઓગસ્ટ 5, 2024, સોમવાર (શ્રાવણ, સુદ પડવો)
વિનાયક ચોથ ઓગસ્ટ 8, 2024, ગુરુવાર (શ્રાવણ, સુદ ચોથ)
કલ્કી જ્યંતી ઓગસ્ટ 10, 2024, શનિવાર (શ્રાવણ, સુદ છઠ)
માસિક દુર્ગાષ્ટમી ઓગસ્ટ 13, 2024, મંગળવાર (શ્રાવણ, સુદ પૂનમ)
પવિત્રા એકાદશી ઓગસ્ટ 16, 2024, શનિવાર (શ્રાવણ, સુદ અગિયારશ)
રક્ષાબંધન ઓગસ્ટ 19, 2024, સોમવાર (શ્રાવણ, સુદ પૂનમ)
બોલ ચોથ ઓગસ્ટ 24, 2024, ગુરુવાર (શ્રાવણ, વદ ચોથ)
હેરમ્બ સંકષ્ટ ચતુર્થી ઓગસ્ટ 22, 2024, ગુરુવાર (શ્રાવણ, વદ ચોથ)
નાગ પાંચમ ઓગસ્ટ 24, 2024, શનિવાર (શ્રાવણ, વદ પાંચમ)
રાંધણ છઠ ઓગસ્ટ 24, 2024, શનિવાર (શ્રાવણ, વદ છઠ)
શીતળા સાતમ ઓગસ્ટ 25, 2024, રવિવાર (શ્રાવણ, વદ સાતમ)
કૃષ્ણ જન્માષ્ટમી ઓગસ્ટ 26, 2024, સોમવાર (શ્રાવણ, વદ આઠમ)
કાલાષ્ટમી ઓગસ્ટ 26, 2024, સોમવાર (શ્રાવણ, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી ઓગસ્ટ 26, 2024, સોમવાર (શ્રાવણ, વદ આઠમ)
અજા એકાદશી ઓગસ્ટ 29, 2024, ગુરુવાર (શ્રાવણ, વદ અગિયારશ)
  • આ છે, ઓગસ્ટ મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

સપ્ટેમ્બર મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
સોમવતી અમાસ સપ્ટેમ્બર 2, 2024, સોમવાર
ચંદ્ર દર્શન સપ્ટેમ્બર 4, 2024, બુધવાર (ભાદરવો, સુદ પડવો)
વરાહ જ્યંતી સપ્ટેમ્બર 6, 2024, શુક્રવાર (ભાદરવો, સુદ ત્રીજ)
કેવડા ત્રીજ સપ્ટેમ્બર 6, 2024, શુક્રવાર (ભાદરવો, સુદ ત્રીજ)
ગણેશ ચતુર્થી સપ્ટેમ્બર 7, 2024, શનિવાર (ભાદરવો, સુદ ચોથ)
વિનાયકી ચોથ સપ્ટેમ્બર 7, 2024, શનિવાર (ભાદરવો, સુદ ચોથ)
ઋષિ પંચમી સપ્ટેમ્બર 8, 2024, રવિવાર (ભાદરવો, સુદ પાંચમ)
રાધાષ્ટમી સપ્ટેમ્બર 11, 2024, બુધવાર (ભાદરવો, સુદ આઠમ)
ધરો આઠમ સપ્ટેમ્બર 11, 2024, બુધવાર (ભાદરવો, સુદ આઠમ)
માસિક દુર્ગાષ્ટમી સપ્ટેમ્બર 11, 2024, બુધવાર (ભાદરવો, સુદ આઠમ)
પરિવર્તિની એકાદશી સપ્ટેમ્બર 14, 2024, શનિવાર (ભાદરવો, સુદ અગિયારશ)
વામન જ્યંતી સપ્ટેમ્બર 15, 2024, રવિવાર (ભાદરવો, સુદ બારસ)
ગણેશ વિસર્જન સપ્ટેમ્બર 17, 2024, મંગળવાર
અનંત ચતુર્દશી સપ્ટેમ્બર 17, 2024, મંગળવાર (ભાદરવો, સુદ ચૌદસ)
પિતૃપક્ષ પ્રારંભ સપ્ટેમ્બર 18, 2024, બુધવાર (ભાદરવો, વદ ચોથ)
ચંદ્ર ગ્રહણ સપ્ટેમ્બર 18, 2024, બુધવાર
વિઘ્નરાજ સંકષ્ટ ચતુર્થી સપ્ટેમ્બર 21, 2024, શનિવાર (ભાદરવો, વદ ચોથ)
કાલાષ્ટમી સપ્ટેમ્બર 24, 2024, મંગળવાર (ભાદરવો, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી સપ્ટેમ્બર 24, 2024, મંગળવાર (ભાદરવો, વદ આઠમ)
ઇન્દિરા એકાદશી સપ્ટેમ્બર 28, 2024, શનિવાર (ભાદરવો, વદ અગિયારશ)
  • આ છે, સપ્ટેમ્બર મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

આ પણ વાંચો:-

મહાશિવરાત્રિ કેમ ઊજવવામાં આવે છે? | મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી?


ઓક્ટોબર મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
સર્વપિતૃ અમાસ ઓક્ટોબર 2, 2024, બુધવાર (ભાદરવો, વદ અમાસ)
સૂર્ય ગ્રહણ ઓક્ટોબર 2, 2024, બુધવાર
નવરાત્રી પ્રારંભ ઓક્ટોબર 3, 2024, ગુરુવાર (આસો, સુદ પડવો)
ઘટસ્થાપના ઓક્ટોબર 3, 2024, ગુરુવાર (આસો, સુદ પડવો)
ચંદ્ર દર્શન ઓક્ટોબર 4, 2024, શુક્રવાર (આસો, સુદ પડવો)
વિનાયકી ચોથ ઓક્ટોબર 6, 2024, રવિવાર (આસો, સુદ ચોથ)
સરસ્વતી આવાહન ઓક્ટોબર 9, 2024, બુધવાર
સરસ્વતી પૂજા ઓક્ટોબર 10, 2024, ગુરુવાર
દુર્ગા અષ્ટમી ઓક્ટોબર 11, 2024, શુક્રવાર (આસો, સુદ આઠમ)
મહા નવમી ઓક્ટોબર 11, 2024, શુક્રવાર (આસો, સુદ નોમ)
સરસ્વતી બલિદાન ઓક્ટોબર 11, 2024, શુક્રવાર
માસિક દુર્ગાષ્ટમી ઓક્ટોબર 11, 2024, શુક્રવાર (આસો, સુદ આઠમ)
સરસ્વતી વિસર્જન ઓક્ટોબર 12, 2024, શનિવાર
વિજયાદશમી ઓક્ટોબર 12, 2024, શનિવાર (આસો, સુદ દશમ)
દશેરા ઓક્ટોબર 12, 2024, શનિવાર
પાશાંકુશા એકાદશી ઓક્ટોબર 13, 2024, રવિવાર (આસો, સુદ અગિયારશ)
ગૌણ પાશાંકુશા એકાદશી ઓક્ટોબર 14, 2024, સોમવાર (આસો, સુદ અગિયારશ)
વૈષ્ણવ પાશાંકુશા એકાદશી ઓક્ટોબર 14, 2024, સોમવાર (આસો, સુદ અગિયારશ)
કોજાગરી પૂજા ઓક્ટોબર 16, 2024, બુધવાર (આસો, સુદ પૂનમ)
શરદ પૂનમ ઓક્ટોબર 16, 2024, બુધવાર (આસો, સુદ પૂનમ)
કરવા ચૌથ ઓક્ટોબર 20, 2024, રવિવાર (આસો, વદ ચોથ)
વક્રતુંડ સંકષ્ટ ચતુર્થી ઓક્ટોબર 20, 2024, રવિવાર (આસો, વદ ચોથ)
કાલાષ્ટમી ઓક્ટોબર 24, 2024, ગુરુવાર (આસો વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી ઓક્ટોબર 24, 2024, ગુરુવાર (આસો, વદ આઠમ)
વાઘ બારસ ઓક્ટોબર 28, 2024, સોમવાર (આસો, વદ બારસ)
રમા એકાદશી ઓક્ટોબર 28, 2024, સોમવાર (આસો, વદ અગિયારશ)
ધનતેરસ ઓક્ટોબર 29, 2024, મંગળવાર (આસો સુદ તેરસ)
કાળી ચોદસ ઓક્ટોબર 30, 2024, બુધવાર (આસો, વદ ચૌદસ)
હનુમાન પૂજા ઓક્ટોબર 30, 2024, બુધવાર (આસો, વદ ચૌદસ)
રૂપ ચતુર્દશી ઓક્ટોબર 31, 2024, ગુરુવાર (આસો, વદ ચૌદસ)
  • આ છે, ઓક્ટોબર મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

નવેમ્બર મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
લક્ષ્મી પૂજન નવેમ્બર 1, 2024, શુક્રવાર (આસો, વદ અમાસ)
દિવાળી નવેમ્બર 1, 2024, શુક્રવાર (આસો, વદ અમાસ)
ચોપડા પૂજન નવેમ્બર 1, 2024, શુક્રવાર (આસો, વદ અમાસ)
શારદા પૂજન નવેમ્બર 1, 2024, શુક્રવાર (આસો, વદ અમાસ)
ગોવર્ધન પૂજા નવેમ્બર 2, 2024, શનિવાર (કારતક, સુદ પડવો)
અન્નકૂટ નવેમ્બર 2, 2024, શનિવાર (કારતક, સુદ પડવો)
બેસતું વર્ષ નવેમ્બર 2, 2024, શનિવાર (કારતક, સુદ પડવો)
ભાઈ બીજ નવેમ્બર 3, 2024, રવિવાર (કારતક, સુદ બીજ)
યમ દ્રિતીયા નવેમ્બર 3, 2024, રવિવાર (કારતક, સુદ બીજ)
ચંદ્ર દર્શન નવેમ્બર 3, 2024, રવિવાર (કારતક, સુદ પડવો)
વિનાયકી ચોથ નવેમ્બર 5, 2024, મંગળવાર (કારતક, સુદ ચોથ)
લાભ પાંચમ નવેમ્બર 6, 2024, બુધવાર (કારતક, સુદ પાંચમ)
જલારામ બાપા જ્યંતી નવેમ્બર 8, 2024, શુક્રવાર (કારતક, સુદ સાતમ)
માસિક દુર્ગાષ્ટમી નવેમ્બર 9, 2024, શનિવાર (કારતક, સુદ આઠમ)
અક્ષય નવમી નવેમ્બર 10, 2024, રવિવાર (કારતક, સુદ નોમ)
પ્રબોધિની એકાદશી નવેમ્બર 12, 2024, મંગળવાર (કારતક, સુદ અગિયારશ)
તુલસી વિવાહ નવેમ્બર 13, 2024, રવિવાર (કારતક, સુદ બારસ)
દેવ દિવાળી નવેમ્બર 15, 2024, શુક્રવાર (કારતક, સુદ પૂનમ)
ગણાધિપ સંકષ્ટ ચતુર્થી નવેમ્બર, 18, 2024, સોમવાર (કારતક, વદ ચોથ)
કાલભૈરવ જ્યંતી નવેમ્બર 22, 2024, શુક્રવાર (કારતક, વદ આઠમ)
કલાષ્ટમી નવેમ્બર 22, 2024, શુક્રવાર (કારતક, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી નવેમ્બર 22, 2024, શુક્રવાર (કારતક વદ આઠમ)
ઉત્પતિ એકાદશી નવેમ્બર 26, 2024, મંગળવાર (કારતક, વદ અગિયારશ)
  • આ છે, નવેમ્બર મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

