આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી 2023 | Ayushman Bharat Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, આયુષ્માન ભારત યોજના.

 

તો ચાલો જાણીએ કે આયુષ્માન ભારત યોજના શું છે?, આયુષ્માન ભારત યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આયુષ્માન કાર્ડ બનાવવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

આયુષ્માન ભારત યોજના

 

આયુષ્માન ભારત યોજના શું છે?

આયુષ્માન ભારત યોજનાને 4 એપ્રિલ 2018 ના રોજ આંબેડકર જયંતિના દિવસે છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી. અત્યારે આ યોજનાને આપણે આયુષ્યમાન કાર્ડ યોજના કહીએ છીએ પરંતુ આ યોજનાને અત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના નામે પણ ઓળખવામાં આવે છે.

 

આ યોજના હેઠળ દેશના એવા લોકો કે જે ગરીબા રેખા નીચે જીવન જીવે છે તેમને Aayushman Bharat Yojana અંતર્ગત એક કુટુંબના તમામ સભ્યના કાર્ડ બનાવી આપવામાં આવશે. આ કાર્ડ દ્રારા જો કોઈ કુટુંબના કોઈપણ સભ્યને સરકાર દ્રારા નક્કી કરવામાં આવેલ કોઈ પ્રકારની બીમારી થાય છે તો વ્યક્તિને આ આયુષ્માન કાર્ડ હેઠળ સરકાર દ્રારા નક્કી કરવામાં આવેલ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂપિયા 10/- લાખ સુધીની સારવાર મફત (એક દમ નિ:શુલ્ક) આપવામાં આવશે.

 

આયુષ્માન કાર્ડ યોજનાનો હેતુ શું છે?

આ આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય હેતુ એવા ગરીબ લોકો લાભ આપવાનો છે જે અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે જેમ પાસે પૈસા ન હોવાથી તે હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે સારવાર ના મળવાના કારણે મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, જેથી ગરીબ પરિવારના અરજદારો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું આયુષ્માન કાર્ડ મેળવે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માંગે છે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ લોકોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • તમામ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • ગરીબી રેખા હેઠળ જીવતા તમામ પરિવારો લાભ આપવામાં આવશે.
  • જે પરિવારોની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તે તમામ પરિવારોને લાભ મળશે.
  • જે વ્યક્તિનું સામાજિક-આર્થિક જાતિ જનગણના SECC- 2011માં નામ હશે તે તમામ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળશે.
  • જે વ્યક્તિ પાસે માં કાર્ડ છે તે તમામ લોકોને આ કાર્ડનો લાભ મળશે.

 

આયુષ્માન કાર્ડ ના ફાયદા

 

  • આ કાર્ડ દ્રારા કાર્ડ ધરાવતા લોકોને રૂપિયા 10 લાખ સુધી સારવાર મફત આપવામાં આવશે. જે પહેલા 5 લાખ આપવામાં આવતા.
  • આ કાર્ડ દ્રારા કોઈપણ વ્યક્તિ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકે.
  • આ કાર્ડ દ્રારા કુલ 1391 પ્રકારના બીમારીની સારવાર કરાવી શકે છે.
  • ગરીબ પરિવારના એવા લોકો કે જે મોટી બીમારી હોવાથી સારવાર ના કરાવી શકતા તે આ કાર્ડનો લાભ મેળવીને સારવાર કરાવી શકશે.
  • ગરીબ પરિવારના લોકો કે જે મોટી હોસ્પિટલોમાં આર્થિક સ્થિતિના કારણે સારવાર ના કરાવી શકતા તેમને આ યોજનાનો લાભ મળશે.

 

આયુષ્માન કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્‍ટ શું જોઈએ.

આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે આયુષ્માન કાર્ડ બનાવી શકશો.

 

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • આવકનો દાખલો
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

 

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?

આયુષ્માન કાર્ડ તમે જાતે બનાવી શકતા નથી તેથી Aayushman Card કઈ જગ્યાએથી બનાવવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌથી સરળ તમે તમારા ગ્રામ પંચાયતમાં બેસતા કમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE પાસે જઈને આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
  • તમારી નજીક જે ઓનલાઇન કામગીરી કરતા CSC સેન્ટર પર જઈને Aayushman Card બનાવી શકો છો.
  • તમે તમારા વિસ્તારમાં આવેલ PHC સેન્ટરમાં જઈને આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
  • જે હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ ચલાવવામાં આવે છે ત્યાં પણ તમે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.

 

આયુષ્માન કાર્ડ ને બનતા કેટલા દિવસ લાગે છે?

