યુ વીન કાર્ડ યોજના । UWIN Card Yojana

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, યુ વીન કાર્ડ યોજના.

તો ચાલો જાણીએ કે UWIN Card Yojana શું છે?, યુ વીન કાર્ડ યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને યુ વીન કાર્ડ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


યુ વીન કાર્ડ યોજના શું છે?

UWIN Card Yojana એ Labour & Employment Department, Government of Gujarat દ્રારા ચાલવામાં આવે છે. આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રના ફેરિયા, પાથરણાવાળા કામદારો, ખેતશ્રમિક અને વિવિધ પ્રકારના કામદારોને આ UWIN Card દ્રારા વિવિધ પ્રકારની યોજનાઓની સહાય આપવામાં આવે છે.

uwin card નું પૂરું નામ છે. – Unorganised Workers’ Identification Number


યુ વીન કાર્ડ યોજનાનો હેતુ શું?

UWIN Card Yojana નો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રના વિવિધ કામદરોને આ યોજનાનો લાભ આ એક જ કાર્ડ દ્રારા મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


યુ વીન કાર્ડ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીની ઉંમર 18 થી 59 હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ અસંગઠિત કામદાર હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ના હોય તેવા વ્યક્તિને મળશે.
  • જે શ્રમિકોને પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય તેને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માંગતા વ્યક્તિનું બચત ખાતુ અથવા જનધન એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ.
  • જે લાભાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,20,000/- થી ઓછી હોવી જોઈએ.

અસંગઠિત ક્ષેત્રમાં કયા કામદારોનો સમાવેશ થાય છે?

આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપવામાં આવે છે. અહીં નીચે અસંગઠિત ક્ષેત્રના કામદારોનો સમાવેશ થાય છે. જેમાં તમે જોઈ શકો છો કે તમારો તેમાં સમાવેશ થાય છે કે નહિ.

  • દરજી
  • માળી
  • બીડી કામદારો
  • ફેરીયા
  • રસોઈયા
  • અગરિયા
  • ક્લીનર / ડ્રાઇવર
  • ગૃહ ઉદ્યોગ
  • લુહાર
  • વાળંદ
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • બ્યુટી પાર્લર વર્કર
  • કુંભાર
  • કર્મકાંડ
  • માછીમાર
  • કલરકામ
  • ખેતશ્રમિક
  • કડીયાકામ, સાથે કરતા મંજૂરી કામ મજૂરો
  • સુથાર, મિસ્ત્રી
  • લાકડું અથવા પથ્થર બાંધનાર
  • વાયરમેન
  • કુલીઓ
  • માનદવેતન મેળવનાર
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • ઘરેલું કામદારો
  • રત્ન કલાકારો

UWIN Card Yojana માં મળવાપાત્ર સહાય?

UWIN Card Yojana હેઠળ જુદા-જુદા પ્રકારની સહાય આપવામાં આવે છે. તે તમામ સહાયની માહિતી નીચે આપેલ છે.

યુ વીન કાર્ડ હેઠળ શિક્ષણ સહાય

UWIN Card Yojana હેઠળ શ્રમયોગીઓના બાળકોને વિનામૂલ્યે હોસ્ટેલમાં રહેવા તથા જમવાની સુવિધા સાથે પ્રાથમિક થી ઉચ્ચશિક્ષણ માટે હોસ્ટેલમાં રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવેશે.

યુ વીન કાર્ડ હેઠળ કાનુની સહાય

UWIN Card Yojana હેઠળ શ્રમયોગીઓને અકસ્માત વળતરના કોર્ટ કેસ લડવા માટે રૂપિયા 50,000 અને બીજા કોઈ અન્ય કોર્ટ કેસ માટે કેશ લડવા રૂપિયા 25,000 ની સહાય આપવામાં આવે છે.

યુ વીન કાર્ડ હેઠળ અકસ્માત સહાય

UWIN Card Yojana હેઠળ શ્રમયોગીઓને અકસ્માતથી થતાં અવસાનના કિસ્સામાં રૂપિયા 1 લાખ અને અકસ્માતથી અપંગતાના કિસ્સામાં રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવે છે.

યુ વીન કાર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે સહાય 

UWIN Card Yojana હેઠળ બાંધકામ શ્રમયોગીઓને વ્યસાયિક રોગોમાં રૂપિયા 3 લાખ સુધીની સારવાર આપવામાં આવશે સાથે સંપૂર્ણ અશક્તતા માટે પ્રતિમાસ રૂપિયા 3000 અને અંશત:અશક્તતા માટે રૂપિયક 1500 ની સહાય આપવામાં આવશે.

યુ વીન કાર્ડ હેઠળ ગંભીર બિમારીમાં સહાય

UWIN Card Yojana હેઠળ શ્રમયોગીઓને અને તેઓના પરિવારના સભ્યોની ગંભીર બિમારીની સારવાર માટે રૂપિયા 2 લાખ સુધી અને ખેતી શ્રમયોગીઓને હદય રોગ,કિડની,કેન્‍સર, એઈડસ જેવા જીવલેણ રોગમાં રૂપિયા 3 લાખની સુધી સારવાર સહાય આપવામાં આવે છે.

યુ વીન કાર્ડ હેઠળ વિવિધ તાલીમ માર્ગદર્શન 

UWIN Card ધરાવતા શ્રમયોગીઓનેકા પોતાની વિવિધ  નિપૂણતા ધરાવતા કામ માટેની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે.


આ પણ વાંચો:-

અટલ પેન્શન યોજના વિશે જાણો સંપૂર્ણ માહિતી.


યુ વીન કાર્ડ કઢાવવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

UWIN Card Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે યુ વીન કાર્ડ બનાવવાનું રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે આ કાર્ડ કઢાવી શકશો.

  • લાભાર્થીનું આધારાકાર્ડ.
  • લાભાર્થીનું બેંક પાસબુકની નકલ.
  • રેશનકાર્ડની નકલ.
  • આવકનું પ્રમાણપત્ર (જો લાભાર્થી BPL કાર્ડ ન ધરાવતા હોય તો તેવા શ્રમયોગીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે).
  • મોબાઈલ નંબર


યુ વીન કાર્ડ કેવી રીતે બનાવવું?

જે પણ લાભાર્થી વ્યક્તિ UWIN Card Yojana હેઠળ યુ વીન કાર્ડ બનાવવા માંગે છે. તેમને ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌ પ્રથમ લાભાર્થીએ UWIN Card Online Registration કરાવા માટે પોતાના નજીકના અને સંબંધિત CSC (કોમન સર્વિસ સેન્ટર) પર જવાનું રહેશે. (જ્યાં ઓનલાઇન કામગરી કરવા આવતી હોય ત્યાં)
  • હવે ત્યાં CSC (કોમન સર્વિસ સેન્ટર) દ્રારા ઉપર આપેલ ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં આવશે અને તમને UWIN Card બનાવી આપવામાં આવશે.
  • આ રીતે તમે તમારા ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ લઈને તમારા નજીકના CSC પર જઈને UWIN Card બનાવી શકો છો.

યુ વીન કાર્ડ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને UWIN Card Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા નજીકનાં CSC (કોમન સર્વિસ સેન્ટર) જેઈને વધુ માહિતી મેળવી શકો છો.


યુ વીન કાર્ડ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

તમારા નજીકમાં આવેલા CSC જોવા માટે અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.UWIN Card Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળશે.

2.UWIN Card યોજના માં શું સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં શિક્ષણ સહાય, કાનૂની સહાય, વિવિધ તાલીમ માર્ગદર્શન, ગંભીર બિમારીમાં સહાય, બાંધકામ શ્રમયોગીઓ માટે સહાય, અકસ્માત સહાય. આમ વિવિધ પ્રકારની સહાય આપવામાં આવશે.

3.યુ વીન કાર્ડ કેવી રીતે બનાવવું?

જવાબ :- જે પણ લાભાર્થી વ્યક્તિ UWIN Card Yojana હેઠળ યુ વીન કાર્ડ બનાવવા માંગે છે. તેમને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version