SC એટલે શું? અને એસસીમાં કઈ જાતિયોનો સમાવેશ થાય અને તેના લાભ – મિત્રો શું તમે SC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે SC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
SC એટલે શું?
SC નું અંગ્રેજીમાં Full Form “Scheduled Castes” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અનુસૂચિત જાતિ” થાય છે. આ એક વર્ગ છે જે બંધારણની દ્રષ્ટિએ આ એક લોકોનું જૂથ છે જે સામાજિક-આર્થિક રીતે સૌથી વધુ વંચિત છે. આ જૂથને દલિત વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
SC માં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?
SC એ બીજા કેટેગરીના મુકાબલે એક નાનો વર્ગ છે અને આ વર્ગમાં ઘણી બધી અલગ અલગ જાતિઓનો સમાવેશ થાય છે તથા અલગ અલગ રાજ્યોએ તેમના નિયમ અનુસાર અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે. આપણા ગુજરાતમાં SC માં જે જાતિઓનો સમાવેશ થાય છે તેના નામ નીચે મુજબ છે.
- અગેર
- બાકડ, બાન્ટ
- તુરી
- તુરી બારોટ, ઢેઢ બારોટ
- બલાહી, બલાઇ
- ભંગી, મેહતર
- ચમાર
- ચીકવા, ચીકવી
- કોલી, કોરી
- બાવા-ઢેડ, ઢેડ-સાધુ, (વણકર-સાધુ, અનુસૂચિત જાતિ-બાવા, અનુસૂચિત જાતિના બાવા)
- ભંગી, મેહતર, ઓળગણા, રૂખી, મલકાણા, હલાલખોર, લાલબેગી, બાલ્મીકી, કોરાર, ઝાડમલ્લી, બારવાશીઆ, બારવાસીઆ, જામફોડા, ઝામપાડા, ઝાંપડા, રુષિ, વાલ્મિકી
- કોટવાલ (ભીંડ, ધાર, દેવાસ, ગુના, ગ્વાલીયર, ઇન્દોર, જાંબુઆ, ખારગોન, મન્દસર, મોરેના, રાજગ્રહ, રતલામ, શાજાપુર, શીવપુરી, ઉજ્જેન અને વીદીસા જિલ્લાઓમાં)
- ગરોડા, ગરો, (હિન્દુ ગરોડા બ્રાહ્મણ, ગરવા, ગુરૂ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ)
- હલ્લીર
- હલસર, હસલર, હુલાસ્વર, હલસ્વર
- હોલાર,વલ્હાર
- હોલાયા, હોલેર
- લીંગાદેર
- મહાર,તરાલ, ઢેગુ મેગુ
- માહ્યાવંશી, ઢેડ, ઢેઢ, વણકર, મારુ વણકર, અંત્યજ
- માંગ, માતંગ, મીનીમાડીગ
- માંગ-ગારૂડી
- મેઘવાલ, મેઘવાળ, મેઘવાર, (જાડેજા મેઘવાળ, મહેશ્વરી મેઘવાળ, વણકર મેઘવાળ, ચારણીયા મેઘવાળ, ગુર્જર મેઘવાળ)
- મુકરી
- નાડીયા, હાડી
- પાસી
- ચલવાડી, ચન્નાય્યા
- ચેન્ના દસાર, હોલાયા દસાર
- ડાંગશીયા
- ઢોર, કક્કાય્યા, કંકય્યા
- ગરમાતંગ
- સેનવા, શેનવા, ચેનવા, સેડમા, રાવત, (સેનમા)
- શેમાલીયા
- થોરી
- તીરગર, તીરબંદા
- ભાંબી, ભાંભી, અસાદરુ, અસોડી, ચામડીયા, ચમાર, ચમાર-રવિદાસ, ચાંભાર, ચામગર, હરલય્યા, હરાલી, ખાલપા, માચીગર, મોચીગર, મદાર, માદીગ, મોચી (માત્ર ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં જ) , નાલીયા, તેલુગુ મોચી, કામટી મોચી, રાનીગર, રોહીદાસ, રોહીત, સામગર
SC જાતિના લોકોને શું લાભ મળે છે?
SC વર્ગના લોકોને વિવિધ પ્રકારના લાભો મળે છે જે નીચે મુજબના લાભ મળે છે.
- શાળા તથા કોલેજમાં પ્રવેશ માટે SC ક્વોટાનો લાભ
- શાળા તથા કોલેજમાં શિષ્યવૃતિનો લાભ
- સરકારી નોકરીમાં SC આરક્ષણ નો લાભ
- સરકારી નોકરીમાં વયમર્યાદા તથા અરજી ફી માં રાહત
- સરકારી યોજનાઓમાં SC આરક્ષણનો લાભ
આ પણ વાંચો:-
OBC એટલે શું? | OBC માં કઈ જાતિયોનો સમાવેશ થાય અને જાતિના લોકોને શું લાભ મળે છે?
પ્રિય મિત્રો અહીં SC એટલે શું? તેના વિશે ટૂંકમાં માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ, કે તમને આ SC એટલે શું? લેખ કામ આવ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને અનુસૂચિત જાતિ લિસ્ટ જાણવા માટે જોડાયેલા રહો.