મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સખી વન સ્ટોપ સેન્ટર યોજના.
તો ચાલો જાણીએ કે સખી વન સ્ટોપ સેન્ટર યોજના શું છે?, સખી વન સ્ટોપ સેન્ટર યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કોને મળશે? અને આ યોજનાનો લાભ ક્યાંથી મળશે. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના શું છે?
ભારત સરકારના Ministry Of Women & Child Development Department દ્રારા સખી વન સ્ટોપ સેન્ટર યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં રાજ્યની તમામ મહિલાઓ જે વિવિધ પ્રકરના હિંસાથી પીડિત છે. તે મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિત મદદ મળી રહે તે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. સાથે દરેક રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકે “સખી વન સ્ટોપ સેન્ટર” ચાલુ કરવામાં આવેલ જે 27×7 કલાક તથા 365 દિવસ ચાલુ રહેતી મહિલાઓ સેવામા કાર્યરત રહે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો હેતુ શું?
કોઈપણ ખાનગી કે જાહેર સ્થળ પર મહિલા હિસાનો ભોગ બંને તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે. સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓને તાત્કાલીન તબીબ સારવાર, કાયદાકીય વિશે માર્ગદર્શન, સહાય અને સાથે પોલીસ સહાય પણ પુરી પાડવામાં આવે છે. જેથી તે મહિલા કોઈ પ્રકારની હિંસાનો ભોગના બને તે આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે.
ખાનગી કે જાહેર સ્થળ પર મહિલા હિસાનો ભોગ બંને તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે. કુટુંબ સ્થળ કે કોઈ પ્રકારની હિસાનો ભોગ બનેલી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં કોઈ જાતિ કે ધર્મનો કે પછી શિક્ષણ લાયકાત કે ઉંમરનો ભેદ ભાવ કરવામાં આવતો નથી, જો ટૂંકમાં કહીએ તો આ યોજના હેઠળ ઘરેલુ હિંસા, શારીરિક હિંસા, જાતીય હિંસા, એસિડ અટેક, માનસિક હિંસા, વગેરે કોઈ પણ હિસાનો ભોગ બનેલી મહિલઓ આ યોજનો લાભ મેળવી શકે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓને મળવાપાત્ર સુવિધાઓ.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓ શું-શું સુવિધાઓ મળવાપાત્ર તમામ સુવિધાઓ નીચે મુજબ છે.
- પીડિત મહિલાઓને એક જ છત હેઠળ તેને જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
- પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાઓને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે.
- હિસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલીન તબીબ સારવાર આપવામાં આવશે.
- હિંસાથી પીડિત મહિલાને રહેવા માટે સુરક્ષિત જગ્યા ન હોવાના કિસ્સામાં ‘સખી-વન સ્ટોપ સેન્ટર” પર આશ્રય માટે મોકલી પણ આપવામાં આવે છે.
- જે મહિલાઓ પર હિંસ્સા થયેલી છે તેમને સખી સેન્ટર દ્રારા પોલીસ સહાય પુરી પાડવામાં આવે છે.
- મહિલાઓને મફત કાનૂની માહિતી અને કાયદાકીય માહિતી આપવામાં આવે છે.
- સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
આ યોજના હેઠળ પીડિત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા સમસ્યામાથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા શું?
કોઈપણ મહિલાને સમસ્યા થયાં પછી તેને તે સમસ્યા માંથી બહાર નિકાળવા માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા સૌ પહેલા પીડિત મહિલાની સમસ્યા જાણવામાં આવે છે. જે માહિતી સંપૂર્ણ રીતે ગપ્ત રાખવામાં આવે અને મહિલાઓને સમસ્યાઓથી દૂર રાખવામાટે મહિલાઓને બીજી પણ ઘણી બધી કાર્ય પ્રદ્ધતિ અપનાવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- પીડિત મહિલાઓને ભયમુક્ત કરવી અને આત્મ સન્માન જાળવવામાં મદદ કરવી.
- કોઈપણ હિસાનો ભોગ બનેલી મહિલાને “સખી વન સ્ટોપ સેન્ટર” દ્રારા તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે.
- કાયદાકીય મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ કરવી.
- સખી સેન્ટર પર આવેલી મહિલાઓ સાથે સારી રીતે વર્તન કરવું.
સખી વન સ્ટોપ સેન્ટર હેલ્પલાઇન નંબર
રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલા પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા કોઈ બીજી જગ્યાએ હોય અને તેને કોઈ પ્રકારનો ભય હોય તો તે સમયે 181 Abhayam Mahila Helpline પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.
- મહિલા હેલ્પલાઇન નંબર:- 181
આ પણ વાંચો:-
વિધવા સહાય યોજના | Vidhva Sahay Yojana
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.One stop Center Yojana નો લાભ કોને મળે છે?
જવાબ :- કોઈપણ ખાનગી કે જાહેર સ્થળ પર મહિલા હિસાનો ભોગ બંને તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે.
2.સખી વન સ્ટોપ સેન્ટર કયા આવેલું હોય છે?
જવાબ :- One stop Center ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકે, સિવિલ હોસ્પિટલની નજીક આવેલ હોય છે.
3.મહિલા હેલ્પલાઇન નંબર શું છે?
જવાબ :- 181