ગોપાલક લોન સહાય યોજના 2023 | Gopalk Loan Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના દ્વારા લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ગોપાલક લોન સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે ગોપાલક લોન સહાય યોજના શું છે?, ગોપાલક લોન સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલી લોન મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ગોપાલક લોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.



ગોપાલક લોન સહાય યોજના શું છે?| ગુજરાત ગોપાલક વિકાસ નિગમ

ગોપાલક લોન સહાય યોજના એ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્રારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના ભરવાડ અને રબારી સમાજના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભરવાડ અને રબારીના લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે જેમાં કોઈ પ્રકારનો નાનો ધંધો ચાલુ કરવા માટે લોન, શિક્ષણ માટે લોન, પશુપાલન માટે લોન, વાહન ખરીદવા માટે લોન, માઈક્રો ફાઈનાન્સ લોન, મહિલા માટે લોન(નવી સ્વર્ણીમાં યોજના), સ્વયં સક્ષમ યોજના અને મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ આમ વિવિધ પ્રકારની લોન આપવામાં આવે છે.


ગોપાલક લોન સહાય યોજનાનો હેતુ શું છે?

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્‍ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્‍યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્‍યવસાયને કારણે ઘણા વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો નો વિકાસ થઈ શકે એટલે કે રબારી તથા ભરવાડ સમાજ બીજી જાતિઓની સરખામણીમાં આવી શકે અને આત્મનિર્ભર બને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


ગોપાલક લોન સહાય યોજના હેઠળ કયા લોકોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના જે લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના માટે વિવિધ લોન માટે વિવિધ ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ લોકોને આ યોજના હેઠળ લોન મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

ખાસ નોંધ:- આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતમાં વસતા રબારી અને ભરવાડ સમાજના લોકોને જ મળશે.

 

(1) નાના ધંધા માટેની, પશુપાલન લોન માટેની, મહિલા લોન માટેની, માઇક્રોફાઇનાન્સ લોન માટેની, મહિલા સમૃદ્ધિ યોજના લોન માટેની, સ્વયં સક્ષમ યોજના હેઠળ લોન માટેની પાત્રતા

  • જે વ્યક્તિની ઉંમર 21 થી 45 વર્ષ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ છે તેમને આ યોજનાનો લાભ મળશે.

 

(3) વાહન ખરીદવા લોન માટેની પાત્રતા

  • જે વ્યક્તિની ઉંમર 21 થી 45 વર્ષ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિ પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ છે તેને આ યોજનાનો લાભ મળશે.

 

(4) ઉચ્ચ શિક્ષણ લોન માટેની પાત્રતા

  • જે વ્યક્તિની ઉંમર 17 થી 45 વર્ષ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ છે તેમને આ યોજનાનો લાભ મળશે.

 

(8) સ્વયં સક્ષમ યોજના હેઠળ લોન

  • જે વ્યક્તિની ઉંમર 18 થી 35 વર્ષ છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ છે તેમને આ યોજનાનો લાભ મળશે.

ગોપાલક લોન સહાય યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે.

અહીં Gopalk Loan Sahay Yojana હેઠળ મળતી લોન વિવિધ વ્યવસાય મુજબ અલગ-અલગ છે અને તેના પર વ્યાજ દર પણ અલગ-અલગ છે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

લોનનું નામ  આપવામાં આવતી લોન તે લોન પરનો વ્યાજ દર 
નાના ધંધા માટે લોન રૂ.2,00,000/- લાખ સુધીની લોન વાર્ષિક 6% વ્યાજ દર
પશુપાલન માટે લોન રૂ.1,30,000/- લાખ સુધીની લોન વાર્ષિક 6% વ્યાજ દર
વાહન ખરીદવા માટે લોન રૂ.2,00,000/- લાખ સુધીની લોન વાર્ષિક 6% વ્યાજ દર
ઉચ્ચ શિક્ષણ માટે લોન રૂ.15.00/- લાખ સુધીની લોન છોકરાઓ માટે વાર્ષિક 4% અને છોકરીઓ માટે 3.5% વ્યાજ દર
મહિલાઓ માટે લોન (નવી સ્વર્ણીમાં યોજના) રૂ.2,00,000/- લાખ સુધીની લોન વાર્ષિક 5% વ્યાજ દર
માઈક્રો ફાઈનાન્સ લોન રૂ.1,25,000/- લાખ સુધીની લોન વાર્ષિક 5% વ્યાજ દર
સ્વંય સક્ષમ યોજના હેઠળ લોન રૂ.5,00,000/- લાખ સુધીની લોન વાર્ષિક 6% વ્યાજ દર
મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ લોન રૂ.1,25,000/- લાખ સુધીની લોન વાર્ષિક 4% વ્યાજ દર

ગોપાલક લોન સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Gopalk Loan Sahay Yojana નો લાભ લેવા માટે  ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે વિવિધ લોન માટે વિવિધ ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો. જે ડોક્યુમેન્ટ નીચે આપેલ છે.

(1) નાના ધંધા લોન દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • જે વ્યવસાય કરવાનો હોય તેનો પ્રોજેકટ રીપોર્ટ
  • પ્રોજેકટ રીપોર્ટ મુજબ થનાર ખર્ચના ભાવપત્રક
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(2) પશુપાલન માટે લોન

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(3)વાહન ખરીદવા માટે લોન

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • વાહનનું કોટેશન
  • લાયન્સની નકલ (પેસેન્જર રીક્ષા માટે બેઝ અને લોર્ડિંગ વાહન માટે ટ્રાન્સપોર્ટ લાયસન્સ)
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(4) ઉચ્ચ શિક્ષણ યોજનાઃ-

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીને આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ACPUGMEC, ACPC જેવા સરકારી પ્રવેશ સમિતિ મારફતે મળેલ એડમીશન લેટર બોનાફાઇલ સર્ટીફીકેટની નકલ
  • થનાર ખર્ચની વિગતો સંસ્થાના લેટર ઉપર રજુ કરવી
  • હોસ્ટેલ (રહેવા-જમવા)ના ખર્ચની વિગતો
  • સંસ્થાને મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર નકલ

 

(5)મહિલા માટે લોન નવી સ્વર્ણિમા યોજનાઃ-

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો –
  • ઉંમરનો પુરાવો
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(6)માઇક્રોફાઇનાન્સ લોન

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(7)મહિલા સમૃદ્ધિ યોજના લોન

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો
  • ઉંમરનો પુરાવો
  • બી.પી.એલ હોય તો તેનો દાખલો
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

 

(8) સ્વયં સક્ષમ યોજના હેઠળ લોન

  • આધારકાર્ડ.
  • રેશનકાર્ડ.
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી – ભરવાડ જાતિના હોવા અંગેનો જાતિનો દાખલો.
  • ઉંમરનો પુરાવો.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • જે વ્યવસાય કરવાનો હોય તેનો પ્રોજેકટ રીપોર્ટ.
  • પ્રોજેકટ રીપોર્ટ મુજબ થનાર ખર્ચના ભાવપત્રક.
  • વ્યવસાયિક પ્રમાણપત્રની નકલ.
  • બી.પી.એલ. હોય તો તેનો દાખલો.
  • વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર.

આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના :- આ યોજના હેઠળ મળશે રૂપિયા 50,000/- હજાર થી 10/- લાખ સુધીની લોન.


ગોપાલક લોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

મિત્રો Gopalk Loan Sahay Yojana યોજનામાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમ હેઠળ ચાલતી વિવિધ 8 લોન યોજનામાં તમારે જે યોજનામાં ફોર્મ ભરવુ હોય તેના માટેની નીચે અલગ-અલગ યોજના પ્રમાણે લિંક આપેલ છે જેના પર ક્લિક કરીને તે યોજનામાં ફોર્મ ભરી શકો છો.

ખાસ નોંધ:- જો તમને અરજી કરતા આવડતુ હોય તો જ કરવું જો ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (તમારાથી બની શકે ત્યાં સુધી ઓનલાઇન ફોર્મ ભરાવવું. જાતે ના ભરવુ)

 

સ્વંય સક્ષમ યોજના હેઠળ લોન અહીં ક્લિક કરો.
મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ લોન અહીં ક્લિક કરો.
લોનનુ નામ  તે લોનમાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
નાના ધંધા માટે લોન અહીં ક્લિક કરો.
પશુપાલન માટે લોન અહીં ક્લિક કરો.
વાહન ખરીદવા માટે લોન અહીં ક્લિક કરો.
ઉચ્ચ શિક્ષણ માટે લોન અહીં ક્લિક કરો.
મહિલાઓ માટે લોન (નવી સ્વર્ણીમાં યોજના) અહીં ક્લિક કરો.
માઈક્રો ફાઈનાન્સ લોન અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ગોપાલક લોન સહાય યોજના કોના દ્રારા ચલાવવામાં આવે છે?

જવાબ:- Gopalk Loan Sahay Yojana એ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્રારા ચલાવવામાં આવે છે.

 

2.ગોપાલક લોન સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ:- Gopalk Loan Sahay Yojana નો લાભ ગુજરાતમાં વસતા ભરવાડ અને રબારી સમાજને આપવાનો છે.

 

3.ગોપાલક લોન સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી?

જવાબ:- Gopalk Loan Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version