ચંદ્રયાન-3 વિશે માહિતી : ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ, 23 ઓગસ્ટ સાંજે 6:04 મિનિટે થશે લેન્ડિંગ

 

Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે.

 

જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. તો ભારત ફરી એક વખત દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યું છે તો ચાલો જાણીએ Chandrayaan-3 વિશે સંપૂર્ણ માહિતી.


ચંદ્રયાન-3


મિશન ચંદ્રયાન-3 શું છે?

મિશન Chandrayaan-3 શું છે તે જાણવા માટે તેનો પાછળનો ઇતિહાસ જાણવો પડશે. ત્યારે જ ખ્યાલ આવશે કે Chandrayaan-3 શું છે.

 

મિશન ચંદ્રયાન-1

 

  • 15 ઓગસ્ટ, 2003 ના રોજ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્રારા લાલા કિલ્લા પરથી Chandrayaan-1 ની જાહેરાત કરવામાં આવી.
  • 22 ઓક્ટોબર 2008 ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 1 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 8 નવેમ્બર 2008 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું.
  • જને 14 નવેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ ઈરાદાપૂર્વક ચંદ્રની સપાટી પર મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયું.
  • મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ આ ચંદ્રાયન 1 એ લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની ઓર્બીટમાં 3400 ચક્કર માર્યા અને ડેટા મોકલે છે જેમાં ચંદ્રમાં પાણી હોવાનું જાણવા મળ્યું.
  • મિશન Chandrayaan 1 સાથે છેવટે 29 ઓગસ્ટ 2009 ના રોજ સંપર્ક તૂટી ગયો.

 

મિશન ચંદ્રયાન-2

 

  • મિશન Chandrayaan 2 એ 2013 માં રાશિયન સ્પેસ એજન્સીના સહયોગથી લોન્ચ કરવાનું હતું પરંતુ જ્યારે રશિયા આ કરારમાંથી બહાર થઈ ગયું ત્યારે ઇસરોએ આ મિશન પોતાની રીતે લોન્ચ કરવાનું નક્કી કર્યું.
  • 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 2 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 20 ઓગસ્ટ 2019 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું.
  • 6 સપ્ટેમ્બર 2019 ના રોજ વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરવાનું હતું પણ અચાનક લેન્ડર સાથે સંપર્ક તૂટી જતા આ મિશન અસફળ થયું હતું.

 

મિશન ચંદ્રયાન-3

  • Indian Space Research Organization (ISRO) દ્રારા મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
  • જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે.
  • જેનું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે. સૂત્રો મુજબ Chandrayaan 3 એ 22 કે પછી 23 ઓગસ્ટના રોજ લેન્ડિંગ થશે. જેની અત્યારે પ્રોસિસ ચાલી રહી છે.

ચંદ્રયાન-3 ને ચંદ્ર પર શા માટે મોકલવામાં આવે આવે છે?

Chandrayaan 1 નું મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ આ ચંદ્રાયન 1 એ લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની ઓર્બીટમાં 3400 ચક્કર માર્યા અને ડેટા મોકલે છે જેમાં ચંદ્રમાં પાણી હોવાનું જાણવા મળ્યું હતું તેથી ચંદ્રની સપાટી પર વાતાવરણ અને જમીનની અંદરની વિવિધ ગતિવિધિઓ જાણવા માટે Chandrayaan-3 ને ચંદ્ર પર શા માટે મોકલવામાં આવે છે.


ચંદ્રયાન-3 ને લઈ જવા માટે ક્યાં રોકેટનો ઉપયોગ થયો છે?

Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા Chandrayaan 3 છોડશે.


ચંદ્રયાન-3 માં ચંદ્ર પર ક્યાં પેલોડ જઈ રહ્યા છે ?

પેલોડ્સ એટલે એવા સાધનો કે જે ચંદ્ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.


ચંદ્રયાન-3 કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે?

ચંદ્રયાન-3 ને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેમાં ISRO ચીફ એસ સોમનાથે લોન્ચિંગ બાદ કહ્યું કે ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5:47 કલાકે કરવામાં આવશે. જેને ચંદ્ર પર પહોંચતા 42 દિવસ જેટલો સમય લાગશે.


ચંદ્રયાન-3 એ ચંદ્ર પર કેટલા દિવસ કામ કરશે ?

ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, એટલે કે પુથ્વી ના 14 દિવસ એટલે ચંદ્ર પર દિવસ થાય છે. જ્યારે Chandrayaan 3 નું લેન્ડિંગ થશે ત્યારે ત્યાંનું તાપમાન – 100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. જેથી ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.


ભારત ચંદ્ર પર જનાર ચોથો દેશ બની જશે?

જો આ મિશન બધું બરાબર રહેશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર દુનિયાનો પહેલો અને ચંદ્ર પર જનાર દુનિયાનો ચોથો દેશ હશે. જેમાં પહેલો અમેરિકા, બીજો રશિયા અને ત્રીજો દેશ ચીન છેમ અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં ઘણા અવકાશયાન ક્રેશ થયાં હતાં. પરંતુ 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.


બીજા દેશોના મુકાબલે ભારતને ચંદ્ર પર જવામાં આટલો સમય કેમ લાગે છે?

અત્યારે લોકોમાં મનમાં ઘણા બધા પ્રશ્નો છે. કે જ્યારે અમેરિકા અને રુસ માત્ર ચાર દિવસમાં ચંદ્ર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે થોડા વર્ષો પહેલા આવી ટેક્નોલોજી પણ ના હતી. તો પછી ભારતને ચંદ્ર પર પહોંચતા 42 દિવસ કેમ લાગે છે. ચાલો જાણીએ…

 

ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તે રોકેટની ડિઝાઈન, ઉપયોગમાં લેવાતું ઈધન, અને ચંદ્રયાનની ગતિ પરથી નક્કી થતું હોય છે. અંતરીક્ષમાં લાંબી દુરી કરવામાં હાઈસ્પીડ રોકેટ જોઈએ. એટલે કે ભારત પાસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા જેટલું શક્તિશાળી રોકેટ નથી કે જે ચંદ્રયાન-3 સીધું ચંદ્ર પર લઈ જઈ શકે. પરંતુ ઇસરો ઓછા ખર્ચમાં સારુ કામ કરવા માટે જાણીતું છે.

તે માટે ઇસરોએ ગુરુત્વાકર્ષણ બળની મદદથી ચંદ્ર સુધી પહોંચવાનો બીજો રસ્તો શોધ્યો. જે Chandrayaan 3 ને ચંદ્ર સુધી લઈ જવામાં મદદ કરશે. તે માટે Chandrayaan 3 નો વધુ સમય ચંદ્રની પરિક્રમામાં જતો રહેશે. ભારત પણ જો કોઈ શક્તિશાળી રોકેટનો ઉપયોગ કરે છે તો તે પણ ચંદ્ર પર જલ્દી જઈ શકે છે. પરંતુ જેટલું રોકેટ વધુ શક્તિશાળી હશે તેટલું ઈધન પણ વધુ જોઈએ. જો ઈધન વધુ જોઈએ તો તેના પર ખર્ચ પણ ખુબ જ આવશે.


આ પણ વાંચો:-

ભારતીય સ્પેસ એજન્સી ઇસરો વિશે સંપૂર્ણ માહિતી


બીજા ગ્રહોના મુકાબલે ચંદ્ર પર લેન્ડિંગ કરવું શા માટે કઠિન છે?

પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર છે અને પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 3,390 લાખ કિલોમીટર છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ મંગળ કરતાં વધુ જોખમી છે. આના 3 મુખ્ય કારણો છે.

 

(1) ચંદ્ર પર વાયુમંડળ ન હોવું

પૃથ્વી પર કોઈ પણ વસ્તુને લેન્ડ કરાવવી સરળ છે કારણ કે અહીં વાયુમંડળ છે. ઉદાહરણ તરીકે – તમે ઊંચાઈ પરથી કૂદો અને પેરાશૂટ ખોલી દો. વાતાવરણને કારણે તમે ધીમે ધીમે નીચે આવશો અને પૃથ્વી પર આરામથી ઉતરશો. મગળ પર પણ વાતાવરણ છે.

ચંદ્ર પર આવું વાતાવરણ નહિવત છે. જો તમે પેરાશૂટ વડે ત્યાં ઉતરશો તો એટલી ઝડપથી પડશો કે વિખેરાઈ જશો. ત્યાં ઉતરવા માટે પ્રોપેલર સળગાવું પડે છે. આ ઈધણને પૃથ્વી પરથી મર્યાદિત માત્રામાં જ લઈ શકાય છે,

 

(2) ચંદ્ર પર GPSનો અભાવ

પૃથ્વી પરના એરક્રાફટ્સ GPS દ્વારા માર્ગ શોધી લે છે પરંતુ ચંદ્ર પર લોકેશન જણાવનાર કોઇ ઉપગ્રહ નથી. આવી સ્થિતિમાં ન તો લેન્ડિંગની સ્થિતિ અને ન તો સપાટીથી અંતર જાણી શકાય છે.

 

(3) ચંદ્રનું દક્ષિણ ધ્રુવ વિચિત્ર સ્થળ

ISRO  નું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ કરશે જે એક વિચિત્ર સ્થળ છે. અહીં સૂર્ય માત્ર ક્ષિતિજમાં હોય છે તેથી લાંબા-લાંબા પડછાયા બને છે. જેના કારણે સપાટી પર કશું સ્પષ્ટ દેખાતું નથી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment