પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? | Pan Card Status Check In Gujarati

પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? :  મિત્રો જો તમે NSDL Portal દ્રારા ઓનલાઇન પાનકાર્ડ બનાવ્યું છે. પરંતુ કોઈ કારણોસર તે હજી સુધી તમને નથી મળ્યું અથવા તમે જાણવા માંગો છો કે તમારું પાનકાર્ડ  કયા સુધી પહોંચ્યું છે, તે તમે તમારા મોબાઈલ દ્રારા જાણી શકો છો.

તો ચાલો મિત્રો જાણીએ કે, પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?, જેની તમામ પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?


પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

સ્ટેપ 1 : જો તમે NSDL Portal પરથી પાનકાર્ડ માટે અરજી કરી છે અને તે પાનકાર્ડનું તમારે સ્ટેટસ જોવું છે તો તમારે NSDL Portal એટલે કે https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html જવાનુ રહેશે.

પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
Image Credits : NSDL Portal

સ્ટેપ 2 : હવે તમારી સામે ઉપર ફોટો મુજબ એક પેજ ખુલશે. જેમાં તમારે Acknowledgment Number નાખવાનો રહશે. અને ત્યારબાદ નીચે આપેલ Captcha Code ને જોઈને નીચે દાખલ કરવાનો રહે અને પછી નીચે આપેલ ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું.

પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
Image Credits : NSDL Portal

સ્ટેપ 3 :  ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં ઉપર ફોટો મુજબ તમને તમારા પાનકાર્ડ નું સ્ટેટ્સ જોવા મળશે. જેમાં જો હવે તમારા પાનકાર્ડ ની પ્રોસેસ બાકી હશે તો સ્ટેટ્સમાં Your application is under process at Income Tax Department એવું લખેલું હશે.

પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
Image Credits : NSDL Portal

સ્ટેપ 4 : પરંતુ જો તમારું પાન કાર્ડ બની ગયું છે અને કુરિયર કરી દીધું છે તો તમને અહીં Dispatche થઈ ગયું છે એવું લખેલુ બતાવશે. તેની સાથે કઈ કંપની દ્વારા કુરિયર કરવામાં આવ્યું છે તે પણ નામ લખેલું હશે. એની સાથે કુરિયર ટ્રેકિંગ AWB Number પણ લખેલો હશે જેની મદદથી તમે કુરિયરની વેબસાઈટ પર જઈને તમારા PAN CARD TRACK પણ કરી શકો છો. (જે વેબસાઈટની લિંક ત્યાં આપવામાં આવે છે)

સ્ટેપ 5 : આ રીતે તમે તમારા પાનકાર્ડ નું સ્ટેટસ જોઈ શકો છો.


પ્રિય મિત્રો અહીં અમે તમને પાનકાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?. તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ. કે તમને આ લેખ કામ આવશે. સાથે આજ રીતે પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે અન્ય તમામ ડોકયુમેન્ટ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને તમારા મિત્રોને આ લેખ શેર કરો.


આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment