મિશન સૂર્યાયન : ઇસરો હવે સૂર્ય મિશન આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે, જે સૂર્ય વિશે સંશોધન કરશે.

ઈસરો દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-3 સફળ થયા બાદ હવે સૂર્ય વિશે સંશોધન કરવામાં માટે આદિત્ય-L1  મિશન લોન્ચ કરશે. તો મિત્રો આજ ના આ લેખમાં આપણે જાણીશું કે Aditya L1 mission શુ?, તો સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.



આદિત્ય-L1 મિશન શું છે?

જે રીતે થોડા સમય પહેલા ISRO દ્રારા મોકલવામાં આવેલ ચંદ્રાયન 3 એ જે રીતે ચંદ્ર પર જઈને ચંદ્ર વિશે રહસ્યોનું અધ્યયન કરે છે એટલે કે ચંદ્ર પર સંશોધન કરે છે તે જ રીતે Aditya L1 mission એ સૂર્ય વિશે રહસ્યોનું અધ્યયન કરશે.

લોકોના મનમાં સવાલ હશે કે જે રીતે ચંદ્રાયન 3 એ ચંદ્ર ઉપર જઈને સંશોધન કરે છે તો Aditya L1 એ જો સૂર્ય પર જશે શું તેને આગ નહી લાગે, તે બળી નહીં જાય, કારણ કે આપડે બધા જાણીએ છીએ કે સૂર્ય પર જવું હજી સુધી અશક્ય છે, તો પછી આદિત્ય એલ 1 મિશન કેવી રીતે જશે.

મિત્રો પૃથ્વી થી સૂર્ય વચ્ચેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. અને આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરમાં પાંચ Lagrangian પોઈન્ટ આવેલા છે. લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.

પૃથ્વી અને સૂર્ય વચ્ચે આમ કુલ પાંચ Lagrangian પોઈન્ટ આવેલ છે. જેમાં ઇસરો એ પોતાનું આદિત્ય એલ 1 મિશન L-1 સુધી તેને મોકલશે. જે L-1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. એટલે કે મિશન L-1 ની આસપાસ પ્રભામંડળ ની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. અને ત્યાં દૂરથી જ સૂર્ય વિશે સંશોધન કરશે. તે ચંદ્રાયનની જેમ સૂર્ય પર નહીં જાય.


લેગ્રન્જ પૉઇન્ટ શું છે?

Lagrangian પોઇન્ટ એટલે અંતરિક્ષનું એવું સ્થાન જ્યાં બે બોડી સિસ્ટમ (સૂર્ય અને પૃથ્વી)નાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ અને પ્રતિઆકર્ષણનું ક્ષેત્ર સર્જે છે. આ સ્થાન એવું હોય છે જ્યાં અંતરિક્ષ યાન છોડી શકાય અને ઇંધણની પણ બચત કરી શકાય છે. જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.

આ રીતે પૃથ્વી અને સૂર્ય વચ્ચે કુલ પાંચ લેગ્રન્જ પૉઇન્ટ છે. પરંતુ ઇસરો આદિત્ય-L1 ને લેગ્રન્જ પૉઇન્ટ-1 પર જ માટે મોકલી રહ્યું છે. ચાલો સમજીએ આ પાંચ લેગ્રન્જ પોઇન્ટને.

 

  • L-1 :- એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના દસમા ભાગ જેટલું પૃથ્વીથી દૂર છે. એટલે કે લગભગ 15 લાખ કિલોમિટર દૂર છે. જ્યાંથી સૂર્ય પર સારી રીતે નજર રાખી શકાય છે.
  • L-2 :-  આ પૃથ્વીની પાછળ હોવાથી સૂર્ય વિશે સંશોધન કરવું મુશ્કેલ બને, કેમકે સીધી રેખામાં પૃથ્વી જ સૂર્યની આડે આવે.
  • L-3:- આ સૂર્યની પાછળ અને એકદમ સામે છેડે છે, જેથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.
  • L-4 અને L-5 :- આ બન્ને પોઇન્ટ  પૃથ્વી થી ખૂબ દૂર છે. જેથી ત્યાં પહોંચી શકવું ખુબ જ મુશ્કેલ છે. તેથી ઇસરો તેથી આદિત્ય-L1 ને L-1 પૉઇન્ટ પર મોકલી રહ્યું છે.

આદિત્ય-L1 મિશન એ સૂર્ય વિશે કરવી રીતે સંશોધન કરશે?

આદિત્ય-L1 એ સાત પ્રકારનાં ઉપરકરણોથી સજ્જ છે. જે માંથી ચાર ઉપકરણો સતત સૂર્યની દિશામાં કામ કરશે અન્ય ત્રણ ઉપકરણો લેગ્રન્જ પૉઇન્ટ 1 નજીકની સ્થિતિનું વિશ્લેષણ કરશે અને માહિતી ઇસરોને મોકલશે. તો ચાલો જાણીએ કે આ ઉપકરણો દ્રારા આદિત્ય-L1 શું સંશોધન કરશે.

  • આ આદિત્ય-L1 પેલોડ્સ યાનમાં ચાર રિમોટ સેન્સિંગ રાખવામાં આવ્યા છે. જે સૂર્યનું અવલોકન કરી શકાય તેવા કોરોનોગ્રાફ, સૌર અલ્ટ્રા-વાયોલેટ ઇમેજિંગ માટેનું ટેલિસ્કોપ, સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઓછી એક્સ-રે જેવી ઓછી ઊર્જા માટેનું સ્પેક્ટ્રોમીટર અને ઉચ્ચ કક્ષાની ઊર્જા માટેનું એક્સ-રે સ્પેક્ટ્રોમીટર દ્રારા સૂર્યની સપાટીના રહસ્યો જાણી શકાય.
  • આ આદિત્ય-L1 પેલોડ્સ યાનમાં રાખેલ યંત્રો કોરોનાનું તાપમાન, કોરોનામાંથી કેટલું દળ છૂટું થયું, પ્રિ-ફ્લેર્સ, ફ્લેર વખતની સ્થિતિ, તેની પ્રોપર્ટીઝ, અવકાશના વાતાવરણમાં થતા ફેરફારો, મૉલેક્યુલ્સ અને પ્રવર્તમાન સ્થિતિનું આમ વિવિધ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવશે.
  • સૂર્યના કોરોનાની સ્થિતિનું અવલોકન કરવું, તેની ગરમીની પદ્ધતિ અને કોરોનાનું તાપમાન, ગતિ અને પ્લાઝ્માની ઘનતાનું અવલોકન કરવું. કોરોનાનું ઉત્સર્જન થાય તેની ગતિશીલતા, તેમની અસરો અને તેના કારણે સર્જાનારા પરિબળોની પણ ચકાસણી કરાશે, સૂર્યની આસપાસના ચુંબકીય ક્ષેત્રની અસર અને સૌર પવનની ઉત્પત્તિ, તેમની ગતિ અને તેમની સ્થિતિની પણ ચકાસણી કરવી.
  • સૂર્યના ક્રોમોસ્ફિયર અને કોરોનામાં થતા ફેરફારોનું વિશ્લેષણ કરવું.
  • સૌર પવનના કણોનું નિરિક્ષણ, પ્લાઝ્મા એનેલાઇઝર, આધુનિક ત્રિઅક્ષીય ઉચ્ચ રિઝોલ્યુશન ડિજિટલ મૅગ્નેટોમીટર પણ હશે. જે આ આદિત્ય-L1 પેલોડ્સ યાનનું નિરક્ષણ કરશે.
  • આ ઉપકરણો સૂર્યની ગરમી, ત્યાં હાજર પ્લાઝ્મા, સૂર્યની સપાટી પર ઉદ્ભવતા સૌર પવનો અને તેની જ્વાળાઓનું વિશ્લેષણ કરવું.

સૂર્યનો કોરોના શું છે?

કોરોના નામ સાંભળીએ એટલે આપણને કોરોના રોગની યાદ આવે છે. લોકોનો મનમાં વિચાર આવે કે શું હવે સૂર્ય પર કોરોના છે એવું નથી. સૂર્યનો કોરોના એટલે સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ જેને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. કોરોના સામાન્ય રીતે સૂર્યની સપાટીના તેજસ્વી પ્રકાશથી છુપાયેલો હોય છે. જેને ખાસ સાધનોનો ઉપયોગ કર્યા વિના જોવું ખુબ જ મુશ્કેલ છે. સૂર્યના કોરોનાને સૂર્યગ્રહણ દરમિયાન જોઈ શકાય છે.


આદિત્ય એલ 1 મિશન લોન્ચ કયારે થશે?

વિવિધ દેશોની સ્પેસ એજન્સીઓ દ્વારા સૂર્ય મિશન કરવામાં આવ્યા છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે. પરંતુ ભારતનું આ પ્રથમ સૂર્ય મિશન છે. આ આદિત્ય એલ 1 મિશન 2 સપ્ટેમ્બરના 2023 ના રોજ લૉન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. જેનું લોંચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે.


આદિત્ય એલ 1 ને L1 સુધી પહોંચતા કેટલો સમય લાગશે.

પૃથ્વી થી સૂર્ય વચ્ચેનું અંતર 150 મિલિયન કિલોમીટર છે. અને આ Aditya L1 mission એ Lagrangian 1 સુધી જવાનું છે. જેમાં આ L1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. જેમાં આદિત્ય એલ 1 ને L 1 સુધી પહોંચતા લગભગ 4 મહિના જેટલો સમય લાગશે.


આ પણ વાંચો:- 

ચંદ્ર પર જમીન : ચંદ્ર પર કેવી રીતે ખરીદવી જમીન?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, જાણો સંપૂર્ણ જાણકારી.


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.આદિત્ય L1 2023 ક્યારે લોન્ચ થશે.

આદિત્ય એલ 1 મિશન 2 સપ્ટેમ્બરના 2023 ના રોજ લૉન્ચ કરવામાં આવેશે.

2.શું આદિત્ય L1 સૂર્ય પર ઉતરશે?

આદિત્ય L1 એ પથ્વી પર પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે

3.આદિત્ય મિશનમાં L1 શું છે?

જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.

4.આદિત્ય-L1 ક્યાં સુધી જશે?

પૃથ્વી અને સૂર્ય વચ્ચે આમ કુલ પાંચ Lagrangian પોઈન્ટ આવેલ છે. જેમાં ઇસરો એ પોતાનું આદિત્ય એલ 1 મિશન L-1 સુધી તેને મોકલશે. જે L-1 નું અંતર પૃથ્વી 1.5 મિલિયન કિલોમીટર છે. એટલે કે મિશન L-1 ની આસપાસ પ્રભામંડળ ની ભ્રમણકક્ષામાં સ્થિત થશે. અને ત્યાં દૂરથી જ સૂર્ય વિશે સંશોધન કરશે. તે ચંદ્રાયનની જેમ સૂર્ય પર નહીં જાય.

5.અવકાશમાં L1 શું છે?

જો લેગ્રન્જ પૉઇન્ટ ને સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા જયાં જઈને વસ્તુ સ્થિર થઈ જાય.

6.પૃથ્વી પરથી L1 ક્યાં છે?

પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે.

7.સૂર્યનો કોરોના શું છે?

સૂર્યનો કોરોના એટલે સૂર્યના વાતાવરણનો સૌથી બહારનો ભાગ જેને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. કોરોના સામાન્ય રીતે સૂર્યની સપાટીના તેજસ્વી પ્રકાશથી છુપાયેલો હોય છે. જેને ખાસ સાધનોનો ઉપયોગ કર્યા વિના જોવું ખુબ જ મુશ્કેલ છે. સૂર્યના કોરોનાને સૂર્યગ્રહણ દરમિયાન જોઈ શકાય છે.

8.L1 પૃથ્વીથી KM માં કેટલું દૂર છે?

પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિલોમીટર છે

9.આદિત્ય એલ 1 ને L1 સુધી પહોંચતા કેટલો સમય લાગશે.

આદિત્ય એલ 1 ને L1 સુધી પહોંચતા લગભગ ચાર મહિના સુધીનો સમય લાગશે.

10.આદિત્ય-L1 નું પૂરું નામ શું છે?

સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા-વર્ગનું ભારતીય સોરી મિશન.


મિત્રો અહીં અમે તમને આદિત્ય-L1 મિશન વિશે માહિતી આપી છે, તેથી અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ જો તમે આદિત્ય-L1 મિશન વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો ISRO ની અધિકારીક વેબસાઈટની મુલાકાત લો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “મિશન સૂર્યાયન : ઇસરો હવે સૂર્ય મિશન આદિત્ય-L1 મિશન લોન્ચ કરશે, જે સૂર્ય વિશે સંશોધન કરશે.”

Leave a Comment

Exit mobile version