આ વખતે 2023 માં જી20 સમિટ ભારતમાં યોજાઈ હતી અને તેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ત્યારે G-20 Summit ખુબ જ ચર્ચામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે…
જી20 સમિટ શું છે?, જી20 સમિટ ની રચના ક્યારે થઈ?, G-20 Summit માં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? અને જી20 સમિટ કેવી રીતે કામ કરે છે?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.
જી20 સમિટ શું છે? (G-20 Summit)
જી-20 સમિટ ને ગ્રુપ ઓફ ટ્વેન્ટી થી પણ જાણવામાં આવે છે. G-20 Summit એ દુનિયાના સૌથી મોટા 20 દેશોનો સમાવેશ થાય છે. જેમાં G-20 Summit માં 19 દેશો અને 20 મો સભ્ય યુરોપિયન યુનિયન જૂથનો સમાવેશ થાય છે. G-20 સમિટનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે જે છે જે આ સમિટમાં સમાવેશ કોઈપણ એક દેશમાં કરવામાં આવે છે. જે વર્ષ 2023 માં ભારતમાં દિલ્લી ખાતે યોજાઈ હતી.
G-20 Summit ને દુનિયાનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ માનવામાં આવે છે. કારણે કે જો G-20 ની અધિકૃત વેબસાઇટ પ્રમાણે, આ સંસ્થા વૈશ્વિક બજારમાં પોતાનો 80 ટકા હિસ્સો ધરાવે છે અને G-20 Summit એ દુનિયામાં લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
જી20 સમિટ ની રચના ક્યારે થઈ?
જયારે જી20 સમિટ રચના થઈ ત્યારે તેનું નામ G-7 હતું. કારણ કે આ ગ્રુપમાં અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન માત્ર 7 દેશોનો જ સમાવેશ થતો હતો. પરંતુ 1998 માં આ સમિટ માં વિસ્તાર કરવામાં આવ્યો અને ત્યારબાદ સમિટ માં રશિયાને પણ સભ્ય બનાવવામાં આવ્યું. ત્યાર બાદ જી20 સમિટ 8 દેશ રશિયા જોડાયા બાદ આ સમિટ નું નામ G-8 Summit કરી દેવામાં આવ્યું.
ત્યારબાદ 1999 માં યોજાયેલી G-8 બેઠકમાં આ સમિટ માં અન્ય દેશોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં કુલ 20 દેશોનો સમાવેશ કરવામાં આવ્યું અને તેનું નામ G-20 Summit કરવામાં આવ્યું.
તે વર્ષે બર્લિનમાં એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ G-20 ની બેઠક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી. ત્યારબાદ G-20 Summit ને વૈશ્વિક મહત્વને સમજીને તેની બેઠક દર વર્ષે યોજાવા લાગી. જે તે સમિટ માં સમાવેશ દેશોમાં દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતમાં યોજાઈ હતી.
જી20 સમિટ માં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે?
- ભારત
- અમેરિકા
- આર્જેન્ટિના
- ઓસ્ટ્રેલિયા
- ઇટાલી
- જાપાન
- કોરિયા પ્રજાસત્તાક
- મેક્સિકો
- રશિયા
- સાઉદી અરેબિયા
- દક્ષિણ આફ્રિકા
- તુર્કી
- બ્રાઝિલ
- કેનેડા
- યુનાઇટેડ કિંગડમ
- યુરોપિયન યુનિયન
- ચીન
- ફ્રાન્સ
- જર્મની
- ઇન્ડોનેશિયન
G-20 Summit માં અત્યારે તો માત્ર 20 દેશોનો સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે G-20 બેઠકમાં અન્ય દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ભારતમાં યોજાયેલ G-20 Summit માં ભારતે અન્ય 9 દેશોને આમંત્રિત કર્યા હતા. જેમાં બાંગ્લાદેશ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, સ્પેન અને UAEને આમંત્રણ આપ્યું હતું.
G-20 Summit કેવી રીતે કામ કરે છે?
જી20 સમિટ માં મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા થાય છે, જેના બે મુદ્દાઓ છે તે છે આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતા છે. પરંતુ ધીરે-ધીરે સમય જતાં G-20 Summit માં આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતા મુદ્દાઓ સિવાય વેપાર, જળવાયુ પરિવર્તન, ટકાઉ વિકાસ, આરોગ્ય અને કૃષિ સંબંધિત અન્ય મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
G-20 Summit માં મુખ્ય બે રીતે ચર્ચાઓ થાય છે. જેમાં પ્રથમ સ્તરને ફાઇનાન્સિયલ ટ્રેક દ્રારા જેમાં નાણાં પ્રધાન વાટાઘાટોનું સંચાલન કરે છે જેમાં સેન્ટ્રલ બેંકના ગવર્નર પણ આ બેઠકમાં ભાગ લે છે.
બીજા સ્તરને શેરપા ટ્રેક દ્રારા વિવિધ દેશોની સરકારો શેરપા ટ્રેકમાં તેમના શેરપાઓની નિમણૂક કરે છે. જેમાં ભારત સરકારે અમિતાભ કાંતને તેના શેરપા તરીકે નિયુક્ત કર્યા છે.
જો સરળ રીતે સમજો તો, G-20 Summit એ તે સમિટ માં સમાવેશ દેશો દર વર્ષે પોતાના અલગ-અલગ દેશોમાં G-20 ની બેઠક રાખે છે અને ત્યાં G-20 સમિટ માં સમાવેશ તમામ દેશોના વડાઓ અહીં આવે છે અને આ સમિટ માં સમાવેશ તમામ દેશો પર માર્ગદર્શન આપે છે અને પોતાના અને અન્ય દેશ વિશે કલ્યાણકારી પ્રસ્તાવ કે કાર્ય કરે છે.
આ પણ વાંચો :-
મિશન ચંદ્રાયન 1,2,3 શું છે જાણો સંપૂર્ણ ઇતિહાસ.
આ પણ વાંચો :-
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.ભારતમાં G-20 Summit કયારે અને કઈ જગ્યાએ યોજાઈ હતી?
જવાબ :- ભારતમાં G20 સમિટ 2023 માં 9 અને 10 સપ્ટેમ્બર ના રોજ યોજાઈ હતી. જે નવી દિલ્હીમાં ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજના હતી અને જેનું સંચાલન ભારતે કર્યું હતું.
2.G20 નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
જવાબ :- G20 સમિટ પાસે કાયમી સચિવાલય કે મુખ્યાલય નથી. કારણે કે દર વર્ષે G20 ની બેઠક અલગ-અલગ દેશોમાં યોજાય છે. તેથી તે વર્ષમાં G20 નું સચિવાલય કે મુખ્યાલય તે દેશ હોય છે.
3.G20 પ્રમુખ કોણ છે?
જવાબ :- G20 કોઈ કાયમી પ્રમુખ નથી કારણ કે 2023 માં G-20 Summit નું સંચાલન એક વર્ષ માટે ભારતના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીજી દ્રારા કરવામાં આવ્યું હતું. જે G20 સમાપન સમારોહ દરમિયાન, તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને પ્રમુખ પદ સોંપ્યું હતું.
4.ભારત પછી G20 નું આયોજન કોણ કરશે?
જવાબ :- ભારત પછી G20 નું આયોજન બ્રાઝિલના કરશે.
5.G-20 Summit માં કેટલા દેશોનો સમાવેશ થાય છે?
જવાબ :- જી20 સમિટ માં 19 દેશો અને 20 મો સભ્ય યુરોપિયન યુનિયન જૂથનો સમાવેશ થાય છે.
6.G-20 Summit કયારે યોજવામાં આવે છે?
જવાબ :- વર્ષમાં એક વાર
7.G-20 Summit ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ :- જી-20 સમિટ ને ગ્રુપ ઓફ ટ્વેન્ટી થી પણ જાણવામાં આવે છે.
મિત્રો અહીં અમે તમને જી20 સમિટ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી અમે વિવિધ જગ્યાએથી એકઠી કરી અહીં તમને વિવિધ પૂર્વક માહિતી આપી છે, તો મિત્રો આવી જ તમે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને G-20 Summit વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો G20 ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.