માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, માનવ ગરિમા યોજના.

 

તો ચાલો જાણીએ કે માનવ ગરિમા યોજના  શું છે?, માનવ ગરિમા યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને માનવ ગરિમા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

માનવ ગરિમા યોજના

“Social Justice And Empowerment Department Gujarat” દ્રારા ચલાવવામાં આવતી “માનવ ગરિમા યોજના” હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને નવા ધંધા અને રોજગાર માટે તક મળી રહે તે માટે આવડત પ્રમાણે વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવશે. આમ “માનવ ગરિમા યોજના” હેઠળ લોકોને અલગ-અલગ પ્રકારના સાધનોની કીટ આપવામાં આવે છે.

 

માનવ ગરિમા યોજનાનો હેતુ શું?

સમાજમાં આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને “માનવ ગરિમા યોજના” હેઠળ જુદા-જુદા સાધનો મેળવીને પોતાનો ધંધા કરીને સ્વરોજગારી મેળવી શકે તે પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે.

 

માનવ ગરિમા યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર  18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્રારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.

 

માનવ ગરિમા યોજનામાં મળવાપાત્ર સહાય?

Manav Garima Yojana હેઠળ રાજ્યના નાગરિકો વ્યવસાય કરવા માટે પોતાની આવડત મુજબ અલગ-અલગ પ્રકારના સાધનો સહાય સ્વરૂપે આપવમાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતના આધારે રૂપિયા 25000/- સુધીની મર્યાદામાં ટૂલ કીટ આપવમાં આવશે. આમ માનવ ગરિમા યોજના હેઠળ લાભાર્થીને વ્યવસાય કુલ-28 પ્રકારના સાધન ટૂલ કીટ આપવમાં આવશે.

જેમ કે, કોઈ દરજી કામ કરે છે તો તેને સિલાઈ મશીન આપવામાં આવે છે, જો કોઈ કુંભારી કામ કરે છે તો તેમને કુંભારી કામના સાધનો આપવામાં આવે છે. આમ વિવિધ પ્રકારના આવડત પ્રમાણે 28 પ્રકારના સાધનો આપવામાં આવે છે.

 

માનવ ગરિમા યોજના હેઠળ મળતી ટૂલ કીટ લિસ્ટ.

માનવ ગરિમા યોજના હેઠળ વ્યવસાય કરવા માટે અલગ-અલગ સાધનો સહાય સ્વરૂપે આપવમાં આવે છે.વ્યક્તિના રસ અને આવડતના આધારે અનુકૂળ ટૂલ કીટ આપવમાં આવશે. માનવ ગરિમા યોજના હેઠળ લાભાર્થીને વ્યવસાય કુલ-28 પ્રકારના સાધન ટૂલ કીટ આપવમાં આવશે. જે નીચે મુજબ છે.

 

  • વાહન સર્વિસ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજી કામ
  • કડીયા કામ
  • સેન્ટીંગ કામ
  • ભરત કામ
  • કુંભારીકામ
  • ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી
  • વેલ્ડીગ કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સૂપડા કામ
  • દૂધ-દહીં વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણાં, ગરમ, વેચાણ
  • મસાલા મિલ
  • ફ્લોર મિલ
  • પંચર કીટ
  • રૂ ની દિવેટ બનાવવી
  • મોબાઈલ રીપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીસ બનાવટ માટે સાધન
  • હેર કટિંગ
  • રસોઈકામ માટે પ્રેસર કુકર

 

માનવ ગરિમા યોજનામાં આવક મર્યાદા

Manav Garima Yojana નો લાભ લેવા માટે આવક મર્યાદા નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએ નહીં.
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએ નહીં.

ખાસ નોંધ:- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

 

માનવ ગરિમા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Manav Garima Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • અરજદારનું આધારકાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો(જેમ કે વીજળી બિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ માંથી કોઈ પણ)
  • અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
  • અરજદારની વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાંનું પ્રમાણપત્ર
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરી પત્રક (નીચે આપેલ છે, ત્યાંથી તમે ડોઉનલોડ કરી શકો છો)
  • અરજદારના ફોટો

 

માનવ ગરિમા યોજના ફોર્મ pdf

મિત્રો અહીં Manav Garima Yojana નું ફોર્મ એટલે કે બાંહેધરી પત્ર અને એકરારનામું ફોર્મની જરૂર પડશે જે તમે નીચે આપેલ લિંક પરથી ડોઉનલોડ કરી શકો છો

માનવ ગરિમા યોજના ફોર્મ pdf અહીં ક્લિક કરો.

 

માનવ ગરિમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Manav Garima Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમે જાતે પણ કરી શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ તમારે ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે.
  • હવે તમારે ગૂગલમાં જઈને e-samaj Kalyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે e-samaj Kalyan Portal ની વેબસાઈટ ખુલીને આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે આ e-samaj Kalyan Portal વેબસાઈટnu હોમ પેજ ખુલીને આવશે.
  • હવે જો તમે પહેલા કોઈ દિવસ આ e-samaj Kalyan Portal અરજી કરી નથી તો તમારે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન થવું પડશે.
  • હવે તમારી સામે યોજનાઓનું લિસ્ટ ખુલીને આવશે જેમાં તમારે “Manav Garima Yojana” પર ક્લિક કરવાનું રહેશે.
  • ફરી તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે જેમાં આ યોજનાનું ફોર્મ ખુલીને આવશે.
  • આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે અને તે માહિતીને સેવ કરવાની રહેશે.
  • પછીના સ્ટેપમાં તમારે ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફોર્મ કર્યા પછી તમારી સામે અરજી નંબર આવશે જેને તમારે તેની પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે.
  • હવે તમારી કરેલી અરજી જો પાસ થશે તો તમને સરકારી દ્રારા જાણ કરવામાં આવશે અને તમને તમે જે પ્રકારની અરજી કરી હશે તે પ્રકારની ટૂલ કીટ આપવામાં આવશે.

 

માનવ ગરિમા યોજના Status

પ્રિય મિત્રો Manav Garima Yojana માં અરજી કર્યા પછી તમારી અરજી પાસ થઈ છે કે નહીં તે પણ તમે ઓનલાઇન ચક કરી શકો છો, તેથી નીચે આપેલ લિંક પર ક્લિક કરી અને ત્યાં તમારી અરજી નંબર નાખીને તમે માનવ ગરિમા યોજના Status ચેક કરી શકો છો.

 

માનવ ગરિમા યોજના હેલ્પલાઇન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે e-Samaj Kalyan Portal પર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

 

માનવ ગરિમા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Manav Garima Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળે?

જવાબ :- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

 

2.માનવ ગરિમા યોજનામાં લાભ લેવા માટે શું કરવું ?

જવાબ :- આ યોજનાનો લાભ લેવા માટે ઇ-સમાજ કલ્યાણી પોર્ટલ પર જઇને માનવ ગરીમા યોજનાનું Online ફોર્મ ભરવાનું રહે અને તેમાં જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

 

3. માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી છે ?

જવાબ :- હાલમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬,૦૦,૦૦૦/- છે.

 

4.માનવ ગરિમા યોજના હેઠળ કેટલી રકમની ટુલ કીટ્સ મળે?

જવાબ :- હાલમાં આ યોજના અંતર્ગત રૂ.૨૫,૦૦૦ની મર્યાદામાં ટુલ કીટ્સ આપવામાં આવે છે.

 

5.માનવ ગરિમા યોજનામાં એક કુટુંબના કેટલા વ્યક્તિને લાભ મળે?

આ યોજના હેઠળ કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment

Exit mobile version