Anubandham Portal : હવે ઘરે બેઠા અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લમાં નોકરી મેળવો

તમે શું નોકરીની રાહ જોઈ રહ્યા છો અથવા તમારે નોકરી નોકરી મેળવવી છે તો તમે હવે Anubandham Portal પર રજીસ્ટ્રેશન કરીને તમે વિવિધ જગ્યાએ નોકરી મેળવી શકો છો.

મિત્રો તો ચાલો જાણીએ કે, અનુબંધમ પોર્ટલ શું છે?, અનુબંધમ પોર્ટલ પર કયા લોકોને નોકરી મળે છે?, અનુબંધમ પોર્ટલ પર નોકરી કેવી રીતે મળે છે?, અનુબંધમ પોર્ટલ દ્રારા શું લાભ મળે છે?, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? અને Anubandham Portal પર રજીસ્ટ્રેશન કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો. તો આ લખેને અંત સુધી વાંચો.



અનુબંધમ પોર્ટલ શું છે?

અનુબંધમ પોર્ટલ એ ગુજરાત સરકારના Department of Labour and Employment, Government of Gujarat દ્રારા ચાલવામાં આવે છે. જેને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્રારા “રોજગાર દિવસ” ના દિવસે “Anubandham Portal” નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

આ “Anubandham Portal” પર રાજ્યના એવા બેરોજગાર નાગરિકો કે જેમને નોકરીની જરૂર છે અને સામે એવી કંપનીઓ કે પછી જેમને નોકરી માટે લોકોની જરૂર છે. તેમને આ “Anubandham Portal” દ્રારા સંકલન કરવામાં આવે છે. જેથી રાજ્યના જે યુવાનને નોકરીની જરૂર છે તેને નોકરી મળી રહે અને સાથે સામે વાળી કંપની કે પછી કોઈ વ્યક્તિને સારા લોકોની જરૂર છે. તે મળી રહે.

આ પોર્ટલ નોકરી મેળવવા માંગતા યુવાનો અને નોકરીદાતાઓ(કોઈ મોટી કંપની, કોઈ સરકારી વિભાગ કે અન્ય વ્યક્તિ) જે નોકરી આપવા માંગે છે તે બન્ને માટે છે.


Anubandham Portal પર કયા લોકોને નોકરી મળે છે?

આ પોર્ટલ દ્રારા માત્ર ભણેલા લોકોને જ નોકરી મળશે એવુ નથી. આ “Anubandham Portal” દ્રારા રાજ્યના અભણ લોકો પોતાની આવત મુજબ નોકરી મેળવી શકે ઉપરાંત રાજ્યના શિક્ષત બેરોજગાર યુવાઓ પણ નોકરી મેળવી શકે છે.


અનુબંધમ પોર્ટલ પર નોકરી કેવી રીતે મળે છે?

તમને મનમાં પ્રશ્ન થતો હશે કે, આજ ના સમયમાં આટલા બધા બેરોજગાર યુવાનો નોકરી માટે આટલી બધી તૈયારી કરે છે તો પણ તેમને નોકરી નથી મળતી તો પછી અનુબંધમ પોર્ટલ કેવી રીતે નોકરી આપશે. ચાલો સમજીએ.

 

મિત્રો અનુબંધમ પોર્ટલ એ તમને સીધી નોકરી આપતું નથી. જે રીતે પંડિત એક છોકરા અને છોકરીના લગ્ન કરાવે છે તે રીતે આ Anubandham Portal તે પણ તમને નોકરી અપાવવા માટે પંડિતનુ કામ કરશે.

 

હવે જે આ “Anubandham Portal” છે તેમાં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં અભણ લોકો પોતાની આવત મુજબ અને શિક્ષત બેરોજગાર યુવાઓએ કેટલો અભ્યાસ કરેલ છે તે ડોકયુમેન્ટ આપવાના રહેશે.

 

હવે તમે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરશો એટલે તમારી તમામ માહિતી આ “અનુબંધમ પોર્ટલ” પર સ્ટોર થઈ જશે.

 

હવે જયારે કોઈ કંપની કે કોઈ વ્યક્તિને કર્મચારીઓની જરૂર પડશે. ત્યારે તે કંપનીનો માલિક, કોઈ અન્ય વ્યક્તિ કે કોઈપણ સરકારી વિભાગ આ “અનુબંધમ પોર્ટલ” પર આવશે.

 

જયાં તેમને તમારી માહિતી મળશે. અને તે તમારી માહિતી જોશે અને જો તમને તેમના માટે લાયકાત છો તો તેમના દ્રારા તમને જાણ કરવામાં આવશે.

 

હવે જે તે કંપની કે સરકારી વિભાગ દ્રારા ઓનલાઇન કે પછી તમારા આજુબાજુ માં આવેલ શહેર કે કોઈ વિસ્તારમાં રોજગાર મેળો લગાવવામાં આવશે જયાં તમને બોલાવામાં આવશે જયાં તમારી ઇન્ટરવ્યૂ કે પરીક્ષા લેવામાં આવશે. અને તમને નોકરી આપવામાં આવશે.


અનુબંધમ પોર્ટલ ના ફાયદા શું છે?

ગુજરાતના બેરોજગાર યુવાઓને અનુબંધમ પોર્ટલ થી અનેક ફાયદાઓ છે, જે નીચે મુજબ છે.