જ્યારે તમે ઉપર આપેલ ડોક્યુમેન્ટ લઈને જે જગ્યાએથી Aayushman Card બનાવવા માટે અરજી કરો છો તે અરજી કર્યાના ઓછામાં – ઓછા 24 કલાકમાં તમારું આયુષ્માન કાર્ડ બની જાય છે, અથવા જો તમને અપ્રોવલ જલ્દી આપવામાં આવે તો તમારુ કાર્ડ 24 કલાક પહેલા પણ બની જાય છે.

 

આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલી ફ્રી છે?

જો વાત કરીએ આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલી ફ્રી ની તો તમામ મિત્રોને જણાવી દઈએ કે Aayushman Card બનાવવા માટે કોઈ પ્રકારની ફ્રી હોતી નથી પરંતુ જે ઓનલાઇન Aayushman Card બનાવવામાં આવે છે તેને પ્રિન્ટ કરવા અને લેમિલેશનના 30 થી 50 રૂપિયા થતા હોય છે તે માટે કોઈ જગ્યાએ Aayushman Card બનાવવા માટે વધુ ફ્રી આપવી નહીં.

 

આયુષ્માન કાર્ડ રીન્યુ

જ્યારે 2018 માં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે Aayushman Card હેઠળ રૂપિયા 5 લાખ સુધીની સહાય આપવામાં આવતી પરંતુ હવે તે સહાયને 10 લાખ સુધી વધારી દેવામાં આવી છે તેથી જો તમે તમારું આયુષ્માન કાર્ડ રીન્યુ કરાવવા માંગો છો તો કરાવી શકો છો.

 

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ

આ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તમે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી શકો છો પરંતુ આ કાર્ડ માત્ર સરકાર દ્રારા નક્કી કરવામાં આવેલ હોસ્પિટલમાં જ ચલાવવામાં આવે છે. તેથી તમારા શહેરમાં આવેલ કઈ હોસ્પિટલ Aayushman Card હેઠળ કાર્યરત છે, તે જાણવા માટે તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમારા શહેરમાં આવેલ કઈ હોસ્પિટલ Aayushman Card હેઠળ ચાલે છે તે જાણી શકો છો.

 

 

આયુષ્માન કાર્ડ બીમારી લિસ્ટ

આયુષ્માન કાર્ડ હેઠળ કુલ 1350 પ્રકારની સર્જરી અને વિવિધ રોગો માટે સારવાર સહાય આપવામાં આવે છે. પરંતુ અહીં માત્ર મહત્વપૂર્ણ બીમારીઓના નામ નીચે મુજબ છે.

 

  • બાયપાસ સર્જરી,
  • મોતીયો,
  • કોર્નિયલ ગ્રફ્ટીંગ,
  • ઓર્થોપ્લાસ્ટી,
  • છાતીમાં ફ્રેક્ચર,
  • યુરોલોજીકલ સર્જરી,
  • સીઝેરીયન ડીલીવરી,
  • ડાયાલીસીસ,
  • સ્પાઈન સર્જરી,
  • બ્રેન ટ્યુમર સર્જરી,
  • કેન્સરની વિવિધ સર્જરીઓ

 

આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને અહીં આયુષ્માન ભારત યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને હજુ પણ Aayushman Card વિશે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર દ્રારા વધુ માહિતી મેળવી શકો છો.

  • આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર:-1800-111-565
  • 14555

 

આયુષ્માન ભારત યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

આયુષ્માન ભારત યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.આયુષ્માન કાર્ડ માં કેટલા રૂપિયા સુધીની સારવાર મળશે?

જવાબ :- જ્યારે 2018 માં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે Aayushman Card હેઠળ રૂપિયા 5 લાખ સુધીની સહાય આપવામાં આવતી પરંતુ હવે તે સારવાર સહાયને 10 લાખ સુધી આપવામાં આવશે.

 

2.આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા

જવાબ :- જે પરિવારોની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તે તમામ પરિવારોને લાભ મળશે.

 

3.આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

જવાબ :- આ બન્ને યોજના એક જ છે માત્ર નામ અલગ-અલગ આપવામાં આવ્યા છે.

 

4.આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલી ફ્રી છે?

જવાબ :- કોઈ પ્રકારની ફ્રી નથી.

 

5.આયુષ્માન કાર્ડ ને બનતા કેટલા દિવસ લાગે છે?

જવાબ :- ઓછામાં – ઓછા 24 કલાક.

6.આયુષ્માન કાર્ડનું નવું અપડેટ શું છે?

જવાબ :- Aayushman Card ના નવા અપડેટમાં જે પહેલા સારવાર માટે 5 લાખ સુધીની સહાય મળતી તે હવે વધારીને 10 લાખની કરવામાં આવી છે.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment