સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 | Self Employment Oriented Loan Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સ્વરોજગાર લક્ષી લોન યોજના.

તો ચાલો જાણીએ કે સ્વરોજગાર લક્ષી લોન યોજના શું છે?, Self Employment Oriented Loan Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

સ્વરોજગાર લક્ષી લોન યોજના શું છે?

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્વરોજગાર લક્ષી લોન યોજના ચલાવવામાં આવે છે. જેમાં રાજ્યના બિનઅનામત વર્ગના તમામ લોકોને કે જેવો પોતે સ્વરોજગારી મેળવવા ઈચ્છુક હોય તેવા લોકોને આ યોજના અંતર્ગત નાના વાહન, લોડિંગ(મોટા) વાહન અને નાના ધંધા માટેની લોન આપવામાં આવશે.


સ્વરોજગાર લક્ષી લોન યોજના નો હેતુ શું?

આ યોજનાને ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ, આપણા દેશના એવા બેરોજગાર નાગરિકો જે પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે. પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તે પોતાનો ધંધો શરૂ કરી શકતો નથી. તેવા નાગરિકો પોતાની આવડત મુજબ પોતાનો નવો ધંધો શરૂ કરી શકે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે.


સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

Self Employment Oriented Loan Yojana નો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી  ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
  • લાભર્થી બિન અનામત વર્ગનો હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદારની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • લાભાર્થી ઉમેદવાર પાસે “ફોરવ્હીલ” અને “હેવી વેહિકલ” નું લાયસન્સ હોવું જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં ક્યાં વ્યવસાય માટે કેટલી લોન મળશે?

આ Self Employment Oriented Loan Yojana હેઠળ અલગ-અલગ 3 સ્વરોજગારી માટે લોન આપવામાં આવે છે જે નીચે મુજબની છે.

1). નાના વાહન માટે ની લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોને જો રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે વાહનોની ખરીદી પર “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.

2). મોટા(લોડીંગ) વાહનો માટે લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોનેજો ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયાની લોન મળશે.

3). નાના ધંધા માટે ની લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોને જો નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.


સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં લોન પરનું વ્યાજદર

ઉપર બતાવ્યાં મુજબ લાભાર્થી ને અલગ અલગ 3 પ્રકારે જે વ્યવસાય શરૂ કરવાનો હોઈ તે મુજબ તેમને લોન આપવામાં આવે છે અને એ લોન નું વ્યાજ નીચે મુજબ નું રાખવામાં આવેલ છે.

વ્યવસાયનું નામ લોન પરનું વાર્ષિક વ્યાજ
નાના વાહન માટે ની લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.

મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

નાના ધંધાઓ માટે ની લોન આ લોનમાં વાર્ષિક વ્યાજ  5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.

મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

મોટા(લોડીંગ) વાહનો માટે ની લોન વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં લોન માટેના નિયમો.

  • નાના વ્યવસાય માટે ની લોન માટે અરજદાર પાસે નિયમો મુજબનું જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિયમ મુજબ હાઇપોથીકેશન કરવું જરૂરી છે.
  • વાહન મળી મળી જાય ત્યાર બાદ પાંચ મહિના પછી નિયમિત હપ્તા માં લોન ચૂકવણી કરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં 3 માસ મા શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ 7.5 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Self Employment Oriented Loan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • લાભાર્થી નું આધારકાર્ડ.
  • લાભાર્થીનું રેશન કાર્ડ.
  • લાભાર્થીનું બિન-અનામત વર્ગ નું પ્રમાણપત્ર.
  • લાભાર્થીનાં ઉંમરના પુરાવા.
  • લાભાર્થીનું રહેઠાણનો પુરાવો.
  • લાભાર્થી નું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર.
  • જ્યાં વ્યવસાય શરૂ કરવું હોય તે સ્થળ નો આધાર.
  • વ્યવસાયના અનુભવનો આધાર.
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર.
  • લાભાર્થીના શૈક્ષણિક લાયકાતના પુરાવા.
  • આઈ.ટી.રીટર્ન, તમામ- PAGE ફોર્મ-16.
  • અરજદારના બેંક પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ નકલ.

સ્વરોજગાર લક્ષી લોન યોજના


આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 વિશે જાણો સંપૂર્ણ માહિતી | PM Vishwakarma Yojana

આ પણ વાંચો:-

પાલક માતા પિતા યોજના 2023 | Palak Mata Pita Yojana


સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Self Employment Oriented Loan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ Self Employment Oriented Loan Yojana માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)


સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં અરજી કરતી વખતે અને કર્યા પછીની શરતો?

અરજદાર દ્ધારા કરવામાં આવેલ અરજી કન્ફર્મ થયા ૫છી આ નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.

અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.

નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.

લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.

અરજદારે અરજી મંજુર થયેથી બોજાનોંધ/ મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.


Self Employment Oriented Loan Yojana હેલ્પલાઇન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Self Employment Oriented Loan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આ યોજના અધિકારીક વેબસાઈટ esamajkalyan Portal જઈને અથવા નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી. આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર:- 079-23258688/23258684

Self Employment Oriented Loan Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Self Employment Oriented Loan Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- રાજ્યના બિનઅનામત વર્ગના તમામ લોકોને કે જેવો પોતે સ્વરોજગારી મેળવવા ઈચ્છુક હોય તેવા લોકોને આ યોજના અંતર્ગત નાના વાહન, લોડિંગ(મોટા) વાહન અને નાના ધંધા માટેની લોન આપવામાં આવશે.

2.સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં કેટલી લોન મળશે?

જવાબ :- આ યોજના હેઠળ રૂ.10/- લાખ ની લોન મળશે.

3.સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :-આ યોજના હેઠળ આપવામાં આવતી લોન પરનો વ્યાજદર 4% થી 5% રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું