PM Kisan EKYC Online : પીએમ કિસાન EKYC કેવી રીતે કરવું?

 

પ્રિય મિત્રો અહીં PM Kisan EKYC Online શું છે? અને PM Kisan EKYC Online કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે, જો તમે આ માહિતી જાણવા માંગો છો, તો આ લેખમે અંત સુધી વાંચો.

 

PM Kisan EKYC Online

 

PM Kisan EKYC Online શું છે?

દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલમાં ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીક્લચર એન્ડ ફાર્મર્સ વેલ્ફરઅ દ્રારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલવામાં આવે છે.આ યોજના હેઠળ ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે કુલ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. જેમાં તેમને એક હપ્તામાં 2000 હજાર રૂપિયા આપવામાં આવે છે. પરંતુ આ યોજનાની અંદર એક નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan EKYC કરવું પડશે.

 

પીએમ કિસાન EKYC નહીં કરો તો શું થશે.

દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હતા કે જેમને પોતાના ખાતામાં 3 હપ્તા આવતા હતા, તે જ્યાં સુધી પીએમ કિસાન EKYC નહીં કરાવે ત્યાં સુધી તેમના ખાતામાં આ હપ્તો આવશે નહીં. એટલે કે તેમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

 

પીએમ કિસાન EKYC કરવાની છેલ્લી તારીખ

દેશના તમામ ખેડૂતો જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડુતોએ 31 May 2022 પહેલા PM Kisan EKYC Online કરવું ફરજીયાત છે. તમને જો આ યોજનાનો લાભ નથી મળતો. તેનો અર્થ કે તમે હજુ સુધી પીએમ કિસાન EKYC કરાવ્યું નથી. (જો તમે અત્યારે આ લેખ વાંચી રહ્યા છો. તો તમે અત્યારે પણ પીએમ કિસાન EKYC ઓનલાઇન કરી શકો છો.

 

PM Kisan Ekyc Online કેવી રીતે કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડુતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર દ્રારા e-KYC કરી શકે છે. પરંતુ જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો PM Kisan EKYC Online માટે ભારત સરકાર દ્રારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. તેમાં PM Kisan EKYC કેવી રીતે કરવું તેની Step by Step માહિતી નીચે આપેલી છે.

 

  • સૌથી પહેલાં ભારત સરકારના https://pmkisan.gov.in/ ની વેબસાઈટ પર જવાનુ રહેશે.
  • હવે તમારે સામે આ વેબસાઈટનું Home Page ખુલીને આવશે. જેમાં Farmer Corner નામનું એક અલગ વિભાગ ખુલીને આવશે. જેમાં વિવિધ ઓપ્શન હશે. જેમાં તમારે EKYC ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, તેમાં તમારે તમારો આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • હવે તેમાં તમારો આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • હવે ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર ફરીથી OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે ત્યાં નાખવાનો રહેશે.
  • છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશન કરવાનું રહેશે.
  • આ રીતે તમે પીએમ કિસાન EKYC કરી શકો છો.

 

જો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય ત્યારે E-KYC કેવી રીતે કરવું?

જ્યારે તમે તમારું આધારકાર્ડ બનાવો છો, ત્યારે જ તમારા આધારકાર્ડ માં પહેલાથી જ મોબાઈલ નંબર લિંક કરવામાં આવે છે. પરંતુ તમારા આધારકાર્ડ સાથે જો મોબાઈલ નંબર લિંક નથી અથવા તમારો તે મોબાઈલ નંબર કોઈ કારણો સર બંધ છે, તો તમે તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.

 

PM Kisan Ekyc Online હેલ્પલાઇન

પ્રિય ખેડૂત મિત્રો અહીં અમે તમને પીએમ કિસાન EKYC કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે, પરંતુ જો તમને પીએમ કિસાન EKYC કરવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થાય છે, ત્યાં અથવા તમારા ગામના VC પાસે જઈને પણ તમે પીએમ કિસાન EKYC કરી શકો છો.

 

PM Kisan Ekyc Online મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન EKYC કરવાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment