100+ બેસ્ટ ગુડ નાઈટ શાયરી ગુજરાતી | Good Night Shayari Gujarati

તમને અમારી આજ ની પોસ્ટ માં ગુડ નાઈટ શાયરી ગુજરાતી જોવા મળશે. આશા કરું છું કે આજ ની અમારી પોસ્ટ તમને પસંદ આવશે.

જો મિત્રો Good Night Shayari Gujarati પોસ્ટ પસંદ આવે તો શેર કરવાનું ના ભૂલતા.100+ બેસ્ટ ગુડ નાઈટ શાયરી ગુજરાતી | Good Night Shayari Gujarati

||1||

બસ એક વાત યાદ રાખજો,

ઈશ્વર પાસેથી આશા રાખવા વાળા

ક્યારેય નિરાશ નથી થતા !!

🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻


||2||

તમને પણ બધું મળશે,
જયારે તમે નસીબથી વધારે તમારી
મહેનત પર ભરોસો કરશો !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻


||3||

આંખો નહીં

ધરાવનાર કરતાં,

પોતાના દોષ છુપાવનાર

આંધળો હોય છે !!

🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻


||4||

સ્વભાવ શૂન્ય જેવો

રાખવો ભલે કોઈ ગણતરીમાં ના લે,

પણ જેની બાજુમાં ઉભા હોય

એની કિંમત વધી જાય !!

🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻


||5||

એ માણસ

ક્યારેય હારી ના શકે,

જે માણસ સહન કરવાનું

સારી રીતે જાણે છે !!

🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻


||6||

જિંદગી જેમને

ખુશી નથી આપતી,

એમને અનુભવો ઘણા

કરાવી દે છે !!

💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐


||7||

પરીક્ષા એમની

જ લેવાતી હોય છે,

જેમના નસીબ અને કર્મ

બંને સારા હોય છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||8||

જયારે નાના હતા ત્યારે

મોટી મોટી વાતોમાં તણાઈ ગયા,

જયારે મોટા થયા ત્યાં તો નાની નાની

વાતોમાં વિખેરાઈ ગયા !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||9||

દરેક પળમાં પ્રેમ છે

ને દરેક ક્ષણમાં ખુશી છે,

ખોઈ બેસો તો યાદ ને જો જીવી

લો તો જિંદગી છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||10||

માણસ પણ

વૃક્ષ જેવો છે દોસ્ત,

જેમ જેમ નવા પાંદડા

આવતા જાય એમ જુના પાંદડાને

ખેરવી નાખે છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||11||

મહેલોની જરૂર

હોય છે માત્ર રહેવા માટે,

બાકી વસી જવા માટે તો

કોઈનું ખોબા જેવડું

દિલ જ કાફી છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||12||

એવા લોકો

ક્યારેય એકલા નથી હોતા,

જે પોતાનો Mood પોતાની

રીતે ઠીક કરી લેતા હોય !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||13||

કેટલીક વાર

એકલામાં રડી પણ લેવું જોઈએ,

આંસુ પડવાથી દુનિયા વધારે

ચોખ્ખી દેખાય છે !!

🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹


||14||

જેટલું સપનું મોટું

એટલી જ મોટી તકલીફ હશે,

અને જેટલી મોટી તકલીફ એટલી

જ મોટી સફળતા હશે !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||15||

વહેતા

પાણીની જેમ વહેતા જાઓ,

કચરો આપોઆપ કિનારે

નીકળી જશે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||16||

ગીતામાં ચોખ્ખા

શબ્દો માં કીધેલું છે કે,

તું નિરાશ ના થઈશ,

નબળો તારો સમય

છે તું નથી !!

🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺


||17||

એવા લોકોથી

હંમેશા દુર જ રહેજો સાહેબ,

જે નવા લોકોના મળવાથી

જૂનાને ભૂલી જતા હોય !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||18||

કોઈપણ મુશ્કેલી વગર

જીતે એ માત્ર વિજય મેળવે છે,

પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે

એ ઈતિહાસ રચે છે !!

🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺


||19||

તમે તમારું ભવિષ્ય

બદલી શકતા નથી પરંતુ

આદત બદલો તો નક્કી છે કે તમારી

આદત તમારું ભવિષ્ય બદલી નાખશે !!

🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹


||20||

જે પોતાના ખભે હાથ રાખીને

“ચાલ્યા કરે” બોલતા શીખી જાય,

એને ક્યારેય કોઈ સામે રોદણાં

રોવાની જરૂર નથી પડતી !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||21||

સમય તો રોજ

એક કોરો ચેક આપે છે,

આપણે જ આળસમાં ઓછી

રકમ ભરીએ છીએ !!

🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺


||22||

કોઈ મિત્રની ભૂલ

થાય તો માફ કરી દેજો સાહેબ,

કેમ કે જીભ કચડાય તો કંઈ દાંત

તોડવા ના બેસાય !!

🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏


||23||

ગુમાવ્યાનો

હિસાબ કોણ રાખે વ્હાલા,

અહીં તો કોણ મળ્યા એનો

આનંદ છે દોસ્ત !!

🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏


||24||

સમજદારી વસ્તુઓની

ખ્વાહીશ રાખવામાં નહીં,

પણ જે તમારી પાસે છે

એની કદર કરવામાં છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||25||

સંજોગોનો

થાક ભલે લાગે,

પણ મનથી જે હાર

નથી માનતો તેને

દુનિયાની કોઈ તાકાત

હરાવી નથી શકતી !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||26||

તમને ક્યારેય ખબર નહીં પડે

કે તમે શું કરી શકો છો જ્યાં સુધી

તમે કોશિશ નહીં કરો !!

🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹


||27||

ગુણ ના હોય તો રૂપ વ્યર્થ છે,

ઉપયોગ ના હોય તો ધન વ્યર્થ છે અને

નમ્રતા ના હોય તો વિદ્યા વ્યર્થ છે !!

🌹🌷💐 શુભ રાત્રી 🌹🌷💐


||28||

તન અને મન

બંનેથી શક્તિશાળી બનો,

કેમ કે કમજોર લોકોને આ

દુનિયા બહુ સતાવે છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||29||

જીવનની સૌથી મોટી લડાઈ

માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે,

સંજોગો સાથે તો બધાને બસ સમાધાન

જ કરવુ પડતું હોય છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||30||

માણસ પણ ગજબનો છે

પારકા સફળ થાય તો પ્રેરણા લે છે,

અને જો પોતાના સફળ થાય તો ઈર્ષા કરે છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||31||

જિંદગીમાં લોકોને મદદ

કરવાની ભાવના રાખજો સાહેબ,

કેમ કે કુદરતનો નિયમ છે કે જે કુવામાંથી

લોકો પાણી પીતા હોય એ કુવો ક્યારેય સુકાતો નથી !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||32||

જે થાય એ સારા માટે જ થાય છે,

ક્યારેક વિપરીત પરિસ્થિતિઓ આપણી

વર્તમાન સ્થિતિને સુધારવા આવતી હોય છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||33||

એ બધી વસ્તુઓથી

આજે જ સંબંધ તોડી દો,

જે તમારા સફળ થવાના માર્ગમાં

બાધા બની રહી હોય !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||34||

જવાબદારીનું પોટલું બાજુમાં

મુકીને ક્યારેક મનોરંજન પણ કરી લેવું,

જવાબદારી ક્યાંય જવાની નથી !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||35||

આપણું હિત અને ખામી

બતાવનાર વ્યક્તિ ચુપ ના થઇ જાય

એનું ધ્યાન રાખવું કારણ કે આજના જમાનામાં

આવા વ્યક્તિ બહુ ભાગ્યે જ મળે છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||36||

સપના એટલો

સમય પણ ના જુઓ કે

તમે સપના જ જોતા રહો અને

બાજી કોઈ બીજું મારી જાય !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||37||

હું બસ એટલું જાણું છું

કે કોઈ તમને ત્યાં સુધી ના

હરાવી શકે જ્યાં સુધી તમે

ખુદથી ના હારી જાઓ !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||38||

રૂઆબ અને પ્રભાવમાં

બહુ પાતળી ભેદરેખા હોય છે,

રૂઆબ હોદ્દાનો પડી શકે પણ પ્રભાવ

તો હંમેશા ચારિત્ર્યનો જ પડે છે !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||39||

કંઈક મેળવવા માટે

પરિવર્તન ખુબ જરૂરી છે,

કેમ કે પાણીને પણ તરવા માટે

બરફ બનવું પડે છે સાહેબ !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹


||40||

જે ખુદની સાથે

સુખી હોય એને પછી

કોઈ દુઃખી નથી કરી શકતું !!

🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||41||

પૈસાના અભાવે 1% જગત દુખી છે,

પણ સમજના અભાવે 99%

જગત દુખી છે !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||42||

કોઈની મદદ

કરવા માટે ધનની નહીં,

માત્ર સાચા મનની જરૂર

હોય છે સાહેબ !!

🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹


||43||

માણસ પોતાના

ખરાબ સમયને તો ભૂલી જાય છે,

પણ ખરાબ સમયમાં ખરાબ વર્તન

કરનારને ક્યારેય નથી ભૂલતો !!

🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹


||44||

નોકરી એટલે

આપણા સપનાને અધૂરા રાખીને,

બીજાના સપના પુરા કરવા

તનતોડ મહેનત કરવી !!

🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹


||45||

હવે તો રવિવારમાં

પણ ભેળસેળ થઇ ગઈ છે,

રજા તો દેખાય છે પણ શાંતિ ક્યાંય

જોવા નથી મળતી !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||46||

બધી ખબર હોય

કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે,

છતાં ન બોલીને સંબંધ સાચવે

તે જ સંસ્કાર !!

🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻


||47||

જીવનમાં સાચી

સફળતા તો ત્યારે મળી કહેવાય,

જયારે આપણા માતા-પિતા આપણા

નામથી ઓળખાય છે !!

🌺🌺||શુભ રાત્રી||🌺🌺


||48||

શબ્દ અને નજરનો

ઉપયોગ બહુ સાવચેતીથી કરવો,

એ આપણા ઉછેર અને સંસ્કારનું

બહુ મોટું પ્રમાણપત્ર છે !!

🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹


||49||

ઢીલ મુકો એટલે

સામેવાળો ખેંચી જ જાય,

પછી એ પતંગ હોય કે સંબંધ !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||50||

જરૂરી નથી બધા

સંબંધોનો અંત ઝઘડો જ હોય,

કેટલાક સંબંધો કોઈની ખુશી માટે

પણ છોડવા પડતા હોય છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||51||

કોઈને આપવા

માટેની સૌથી સારી ગિફ્ટ,

એની લાગણીઓને સમજીને

એની રીસ્પેક્ટ કરવી !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||52||

પોતે કરેલા કર્મોનું ફળ

બધાએ અહીંયા ભોગવવું પડે છે,

એટલે બધા કર્મો સારા કરશો તો

ફળ પણ સારું મળશે !!

🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻


||53||

માણસ

ઉતાવળે ભૂલ કરે છે,

અને પછી નિરાંતે

પસ્તાય છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||54||

પગ ખેંચવાના

બદલે હાથ ખેંચો,

બની શકે કે કોઈ આપણું

ઉપર આવી જાય !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||55||

જો તમારે ઊંચા

ધ્યેય સુધી પહોંચવું હોય,

તો નેગેટીવ વાતો માટે

બહેરા બની જાઓ !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||56||

માનું છું કે ઊંચાઈઓ

પર ચડવું અઘરું છે સાહેબ,

પણ ત્યાં ઉપરથી નજારો પણ

કંઇક અલગ હોય છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||57||

જમવાનું મળે ત્યારે

એક દુવા જરૂર કરજો સાહેબ,

જેમના ખેતરમાંથી અનાજ મળે છે

એમના છોકરા ભૂખ્યા ના ઊંઘે !!

🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹


||58||

પાંદડાએ ડાળીને

પૂછ્યું મારો ભાર લાગે છે તને,

ડાળીએ કહ્યું જ્યાં ભાવ હોય

ત્યાં ભાર શેનો !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||59||

ક્યારેક કોઈ

ખાસ વ્યક્તિ ગુસ્સો કરે,

તો એનો મતલબ એ નથી કે એ

તમને નફરત કરે છે !!

🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹


||60||

પોતાની તુલના

અન્ય સાથે ના કરો,

એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા

ઓછી કરો છો !!

💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||61||

ઈશ્વર અધીરો છે

તને બધું જ આપવા,

બસ તું છે કે ચમચી લઈને

ઉભો છે દરિયો માંગવા !!

🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹


||62||

વ્યક્તિની ભાવનાને

સમજવાની કોશિશ કરો,

બાકી ઝગડા તો દરેક

સંબંધમાં થતા જ હોય છે !!

🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹


||63||

તાપણાં અને આપણા

બંનેની એક જ ખાસિયત છે,

કે બહુ નજીક પણ ના રહેવું

અને બહુ દુર પણ ના રહેવું !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||64||

માતૃભુમીથી

મોટું કોઈ ચંદન નથી હોતું,

ને વંદે માતરમથી મોટું કોઈ

વંદન નથી હોતું !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||65||

જે તમારી

જિંદગીમાં નથી એની

પાછળ સમય બગાડવા કરતા,

જે તમારી જિંદગીમાં છે એની

કદર કરતા શીખો સાહેબ !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||66||

લોકો તમને પ્રેમ કરે છે,

કારણ કે એ લોકોને જે જોઈએ છે

એ વસ્તુ તમારી પાસે છે !!

🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹


||67||

એક ભાઈએ પૂછ્યું

સાહેબ જમાનો શાનો છે ?

મેં ગંભીર હાસ્ય સાથે કહ્યું

ફોટા અને ખોટાનો !!

🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹


||68||

મોજથી જીવી લેવું સાહેબ

કેમ કે રોજ સાંજે સુરજ નહિ,

પણ આ અનમોલ જિંદગીનો એક

કિમતી દિવસ ઘટી જાય છે !!

💐🌷🙏શુભ રાત્રી🙏🌷💐


||69||

દુનિયાના કોઈ પણ
ખૂણે જઈને આવો,
મારા મિત્રો જેવા મિત્રો
ક્યાંય નહીં મળે !!
💐🙏🌸શુભ રાત્રી🌸🙏💐


||70||

હંમેશા મૌન

રહેવાનું કોઈ મહત્વ નથી,

પણ ક્યારે મૌન રહેવું અને

ક્યારે બોલવું આ વાતનું

ખુબ જ મહત્વ છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||71||

દિવસમાં એકવાર એ

વ્યક્તિ સાથે જરૂર વાત કરો,

જે આખો દિવસ તમારી સાથે

વાત કરવાની રાહ જુએ છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||72||

વિખેરાઈ જઈને પણ

નવી શરૂઆત થઇ શકે છે,

મૌન ધારણ કરીને પણ પ્રેમની

વાત થઇ શકે છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||73||

ઈશ્વરના ચોપડે આપણું બોલેલું,

વિચારેલું કે વાંચેલું નહીં,

પરંતુ આપણું કરેલું નોંધાય છે !!

🙏🙏🙏Good Night🙏🙏🙏


||74||

જિંદગીને માણવી હોય,

તો એક ટકાનું ટેન્શન અને

નવ્વાણું ટકાનું જીગર રાખો !!

🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻


||75||

અમુક લોકો

પૈસાથી ભલે ગરીબ હોય,

પણ દિલથી બહુ અમીર હોય છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||76||

સુંદરતા મનની

રાખજો સાહેબ,

ચપટી પાવડરથી ચહેરા

ચમકે દિલ નહીં !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||77||

સેનાની જરૂર જ

નથી દુશ્મનોને હણવા,

સારથી જો કૃષ્ણ જેવો

મિત્ર મળ્યો હોય !!

🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹


||78||

વિશ્વાસ મેળવી શકાય છે

જો સત્ય બોલતા આવડી જાય,

લક્ષ્ય મેળવી શકાય છે જો

પુરુષાર્થ કરતા આવડી જાય !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||79||

અવગણના

સહન કરીને પણ જે

તમારી ખુશી ઇચ્છતું હોય,

એનાથી વધારે કોણ તમને

પ્રેમ કરતુ હોય !!

💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐


||80||

ઈચ્છાપૂર્તિ માટે

પરિવર્તન કરવું પડે છે,

પાણીને પણ તરવા માટે

બરફ બનવું પડે છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||81||

સફળ થવા

માટે ડીગ્રી નહીં,

જ્ઞાન જરૂરી હોય

છે સાહેબ !!

💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐


||82||

કોઈ સારા

કામની શરૂઆત માટે,

કોઈપણ સમય ખરાબ

નથી હોતો !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||83||

ગુગલ મેપની

તો સિટીમાં જરૂર પડે,

બાકી આવો ગામડામાં

ઘર સુધી મૂકી જશે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||84||

કંઈ પણ ગમાડતાં પહેલા

ગુમાવવાની તૈયારી રાખજો,

આપણને ગમતું હંમેશા બીજા

કોઈના નસીબમાં હોય છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||85||

પોતાની જાતની કોઈ

બીજા સાથે સરખામણી ના કરો,

ક્યારેય ખુશ નહીં રહી શકો !!

🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷


||86||

વિશ્વાસ હંમેશા

એવા ઉપર મુકો,

કે એ મુક્યા પછી તમારો

શ્વાસ અદ્ધર ના રહે !!

💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐


||87||

દરેક સંબંધ

અંત સુધી ટકી શકે,

જો એને Maturity થી

હેન્ડલ કરવામા આવે નહીં

કે Mood પ્રમાણે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||88||

કોણ કહે છે

કે સંબંધોને સાચવવા

બુદ્ધિ જોઈએ,

એના માટે તો આપણા

હૃદયમાં શુદ્ધિ જોઈએ !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||89||

મનનું મનમાં

રાખતા નહીં તક

મળે ત્યાં બોલી દેજો,

ઘુંચ બનવાની રાહ

ના જોતા ગાંઠ મળે

ત્યાં ખોલી લેજો !!

🍀🌻🙏શુભ રાત્રી🙏🌻🍀


||90||

જ્યાં સુધી

તમારું દિલ નહીં તૂટે,

ત્યાં સુધી તમે Practical

નહીં બની શકો !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||91||

જિંદગીમાં મોટી

જીત મેળવવી હોય,

તો નાની મોટી હારથી

ક્યારેય ડરશો નહીં !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||92||

સુધારે એ સગા

ને બગાડે એ બહારના,

જેવા હોય એવા સ્વીકારે

એ આપણા !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||93||

સંબંધ માત્ર

સુખ દુઃખમાં સાથ આપવા

માટે નથી હોતો,

સંબંધ તો એ છે જે પોતાના

હોવાનો અહેસાસ આપે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||94||

જયારે માણસ હથેળીમાં

ભવિષ્ય શોધવા લાગે,

ત્યારે સમજી લેવાનું કે

કાંડાની તાકાત ખતમ થઇ !!

🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸


||95||

જો તમારી પાસે

લાઈફમાં કંઈ ના હોય,

પણ એક સાચો મિત્ર હોય

તો તમે સૌથી અમીર છો !!

🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||96||

સંબંધોમાં શક્તિ

અને બુદ્ધિ કરતા,

સમજદારી વધારે

અગત્યની છે સાહેબ !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||97||

માથા ફરેલા જ મુશ્કેલીના

સમયમાં સાથ આપે છે સાહેબ,

સીધા તો બાયલાની જેમ સલાહ

આપીને ચાલ્યા જાય છે !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||98||

રાત્રે સુતા પહેલા

ભગવાનનો આભાર માનજો,

કે એણે તમને આજ સુધી

વાયરસથી મુક્ત રાખ્યા !!

|| તમે કેટલા ભાગ્યશાળી છો ||

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||99||

એવા લોકો સાથે રહો

જે તમારી સાથે રહેવા માંગે છે,

એવા લોકોથી દુર રહો જેની સાથે

તમે રહેવા માંગો છો !!

💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐


||100||

મીઠું સ્મિત તીખો

ગુસ્સો અને ખારા આંસુ,

આ ત્રણેયથી બનતી વાનગી

એટલે જિંદગી !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||101||

ફળ પાકી ગયા

પછી પડી જાય છે,

માણસ પડી ગયા પછી

પાકો થાય છે !!

💐💐💐શુભ રાત્રી💐💐💐


||102||

લાગણીઓનું રોકાણ

ખોટી જગ્યાએ ના કરશો,

આવકમાં તકલીફ સિવાય

બીજું કંઈ નહીં મળે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||103||

સારી વાતો તો

બધાને સારી લાગે છે,

પણ જયારે તમને કોઈની વાત

ખોટી ના લાગે તો સમજી જજો

કે તમને એનાથી પ્રેમ છે !!

🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹


||104||

કિનારા ઉપર ગબડી ગબડીને

જેમ પથ્થરો સુવાળા બને છે,

એમ કાર્ય અને વાણીથી

લોકો શ્રેષ્ઠ બને છે !!

🌷🌹🙏શુભ રાત્રી🙏🌹🌷


||105||

મનમાં ભરીને

જો જીવશો સાહેબ,

તો મનભરીને ક્યારેય

જીવી નહીં શકો !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||106||

જે મજા બીજા માટે

સારું કરવામાં છે,

એ મજા બીજાથી

સારું કરવામાં નથી !!

💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐


||107||

જરૂરી નથી કે તમે

બધા ફિલ્ડમાં સારા જ હોય,

પણ એક ફિલ્ડ એવું હશે જેમાં

તમે બધાના બાપ હશો !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||108||

લાગણી હોય તો ઝઘડો થાય,

બાકી લાગણી ના હોય ત્યાં તો

વાત પણ ક્યાં થાય છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||109||

દોસ્તના નામ

#Status માં ના હોય વ્હાલા,

સાચા દોસ્તની જગ્યા તો

દિલમાં હોય છે !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐


||110||

સૌથી મુલ્યવાન

કોઈ ભેટ હોય તો એ છે સમય,

એટલે કોઈ તમારા માટે સમય

કાઢે તો કદર કરજો !!

🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


||111||

એક સુખી

જીવન જીવવા માટે,

એ સ્વીકારવું ખુબ જરૂરી છે

કે આપણી પાસે જે છે

એ સર્વ શ્રેષ્ઠ છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||112||

જિંદગીમાં

હંમેશા જીદ કરતા શીખો,

જે કિસ્મતમાં નથી લખ્યું એને

પણ મહેનતથી હાસિલ

કરતા શીખો !!

🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹


||113||

હસીને જોવામાં અને

જોઇને હસવામાં ઘણો ફેર છે,

ક્યારેક પરિણામ તો ક્યારેક

સંબંધ બદલાઈ જાય છે !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||114||

ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ,

એવો આગ્રહ છોડી દઈએ ત્યારે તેઓ

આપણને વધારે ગમવા માંડે છે !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹


||115||

જીવતા જો આવડે

તો સો વર્ષ જીવી જવાય છે,

બાકી તો રોજ સાંજ થતા જ

થાકી જવાય છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||116||

મને ફાકડું અંગ્રેજી ન

આવડવાનો અફસોસ નથી,

પણ મને કડકડાટ ગુજરાતી

આવડવાનો ગર્વ છે !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐


||117||

કોઈપણ વ્યક્તિ સાથે

વધારે પડતા નજીક ના થવું,

આજનો માણસ રોજ સવારે

નવી લાગણીઓ સાથે ઉઠે છે !!

🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹


||118||

વિશ્વાસ રાખજો સાહેબ,

ભગવાન બીજો દરવાજો

ખોલ્યા વગર પહેલો દરવાજો

બંધ નથી કરતા !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||119||

જે તમારુ છે

એ ક્યાંય જશે નહીં,

જે જતું રહ્યું એ

તમારું હતું જ નહીં !!

💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐


||120||

મહત્વનું એ નથી કે

તમારી ઉંમર કેટલી છે,

મહત્વનું એ છે કે તમે કઈ

ઉંમરના વિચાર રાખો છો !!

🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹 – ગુડ નાઈટ શાયરી ગુજરાતી


આ પણ વાંચો:-

100+ બેસ્ટ ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી | Good Morning Shayari Gujarati


સારાંશ

પ્રિય મિત્રો અમે આશા રાખીએ છીએ કે, તમે અહીંયા ગુડ નાઇટ શાયરી ગુજરાતી મળી હશે. તો આમ ગુડ નાઈટ શાયરી ગુજરાતીની જેમ વિવિધ શાયરીઓ જાણવો માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version