The post નિપાહ વાયરસ : Nipah Virus શું છે?, લક્ષણો, બચાવ, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>તો ચાલો જાણીએ કે, Nipah Virus શું છે?, તેના લક્ષણો શું છે?, તેના થી બચવા શું કરવું?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.
WHO મુજબ, નિપાહ વાયરસ એ એક એવો વાયરસ છે જે પ્રાણીઓ અને લોકો વચ્ચે ફેલાય છે. તે મુખ્યત્વે ફ્રુટ બેટ દ્વારા ફેલાય છે સાથે તે ડુક્કર અને બકરા, ઘોડા, કૂતરા અથવા બિલાડી જેવા અન્ય પ્રાણીઓ દ્વારા પણ ફેલાય છે.
Nipah Virus સૌ પહેલા 1998 માં મલેશિયાના કમ્પંગ સુંગાઈ નિપાહ માંથી મળી આવ્યો હતો અને ત્યાંથી જ આ વાયરસનું નામ પણ સામે આવ્યું હતું. તે સમયે Nipah Virus એ ડૂક્કરમાંથી મળી આવ્યો હતો.
WHO મુજબ, Nipah Virus ના લક્ષણો સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યા પછી 4 થી 14 દિવસમાં શરૂ થાય છે. આ વાયરસના સામાન્ય અને ગંભીર બને લક્ષણો છે. જે નીચે મુજબ છે.
સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
ગંભીર લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
નિપાહ વાયરસ એ ચેપી રોગ છે. તે લાળ, જખમ, પેશાબ અને લોહી જેવા શારીરિક પ્રવાહી દ્વારા શરીરમાં ફેલાય છે.
જો તમે નિપાહ વાયરસથી પીડિત વ્યક્તિની સંભાળ રાખતા હોવ, તો તે વ્યક્તિ જ્યારે ખાંસી કે છીંક ખાય ત્યારે તે વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.
Nipah Virus એ શ્વસનના ટીપાં દ્વારા ફેલાય છે. આનો અર્થ એ છે કે જ્યારે વ્યક્તિ ખાંસી કે છીંક ખાય છે ત્યારે તે હવા દ્વારા ફેલાઈ શકે છે અને તે અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
જો તમે કોઈ એવા વિસ્તારમાં રહો છો અથવા મુસાફરી કરો છો જ્યાં નિપાહ વાયરસનું સંક્ર્મણ ચાલુ છે, તો તમારે વાયરસથી બચવા માટે નીચેની સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચો:-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, નિપાહ વાયરસથી બચવા માટે હાલમાં કોઈપણ પ્રકારની દવા કે રસી બજારમાં ઉપલબ્ધ નથી. તેથી નિપાહ વાયરસથી બચવા માટે, જો તમને ઉપર આપેલા લક્ષણો દેખાય છે તો તરત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ વાયરસને રોકવાનો એકમાત્ર રસ્તો છે, તે છે જાગૃતતા. તેથી જયાં સુધી બને ત્યાં સુધી સાવધાન રહો અને સાચવેત રહો.
મિત્રો અહીં આપેલા માહિતી WHO પર થી મેળવી, અહીં સરળ રીતે મુકવામાં આવી છે. પરંતુ તમે આ વાયરસ વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન” (WHO) વેબસાઈટ ની મુલાકાત લો. સાથે આવી જ રીતે ગુજરાતી ભાષામાં કંઈક નવું જાણવા માંગો છો તો જોડાયેલા રહો મારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.
The post નિપાહ વાયરસ : Nipah Virus શું છે?, લક્ષણો, બચાવ, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>The post G-20 Summit : જી20 સમિટ શું છે? તેમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? રચના ક્યારે થઈ? કેવી રીતે કામ કરે છે? appeared first on Onlylbc.com.
]]>આ વખતે 2023 માં જી20 સમિટ ભારતમાં યોજાઈ હતી અને તેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ત્યારે G-20 Summit ખુબ જ ચર્ચામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે…
જી20 સમિટ શું છે?, જી20 સમિટ ની રચના ક્યારે થઈ?, G-20 Summit માં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? અને જી20 સમિટ કેવી રીતે કામ કરે છે?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.
જી-20 સમિટ ને ગ્રુપ ઓફ ટ્વેન્ટી થી પણ જાણવામાં આવે છે. G-20 Summit એ દુનિયાના સૌથી મોટા 20 દેશોનો સમાવેશ થાય છે. જેમાં G-20 Summit માં 19 દેશો અને 20 મો સભ્ય યુરોપિયન યુનિયન જૂથનો સમાવેશ થાય છે. G-20 સમિટનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે જે છે જે આ સમિટમાં સમાવેશ કોઈપણ એક દેશમાં કરવામાં આવે છે. જે વર્ષ 2023 માં ભારતમાં દિલ્લી ખાતે યોજાઈ હતી.
G-20 Summit ને દુનિયાનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ માનવામાં આવે છે. કારણે કે જો G-20 ની અધિકૃત વેબસાઇટ પ્રમાણે, આ સંસ્થા વૈશ્વિક બજારમાં પોતાનો 80 ટકા હિસ્સો ધરાવે છે અને G-20 Summit એ દુનિયામાં લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
જયારે જી20 સમિટ રચના થઈ ત્યારે તેનું નામ G-7 હતું. કારણ કે આ ગ્રુપમાં અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન માત્ર 7 દેશોનો જ સમાવેશ થતો હતો. પરંતુ 1998 માં આ સમિટ માં વિસ્તાર કરવામાં આવ્યો અને ત્યારબાદ સમિટ માં રશિયાને પણ સભ્ય બનાવવામાં આવ્યું. ત્યાર બાદ જી20 સમિટ 8 દેશ રશિયા જોડાયા બાદ આ સમિટ નું નામ G-8 Summit કરી દેવામાં આવ્યું.
ત્યારબાદ 1999 માં યોજાયેલી G-8 બેઠકમાં આ સમિટ માં અન્ય દેશોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં કુલ 20 દેશોનો સમાવેશ કરવામાં આવ્યું અને તેનું નામ G-20 Summit કરવામાં આવ્યું.
તે વર્ષે બર્લિનમાં એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ G-20 ની બેઠક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી. ત્યારબાદ G-20 Summit ને વૈશ્વિક મહત્વને સમજીને તેની બેઠક દર વર્ષે યોજાવા લાગી. જે તે સમિટ માં સમાવેશ દેશોમાં દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતમાં યોજાઈ હતી.
G-20 Summit માં અત્યારે તો માત્ર 20 દેશોનો સમાવેશ થાય છે. પરંતુ આ વર્ષે G-20 બેઠકમાં અન્ય દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ભારતમાં યોજાયેલ G-20 Summit માં ભારતે અન્ય 9 દેશોને આમંત્રિત કર્યા હતા. જેમાં બાંગ્લાદેશ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ, સ્પેન અને UAEને આમંત્રણ આપ્યું હતું.
જી20 સમિટ માં મુખ્ય બે મુદ્દાઓ પર ચર્ચા થાય છે, જેના બે મુદ્દાઓ છે તે છે આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતા છે. પરંતુ ધીરે-ધીરે સમય જતાં G-20 Summit માં આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતા મુદ્દાઓ સિવાય વેપાર, જળવાયુ પરિવર્તન, ટકાઉ વિકાસ, આરોગ્ય અને કૃષિ સંબંધિત અન્ય મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
G-20 Summit માં મુખ્ય બે રીતે ચર્ચાઓ થાય છે. જેમાં પ્રથમ સ્તરને ફાઇનાન્સિયલ ટ્રેક દ્રારા જેમાં નાણાં પ્રધાન વાટાઘાટોનું સંચાલન કરે છે જેમાં સેન્ટ્રલ બેંકના ગવર્નર પણ આ બેઠકમાં ભાગ લે છે.
બીજા સ્તરને શેરપા ટ્રેક દ્રારા વિવિધ દેશોની સરકારો શેરપા ટ્રેકમાં તેમના શેરપાઓની નિમણૂક કરે છે. જેમાં ભારત સરકારે અમિતાભ કાંતને તેના શેરપા તરીકે નિયુક્ત કર્યા છે.
જો સરળ રીતે સમજો તો, G-20 Summit એ તે સમિટ માં સમાવેશ દેશો દર વર્ષે પોતાના અલગ-અલગ દેશોમાં G-20 ની બેઠક રાખે છે અને ત્યાં G-20 સમિટ માં સમાવેશ તમામ દેશોના વડાઓ અહીં આવે છે અને આ સમિટ માં સમાવેશ તમામ દેશો પર માર્ગદર્શન આપે છે અને પોતાના અને અન્ય દેશ વિશે કલ્યાણકારી પ્રસ્તાવ કે કાર્ય કરે છે.
આ પણ વાંચો :-
મિશન ચંદ્રાયન 1,2,3 શું છે જાણો સંપૂર્ણ ઇતિહાસ.
આ પણ વાંચો :-
1.ભારતમાં G-20 Summit કયારે અને કઈ જગ્યાએ યોજાઈ હતી?
જવાબ :- ભારતમાં G20 સમિટ 2023 માં 9 અને 10 સપ્ટેમ્બર ના રોજ યોજાઈ હતી. જે નવી દિલ્હીમાં ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજના હતી અને જેનું સંચાલન ભારતે કર્યું હતું.
2.G20 નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
જવાબ :- G20 સમિટ પાસે કાયમી સચિવાલય કે મુખ્યાલય નથી. કારણે કે દર વર્ષે G20 ની બેઠક અલગ-અલગ દેશોમાં યોજાય છે. તેથી તે વર્ષમાં G20 નું સચિવાલય કે મુખ્યાલય તે દેશ હોય છે.
3.G20 પ્રમુખ કોણ છે?
જવાબ :- G20 કોઈ કાયમી પ્રમુખ નથી કારણ કે 2023 માં G-20 Summit નું સંચાલન એક વર્ષ માટે ભારતના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીજી દ્રારા કરવામાં આવ્યું હતું. જે G20 સમાપન સમારોહ દરમિયાન, તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને પ્રમુખ પદ સોંપ્યું હતું.
4.ભારત પછી G20 નું આયોજન કોણ કરશે?
જવાબ :- ભારત પછી G20 નું આયોજન બ્રાઝિલના કરશે.
5.G-20 Summit માં કેટલા દેશોનો સમાવેશ થાય છે?
જવાબ :- જી20 સમિટ માં 19 દેશો અને 20 મો સભ્ય યુરોપિયન યુનિયન જૂથનો સમાવેશ થાય છે.
6.G-20 Summit કયારે યોજવામાં આવે છે?
જવાબ :- વર્ષમાં એક વાર
7.G-20 Summit ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જવાબ :- જી-20 સમિટ ને ગ્રુપ ઓફ ટ્વેન્ટી થી પણ જાણવામાં આવે છે.
મિત્રો અહીં અમે તમને જી20 સમિટ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી અમે વિવિધ જગ્યાએથી એકઠી કરી અહીં તમને વિવિધ પૂર્વક માહિતી આપી છે, તો મિત્રો આવી જ તમે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને G-20 Summit વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો G20 ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
The post G-20 Summit : જી20 સમિટ શું છે? તેમાં કયા-કયા દેશોનો સમાવેશ થાય છે? રચના ક્યારે થઈ? કેવી રીતે કામ કરે છે? appeared first on Onlylbc.com.
]]>The post ગગનયાન મિશન : ભારતનું પહેલું Gaganyaan Mission જેમાં પહેલી વાર માનવ મોકલવામાં આવશે અવકાશમાં. appeared first on Onlylbc.com.
]]>કારણે કે, જયારે ચંદ્રાયન – 3 લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક લોકો એવું સમજતા હતા કે જે ચંદ્ર પર જે ચંદ્રાયન – 3 મોકલવામાં આવ્યું છે તેમાં માનવ છે અને તે ચંદ્ર પર જઈને ચંદ્ર વિશે માહિતી મેળવશે. પણ એવું ન હતું. પરંતુ “ગગનયાન મિશન” એ ભારતનું પહેલું મિશન છે જેમાં અવકાશમાં 3 માનવને મોકલવામાં આવશે.
વિશ્વમાં ઘણા એવા દેશો છે જેમણે ભારત પહેલા અવકાશ જેવા ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી છે, જેમાં અમેરિકા, રશિયા અને ચીન એવા દેશો છે જેમને પોતાના દેશના નાગરિકોને અવકાશમાં મોકલેલ છે. પરંતુ હવે આપણો દેશ ભારત પણ આ રેસમાં પાછળ નથી. હવે આપણા દેશના નાગરિકો પણ આકાશને સ્પર્શવા માટે તૈયાર થવાના છે. આ ‘ગગનયાન મિશન’ નામના મિશન હેઠળ કરવામાં આવશે.
ગગનયાન મિશન એ ભારતનું પહેલું માનવસહિત મિશન છે. જેને આપણા દેશની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO એ બનાવ્યું છે. જેમાં 3 ભારતીય અવકાશયાત્રીઓને 3 દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન ભારતીય માનવ અવકાશ ઉડાન કાર્યક્રમનો એક ભાગ છે.
Gaganyaan Mission ની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ISRO મોટા પાયે લગભગ 3.7 ટન કેપ્સ્યુલ બોર્ડનું નિર્માણ કરવા જઈ રહ્યું છે, જેમાં 3 અવકાશયાત્રીઓ કેટલાય હજાર કિલોમીટરની ઊંચાઈએ 3 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. તેમાં સર્વિસ મોડ્યુલ અને ક્રૂ મોડ્યુલનો સમાવેશ થાય છે જે સામૂહિક રીતે ઓર્બિટલ મોડ્યુલ તરીકે ઓળખાય છે.
ભારત દેશના ઈતિહાસમાં આ પહેલુ મિશન છે જેમાં માનવસહિત અવકાશયાન અવકાશમાં મોકલશે જેથી ભારતએ માણસને અવકાશમાં મોકલનાર વિશ્વનું ચોથું દેશ બની જશે.
જયારે ભારતમાં ISRO ની સ્થાપના થઈ ત્યારે અવકાશમાં માનવ ને મોકલવાની વાત થઈ રહી છે, બીજા ઘણા બધા દેશોએ અવકાશમાં માનવને મોકલ્યા છે પરંતુ ભારતને તેમાં હજી સફળતા મળી નથી. તો ભારતમાં ગગનયાન મિશન ઇતિહાસ શું છે?, ચાલો જાણીએ.
સૌ પ્રથમ 2006 માં જનરલ ઓર્બિટલ વ્હીકલ હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે અભ્યાસ અને તકનીકી વિકાસ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ યોજનામાં 2 અવકાશયાત્રીઓની ક્ષમતા સાથે એક સરળ કેપ્સ્યુલ ડિઝાઇન કરવાનો અને તેને અવકાશમાં મોકલવામાં આવશે પછી લગભગ એક અઠવાડિયામાં તેને પુથ્વી પર પાછુ લાવવામાં આવે તેવો મિશન બનાવવામાં આવે છે.
ત્યારે બાદ તે મિશનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે અને માર્ચ 2008 સુધીમાં ભારત સરકારને પાસે આ મિશન રજૂ કરવામાં આવે છે. અને પછીના વર્ષે આ મિશન માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું. પરંતુ રાજકીય કોઈ કારણોસર આ મિશનને 4 વર્ષ માટે ત્યાં અટકાવી રાખવામાં આવે છે.
હવે 2014 માં આ મિશનને ફરીથી ચાલુ કરવામાં આવે છે અને ફેબ્રુઆરી 2014 આ મિશનના બજેટમાં વધારો કરવામાં આવે છે અને આ મિશનને ‘ગગનયાન મિશન’ તરીકે ઓળખાણ આપવામાં આવે છે અને 2014 માં તેને ફરીથી શરૂ કરવામાં આવે છે.
ત્યારબાદ વર્ષ 2016 માં આ મિશનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને તે પછી વર્ષ 2017 માં ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામને નવીકરણ કરીને તેની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ મોદી સરકાર દ્રારા આ મિશનને સંપૂર્ણપણે લીલી ઝંડી બતાવતામાં આવી અને આ મિશન માટે રૂપિયા.10,000 /- કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી મોદીજીએ 2018 ના સ્વતંત્રતા દિવસ પર તેમના ભાષણ દરમિયાન મિશન ગગનયાન ની જાહેરાત કરી હતી.
ત્યાર પછી May, 2019 માં મિશન ગગનયાનની સંપૂર્ણ ડિઝાઇન બનાવવામાં આવી અને તે કેવી રીતે કાર્ય કરશે. તેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે.
થોડા સમય પહેલા ISRO ના માનવ અવકાશ ઉડાન કેન્દ્ર અને Glavkasmos કંપની જે રશિયન સ્ટેટ કોર્પોરેશન Roscosmos ની પેટાકંપની છે. જે ભારતીય અવકાશયાત્રીઓની પસંદગી, સમર્થન, તબીબી તપાસ અને અવકાશ તાલીમમાં સહકાર આપવા માટે થોડા સમય પહેલા 1 જુલાઈના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ISRO દ્રારા થોડા સમય પહેલા કેટલીક મુખ્ય તકનીકોના વિકાસ માટે અને અવકાશમાં જીવનને ટેકો આપવા માટે જરૂરી વિશેષ સુવિધાઓ સ્થાપિત કરવા માટે મોસ્કોમાં ISRO ટેક્નોલોજી લાયઝન યુનિટની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેથી અત્યારે ગગનયાન મિશન નું કામ ખુબ જ ધૂમ-ધામ થી ચાલી રહ્યું છે, જે આવનારા સમયમાં લોન્ચ કરવામાં આવશે.
ગગનયાનનું ઓર્બીટલ મોડ્યૂલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેમાં ઓછામાં ઓછા 3 માણસો બેસી શકે અને અવકાશમાં પહોંચ્યા પછી, તે 7 દિવસ સુધી ત્યાં રહે છે અને 7 પછી તે પથ્વી પર પાછા ફરી શકે.
તેવી રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ અવકાશમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ત્યાંની ગરમી અને રેડિયેશનથી બચી શકે છે અને તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.
જેથી ભારતે તેની ડિઝાઇનમાં પહેલાથી જ ઘણા બિલ્ડિંગ બ્લોક્સ સફળતાપૂર્વક વિકસિત અને પરીક્ષણ કર્યા છે, જેમાં રિ-એન્ટ્રી સ્પેસ કેપ્સ્યુલ, પેડ એબોર્ટ ટેસ્ટ, રોકેટ નિષ્ફળતાના કિસ્સામાં સલામત ક્રૂ ઇન્જેક્શન મિકેનિઝમ, ડિબેલ દ્વારા વિકસિત ફ્લાઇટ સૂટ અને શક્તિશાળી રોકેટ લોન્ચરનો સમાવેશ થાય છે.
આ મિશનમાં તે જ તકનીક અને ડિઝાઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિશ્વમાં પ્રથમ માનવને અવકાશમાં મોકલનાર દેશ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ ઓર્બીટલ મોડ્યૂલમાં સ્પ્લેશડાઉન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આ માનવસહિત અવકાશયાન સાત દિવસ સુધી અવકાશમાં રહી શકે અને 7 દિવસ પછી તે પુથ્વી પર પાછુ આવે ત્યારે તેનો પેરાશૂટ ખુલે છે અને તેની મદદથી તે સમુદ્રમાં સારી રીતે ઉતરી શકે છે. સાથે-સાથે તેની ડિઝાઈનમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જો કોઈ કારણોસર આ ગગનયાનમાં કોઈ સમસ્યા કે ખામીના સંકેત મળે તો ક્રૂ મોડ્યુલને પૃથ્વી પર પાછું સફળતા પૂર્વક લેન્ડ કરવામાં આવે.
ગગનયાન મિશનનું પહેલુ પરિક્ષણ વર્ષ 2006 માં જ્યારે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ ઓછા વજનનું એક નાનું અવકાશયાન બનાવવામાં આવ્યું હતું, જેનું નામ સ્પેસ કેપ્સ્યુલ રિકવરી SRE-1 હતું. જેને જાન્યુઆરી 2007 માં PSLV C7 રોકેટ લોન્ચરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
જે અવકાશમાં 12 દિવસ સુધી રહ્યું અને તે પછી તે સ્પ્લેશડાઉન ટેક્નોલોજી સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા અને તે પછી બંગાળની ખાડીમાં ઉતર્યું હતું.
ત્યારબાદ ફેબ્રુઆરી, 2014 માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેણે ISRO ને પ્રથમ ક્રૂ મોડ્યુલ સ્ટ્રક્ચરલ એસેમ્બલી સોંપવામાં આવી હતી.
ત્યાર બાદ આ વર્ષે ISRO દ્વારા ગગનયાન મિશન માટે અન્ય એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ક્રુ મોડ્યુલ એટમોસ્ફેરિક રી-એન્ટ્રી એક્સપેરિમેન્ટ.
જેમાં ક્રૂ મોડ્યુલ અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને તેનો પેરાશૂટ કેટલા સમય પછી ખુલે છે અને તે ધરતી પર ક્યારે ઉતરે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પ્રયાસ સફળ પણ રહ્યો છે.
ઇસરો દ્વારા ગયા વર્ષે જુલાઈ મહિનામાં પેડ એબોર્ટ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ રીતે, તેનું અત્યાર સુધીમાં કુલ 3 વખત પરીક્ષણ કરવામાં આવ્યું હતા અને આગામી સમયમાં તેનું વધુ હજી પરીક્ષણ કરવામાં આવશે.
ત્યારે 2023 માં 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક્ડ રોકેટ સ્લેજ પર ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ DRDO અને એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.
તેથી અત્યારે ગગનયાન મિશન પર પરિક્ષણ ચાલી રહ્યું છે, જેને આવનારા સમયમાં લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો :-
ગગનયાનને ISRO ના LVM-3 થી લોન્ચ કરવામાં આવશે. જેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે. ઓક્ટોબર 2022 માં LVM-3 રોકેટે એક સાથે 36 ઉપગ્રહો સાથે ઉડાન ભરી હતી. જેથી LVM-3ને બાહુબલી રોકેટ તરીકે ઓળખવામાં આવ્યું. જેને ઈસરો દ્વારા બનાવવામાં આવેલ છે જે ISRO નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચર છે.
ગગનયાન મિશનમાં જઈ રહેલા આ ત્રણ અવકાશયાત્રીઓને ‘વિયોનૉટ્સ’ કહેવામાં આવશે.
આ મિશનમાં વિયોનૉટ્સ ની પસંદગી ISRO અને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને દેશમાં ISRO દ્વારા તાલીમ આપવામાં આવશે. અને એક અહેવાલ મુજબ વિયોનૉટ્સને વિવિધ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રો અને અન્ય તમામ બાબતો વિશે તાલીમ માટે રશિયા પણ મોકલી શકાય છે.
જ્યારે મિશન લોન્ચ કરવામાં આવશે, ત્યારે તેમને એક ખાસ સ્પેસસુટ પહેરવામાં આવશે, જે તેમને અવકાશમાં હાજર સૂર્યના મજબૂત પ્રકાશ અને કિરણોત્સર્ગની સાથે તમામ પ્રકારના જોખમી વાતાવરણથી બચાવશે.
વાયોમનોટ્સને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે જે ખૂબ મુશ્કેલ છે. ISRO ચીફે આ ટ્રેનિંગ માટે મહિલાઓને પણ સામેલ કરવાની મંજૂરી આપી છે, એટલે કે હવે આ મિશનમાં ત્રણ અવકાશયાત્રીઓ માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ હોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તેઓ આ તાલીમની કસોટી પૂર્ણ કરે.
આ પણ વાંચો:-
ચંદ્ર પર જમીન :- ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી જાણો સંપૂર્ણ જાણકારી.
આજની યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે ઘણો રસ જાગ્યો છે અને આવી સ્થિતિમાં આવા પ્રોગ્રામો તેમની ઉત્સુકતા વધારે વધારશે, જેના કારણે તેઓ આ ક્ષેત્રોમાં આગળ વધશે અને સંશોધનની નવી તકનીકોની શોધ થશે.
જો Gaganyaan Mission સફળ થશે તો આવનારા સમયમાં દુનિયાના અન્ય સ્પેસ એજન્સી જેમ ISRO ની પણ સમગ્ર દુનિયામાં એક અલગ ઓળખ બનશે.
આમ Gaganyaan Mission હેઠળ ભારત અને દુનિયાના અન્ય દેશોને ઘણા બધા લાભો થશે.
ભારતનું આ પહેલું મિશન છે, જેમાં અવકાશમાં પહેલી વાર કોઈ માનવને મોકલાવમાં આવશે પરંતુ અવકાશમાં માનવ મોકલનાર ભારત પહેલો દેશ નથી, કારણ કે ભારત પહેલા દુનિયાના ઘણા બધા દેશોએ અવકાશમાં માનવ મિશન મોકલેલ છે જેમાં અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
મિત્રો અહીં અમે તમને Gaganyaan Mission વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આ માહિતી અમે વિવિધ જગ્યાએથી એકઠી કરી અહીં તમને વિવિધ પૂર્વક માહિતી આપી છે, તો મિત્રો આવી જ તમે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને Gaganyaan Mission વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો ISRO ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
The post ગગનયાન મિશન : ભારતનું પહેલું Gaganyaan Mission જેમાં પહેલી વાર માનવ મોકલવામાં આવશે અવકાશમાં. appeared first on Onlylbc.com.
]]>The post જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023. appeared first on Onlylbc.com.
]]>દેશના તમામ લોકો જન્માષ્ટમી ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. Janmashtami ના દિવસે લોકો દહીં હાંડી અને વિવિધ પ્રકારે તેને ઉજવતા હોય છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને જન્માષ્ટમી ક્યારે છે 2023 અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ શું છે, તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.
ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8 મો અવતાર માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે કંસના અત્યાચારથી પૃથ્વીને મુક્ત કરાવવા માટે શ્રાવણ વદ આઠમના દિવસે મોડી રાત્રે શ્રી ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે Janmashtami તહેવાર ઉજવવામાં આવે છે.
શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના આગમન માટે ભક્તો તેમના ઘરો અને મંદિરોમાં વિશેષ શણગાર કરે છે. વ્રત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક કરીને, આખી રાત મંગલ ગીતો ગાવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, શ્રાવણ વદ આઠમ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Janmashtami નો તહેવાર આપણા દેશમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. જેની માહિતી નીચે વિસ્તાર પૂર્વક છે.
દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.
આપણ દેશમાં મોટા ભાગે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર મનાવવામાં આવે છે. જેમાં એક હાંડી એટલે કે નાની માટલીમાં દહીં ભરવામાં આવે છે અને તેને ઉંચી લટકાવવામાં આવે અને તેને ફોડવામાં આવે છે.
જેમાં કોઈ ગામમાં તે ગામના લોકો દ્રારા એક ગ્રુપ બનાવામાં આવે છે. તે ગ્રુપમાં ઘણા બધા લોકો હોય છે. જેમાં એક ભગવાનને કૃષ્ણ બને છે.
હવે ગામ કોઈ જગ્યાએ ઉંચે એક સીધું દોરડું બાંધવામાં આવે છે, અને તે દોરડાની વચ્ચે એક માટલી બાંધવા આવે છે. જે જમીન થી બહુ જ દૂર હોય છે. જેમાં દહીં અને માખણ ભરવામાં આવે છે.
હવે જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે. તે ગ્રુપના લોકો જે રીતે ગોળ સર્કલ હોય છે તે રીતે એક વ્યક્તિ ઉપર બીજો વ્યક્તિ આમ છેક દહીં હાંડી સુધી સર્કલ બનાવે છે.
હવે તે ગ્રુપમાં જે ભગવાન શ્રી કૃષ્ણ બને છે તે આ લોકો ઉપર ચડીને દહીં હાંડી ફોડે છે અને આ રીતે દહીં હાંડી ફોડીને Janmashtami નો તહેવાર ઉજવવે છે.
રાસ-ગરબા દ્રારા Janmashtami નો તહેવાર ઉજવવામાં આવે છે.
મિત્રો તમને ગુજરાતના કેટલાક ગામડાઓમાં તે ગામની દીકરીઓ દ્રારા કરવામાં આવતી રાસ-ગરબા વિશે વાત કરી રહ્યો છું.
જેમાં સૌ પહેલા શ્રાવણ વદ આઠમના દિવસે તે ગામની દીકરીઓ તે ગામમાં દેશી ઢોલના તાલે સર્કલ રાઉન્ડ સાંજ સુધી ગરબા રમે છે.
હવે સાંજે ગામની તમામ દીકરીઓ ગામના તળામાં જાય છે અને તે તળાવ માંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવ માટે માટી લેવા જાય છે અને તે માટી લઈને ગામના કોઈપણ એક વ્યક્તિને ઘરે મોડી રાત્રે મૂર્તિ બનાવવામાં આવે છે.
હવે સવારે તે વ્યક્તિના ઘરે ગામની છોકરી અથવા આખા ગામનો જમણવાર હોય છે. હવે તે વ્યક્તિના ઘરે જમણા કરીને ગામની છોકરીઓ ભગવાની મૂર્તિને લઈને ફરીથી ગામમાં જાય છે અને આખો દિવસ ગરબા રમે છે.
હવે ફરીથી સાંજે જો ગામનો કોઈ વ્યક્તિ તૈયારી હોય તો ભગવાન તેમના ઘરે રાત રોકાય છે. અને તે વ્યક્તિના ઘરે ફરીથી ગામનો જમણવાર હોય છે.
આમ જે વ્યક્તિ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણને રાત રોકવા માંગે છે. તે પોતે ભગવાન શ્રી કૃષ્ણને રાત રાખી શકે છે.
જો છેલ્લે કોઈ ગામનો વ્યક્તિ તૈયાર ના થાય તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને તળાવમાં પધરાવી દેવામાં આવે છે.
આ રીતે પણ Janmashtami નો તહેવાર ઉજવામાં આવે છે.
સૌ પહેલા શ્રાવણ વદ આઠમ એટલે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી કૃષ્ણને દૂધ, દહીં, મધ, ઘી, સાકર વગેરેથી સ્નાન કરાવો.
ત્યારબાદ, ભગવાનની મૂર્તિને ફરી એકવાર શુદ્ધ ગંગાના જળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવો.
ત્યાર પછી ભગવાનને ચંદનનું તિલક લગાવો.
હવે ત્યાર બાદ વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવો. અને ભગવાનના ભોગમાં તુલસીની દાળ અવશ્ય અર્પણ કરો.
ત્યાર પછી ભગવાનના મંત્રોનો જાપ કરો અને શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરો.
શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી પર્વ પર કરવામાં આવતી પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અને વૈજયંતી માળા અર્પણ કરો.
છેલ્લે પૂજાના અંતે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો અને ભગવાનની પ્રદક્ષિણા કરો અને જો તમારાથી શક્ય હોય તો તમે આખી રાત ભગવાન શ્રી કૃષ્ણનું જાગરણ કરો.
એવું પણ કહેવામાં આવે છે કે, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ગાયની સેવા કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ રીતે તમે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરી શકો છો.
આ વખતે Janmashtami 7 સપ્ટેમ્બર, 2023 (ગુરૂવાર) ના રોજ ઉજવામાં આવશે.
પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં Janmashtami વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.
The post જન્માષ્ટમી નો ઇતિહાસ : જન્માષ્ટમી નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?, જન્માષ્ટમી ક્યારે છે 2023. appeared first on Onlylbc.com.
]]>The post ઇથેનોલ કાર : દેશમાં પ્રથમ Ethanol cars લોન્ચ થઈ, જે 100 ટકા ઇથેનોલ પર ચાલશે, ઇથેનોલ ઇંધણ કેવી રીતે બને છે?, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>તો ચાલો જાણીએ કે, ઇથેનોલ કાર શું છે?, ઇથેનોલ ઇધણ કેવી રીતે બને છે?, ઇથેનોલ ઇધણ એ પેટ્રોલ, ડીઝલ અને CNG કરતા કેટલું સસ્તું છે?, ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણ ફાયદા શું છે? અને ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણના નુકસાન શું છે? આ તમામ માહિતી જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.
અત્યારે આપણે જે ડીઝલ થી ચાલનારી કાર, પેટ્રોલ થી ચાલનારી કાર, CNG થી ચાલનારી અને ગોબર ગેસ થી ચાલનારી કાર ચલાવીએ છીએ તે જ રીતે આ ઇથેનોલ કાર એ તેના જેવી સામાન્ય કાર છે. પરંતુ જે આ ઇથેનોલ કાર છે તે પેટ્રોલ, ડીઝલ, CNG કે કોઈ અન્ય ઇંધણથી નથી ચાલતી આ કાર ઇથેનોલ નામના ઇંધણથી ચાલે છે તે માટે આ કારનું નામ ઇથેનોલ કાર છે જેને ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુઅલ કાર પણ કહેવામાં આવે છે.
જયારે પેટ્રોલ અને ડીઝલ ની વાત આવે ત્યારે તેના આપણે તેલના કુવાઓ યાદ આવે છે, જયારે લોકો દ્રારા કહેવામાં આવે છે કે એક દિવસ પેટ્રોલ અને ડીઝલના કુવાઓ પણ સુકાઈ જાશે. હવે જયારે ઇથેનોલ ઇંધણની વાત આવે ત્યારે આપણે ફરીથી તેલના કુંવાઓ યાદ આવે છે કે ઇથેનોલ કુંવાઓ કયા આવેલ છે. તો તમને બતાવી દઈએ, કે ઇથેનોલ ઇંધણ એ કુંવાઓમાંથી નથી મળતું. પરંતુ તે ખેતરોમાંથી મળી આવે છે. આવો જાણીએ કે ઇથેનોલ ખેતરોમાંથી કેવી રીતે મળે છે.
ખેડૂતોના ખેતરમાં ત્યાર થતા મકાઈ, સડેલા બટાકા, કસાવા અને સડેલાં શાકભાજી, ઘઉં જેવા વિવિધ છોડની સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે જેને આલ્કોહોલ કહેવામાં આવે છે આ એક નવું ઇંધણ છે. જેનું નામ છે. ‘ઇથેનોલ’.
આપણા દેશના કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ‘ઇથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લિટર છે અને આ કાર 15 થી 20 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં સસ્તું છે, જે હાલમાં લગભગ રૂપિયા 120 પ્રતિ લિટર છે.
મિત્રો ભારતે ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇંધણમાં હવે જ એન્ટ્રી કરી છે. પરંતુ બ્રાઝિલ એ એવો દેશ છે. જે ઇથેનોલ ઇંધણ ઉદ્યોગમાં ચેમ્પિયન છે. જે ઇથેનોલ ઇંધણ ઉદ્યોગમાં સૌથી આગળ છે.
આ પણ વાંચો:-
1.ભારતના ઇથેનોલ કાર લોન્ચ થઈ છે?
જવાબ :- ‘હા’
2.ઇથેનોલ કાર કઈ કંપનીએ બનાવી છે?
જવાબ :- ટોયોટા કંપની
3.ઇથેનોલ ઉત્પાદનમાં કયો દેશ આગળ છે?
જવાબ :- બ્રાઝિલ
4.ઈથેનોલ નો ભાવ શું છે?
જવાબ :- આપણા દેશના કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ‘ઇથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લિટર છે અને આ કાર 15 થી 20 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં સસ્તું છે,
The post ઇથેનોલ કાર : દેશમાં પ્રથમ Ethanol cars લોન્ચ થઈ, જે 100 ટકા ઇથેનોલ પર ચાલશે, ઇથેનોલ ઇંધણ કેવી રીતે બને છે?, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>The post મિશન સૂર્યાયન : ઇસરો હવે સૂર્ય મિશન આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે, જે સૂર્ય વિશે સંશોધન કરશે. appeared first on Onlylbc.com.
]]>જે રીતે થોડા સમય પહેલા ISRO દ્રારા મોકલવામાં આવેલ ચંદ્રાયન 3 એ જે રીતે ચંદ્ર પર જઈને ચંદ્ર વિશે રહસ્યોનું અધ્યયન કરે છે એટલે કે ચંદ્ર પર સંશોધન કરે છે તે જ રીતે Aditya L1 mission એ સૂર્ય વિશે રહસ્યોનું અધ્યયન કરશે.
લોકોના મનમાં સવાલ હશે કે જે રીતે ચંદ્રાયન 3 એ ચંદ્ર ઉપર જઈને સંશોધન કરે છે તો Aditya L1 એ જો સૂર્ય પર જશે શું તેને આગ નહી લાગે, તે બળી નહીં જાય, કારણ કે આપડે બધા જાણીએ છીએ કે સૂર્ય પર જવું હજી સુધી અશક્ય છે, તો પછી આદિત્ય એલ 1 મિશન કેવી રીતે જશે.
મિત્રો પૃથ્વી થી સૂર્ય વચ્ચેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. અને આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરમાં પાંચ Lagrangian પોઈન્ટ આવેલા છે. લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.
પૃથ્વી અને સૂર્ય વચ્ચે આમ કુલ પાંચ Lagrangian પોઈન્ટ આવેલ છે. જેમાં ઇસરો એ પોતાનું આદિત્ય એલ 1 મિશન L-1 સુધી તેને મોકલશે. જે L-1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. એટલે કે મિશન L-1 ની આસપાસ પ્રભામંડળ ની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. અને ત્યાં દૂરથી જ સૂર્ય વિશે સંશોધન કરશે. તે ચંદ્રાયનની જેમ સૂર્ય પર નહીં જાય.
Lagrangian પોઇન્ટ એટલે અંતરિક્ષનું એવું સ્થાન જ્યાં બે બોડી સિસ્ટમ (સૂર્ય અને પૃથ્વી)નાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ અને પ્રતિઆકર્ષણનું ક્ષેત્ર સર્જે છે. આ સ્થાન એવું હોય છે જ્યાં અંતરિક્ષ યાન છોડી શકાય અને ઇંધણની પણ બચત કરી શકાય છે. જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.
આ રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચે કુલ પાંચ લેગ્રન્જ પૉઇન્ટ છે. પરંતુ ઇસરો આદિત્ય-L1 ને લેગ્રન્જ પૉઇન્ટ-1 પર જ માટે મોકલી રહ્યું છે. ચાલો સમજીએ આ પાંચ લેગ્રન્જ પોઇન્ટને.
આદિત્ય-L1 એ સાત પ્રકારનાં ઉપરકરણોથી સજ્જ છે. જે માંથી ચાર ઉપકરણો સતત સૂર્યની દિશામાં કામ કરશે અન્ય ત્રણ ઉપકરણો લેગ્રન્જ પૉઇન્ટ 1 નજીકની સ્થિતિનું વિશ્લેષણ કરશે અને માહિતી ઇસરોને મોકલશે. તો ચાલો જાણીએ કે આ ઉપકરણો દ્રારા આદિત્ય-L1 શું સંશોધન કરશે.
કોરોના નામ સાંભળીએ એટલે આપણને કોરોના રોગની યાદ આવે છે. લોકોનો મનમાં વિચાર આવે કે શું હવે સૂર્ય પર કોરોના છે એવું નથી. સૂર્યનો કોરોના એટલે સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ જેને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. કોરોના સામાન્ય રીતે સૂર્યની સપાટીના તેજસ્વી પ્રકાશથી છુપાયેલો હોય છે. જેને ખાસ સાધનોનો ઉપયોગ કર્યા વિના જોવું ખુબ જ મુશ્કેલ છે. સૂર્યના કોરોનાને સૂર્યગ્રહણ દરમિયાન જોઈ શકાય છે.
વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ દ્વારા સૂર્ય મિશન કરવામાં આવ્યા છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે. પરંતુ ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે. આ આદિત્ય એલ 1 મિશન 2 સપ્ટેમ્બરના 2023 ના રોજ લૉન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. જેનું લોંચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે.
પૃથ્વી થી સૂર્ય વચ્ચેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. અને આ Aditya L1 mission એ Lagrangian 1 સુધી જવાનું છે. જેમાં આ L1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. જેમાં આદિત્ય એલ 1 ને L 1 સુધી પહોંચતા લગભગ 4 મહિના જેટલો સમય લાગશે.
આ પણ વાંચો:-
1.આદિત્ય L1 2023 ક્યારે લોન્ચ થશે.
આદિત્ય એલ 1 મિશન 2 સપ્ટેમ્બરના 2023 ના રોજ લૉન્ચ કરવામાં આવેશે.
2.શું આદિત્ય L1 સૂર્ય પર ઉતરશે?
આદિત્ય L1 એ પથ્વી પર પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે
3.આદિત્ય મિશનમાં L1 શું છે?
જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.
4.આદિત્ય-L1 ક્યાં સુધી જશે?
પૃથ્વી અને સૂર્ય વચ્ચે આમ કુલ પાંચ Lagrangian પોઈન્ટ આવેલ છે. જેમાં ઇસરો એ પોતાનું આદિત્ય એલ 1 મિશન L-1 સુધી તેને મોકલશે. જે L-1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. એટલે કે મિશન L-1 ની આસપાસ પ્રભામંડળ ની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. અને ત્યાં દૂરથી જ સૂર્ય વિશે સંશોધન કરશે. તે ચંદ્રાયનની જેમ સૂર્ય પર નહીં જાય.
5.અવકાશમાં L1 શું છે?
જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.
6.પૃથ્વી પરથી L1 ક્યાં છે?
પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે.
7.સૂર્યનો કોરોના શું છે?
સૂર્યનો કોરોના એટલે સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ જેને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. કોરોના સામાન્ય રીતે સૂર્યની સપાટીના તેજસ્વી પ્રકાશથી છુપાયેલો હોય છે. જેને ખાસ સાધનોનો ઉપયોગ કર્યા વિના જોવું ખુબ જ મુશ્કેલ છે. સૂર્યના કોરોનાને સૂર્યગ્રહણ દરમિયાન જોઈ શકાય છે.
8.L1 પૃથ્વીથી KM માં કેટલું દૂર છે?
પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે
9.આદિત્ય એલ 1 ને L1 સુધી પહોંચતા કેટલો સમય લાગશે.
આદિત્ય એલ 1 ને L1 સુધી પહોંચતા લગભગ ચાર મહિના સુધીનો સમય લાગશે.
10.આદિત્ય-L1 નું પૂરું નામ શું છે?
સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા-વર્ગનું ભારતીય સોરી મિશન.
મિત્રો અહીં અમે તમને આદિત્ય-L1 મિશન વિશે માહિતી આપી છે, તેથી અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ જો તમે આદિત્ય-L1 મિશન વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો ISRO ની અધિકારીક વેબસાઈટની મુલાકાત લો.
The post મિશન સૂર્યાયન : ઇસરો હવે સૂર્ય મિશન આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે, જે સૂર્ય વિશે સંશોધન કરશે. appeared first on Onlylbc.com.
]]>The post ચંદ્ર પર જમીન : ચંદ્ર પર કેવી રીતે ખરીદવી જમીન?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>ચંદ્રાયન 3 નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયા બાદ ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી તે ખુબ ચર્ચામાં આવી રહ્યું છે.
મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે, શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકીએ છીએ?, ચંદ્ર પર જમીન કોણ વેચી રહ્યું છે?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, અત્યારે જે ચંદ્ર પર જમીન ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? અને ભારતમાં અત્યાર સુધી કયા લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
અત્યારે તમામ લોકોના મનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે, શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકીએ છીએ?, તો તેનો જવાબ છે ‘હા’, તમે ખરેખર લેન્ડિંગ સિટ્સમાં ચંદ્રનો ટુકડો ખરીદી શકો છો જેમ કે ‘બે ઑફ રેઈનબોઝ’, ‘સી ઑફ રેન્સ’, ‘લેક ઑફ ડ્રીમ્સ’, ‘સી ઑફ સેરેનિટી’, ‘સી ઓફ મસકોવી’ અને અન્ય ઘણી જગ્યાએ.
દુનિયાના ઘણા બધા દેશોના લોકોએ ઘણા વર્ષો પહેલા ચંદ્ર પર જમીન(land on the moon) ખરીદી લીધી છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જ્યારથી ભારત દ્રારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 નું લેન્ડર 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ત્યારબાદ લોકોમાં ‘ચંદ્ર પર જમીન’ શબ્દ ખુબ ચર્ચામાં આવી રહ્યો છે. કારણે કે હવે એવુ કહેવામાં આવી રહ્યું ‘ચંદ્ર પર જમીન’ ખરદીમાં વધારો આવી શકે છે.
વિવિધ રિપોર્ટ અનુસાર , luna Society International અને International Lunar Lands Registry નામની કંપની છે, જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. એટલે કે આ કંપની દુનિયાના લોકોને ચંદ્ર પર આવેલ ‘બે ઑફ રેઈનબોઝ’, ‘સી ઑફ રેન્સ’, ‘લેક ઑફ ડ્રીમ્સ’, ‘સી ઑફ સેરેનિટી’, ‘સી ઓફ મસકોવી’ નામની આવેલ જગ્યાઓ વગેરે અન્ય જગ્યાએ “luna Society International” અને “International Lunar Lands Registry” કંપની દ્રારા જમીન વેચવામાં આવે છે.
જે રીતે તમે તમારા ગામ કે શહેરમાં પ્લોટ ખરીદો છો અને જે રીતે તમને તે જમીનના દસ્તાવેજ આપવામાં આવે છે તે રીતે તમને તમે જે તમે ચંદ્ર પર પ્લોટ ખરીદો છો તેના પણ ડોકયુમેન્ટ આપવામાં આવે છે.
International Lunar Lands Registry કંપની અનુસાર ચંદ્ર પર જમીનની કિંમત લગભગ $45 પ્રતિ એકર છે. ભારતીય ચલણ પ્રમાણે આ કિંમત અંદાજે 3500ની આસપાસ છે. જે ચંદ્ર પર જમીનની કિંમત ભારતના કોઈપણ ભાગ કરતાં ઘણી ઓછી છે.
મિત્રો જ્યારે જમીનની કિંમત નક્કી છે, જયારે લોકો તેને ખરીદી રહ્યા છે તો સવાલ તે ઊભો થાય છે કે, આખરે ચંદ્રનો માલિક કોણ છે? અને મુખ્ય સવાલ એ છે કે અત્યારે જે ચંદ્ર પર પ્લોટ ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? તો ઈન્ટરનેશનલ સંગઠનોનું માનવું છે કે, ચંદ્રની જમીન પર કાયદેસર રીતે કોઈનો માલિકી હક ન ગણી શકાય. કારણ કે, પૃથ્વીથી બહારની દુનિયામાં સંપૂર્ણ માનવ જાતિની ધરોહર છે. તેના પર કોઈ એક દેશનો કબ્જો ન હોઈ શકે.
કારણ કે 1967 ની આઉટર સ્પેસ ટ્રીટીના પ્રમાણે, સ્પેસમાં કોઈ પણ ગ્રહ કે તેમના ઉપગ્રહો પર કોઈ એક દેશ કે પછી કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. જેમાં ભારત સહિત 110 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. જેથી કોઈપણ કંપની કોઈપણ અધિકાર વિના ચંદ્ર પર પ્લોટ રજિસ્ટ્રી કરવાનો દાવો કરે છે. તે એક રીતે કૌભાંડ છે. એટલે કે ચંદ્રની જમીનમાં કાયદેસર રીતે કોઈની માલિકી કે હક ન ગણી શકાય. જેથી તમે સમજી ગયા હશો કે અત્યારે જે ચંદ્ર પર પ્લોટ ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? કે નહીં.
મિત્રો કહેવામાં આવે છે કે ભારતમાં પણ ઘણા બધા લોકોએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો છે, તો તે કયા લોકો છે તેની માહિતી નીચે આપેલ છે.
આ પણ વાંચો:- બ્રિક્સ સમિટ શું છે?
મિત્રો અહીં આપવામાં આવેલી ચંદ્ર પર રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. અમારી વેબસાઈટ ONLYLBC.COM કોઈપણ જવાબદારી લેતી નથી. જેથી ચંદ્ર પર પ્લોટ માટે કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અથવા International Lunar Lands Registry કંપની અધિકારીક વેબસાઈટ https://lunarregistry.com ની મુલાકાત લો.
મિત્રો આવી રીતે વિવિધ માહિતીઓ ગુજરાતી ભાષામાં જાણવા જોડાવો અમારા Whatsapp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો.
The post ચંદ્ર પર જમીન : ચંદ્ર પર કેવી રીતે ખરીદવી જમીન?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, જાણો સંપૂર્ણ જાણકારી. appeared first on Onlylbc.com.
]]>The post BRICS શું છે? : બ્રિક્સ સમિટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, જાણો સંપૂર્ણ માહિતી appeared first on Onlylbc.com.
]]>અત્યારના સમયમાં BRICS શબ્દ ખુબ ચર્ચામાં ચાલી રહ્યો છે તો આજે આપણે જાણીશું કે, બ્રિક્સ સમિટ શું છે?, બ્રિક્સ સમિટમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી?, બ્રિક્સ સમિટનું પૂરું નામ શું છે? બ્રિક્સ સમિટનો હેતુ શું છે?, બ્રિક્સના વર્તમાન નેતા કોણ છે?, પ્રથમ બ્રિક્સ સમિટ ક્યારે યોજાઈ હતી?, બ્રિક્સ સમિટ શું કાર્યો કરે છે.
બ્રિક્સ એ વિશ્વના પાંચ જલ્દીથી વધતી અર્થવ્યવસ્થાના દેશોનું સંગઠનનું છે. જે વિશ્વની અગ્રણી વધતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે જાણીતી છે. BRICS સમિટની અધ્યક્ષતા દર વર્ષે તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. પાંચ દેશોમાંથી દરેક એક પછી એક દર વર્ષે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણ આફ્રિકા તેનું આયોજન કરી રહ્યું છે.
બ્રિક્સમાં કુલ પાંચ દેશનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.
આ સિવાય વિશ્વના લગભગ 40 દેશો એવા છે જેમણે BRICS સંગઠનમાં જોડાવા માટે અપીલ અપીલ કરી છે. જેમાં એવા કુલ 22 દેશો છે જેમણે આ સંગઠનમાં જોડાવા માટે સત્તાવાર અરજીઓ પણ આપી છે, જે BRICS 2023 માં આ અરજીઓને મંજૂરી મળી શકે છે. જો આ 40 દેશોમાં વાત કરીએ તો, ઈરાન, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, યુએઈ, કઝાકિસ્તાન, બોલિવિયા, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ક્યુબા, અલ્જેરિયા, કોંગો સહિતના ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માંગે છે.
બ્રિક્સ નું આખુ નામ બ્રિક્સ સંગઠનમાં સમાવેશ દેશોના નામ પરથી આપવામાં આવ્યું છે. જેનું આખુ નામ કંઈક નીચે મુજબ છે.
B | બ્રાઝિલ |
R | રશિયા |
I | ભારત |
C | ચીન |
S | દક્ષિણ આફ્રિકા. |
BRICS ની સ્થાપના જૂન 2006 માં થઈ હતી. જયારે તે સમિટમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ માત્ર ચાર દેશોનો સમાવેશ થતો હતો, ત્યારે તેનું નામ BRIC હતું. પરંતુ જયારે બ્રિક્સ સંગઠનમાં વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા જોડાયું ત્યાર બાદ આ સંસ્થાનું નામ બદલાઈ ગયું અને BRIC ના બદલે તેનું નામ BRICS માં બદલાઈ ગયું.
પ્રથમ BRICS સમિટ 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી.
BRICS સંગઠન માં વિશ્વના એવા 5 દેશોનો સમાવેશ થાય છે જર્મની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. બ્રિક્સ સંગઠનમાં વિશ્વની 41 ટકા વસ્તી, વૈશ્વિક GDP લગભગ 24 ટકા અને વિશ્વ વેપારના 16 ટકા નો સમાવેશ થાય છે. જેથી બ્રિક્સ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર લાભદાયી સહકારને આગળ વધારવાનો છે જેથી તેમના વિકાસને વેગ મળે. જળવાયુ પરિવર્તન, આતંકવાદ, વિશ્વ વેપાર, ઉર્જા, આર્થિક સંકટ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેથી તે મુદ્દાઓનું સમાધાન કરી શકાય.
અત્યારે બ્રિક્સ સંગઠનનું સંચાલન બ્રિક્સ સંગઠનમાં સમાવેશ તમામ દેશના પ્રત્યેક દેશ પ્રમાણે તે દેશના એક વ્યક્તિ દ્રારા સંચાલન કરવામાં આવે છે.
(1) આર્થિક અને નાણાકીય :–
બ્રિક્સ સંગઠન માટે આર્થિક અને નાણાકીય એ મુખ્ય પાયો છે જેમાં વેપાર, નાના અને મધ્યમ ઉદ્યોગો, કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, નાણા અને બેંકિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આંતર-બ્રિક્સ સહયોગના વિસ્તરણ દ્વારા પરસ્પર સમૃદ્ધિ માટે આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવું. જેથી ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે સહયોગી અભિગમો તેમજ નવીન રીતોને પ્રોત્સાહન આપવાનો છે.
(2) સાંસ્કૃતિક અને લોકો થી લોકો વિનિમય :-
બ્રિક્સ સંગઠન માટે સાંસ્કૃતિક અને લોકો થી લોકો વિનિમય એ મુખ્ય પાયો છે. જેમાં લોકો થી લોકો આંતર બ્રિક્સના નિયમિત આદાન-પ્રદાન દ્વારા સાંસ્કૃતિક, શૈક્ષણિક, યુવા, રમતગમત અને વ્યવસાયમાં લોકો થી લોકોના દ્રારા સંપર્ક બનાવવો. જેથી સંસદસભ્યો, યુવા વૈજ્ઞાનિકો વગેરે વચ્ચે માહિતી આદાન-પ્રદાન થાય છે.
(3) રાજકીય અને સુરક્ષા :-
બ્રિક્સ સંગઠન માટે રાજકીય અને સુરક્ષા એ મુખ્ય પાયો છે જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા, વૈશ્વિક રાજકીય જગ્યામાં વિકાસ તેમજ 21મી સદીને અનુરૂપ બહુપક્ષીય પ્રણાલીમાં સુધારાના મુદ્દાઓ પર સહયોગ અને સંવાદને વધારવા માટે આ પાયા હેઠળ આતંકવાદ વિરોધી અને તેના ધિરાણમાં સહકાર માટે સામનો કરવો.
આ પણ વાંચો:-
રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
મિત્રો અહીં અમે તમને અમારાથી બનતી મહેનતે મુજબ સરળ ભાષામાં સમજ સમજાવાની કોશિશ કરી છે, જેથી અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ જો અમે BRICS વિશે વધુ માહિતી જણવા માંગો છો તો નીચે બ્રિક્સ સંગઠનની ઓફીસીયલ વેબસાઈટ આપેલ છે. જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો.
BRICS વિશે માહિતી જાણવા માટેની ઓફીસીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
વિશે માહિતી જાણવા માટેની ભારતીય ઓફીસીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
1. બ્રિક્સ સંગઠનમાં કયા દેશોનો સમાવેશ થાય છે. (BRICS countries list)
જવાબ:- બ્રિક્સ સંગઠન અત્યારે કુલ પાંચ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારત રશિયા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા, ચીન
2.બ્રિક્સ સંગઠનમાં કયા દેશો જોડાવા માંગે છે? (Which countries want to join BRICS)
જવાબ:- આવનારા સમયમાં બ્રિક્સ સંગઠન સાથે 40 દેશ જોડાવા માંગે છે જેમાં આ 40 દેશોમાં વાત કરીએ તો, ઈરાન, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, યુએઈ, કઝાકિસ્તાન, બોલિવિયા, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ક્યુબા, અલ્જેરિયા, કોંગો સહિતના ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માંગે છે.
3.બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી?
જવાબ:- BRICS ની સ્થાપના જૂન 2006 માં થઈ હતી.
The post BRICS શું છે? : બ્રિક્સ સમિટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, જાણો સંપૂર્ણ માહિતી appeared first on Onlylbc.com.
]]>The post PAN CARD : પાનકાર્ડ કેવી રીતે કઢાવવું?, ફોર્મ, ડોક્યુમેન્ટ , ઓનલાઇન અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ જાણકારી appeared first on Onlylbc.com.
]]>અત્યારના સમયમાં પાનકાર્ડ નું ખૂબ જ મહત્વ વધી ગયું છે. કારણે કે કોઈપણ સરકારી કચેરી કે અન્ય કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, ત્યારે વારંવાર પાનકાર્ડ ની જરૂર પડતી હોય છે.
મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે, પાનકાર્ડ શા માટે જરૂરી છે?, પાનકાર્ડ ની જરૂર કયા પડે છે?, પાનકાર્ડ કઢાવવા માટે કયા ડોકયુમેન્ટ જોઈએ? અને ઓફલાઈન અને ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે કઢાવવું. આ તમામ પ્રક્રિયા જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.
PAN Card નું પૂરું નામ “પરમેનન્ટ એકાઉન્ટ નંબર” છે. આ એક યુનિક ઓળખ કાર્ડ છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
PAN Card માં 10 અંકનો આલ્ફા- યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ હોય છે. PAN Card ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ કાર્ડ તરીકે બનાવવામાં આવે છે. જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેકસીસ (CBDT) ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્રારા જારી કરવામાં આવે છે.
પાન કાર્ડ માત્ર વ્યક્તિ જ નથી બનાવી શકતો. જેથી પાન કાર્ડના વિવિધ પ્રકાર છે. જે નીચે મુજબ છે.
પાનકાર્ડ કઢાવવા માટે PAN Card ના પ્રકાર મુજબ વિવિધ ડોક્યુમેન્ટ જોઈએ. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
પાનકાર્ડના પ્રકાર | તે પ્રકારના પાનકાર્ડ માટેના ડોકયુમેન્ટ |
વ્યક્તિગત | આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ |
ટ્રસ્ટ | ડીડની ટ્રસ્ટ નકલ અથવા ચેરિટી કમિશનર દ્વારા જારી કરાયેલ નોંધણી નંબરના પ્રમાણપત્રની નકલ. |
HUF-હિન્દુ અવિભાજિત કુટુંબ | POI/POA વિગતો સાથે HUF ના વડા દ્વારા જારી કરાયેલ HUF નું એફિડેવિટ |
સોસાયટી | સહકારી મંડળીના રજિસ્ટ્રાર અથવા ચેરિટી કમિશનર તરફથી નોંધણી નંબરનું પ્રમાણપત્ર |
કંપની | રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા જારી કરાયેલ નોંધણીનું પ્રમાણપત્ર |
વિદેશીઓ | રહેણાંક દેશના ભારતીય સરકારી બેંક સ્ટેટમેન્ટ દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ PIO/ OCI કાર્ડ ભારતમાં NRE બેંક સ્ટેટમેન્ટની નકલ |
પેઢી/ભાગીદારી | રજિસ્ટ્રાર ઑફ ફર્મ્સ/ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ્સ અને પાર્ટનરશિપ ડીડ દ્વારા જારી કરાયેલ નોંધણીનું પ્રમાણપત્ર. |
પાનકાર્ડ કઢાવવા માટે કુલ બે રીતે ફ્રી લેવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ભારત માં રહેતા નાગરીક માટેની ફ્રી | રૂપિયા 110 |
ભારતની બહાર રહેતા હોય તે લોકોને મોકલવાનું હોય તો પાનકાર્ડ ફ્રી | રૂપિયા 1020 |
Pan Card તમે બે રીતે કઢાવી શકો છો, જેમાં 1) ઓફલાઈન અને 2) ઓનલાઇન તો ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.
સૌ પ્રથમ તમારે જે પ્રકારનું પાનકાર્ડ કઢાવવાનું હોય તે પ્રકારે ઉપર આપેલા પ્રકાર મુજબ ડોકયુમેન્ટ લઈને તમારા નજીક આવેલા CSC સેન્ટર પર જવાનુ રહેશે.
હવે CSC સેન્ટર પર જઈને તમારે પાન કાર્ડ માટે ફોર્મ મેળવવાનું રહેશે અને તે ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે. અને તે ફોર્મ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે.
હવે તે ફોર્મ તમારે તમે જે CSC સેન્ટર પર ગયા છો. તેમની પાસે જમા કરાવવાનું રહેશે. અને જે પાનકાર્ડ બનાવવા માટે જે ફ્રી થાય છે, તે આપવાની રહેશે.
હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. અને તેના પછી થોડા દિવસ બાદ પોસ્ટ દ્રારા તમારું પાનકાર્ડ તમારા ઘરે આવી જશે.
મિત્રો તમે NSDL ની અધિકારીક વેબસાઈટ પર જઈને પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયામાં ઘણા બધા લોકો ઓનલાઇન અરજી કરતા સમયે ઘણી બધી ભૂલો કરતા હોય છે, તેથી તેમની અરજી નપાસ થાય છે અથવા ઘણા બધા પાનકાર્ડમાં ઘણી બધી ભૂલો આવે છે.
જો તમે પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમને અમે કહીએ છીએ કે જયાં સુધી બની શકે ત્યાં સુધી તમે ઓનલાઇન અરજીના બદલે ઓફલાઈન અરજી કરો.
આ પણ વાંચો:-
પીએફ બેલેન્સ ચેક કેવી રીતે કરવું? : આ 4 રીતે કરો તમારું PF Balance Check
PAN Card ટોલફ્રી નંબર | 18001801961 |
NSDL ટોલ ફ્રી નંબર | 1800 222 990 |
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર | 0124-2438000, 18001801961 |
NSDL કોલ સેન્ટર નંબર | 020-27218080, (022) 2499 4200 |
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર | 022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ (022) 67931399 |
1.પાનકાર્ડ માટે અરજી ફ્રી કેટલી છે?
જવાબ:- ભારત માં રહેતા નાગરીક માટેની ફ્રી રૂપિયા 110 અને ભારતની બહાર રહેતા હોય તે લોકોને મોકલવાનું હોય તો પાનકાર્ડ ફ્રી રૂપિયા 1020.
2.ઓનલાઇન પાનકાર્ડ કઢાવવા માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ:- NSDL
3.પાનકાર્ડ ના કુલ કેટલા પ્રકાર છે?
જવાબ:- કુલ 7 પ્રકાર છે.
પ્રિય મિત્રો અહીં અમે તમને પીએફ બેલેન્સ ચેક કેવી રીતે કરવું?, તેના વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.
The post PAN CARD : પાનકાર્ડ કેવી રીતે કઢાવવું?, ફોર્મ, ડોક્યુમેન્ટ , ઓનલાઇન અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ જાણકારી appeared first on Onlylbc.com.
]]>The post Drone Pilot Training : હવે ડ્રોન ચલાવવા માટે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ જરૂરી, હવે ડ્રોન લાઈસન્સ જરૂરી. appeared first on Onlylbc.com.
]]>આજ ના આ સમયમાં ડ્રોન એ સામાન્ય વસ્તુ છે, આજે ડ્રોનનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. આજ ના આ સમયમાં ડ્રોનથી નાના કામોથી કરીને મોટા કામો થવા લાગ્યા છે. પરંતુ ડ્રોન ચલાવવું એટલું સહેલું પણ નથી. તે માટે હવે ડ્રોન ચલાવવા માટે Drone Pilot Training લેવી જરૂરી છે.
મિત્રો આજના આ લેખમાં આપણે, ડ્રોન પાયલોટ ટ્રેનિંગ શું છે?, આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે?, ડ્રોન પાયલોટ ટ્રેનિંગ કયાથી લેવી? ડ્રોન પાયલોટ બન્યા બાદ ક્યાં ક્ષેત્રોમાં નોકરીની તક મળશે?
વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અધતન ટેકનોલોજીથી સતત સંકળાયેલું રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીલિંગ, અપ-સ્કીલિંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીક્લ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા અધતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે.
જેને અનુસંધાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતેથી ‘કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી’ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો. જ્યાંથી ડ્રોન પાયલોટ ટ્રેનિંગ લઈને તમે ડ્રોન પાયલોટ બની શકો છો.
આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ એગ્રીકલર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે ઉપયોગ થઈ રહ્યો છે.
Drone Pilot Training લીધા બાદ એગ્રીકલર, લેન્ડ સર્વેયિંગ, ડિઝાસ્ટર, ગુના સંશોધન, એરીયલ ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી, વિજિલન્સ મોનીટરીંગ, કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે. આમ વિવિધ ક્ષેત્રમાં નોકરીની તક મળશે.
ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન વિભાગ દ્રારા ડ્રોન પાયલોટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી જોઈ કડક મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજ્યની કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી દ્રારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મજૂરી મેળવવા તમામ તૈયારી પૂર્ણ કરી મંજૂરી મેળવી છે.
અત્યાર સુધી 59 જેટલા ITI ના ઇન્સ્ટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયારી કરવામાં આવ્યા છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી હેઠળ સ્કૂલ ઓફ ડ્રોન દ્રારા સિવિલ એવિએશન ઓથોરિટી, ભારત સરકારના નિયત કરવમાં આવેલા ધારાધોરણ અનુસાર તાલીમ સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે.
આ સમગ્ર સુવિધાનું ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન ભારત સરકાર દ્રારા ચકાસણી કરવામાં આવી હતી અને આ સુવિધા યોગ્ય જણાતા ભારત સરકારા દ્રારા સ્કિલ યુનિવર્સીટીનેં ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે. કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી આ પ્રકારની મંજુરી મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સીટી છે.
હાલમાં દેશમાં ફક્ત 25 જેટલી ખાનગી સંસ્થાઓ દ્રારા આવી તાલીમ માટે રૂ.50 હજાર થી 70 હજાર જેટલી ફ્રી લેવામાં આવે છે. તેની સામે આ યુનિવર્સીટી દ્રારા આવા જ પ્રકારના ક્રોષ માટે નજીવી ફી લઈ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:-
Tejas Fighter Jet : ભારતનું સ્વદેશી ફાઇટર જેટ તેજસ દુનિયાના અવકાશમાં અવાજ ગુજશે.
યુનિવર્સીટીનું નામ | કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સીટી (Drone Pilot Training) |
વેબસાઈટ | https://kaushalyaskilluniversity.ac.in |
મોબાઈલ નંબર | 4001-3700 / 4001-3704 |
ઇમેઇલ | [email protected] |
1.ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે કોને મંજુરી આપવામાં આવેલી છે?
જવાબ:- ભારત સરકાર દ્રારા સ્કિલ યુનિવર્સીટીને ડ્રોન પાયલોટ તાલીમ માટે DGCA અધિકૃત “રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજુરી આપવામાં આવેલી છે.
2.ક્યારે સ્કૂલ ઓફ વિદ્યાશાખાનો શુભારંભ કરવામાં આવ્યો.
જવાબ:- 13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુંભારંભ કરવામાં આવ્યો.
3.DGCA નું પૂરું નામ શુ છે?
જવાબ:- ડીજીસીએ નું પૂરું નામ “ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન છે.
4.કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
https://kaushalyaskilluniversity.ac.in
5.RPTO નું પૂરું નામ શું છે?
જવાબ:- RPTO નું પૂરું નામ રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન છે.
પ્રિય મિત્રો અહીં અમે તમને Drone Pilot Training વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.
The post Drone Pilot Training : હવે ડ્રોન ચલાવવા માટે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ જરૂરી, હવે ડ્રોન લાઈસન્સ જરૂરી. appeared first on Onlylbc.com.
]]>