ડિસેમ્બર મહિનાના તહેવારની યાદી

જાન્યુઆરી મહિનાના તહેવારની યાદી જાન્યુઆરી મહિનામાં કઈ તારીખે
ચંદ્ર દર્શન ડિસેમ્બર 3, 2024, મંગળવાર (માગશર, સુદ પડવો)
વિનાયકી ચોથ ડિસેમ્બર 5, 2024, ગુરુવાર (માગશર, સુદ ચોથ)
માસિક દુર્ગાષ્ટમી ડિસેમ્બર 8, 2024, રવિવાર (માગશર, સુદ આઠમ)
ગીતા જ્યંતી ડિસેમ્બર 11, 2024, બુધવાર (માગશર, સુદ અગિયારશ)
મોક્ષદા એકાદશી ડિસેમ્બર 11, 2024, બુધવાર (માગશર, સુદ અગિયારશ)
દત્ત જ્યંતી ડિસેમ્બર 14, 2024, શનિવાર (માગશર, વદ આઠમ)
અખુરથ સંકષ્ટ ચતુર્થી ડિસેમ્બર 18, 2024, બુધવાર (માગશર, વદ ચોથ)
કાલાષ્ટમી ડિસેમ્બર 22, 2024, રવિવાર (માગશર, વદ આઠમ)
માસિક કૃષ્ણ જન્માષ્ટમી ડિસેમ્બર 22, 2024, રવિવાર (માગશર, વદ આઠમ)
સફલા એકાદશી ડિસેમ્બર 26, 2024, ગુરુવાર (માગશર, વદ અગિયારશ)
સોમવતી અમાસ ડિસેમ્બર 30, 2024, સોમવાર (માગશર, વદ અમાસ)
  • આ છે, ડિસેમ્બર મહિનાની ગુજરાતી તહેવારો ની યાદી 2024

સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ગુજરાતી તહેવારો ની યાદી 2024 વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં તહેવારો ની યાદી વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ગુજરાતી તહેવારો ની યાદી 2024 | Tahevaro Ni Yadi (ગુજરાતી કેલેન્ડર) appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/tahevaro-ni-yadi/feed/ 0 5270
પતંગ નો ઇતિહાસ : ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને જાણો તેના સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ https://onlylbc.com/history-of-kites/ https://onlylbc.com/history-of-kites/#respond Mon, 08 Jan 2024 12:16:16 +0000 https://onlylbc.com/?p=10383 પતંગ નો ઇતિહાસ : દેશના તમામ રાજ્યના બધા જ લોકો ઉત્તરાયણના તહેવારને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે જેમને ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? તેની માહિતી ...

વધુ જોવો.

The post પતંગ નો ઇતિહાસ : ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને જાણો તેના સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ appeared first on Onlylbc.com.

]]>
પતંગ નો ઇતિહાસ : દેશના તમામ રાજ્યના બધા જ લોકો ઉત્તરાયણના તહેવારને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે જેમને ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? તેની માહિતી જ નથી હોતી. આપણે બધા એ તો જાણીએ છીએ કે ઉતરાયણના દિવસે નાની ઉંમરના લોકો થી કરીને મોટી ઉંમરના તમામ લોકો પતંગ ચગાવતા હોય છે. પરંતુ તે પતંગ કેમ ચગાવવામાં આવે છે. તેથી પતંગ નો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


પતંગ નો ઇતિહાસ


પતંગ નો ઇતિહાસ

મિત્રો પતંગ નો ઇતિહાસ વિશે ધણી બધી પ્રચલિત કથાઓ છે. તેથી ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે?. તે જાણવા માટે તમારે પતંગ નો ઇતિહાસ વિશે પ્રચલિત કથાઓ જાણવી પડશે. જે કથાઓ નીચે મુજબ છે.

એવું કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં ચીનના ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ન જાય તે માટે હેટને પતંગ બાંધી રાખી હતી. ત્યારબાદ ચાઈનીઝ જનરલ હુઆન થેંગ હુએ સૈન્યની વ્યૂહરચના બનાવીને પતંગ દ્રારા અંતરનો અંદાજો મેળવીને પોતાના સૈન્યને શહેરની અંદર પ્રવેશ કરાવીને જીત અપાવી હતી.

પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા. ચીનના હળવંશી સમ્રાટના રાજ્ય પર જંગલી મોગલો ચડી આવ્યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્યમય અવાજથી જંગલી દુશ્મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા હતા.

ચીનના રૃઢિ અને રિવાજ મુજબ છોકરો સાત વર્ષનો થાય ત્યારે તેના ભવિષ્યને રૃધતા અનિષ્ટ આત્માઓને દૂર ઉડાડી દેવામાં આવે છે જેથી કરીને છોકરાને ભવિષ્યમાં નડે નહીં તે માટે તેઓ મોટી પતંગ પર એકડો થઈ શકે એટલો દોર ચડાવવામાં આવતી હતી પછી પ્રાર્થના સાથે તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. પતંગ ઉપલા વાતાવરણના પ્રબળ પવનની પાંખે ચઢીને દૂર દૂર જતી રહે છે અને તે સાથે બાળકને નડતા અમંગળ તત્ત્વો પણ દૂર દૂર ફેંકાઈ જાય છે.

ત્યારબાદ ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા સાથે ચીન, કોરિયા અને જાપાનમાં ત્યારબાદ પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવ્યો.

ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500 માં મોગલ કાળના એક ચિત્રમાં જોવા મળ્યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા સંદેશો મોકલવા ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યારબાદ સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તે પતંગનો ઉપયોગ શેતાની શક્તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે ઉપયોગ કરવા લાગ્યા.

ત્યારબાદ માઈક્રોનેશિયાના લોકો પણ પાંદડાંની પતંગોનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્યને પતંગનો ખ્યાલ આપ્યો હતો.

ત્યારબાદ 13મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી અને 16મી અને 17મી સદીમાં જહાજના સહેલાણીઓએ જાપાન અને મલેશિયાની પતંગો લાવ્યા હતા અને ત્યાર પછી 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે ઉપયોગ કરવા લાગ્યા.

બેન્જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્ડર વિલ્સે પવન અને હવામાનની વિવિધ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્યોર્જ કેલી, સેમ્યુઅલ લેન્ગલી, લોરેન્સ હારગ્રેવ, અલેકઝાન્ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્લેનના વિકાસમાં ફાળો આપ્યો હતો.

ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો ઉપયોગ કરીને દુશ્મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્લેનમાંથી તાત્કાલિક માહિતી પહોંચાડતા હતા.

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્ય ઉપયોગો શોધી લીધા. જેમાં તેમને હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવવા, દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્સને ગર્લ બોક્સ પતંગ દ્વારા પોતાની ભાળ આપવા, પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્ટને ઓળખી શકાય. આમ પતંગનો વિવિધ ઉપયોગ થવા લાગ્યો.


આ પણ વાંચો:-

ઉત્તરાયણ નો ઇતિહાસ : ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે


ઉત્તરાયણ કયારે છે 2024?

ઉત્તરાયણ કયારે છે 2024? – મિત્રો આમ તો ઉત્તરાયણએ દર નવા વર્ષના પહેલા જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ 2023 માં ઉત્તરાયણ એ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ એ 14 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે.


મિત્રો લેખમાં, અમે તમને પતંગ નો ઇતિહાસ (History of Kites in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને પતંગ નો ઇતિહાસ વિશે તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ તહેવારોની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : પતંગ ચગાવાની શરૂઆત કયારે થઈ હતી?

જવાબ : એવું કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં પતંગ ચગાવાની શરૂઆત થઈ હતી.

પ્રશ્ન 2 : પતંગ ની શોધ ક્યા દેશમાં થઈ હતી?

જવાબ : પતંગ ની શોધ ચીનમાં થઈ હતી.

પ્રશ્ન 3 : ભારતમાં પતંગ ક્યારથી ચગાવામાં આવે છે.

જવાબ : ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500 માં મોગલ કાળના એક ચિત્રમાં જોવા મળ્યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા સંદેશો મોકલવા ઉપયોગ કરવામાં આવતો હતો.

પ્રશ્ન 4 : પ્રથમ પતંગ બનાવનાર વ્યક્તિ કોણ છે?

જવાબ : પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા.

The post પતંગ નો ઇતિહાસ : ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને જાણો તેના સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/history-of-kites/feed/ 0 10383
ઉત્તરાયણ નો ઇતિહાસ : ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે https://onlylbc.com/history-of-uttarayan/ https://onlylbc.com/history-of-uttarayan/#respond Sun, 07 Jan 2024 23:47:37 +0000 https://onlylbc.com/?p=10372 ઉત્તરાયણ નો ઇતિહાસ : દેશના તમામ રાજ્યના બધા જ લોકો ઉત્તરાયણના તહેવારને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે જેમને ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? તેની માહિતી ...

વધુ જોવો.

The post ઉત્તરાયણ નો ઇતિહાસ : ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે appeared first on Onlylbc.com.

]]>
ઉત્તરાયણ નો ઇતિહાસ : દેશના તમામ રાજ્યના બધા જ લોકો ઉત્તરાયણના તહેવારને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે જેમને ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? તેની માહિતી જ નથી હોતી. આપણે બધા એ તો જાણીએ છીએ કે ઉતરાયણના દિવસે નાની ઉંમરના લોકો થી કરીને મોટી ઉંમરના તમામ લોકો પતંગ ચગાવતા હોય છે. પરંતુ તે પતંગ કેમ ચગાવવામાં આવે છે. તેથી ઉત્તરાયણ નો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


ઉત્તરાયણ નો ઇતિહાસ


ઉત્તરાયણ વિશે માહિતી

મિત્રો ઉત્તરાયણ એ દર નવા વર્ષના પ્રથમ મહિનામાં  એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણને બીજા મકરસંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. કારણે કે આ દિવસે સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી આ તહેવારને ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યના આ પરિવર્તનથી ઉત્તરાયણના દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી થાય છે અને શિયાળાનો ટૂંકો દિવસ લાંબો થાય છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે.


ઉત્તરાયણ નો ઇતિહાસ

મિત્રો ઉત્તરાયણ નો ઇતિહાસ વિશે ધણી બધી પ્રચલિત કથાઓ છે. તેથી ઉત્તરાયણ ના દિવસે પતંગ કેમ ચગાવવામાં આવે છે અને ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે?. તે જાણવા માટે તમારે પતંગ નો ઇતિહાસ જાણવો પડશે.

એવું કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં ચીનના ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ન જાય તે માટે હેટને પતંગ બાંધી રાખી હતી. ત્યારબાદ ચાઈનીઝ જનરલ હુઆન થેંગ હુએ સૈન્યની વ્યૂહરચના બનાવીને પતંગ દ્રારા અંતરનો અંદાજો મેળવીને પોતાના સૈન્યને શહેરની અંદર પ્રવેશ કરાવીને જીત અપાવી હતી.

પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા. ચીનના હળવંશી સમ્રાટના રાજ્ય પર જંગલી મોગલો ચડી આવ્યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્યમય અવાજથી જંગલી દુશ્મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા હતા.

ચીનના રૃઢિ અને રિવાજ મુજબ છોકરો સાત વર્ષનો થાય ત્યારે તેના ભવિષ્યને રૃધતા અનિષ્ટ આત્માઓને દૂર ઉડાડી દેવામાં આવે છે જેથી કરીને છોકરાને ભવિષ્યમાં નડે નહીં તે માટે તેઓ મોટી પતંગ પર એકડો થઈ શકે એટલો દોર ચડાવવામાં આવતી હતી પછી પ્રાર્થના સાથે તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. પતંગ ઉપલા વાતાવરણના પ્રબળ પવનની પાંખે ચઢીને દૂર દૂર જતી રહે છે અને તે સાથે બાળકને નડતા અમંગળ તત્ત્વો પણ દૂર દૂર ફેંકાઈ જાય છે.

ત્યારબાદ ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા સાથે ચીન, કોરિયા અને જાપાનમાં ત્યારબાદ પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવ્યો.

ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500 માં મોગલ કાળના એક ચિત્રમાં જોવા મળ્યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા સંદેશો મોકલવા ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યારબાદ સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તે પતંગનો ઉપયોગ શેતાની શક્તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે ઉપયોગ કરવા લાગ્યા.

ત્યારબાદ માઈક્રોનેશિયાના લોકો પણ પાંદડાંની પતંગોનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્યને પતંગનો ખ્યાલ આપ્યો હતો.

ત્યારબાદ 13મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી અને 16મી અને 17મી સદીમાં જહાજના સહેલાણીઓએ જાપાન અને મલેશિયાની પતંગો લાવ્યા હતા અને ત્યાર પછી 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે ઉપયોગ કરવા લાગ્યા.

બેન્જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્ડર વિલ્સે પવન અને હવામાનની વિવિધ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્યોર્જ કેલી, સેમ્યુઅલ લેન્ગલી, લોરેન્સ હારગ્રેવ, અલેકઝાન્ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્લેનના વિકાસમાં ફાળો આપ્યો હતો.

ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો ઉપયોગ કરીને દુશ્મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્લેનમાંથી તાત્કાલિક માહિતી પહોંચાડતા હતા.

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્ય ઉપયોગો શોધી લીધા. જેમાં તેમને હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવવા, દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્સને ગર્લ બોક્સ પતંગ દ્વારા પોતાની ભાળ આપવા, પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્ટને ઓળખી શકાય. આમ પતંગનો વિવિધ ઉપયોગ થવા લાગ્યો.


આ પણ વાંચો:-

જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023.


ઉત્તરાયણ નું મહત્વ

મિત્રો ભારતમાં તો ઉત્તરાયણનું ધાર્મીક મહત્વ ખુબ જે આ દિવસે ગુજરાતમાં ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરીઓને તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. તે ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય રાજ્યોમાં ઉત્તરાયણના દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ આપે છે. લોકો ઉત્તરાયણના પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ, ખાસતો ગાયને ઘાસ ચારો અને અન્ય પશુ-પ્રાણીઓને વિવિધ ધાન નાખીને દાન કરે છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવોએ સારો મનાય છે, કારણકે આ દિવસે કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો દિવસ કહેવાય છે.


આ પણ વાંચો:-

ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે


2024 માં ઉત્તરાયણ ની તારીખ કઈ છે?

ઉત્તરાયણ કયારે છે 2024? – મિત્રો આમ તો ઉત્તરાયણએ દર નવા વર્ષના પહેલા જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ 2023 માં ઉત્તરાયણ એ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ એ 14 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે.


આ પણ વાંચો:-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?


મિત્રો લેખમાં, અમે તમને ઉત્તરાયણ નો ઇતિહાસ (History of uttarayan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને ઉત્તરાયણ નો ઇતિહાસ વિશે તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ તહેવારોની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ઉત્તરાયણ નો ઇતિહાસ : ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/history-of-uttarayan/feed/ 0 10372
નવરાત્રી નો ઇતિહાસ : શા માટે દસ દિવસ સુધી ગરબા રમવામાં આવે છે?, જાણો ગરબા નો ઇતિહાસ https://onlylbc.com/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%87%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8-%e0%aa%b6%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f/ https://onlylbc.com/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%87%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8-%e0%aa%b6%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f/#respond Sat, 14 Oct 2023 09:34:24 +0000 https://onlylbc.com/?p=9397 ગુજરાતમાં તમામ લોકો નવરાત્રી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. જેમાં લોકો 9 દિવસ સુધી ગરબા રમે છે અને માતાજી ની પૂજા અર્ચના કરે છે. પરંતુ નવરાત્રી નો ઇતિહાસ વિશે ઘણા બધા એવા ...

વધુ જોવો.

The post નવરાત્રી નો ઇતિહાસ : શા માટે દસ દિવસ સુધી ગરબા રમવામાં આવે છે?, જાણો ગરબા નો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
ગુજરાતમાં તમામ લોકો નવરાત્રી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. જેમાં લોકો 9 દિવસ સુધી ગરબા રમે છે અને માતાજી ની પૂજા અર્ચના કરે છે. પરંતુ નવરાત્રી નો ઇતિહાસ વિશે ઘણા બધા એવા લોકો છે જેમને નવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


નવરાત્રી નો ઇતિહાસ


નવરાત્રી નો ઇતિહાસ

મિત્રો આપણા હિંદુ ધાર્મિક ગ્રંથોમાં નવરાત્રી નો ઇતિહાસ વિશે વિવિધ કથાઓ વર્ણવેલ છે. તો આજે આપણે અહીં બે માન્યતા વિશે જાણીશું. જે માન્યતા પરથી નવરાત્રી નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.

કથા :- 1

પહેલી માન્યતા મુજબ, ભગવાન શ્રી રામ માતા સીતાને દૃષ્ટ રાવણથી બચાવવાં માટે રાવણ નો વધ કરવા માંગતા હતા. તેથી તે ઉદ્દેશ્ય પૂર્ણ થાય તે માટે નારદે ભગવાન શ્રી રામને નવરાત્રી વ્રતની વિધિ કરવા વિનંતી કરી હતી. પછી ભગવાન રામ પોતે આ વ્રતની વિધિ પૂર્ણ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી રામે લંકા પર હુમલો કર્યો અને રાવણનો વધ કર્યો. તેથી આ માન્યતા પરથી  પણ ગરબા નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.

 

કથા :- 2

પહેલી માન્યતા મુજબ, શક્તિની દેવી માતા દુર્ગાએ મહિષાસુર નામના અસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો અને સારા કાર્યો કરનારા પ્રણેતાઓની રક્ષા કરી હતી. તેથી જ્યારે માતા દુર્ગાએ મહિષાસુર પર હુમલો કર્યો. ત્યારે માતા દુર્ગાનું મહિષાસુર રાક્ષસ સાથે નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યુ હતુ અને દસમા દિવસે વિજય મેળવ્યો હતો અને તેનો વધ કર્યો.

હવે જયારે માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસ નો વધ કર્યો તે સમય અશ્વિન માસનો હતો. તેથી અત્યારે અશ્વિન મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે ઉજવવામા આવે છે. તેથી આ માન્યતા પરથી  પણ ગરબા નો ઇતિહાસ દર્શાવામાં આવે છે.


આ પણ વાંચો :-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં નવરાત્રી નો ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post નવરાત્રી નો ઇતિહાસ : શા માટે દસ દિવસ સુધી ગરબા રમવામાં આવે છે?, જાણો ગરબા નો ઇતિહાસ appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%87%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8-%e0%aa%b6%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f/feed/ 0 9397
ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે https://onlylbc.com/ganesh-chaturthi/ https://onlylbc.com/ganesh-chaturthi/#respond Sat, 16 Sep 2023 11:21:03 +0000 https://onlylbc.com/?p=9037 દેશના તમામ લોકો ગણેશ ચતુર્થી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને  ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ગણેશ ચતુર્થી પર લોકો ગણપતિ ની ...

વધુ જોવો.

The post ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે appeared first on Onlylbc.com.

]]>
દેશના તમામ લોકો ગણેશ ચતુર્થી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને  ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? તેની માહિતી નથી હોતી. ગણેશ ચતુર્થી પર લોકો ગણપતિ ની પૂજા કરે છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને આ વર્ષે ગણેશ ચતુર્થી કયારે છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. તો આ લેખને અંત સુધી વાંચો.


ગણેશ ચતુર્થી


ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે?

ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે?, તે પાછળ વિવિધ દંતકથાઓ છે, જે નીચે મુજબ છે.

દંતકથા – 1

શિવપુરાણમાં એક કથા છે. કે જેમાં કહેવામાં આવ્યું છે કે, જયારે માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતા. તે સમયે તેમણે પોતના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો જે ગણેશજી હતા અને તેમને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને માતા પાર્વતીએ કહ્યુ કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે.

તેવા માં તો થોડી વારમાં પાર્વતી માતાના પતિ શિવજી ઘરમાં પ્રવેશ કરે છે. તો તે બાળકે તેમને રોકી લીધા. જેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યુ પણ સંગ્રામમાં તેને કોઈ પરાજીત ન કરી શક્યુ.. તેથી છેલ્લે ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનુ માથુ ધડથી અલગ કરી દીધુ.. ત્યારે માતા પાર્વતીએ આવીને આ જોયુ. ત્યારે માતા પાર્વતી ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનુ નક્કી કર્યુ.

ત્યારે બધા દેવતાઓ ભયભીત થઈ ગયા અને આ ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર તમામ દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા. ત્યારબાદ શિવજીએ ભગવાન વિષ્ણુને નિર્દેશ આપ્યો કે ઉત્તર દિશામાં સૌ પહેલા જે હાથી મળે તેનું માથુ કાપીને લઈ આવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ હાથીનું માથું લઈને આવે છે અને ભગવાન શિવ એ હાથીના મસ્તકને તે બાળકના ધડ પર મુકીને તેને જીવિત કરી નાખે છે.

આ જોઈને માતા પાર્વતી ખુશ થઈ જાય છે. ત્યારે તે હાથી જેવા મુખ વાળા બાળકને પોતાના હ્રદયને લગાવી દે છે. પરંતુ તેમને એ વાતનુ દુ:ખ હતુ કે લોકો તેમના હાથી મુખ વાળા બાળકને જોઈને મજાક ઉડાવશે.

પરંતુ ભગવાન શિવજીએ તે બાળકને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરી કોઈપણ કામમાં તે સૌ પ્રથમ પૂજાશે. તેવું વરદાન આપ્યુ.

ત્યારબાદ ભગવાન શિવે ગણેશજીને કહ્યું કે, હે ગિરિજાનંદન વિધ્ન અવરોધોને નાશ કરવામાં તમારુ નામ સર્વોપરિ રહેશે. તૂ સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જઈશ.

હવે છેલ્લે ભગવાન શિવે કહ્યું કે, હે ગણેશ્વર તૂ ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાંના ઉદિત થવા પર ઉત્પન્ન થયો. છે. આ તિથિમાં જે તમારું વ્રત કરશે તેના બધા વિધ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિયો પ્રાપ્ત થશે. અને જે વ્યક્તિ કૃષ્ણપક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતી ચદ્રમાને અર્ધ્ય આપીને બ્રાહ્મણને મિષ્ઠાન્ન ખવડાવશે અને ત્યારપછી તે ખુદ પોતે ગળ્યુ ભોજન કરશે. આમ જે પણ શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત કરશે તેમની મનોકામના જરૂર પૂર્ણ થાય છે.

તેથી અત્યારે આ દંતકથા ના આધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.

 

દંતકથા – 2

જો બીજી દંતકથાને આધારે માનીએ તો જયારે દાનવોનો ત્રાસ વધી ગયો હતો. ત્યારે દેવો દાનવોના ત્રાસથી કંટાળીને તમામ દેવો ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે જાય છે, ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવએ દેવોની વિનંતી પર દાનવોનો વધ કરવા માટે ભગવાન ગણેશની રચના કરે છે.

તેથી અત્યારે આ દંતકથા ના આધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.


ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે?

ગણેશ ચતુર્થી નો તહેવાર ગણેશ ચતુર્થી કરીને 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

જેમાં ગણેશ ચતુર્થી ની તૈયારી સમય પહેલા જ શરૂ થય જાય છે, જેમાં ગામની શેરીઓ, શહેરની શેરીઓ અને ગલીઓ સણગારવામાં આવે છે.

ત્યારબાદ ગણેશજીની મૂર્તિ લાવમાં આવે છે, અને તેની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે.

હવે તે દસ દિવસ દરમિયાન લોકો દ્રારા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. અને રાત્રે રાસ અને ગરબા કરવામાં આવે છે અને વિવિધ વિધીઓ કરવામાં આવે છે.

આમ, 10 દિવસ બાદ છેલ્લે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે.

આ રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે?.


આ પણ વાંચો:-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?

આ પણ વાંચો:-

જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?


2023 માં ગણેશ ચતુર્થી કયારે છે?

આ વર્ષે ગણેશ ચતુર્થી 2023 માં 19 સપ્ટેમ્બર(મંગળવાર), 2023 ના રોજ ઉજવવામાં આવશે.


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં ગણેશ ચતુર્થી ના ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post ગણેશ ચતુર્થી વિશે માહિતી : ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? અને 2023 માં ગણેશ ચતુર્થી કયારે છે appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/ganesh-chaturthi/feed/ 0 9037
જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023. https://onlylbc.com/janmashtami/ https://onlylbc.com/janmashtami/#respond Thu, 31 Aug 2023 20:59:54 +0000 https://onlylbc.com/?p=8846   દેશના તમામ લોકો જન્માષ્ટમી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. Janmashtami ના દિવસે લોકો દહીં હાંડી ...

વધુ જોવો.

The post જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023. appeared first on Onlylbc.com.

]]>
 

દેશના તમામ લોકો જન્માષ્ટમી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. Janmashtami ના દિવસે લોકો દહીં હાંડી અને વિવિધ પ્રકારે તેને ઉજવતા હોય છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને જન્માષ્ટમી ક્યારે છે 2023 અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ શું છે, તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


જન્માષ્ટમી


જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8 મો અવતાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે કંસના અત્યાચારથી પૃથ્વીને મુક્ત કરાવવા માટે શ્રાવણ વદ આઠમના દિવસે મોડી રાત્રે શ્રી ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે Janmashtami તહેવાર ઉજવવામાં આવે છે.

શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના આગમન માટે ભક્તો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરે છે. વ્રત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરીને, આખી રાત મંગલ ગીતો ગાવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, શ્રાવણ વદ આઠમ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.


જન્માષ્ટમી નો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

Janmashtami નો તહેવાર આપણા દેશમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. જેની માહિતી નીચે વિસ્તાર પૂર્વક છે.

દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.

આપણ દેશમાં મોટા ભાગે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર મનાવવામાં આવે છે. જેમાં એક હાંડી એટલે કે નાની માટલીમાં દહીં ભરવામાં આવે છે અને તેને ઉંચી લટકાવવામાં આવે અને તેને ફોડવામાં આવે છે.

જેમાં કોઈ ગામમાં તે ગામના લોકો દ્રારા એક ગ્રુપ બનાવામાં આવે છે. તે ગ્રુપમાં ઘણા બધા લોકો હોય છે. જેમાં એક ભગવાનને કૃષ્ણ બને છે.

હવે ગામ કોઈ જગ્યાએ ઉંચે એક સીધું દોરડું બાંધવામાં આવે છે, અને તે દોરડાની વચ્ચે એક માટલી બાંધવા આવે છે. જે જમીન થી બહુ જ દૂર હોય છે. જેમાં દહીં અને માખણ ભરવામાં આવે છે.

હવે જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તે ગ્રુપના લોકો જે રીતે ગોળ સર્કલ હોય છે તે રીતે એક વ્યક્તિ ઉપર બીજો વ્યક્તિ આમ છેક દહીં હાંડી સુધી સર્કલ બનાવે છે.

હવે તે ગ્રુપમાં જે ભગવાન શ્રી કૃષ્ણ બને છે તે આ લોકો ઉપર ચડીને દહીં હાંડી ફોડે છે અને આ રીતે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવે છે.

રાસ-ગરબા દ્રારા Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.

મિત્રો તમને ગુજરાતના કેટલાક ગામડાઓમાં તે ગામની દીકરીઓ દ્રારા કરવામાં આવતી રાસ-ગરબા વિશે વાત કરી રહ્યો છું.

જેમાં સૌ પહેલા શ્રાવણ વદ આઠમના દિવસે તે ગામની દીકરીઓ તે ગામમાં દેશી ઢોલના તાલે સર્કલ રાઉન્ડ સાંજ સુધી ગરબા રમે છે.

હવે સાંજે ગામની તમામ દીકરીઓ ગામના તળામાં જાય છે અને તે તળાવ માંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવ માટે માટી લેવા જાય છે અને તે માટી લઈને ગામના કોઈપણ એક વ્યક્તિને ઘરે મોડી રાત્રે મૂર્તિ બનાવવામાં આવે છે.

હવે સવારે તે વ્યક્તિના ઘરે ગામની છોકરી અથવા આખા ગામનો જમણવાર હોય છે. હવે તે વ્યક્તિના ઘરે જમણા કરીને ગામની છોકરીઓ ભગવાની મૂર્તિને લઈને ફરીથી ગામમાં જાય છે અને આખો દિવસ ગરબા રમે છે.

હવે ફરીથી સાંજે જો ગામનો કોઈ વ્યક્તિ તૈયારી હોય તો ભગવાન તેમના ઘરે રાત રોકાય છે. અને તે વ્યક્તિના ઘરે ફરીથી ગામનો જમણવાર હોય છે.

આમ જે વ્યક્તિ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણને રાત રોકવા માંગે છે. તે પોતે ભગવાન શ્રી કૃષ્ણને રાત રાખી શકે છે.

જો છેલ્લે કોઈ ગામનો વ્યક્તિ તૈયાર ના થાય તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને તળાવમાં પધરાવી દેવામાં આવે છે.

આ રીતે પણ Janmashtami નો તહેવાર ઉજવામાં આવે છે.


શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ શું છે?

સૌ પહેલા શ્રાવણ વદ આઠમ એટલે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણને દૂધ, દહીં, મધ, ઘી, સાકર વગેરેથી સ્નાન કરાવો.

ત્યારબાદ, ભગવાનની મૂર્તિને ફરી એકવાર શુદ્ધ ગંગાના જળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવો.

ત્યાર પછી ભગવાનને ચંદનનું તિલક લગાવો.

હવે ત્યાર બાદ વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવો. અને ભગવાનના ભોગમાં તુલસીની દાળ અવશ્ય અર્પણ કરો.

ત્યાર પછી ભગવાનના મંત્રોનો જાપ કરો અને શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરો.

શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી પર્વ પર કરવામાં આવતી પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અને વૈજયંતી માળા અર્પણ કરો.

છેલ્લે પૂજાના અંતે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો અને ભગવાનની પ્રદક્ષિણા કરો અને જો તમારાથી શક્ય હોય તો તમે આખી રાત ભગવાન શ્રી કૃષ્ણનું જાગરણ કરો.

એવું પણ કહેવામાં આવે છે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ગાયની સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ રીતે તમે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરી શકો છો.


જન્માષ્ટમી ક્યારે છે 2023

આ વખતે Janmashtami 7 સપ્ટેમ્બર, 2023 (ગુરૂવાર) ના રોજ ઉજવામાં આવશે.

પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં Janmashtami વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

The post જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023. appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/janmashtami/feed/ 0 8846
રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? https://onlylbc.com/history-of-rakshabandhan/ https://onlylbc.com/history-of-rakshabandhan/#respond Thu, 24 Aug 2023 03:46:47 +0000 https://onlylbc.com/?p=8520   દેશના તમામ લોકો રક્ષાબંધનને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. રક્ષાબંધનના દિવસે બહેન એ ભાઈને રાખડી બાંધે ...

વધુ જોવો.

The post રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? appeared first on Onlylbc.com.

]]>
 

દેશના તમામ લોકો રક્ષાબંધનને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. રક્ષાબંધનના દિવસે બહેન એ ભાઈને રાખડી બાંધે છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને રક્ષાબંધન કયા મહિનામાં છે 2023 અને રાખડી બાંધવાનું મુહૂર્ત કયું છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


રક્ષાબંધનનો ઇતિહાસ


રક્ષાબંધનનો ઇતિહાસ

આપણે બધા જાણીએ છીએ, કે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બહેન એ ભાઈને રાખડી બાંધે છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ રક્ષાબંધનનો ઇતિહાસ શું છે. તેનાથી લોકો અજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌપ્રથમ પૃથ્વી લોક પર થઇ ન હતી. પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી હતી. રક્ષાબંધનના સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં વિવિધ ધારણાઓ બંધાઈ. તો ચાલો આ તમામ રક્ષાબંધનનો ઇતિહાસ વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ.


ધારણા :- 1

આ ધારણા મહાભારત સાથે જોડાયેલી છે. મહાભારતમાં જયારે શિશુપાલનો વધ ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના સૂદર્શન ચક્રથી કર્યું હતું. ત્યારે શિશુપાલનું માથું કપાઈ જાય છે અને તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ જાય છે અને તે આંગળીમાંથી લોહી નીકળવા લાગે છે.

 

જયારે આ આગળી માંથી લોહી નીકળી રહ્યું હોય છે ત્યારે આ દ્રશ્ય પાંડવોની પત્ની દ્રોપદી જોઈ શક્તિ નથી અને તે તરત જ પોતાની સાડીનો છેડો કાપી ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર પાટો બાંધે છે અને લોહી વહેતું અટકાવે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને દ્રૌપદીને વરદાન આપે છે કે તે આખી ઝીંદગી દ્રૌપદીની રક્ષા કરશે. જ્યારે આ ઘટના બની તે Each એટલે શ્રાવણ માસની પૂનમ હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રોપદીના ચીર હરણ ના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એક બીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો. એટલે કે આ પણ ધારણા છે જેને રક્ષાબંધનનો ઇતિહાસ માનવામાં આવે છે.


ધારણ 2:-

 

આ ધારણા પ્રચલિત પૌરાણિક માન્યતાની સાથે જોડાયેલી છે. ભવિષ્ય પૂરાણ મુજબ એક વાર બાર વર્ષો સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઇ રહી હતી એટેલ બધા દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા.

 

હવે ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચી પણ ઉપસ્થિત હતા. દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઈન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પૂરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પસેથી બંધાવી લેજો. ત્યાર બાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો.

 

કેહવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહીત દેવો વિજયી થયા હતા. ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવ્યો. તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે. આ ધારણા સાથે પણ રક્ષાબંધનનો ઇતિહાસ જોડાયેલો છે.


ધારણા :- 3

આ ધારણા ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે. જયારે રાજા બલીએ ૧૧૦ યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો હતો. દેવતા ડરવા લાગ્યા કે રાજા બલી યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લે.

 

તેથી બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના ડરથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું.

 

ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા. તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બળી ખૂબ જ પરેશાન થઇ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો.

 

આમ ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું.

 

તે માટે કહેવાય છે કે બલી જ્યારે પાતાલ લોકમાં જતો રહ્યો ત્યાર બાદ તેણે ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હરહંમેશ સાથે રેહવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું.

 

આ જોઈને માતા લક્ષ્મી પરેશાન થઇ ગયા. અને પરેશાન લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મૂજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઇ જવાની માંગની કરી. અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઇ. આ ધારણા સાથે પણ રક્ષાબંધનનો ઇતિહાસ જોડાયેલો છે.


રક્ષાબંધન કયા મહિનામાં છે 2023

આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઉજવવામાં આવશે કારણ કે આ વર્ષે ભદ્ર કાળ હોવાથી આ વર્ષે 2023 માં રક્ષાબંધન ઉજવવા માટે 2 તારીખો બહાર આવી રહી છે, જેના કારણે લોકોમાં અસમંજસ છે કે રક્ષાબંધન ઉજવવાની સાચી તારીખ કઈ છે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે.

 

આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટ, બુધવાર અને 31 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. એટલે કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ ઉજવાશે. હિન્દુ પંચાગ અનુસાર, સાવન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, બુધવારના રોજ સવારે 10.58 કલાકથી શરૂ થશે અને 31 ઓગસ્ટ, ગુરુવારના રોજ સવારે 07.05 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર બપોરનો સમય રક્ષાબંધનની ઉજવણી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો બપોરે ભદ્રા હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ છે. વર્ષ 2023માં રક્ષાબંધનના દિવસે એટલે કે 30મી ઓગસ્ટે ભદ્રકાળ સાંજથી રાત સુધી ચાલશે.


રાખડી બાંધવાનું મુહૂર્ત 2023

  • રક્ષાબંધન ભદ્રકાળ – સાંજે 05:30 – સાંજે 06:31
  • રક્ષાબંધન ભદ્રા મુખા – સાંજે 06:31 – સાંજે 08:11
  • રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય – રાતે 09:01
  • રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત – રાત્રે 09.01 – 09.05 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.

આ પણ વાંચો:-

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? : મહાશિવરાત્રી તહેવારનો ઇતિહાસ શું છે? જાણો સંપૂર્ણ જાણકારી.


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં રક્ષાબંધનનો ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

 

The post રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? appeared first on Onlylbc.com.

]]>
https://onlylbc.com/history-of-rakshabandhan/feed/ 0 8520