  • આ પોર્ટલની મદદથી નોકરી મેળવવા માંગતા બેરોજગાર યુવાનોને ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે.
  • હવે લોકોને રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી.
  • ફિલ્ડર અને ક્વિક સર્ચની સુવિધાઓથી સ્કિલ્ડ યુવાનો રાજ્યના કોઈપણ જિલ્લામાં પોતાના માટે નોકરી મેળવી શકશે.
  • બેરોરોજગાર યુવાનોની લાયકાત મુજબ નોકરી માટેનું મેચિંગ કરી શકાય છે.
  • પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ યુવાનો મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલની મદદ થી નોકરીના સ્થળના ઇન્ટરવ્યૂહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્રારા મેળવી શકશે.
  • અનુબંધમ પોર્ટલ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઈઝ મેચમેકિંગ, શેડ્યૂલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્રારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • નોકરીદાતાની આ પોર્ટલ દ્રારા વિશાળ ડેટાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • આ પોર્ટલના માધ્યમ દ્રારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
  • આ પોર્ટલમાં માત્ર એક વખત અરજી(રજીસ્ટ્રેશન) કરવાનું રહે છે.
  • અનુબંધમ પોર્ટલ દ્રારા નોકરીદાતાઓને જે નોકરી માટે લોકોની ભરતી કરવા માટે જે વિવિધ જાહેરાત પાછળ ખર્ચ કરતા હતા તેમાંથી મુક્ત થશે.

આ પણ વાંચો:-

સરકારી યોજનાઓની યાદી:- જાણો ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવતી યોજનાઓ.


અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટેના ડોક્યુમેન્ટ?

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને કરવાના હોય છે, તે માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને ના અલગ- અલગ ડોક્યુમેન્ટ જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન ઓનલાઇન વેબસાઈટમાં અપલોડ કરવાનાં હોય છે. જે નીચે આપેલા છે. આ પ્રમાણપત્રો ફક્ત આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી છે.

  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ  (આ માંથી કોઈપણ એક).
  • જે શિક્ષણ મેળવેલ હોય તેની માર્કશીટ.
  • અભણ લોકો માટે અનુભવ અંગેનું પ્રમાણપત્ર.
  • Email Id (ચાલુ હોય તેવું).
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

રાજ્યના જે મિત્રો નોકરી મેળવવા માંગે છે અને જે કંપની, કે અન્ય વ્યક્તિ નોકરી આપવા માંગે છે તેમને સૌ પ્રથમ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન બે  પ્રકારના હોય છે. જેમાં (1) Job Seeker login – (જે નોકરી મેળવવા માંગે છે. અને (2) Job Provide Login (જે જોબ આપવામાં માંગે છે.). તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ચાલો જાણીએ.

Job Seeker online Registration કેવી રીતે કરવું?

નોકરી મળવવા ઈચ્છા નાગરિકોએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?, તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે Google Search Bar માં જઈને “અનુબંધમ” ટાઈપ કરવું.
  • હવે તમારી સામે અનુબંધમ પોર્ટલની અધિકારીક વેબસાઈટ ખુલીને આવશે. જેના પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ અનુબંધમ પોર્ટલનુ હોમ પેજ જોવા મળશે, જે હોમ પેજ પર આપેલ “Register” બટન પર ક્લિક કરવું.
  • હવે તેમાં તમને બે વિકલ્પ જોવા મળશે જેમાં તમે જો નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે પોતાની “ઈમેઈલ આઈડી” અથવા મોબાઈલ નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • હવે OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી માગ્યા મુજબ ઓનલાઈન ભરવાની રહેશે.
  • હવે ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે. અને આ રજીસ્ટ્રેશન સબમિટ કરવાનું રહેશે.

Job Provider Registration કેવી રીતે કરવું?

નોકરી દાતાઓએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?, તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે Google Search Bar માં જઈને “Anubandham Portal” ટાઈપ કરવું.
  • હવે તમારી સામે અનુબંધમ પોર્ટલની અધિકારીક વેબસાઈટ ખુલીને આવશે. જેના પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ અનુબંધમ પોર્ટલનુ હોમ પેજ જોવા મળશે, જે હોમ પેજ પર આપેલ “Register” બટન પર ક્લિક કરવું.
  • હવે તેમાં તમને બે વિકલ્પ જોવા મળશે જેમાં તમે જો નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Provider/Employers” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે તમારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને, મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • હવે OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  • હવે ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ પૂરી માહિતી ભરવાની રહેશે. અને આ રજીસ્ટ્રેશન સબમિટ કરવાનું રહેશે.

Anubandham Portal Helpline Number

પ્રિય મિત્રો અહીં અમે તમને Anubandham Portal વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ મિત્રો જો તમને Anubandham Portal વિશે વધુ માહિતી જોઈએ છે તો તમે નીચે આપેલ હેલ્પલાઈન પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો.

Anubandham Portal Helpline Number +91 6357390390
office Address Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar,  Gujarat-382010

Anubandham Portal માટેની મહત્વપૂર્ણ લિંક

અનુબંધમ પોર્ટલ અહીં ક્લિક કરો.
Anubandham Mobile Application અહીં ક્લિક કરો.
આવી માહિતી જાણવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.અનુબંધમ પોર્ટલ શું છે?

જવાબ:- એવા બેરોજગાર નાગરિકો કે જેમને નોકરીની જરૂર છે અને સામે એવી કંપનીઓ કે પછી જેમને નોકરી માટે લોકોની જરૂર છે. તેમને આ “Anubandham Portal” દ્રારા સંકલન કરવામાં આવે છે

 

2.અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કોણ કરી શકે છે?

જવાબ:- જેમને નોકરીની જરૂર છે અને સામે એવી કંપનીઓ કે પછી જેમને નોકરી માટે લોકોની જરૂર છે. તે બન્ને વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી શકે છે.

 

3.Anubandham Portal Helpline નંબર

જવાબ:- +91 6357390390

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment

Exit mobile version