દેશના તમામ લોકો જન્માષ્ટમી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. Janmashtami ના દિવસે લોકો દહીં હાંડી અને વિવિધ પ્રકારે તેને ઉજવતા હોય છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને જન્માષ્ટમી ક્યારે છે 2023 અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ શું છે, તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.
જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8 મો અવતાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે કંસના અત્યાચારથી પૃથ્વીને મુક્ત કરાવવા માટે શ્રાવણ વદ આઠમના દિવસે મોડી રાત્રે શ્રી ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે Janmashtami તહેવાર ઉજવવામાં આવે છે.
શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના આગમન માટે ભક્તો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરે છે. વ્રત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરીને, આખી રાત મંગલ ગીતો ગાવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, શ્રાવણ વદ આઠમ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
જન્માષ્ટમી નો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?
Janmashtami નો તહેવાર આપણા દેશમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. જેની માહિતી નીચે વિસ્તાર પૂર્વક છે.
દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.
આપણ દેશમાં મોટા ભાગે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર મનાવવામાં આવે છે. જેમાં એક હાંડી એટલે કે નાની માટલીમાં દહીં ભરવામાં આવે છે અને તેને ઉંચી લટકાવવામાં આવે અને તેને ફોડવામાં આવે છે.
જેમાં કોઈ ગામમાં તે ગામના લોકો દ્રારા એક ગ્રુપ બનાવામાં આવે છે. તે ગ્રુપમાં ઘણા બધા લોકો હોય છે. જેમાં એક ભગવાનને કૃષ્ણ બને છે.
હવે ગામ કોઈ જગ્યાએ ઉંચે એક સીધું દોરડું બાંધવામાં આવે છે, અને તે દોરડાની વચ્ચે એક માટલી બાંધવા આવે છે. જે જમીન થી બહુ જ દૂર હોય છે. જેમાં દહીં અને માખણ ભરવામાં આવે છે.
હવે જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તે ગ્રુપના લોકો જે રીતે ગોળ સર્કલ હોય છે તે રીતે એક વ્યક્તિ ઉપર બીજો વ્યક્તિ આમ છેક દહીં હાંડી સુધી સર્કલ બનાવે છે.
હવે તે ગ્રુપમાં જે ભગવાન શ્રી કૃષ્ણ બને છે તે આ લોકો ઉપર ચડીને દહીં હાંડી ફોડે છે અને આ રીતે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવે છે.
રાસ-ગરબા દ્રારા Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.
મિત્રો તમને ગુજરાતના કેટલાક ગામડાઓમાં તે ગામની દીકરીઓ દ્રારા કરવામાં આવતી રાસ-ગરબા વિશે વાત કરી રહ્યો છું.
જેમાં સૌ પહેલા શ્રાવણ વદ આઠમના દિવસે તે ગામની દીકરીઓ તે ગામમાં દેશી ઢોલના તાલે સર્કલ રાઉન્ડ સાંજ સુધી ગરબા રમે છે.
હવે સાંજે ગામની તમામ દીકરીઓ ગામના તળામાં જાય છે અને તે તળાવ માંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવ માટે માટી લેવા જાય છે અને તે માટી લઈને ગામના કોઈપણ એક વ્યક્તિને ઘરે મોડી રાત્રે મૂર્તિ બનાવવામાં આવે છે.
હવે સવારે તે વ્યક્તિના ઘરે ગામની છોકરી અથવા આખા ગામનો જમણવાર હોય છે. હવે તે વ્યક્તિના ઘરે જમણા કરીને ગામની છોકરીઓ ભગવાની મૂર્તિને લઈને ફરીથી ગામમાં જાય છે અને આખો દિવસ ગરબા રમે છે.
હવે ફરીથી સાંજે જો ગામનો કોઈ વ્યક્તિ તૈયારી હોય તો ભગવાન તેમના ઘરે રાત રોકાય છે. અને તે વ્યક્તિના ઘરે ફરીથી ગામનો જમણવાર હોય છે.
આમ જે વ્યક્તિ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણને રાત રોકવા માંગે છે. તે પોતે ભગવાન શ્રી કૃષ્ણને રાત રાખી શકે છે.
જો છેલ્લે કોઈ ગામનો વ્યક્તિ તૈયાર ના થાય તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને તળાવમાં પધરાવી દેવામાં આવે છે.
આ રીતે પણ Janmashtami નો તહેવાર ઉજવામાં આવે છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ શું છે?
સૌ પહેલા શ્રાવણ વદ આઠમ એટલે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણને દૂધ, દહીં, મધ, ઘી, સાકર વગેરેથી સ્નાન કરાવો.
ત્યારબાદ, ભગવાનની મૂર્તિને ફરી એકવાર શુદ્ધ ગંગાના જળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવો.
ત્યાર પછી ભગવાનને ચંદનનું તિલક લગાવો.
હવે ત્યાર બાદ વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવો. અને ભગવાનના ભોગમાં તુલસીની દાળ અવશ્ય અર્પણ કરો.
ત્યાર પછી ભગવાનના મંત્રોનો જાપ કરો અને શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરો.
શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી પર્વ પર કરવામાં આવતી પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અને વૈજયંતી માળા અર્પણ કરો.
છેલ્લે પૂજાના અંતે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો અને ભગવાનની પ્રદક્ષિણા કરો અને જો તમારાથી શક્ય હોય તો તમે આખી રાત ભગવાન શ્રી કૃષ્ણનું જાગરણ કરો.
એવું પણ કહેવામાં આવે છે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ગાયની સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ રીતે તમે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરી શકો છો.
જન્માષ્ટમી ક્યારે છે 2023
આ વખતે Janmashtami 7 સપ્ટેમ્બર, 2023 (ગુરૂવાર) ના રોજ ઉજવામાં આવશે.
પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં Janmashtami વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.