બંદર પર સિગ્નલ : જાણો વાવજોડા દરમિયાન બંદર પર કયા નંબરનું સિગ્નલ કયારે લગાવામાં આવે છે

બંદર પર સિગ્નલ : મિત્રો દેશમાં જયારે કોઈ વાવાજોડું આવે છે. ત્યારે તમે ટીવીમાં સમાચારમાં સાંભળતા હશો કે દરિયાકિનારે આટલા નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. તો તમને પ્રશ્ન હશે કે વાવાજોડા દરમિયાન બંદર પર કયા નંબરનું સિગ્નલ કયારે લગાવામાં આવે છે અને બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ શું છે. તો ચાલો જાણીએ બંદર પર સિગ્નલ વિશે સંપૂર્ણ માહિતી.


બંદર પર સિગ્નલ


બંદર પર સિગ્નલ શા માટે લગાવામાં આવે છે?

મિત્રો બંદર પર સિગ્નલ વાવાજોડા દરમિયાન કુલ 1 થી 12 નંબર સુધીના લગાવામાં આવે છે. જે સિગ્નલના આધારે દરિયામાં રહેલા માછીમારો અને દરિયાકિનારે રહેલા માછીમારો અને અન્ય લોકોને ખબર પડે કે જે વાવાજોડું આવે છે તેનાથી દરિયો કેટલો તોફાની બનશે અને તે વાવાજોડાનું સ્વરૂપ કેવું હશે. જેમ જેમ બંદર પર સિગ્નલના અંકમાં વધારો થાય છે તેમ તેમ વાવાજોડાની ગતિ વધારો અને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે.


બંદર પર સિગ્નલ : દરિયાકિનારે કયા નંબરનું સિગ્નલ કયારે લગાવામાં આવે છે

મિત્રો આમ તો દરિયાકિનારે  11 નંબર સુધીના જ સિગ્નલ લગાવામાં આવે છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. પરંતુ 1946 માં વાવાજોડાની ગતિ અને તેની ભયાનકતા જોતા તે સમયે 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ 1 થી 12 નંબર સુધીના સિગ્નલો સુધી સંપૂર્ણ માહિતી.

સિગ્નલ નંબર – 1

સિગ્નલ નંબર 1 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવતું નથી.

સિગ્નલ નંબર – 2

સિગ્નલ નંબર 2 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 6 થી 12 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 3

સિગ્નલ નંબર 3 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 4

સિગ્નલ નંબર 4 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 21 થી 29 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 4 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 5

સિગ્નલ નંબર 5 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 30 થી 39 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 5 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 6

સિગ્નલ નંબર 6 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 40 થી 49 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 6 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 7

સિગ્નલ નંબર 7 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 50 થી 61 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 7 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે.

સિગ્નલ નંબર – 8

સિગ્નલ નંબર 8 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 62 થી 74 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 8 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવે છે.

સિગ્નલ નંબર – 9

સિગ્નલ નંબર 9 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 75 થી 88 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 9 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવે છે.

સિગ્નલ નંબર – 10

સિગ્નલ નંબર 10 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 89 થી 102 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 10 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવે છે.

સિગ્નલ નંબર – 11

સિગ્નલ નંબર 11 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 103 થી 118 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 11 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવે છે.

સિગ્નલ નંબર – 12

સિગ્નલ નંબર 12 કયારે લગાવામાં આવે છે : જયારે દરિયાકિનારે પવનની ગતિ 119 થી 220 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય છે ત્યારે આ 12 નંબરનું સિગ્નલ લગાવામાં આવે છે. આ સિગ્નલને વધુ ગંભીર માનવામાં આવે છે.


આ પણ વાંચો : ભારતમાં આ લોકોને ટોલ ટેક્સ ભરવામાંથી મળે છે છૂટ, જાણો કયા છે તે લોકો

આ પણ વાંચો : ફોન નંબર પરથી ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેક કેવી રીતે કરવું?, પોલીસ પણ આ રીતે ટ્રેક કરે છે મોબાઈલ નંબર લોકેશન


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને બંદર પર સિગ્નલ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને બંદર પર સિગ્નલ લાગવામાં આવે છે તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment