અટલ પેન્શન યોજના 2023 | Atal Pension Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, અટલ પેન્શન યોજના.

 

તો ચાલો જાણીએ કે અટલ પેન્શન યોજના શું છે?, અટલ પેન્શન યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અટલ પેન્શન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

અટલ પેન્શન યોજના

 

અટલ પેન્શન યોજના

કેન્‍દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્‍શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં વિવિધ સ્કીમ મુજબ પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. જે તમને તમારી ઉંમર 60 વર્ષ પછી તમને તમારી સ્કીમ મુજબ દર મહિને રૂપિયા 1000/-, 2000/-, 3000/-, 4000/- અને રૂપિયા 5000/- સુધીનીની પેન્શન આપવામાં આવે છે.

 

અટલ પેન્શન યોજનાનો હેતુ શું?

Atal Pension Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધ થાય છે. ત્યારે તે સમયમાં વૃદ્ધ વ્યક્તિ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા અથવા કોઈ કારણોસર કોઈ પરિસ્થિઓનો સામનો કરવો પડે છે, તેથી વૃદ્ધ લોકોને પોતાના 18 વર્ષ થી 60 વર્ષમાં જે કમાણી કરે છે તે આ યોજના હેઠળ બચાવ કરી તે વ્યક્તિ પોતાના આ વૃદ્ધાત્વ સમયમાં પેન્શન મેળવી શકે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

અટલ પેન્શન યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • આ યોજનાનો લાભ માત્ર ભારતના નાગરિકોને જ મળશે.
  • જે વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષ છે તે આ યોજનાનો લાભ લઈ શકશે.
  • જેની ઉંમર 18 થી 40 વર્ષ છે તે આ ઉંમર વચ્ચે પોતાની કોઈપણ ઉંમરમાં આ યોજનાનો લાભ મેળવી શકે.
  • જે વ્યક્તિઓને સરકાર દ્રારા કોઈ બીજા પ્રકારની પેન્શન આપવામાં આવે છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહિ.
  • જે વ્યક્તિને આ યોજનાનો લાભ મળેવવો છે તેને બેંકમાં ખાતું હોવું ફરજીયાત છે.

 

અટલ પેન્શન યોજનામાં કેટલું પેન્શન મળે છે?

Atal Pension Yojana યોજના હેઠળ રૂપિયા 1000/- થી કરીને રૂપિયા 5000/- સુધીનું દર મહિને પેન્શન આપવામાં આવે છે. જે વ્યક્તિ કેટલા દર મહિને કેટલા રૂપિયા પેન્શન ભરે છે અને કેટલી ઉંમર પર તે આ યોજનામાં ખાતું ખોલાવે છે તે મુજબ પેન્શન આપવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી નીચે અટલ પેન્શન યોજના ચાર્ટ આપેલ છે. જેને તમે તેને એક થી બે વખત જો શો ત્યારે ખબર પડશે.

 

અટલ પેન્શન યોજના ચાર્ટ | Atal Pension Yojana Chart 

લાભાર્થીની ઉંમર તે વ્યક્તિને કેટલા વર્ષ સુધી આ પેન્શન ભરવાનું દર મહિને રૂ.1000/- નું પેન્શન મેળવવા કેટલું પ્રીમિયમ ભરવાનું દર મહિને રૂ.2000/- નું પેન્શન મેળવવા કેટલું પ્રીમિયમ ભરવાનું દર મહિને રૂ.3000/- નું પેન્શન મેળવવા કેટલું પ્રીમિયમ ભરવાનું દર મહિને રૂ.4000/- નું પેન્શન મેળવવા કેટલું પ્રીમિયમ ભરવાનું દર મહિને રૂ.5000/- નું પેન્શન મેળવવા કેટલું પ્રીમિયમ ભરવાનું
18 42 42 84 126 168 210
19 41 46 92 138 183 228
20 40 50 100 150 198 248
21 39 54 108 162 215 269
22 38 59 117 177 234 292
23 37 64 127 192 254 318
24 36 70 139 208 277 346
25 35 76 151 226 301 376
26 34 82 164 246 327 409
27 33 90 178 268 356 446
28 32 97 194 292 388 485
29 31 106 212 318 423 529
30 30 116 231 347 462 577
31 29 126 252 379 504 630
32 28 138 276 414 551 689
33 27 151 302 453 602 752
34 26 165 330 495 659 824
35 25 181 362 543 722 902
36 24 198 396 594 792 990
37 23 218 436 654 870 1087
38 22 240 480 720 957 1196
39 21 264 528 792 1054 1318
40 20 291 582 873 1164 1454

 

Atal Pension Yojana Bank List

જે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવવા માંગે છે. તેમનું બેંકમાં કે પછી પોસ્ટ બેંકમાં ખાતું હોવું જોઈએ. અથવા અહીં નીચે આપણે તમામ બેંકોમાં અટલ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.

 

  • સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયા (SBI)
  • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ બરોડા
  • HDFC બેંક
  • ICICI બેંક
  • બેંક ઓફ મહારાષ્ટ્ર
  • Uco બેંક
  • Punjab and Sindh બેંક
  • Indian Overseas બેંક
  • એક્સિસ બેંક
  • Union Bank of India

 

અટલ પેન્શન યોજના બંધ કરવા માટે

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં મળતો લાભ ઘણા બધા કારણોસર બંધ થઈ જાય છે. અથવા નીચે આપેલા માહિતી મુજબ અટલ પેન્શન યોજના બંધ કરી શકો છો.

 

જો અરજદાર અટલ પેન્શન યોજના હેઠળ યોગદાન નહીં આપે, તો તેનું ખાતું 6 મહિના પછી સ્થગિત કરવામાં આવશે. જો આ પછી પણ રોકાણકારે કોઈ રોકાણ કર્યું નથી, તો 12 મહિના પછી તેનું ખાતું નિષ્ક્રિય થઈ જશે અને 24 મહિના પછી તેનું ખાતું બંધ થઈ જશે. જો અરજદાર સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો તેણે દંડ ભરવો પડશે. આ દંડ દર મહિને ₹1 થી ₹10 સુધીની છે.

 

અટલ પેન્શન યોજના ઉપાડ (60 વર્ષ પછી પેન્શન યોજના)

60 વર્ષની ઉંમર પછી લાભાર્થી અટલ પેન્શન યોજનામાંથી પોતાની પેન્શન ઉપાડી શકે છે. પેન્શન ઉપાડ્યા પછી અરજદારને પેન્શન આપવામાં આવશે.

જો લાભાર્થી મૃત્યુ પામે તો પેન્શનની રકમ અરજદારના જીવનસાથીને આપવામાં આવશે. અને જો તે બંને મૃત્યુ પામે છે તો પેન્શન તેમના નોમિનીને આપવામાં આવશે.

 

60 વર્ષ પહેલા પેન્શન ઉપાડવા માટે

અટલ પેન્શન યોજનામાંથી 60 વર્ષ પહેલાં ઉપાડની મંજૂરી નથી. પરંતુ કેટલાક અપવાદરૂપ સંજોગોમાં તેને વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમ કે જો લાભાર્થી મૃત્યુ પામે છે અથવા ટર્મિનલ સ્ટોપેજની ઘટનામાં તમે 60 વર્ષ પહેલા પેન્શન ઉપાડી શકો છો.

 

અટલ પેન્શન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ

Atal Pension Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • લાભાર્થીનું ચૂંટણી કાર્ડ
  • ઉંમર અંગેનો પુરાવો
  • કાયમી સરનામાનો પુરાવો
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

 

અટલ પેન્શન યોજના ફોર્મ

મિત્રો જ્યારે તમે આ યોજનામાં અરજી કરશો ત્યારે તમારે આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. જે તમને નીચે આપેલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.

  • અટલ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ :- અહીં ક્લિક કરો.

 

અટલ પેન્શન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Atal Pension Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ તમારે તમારુ જે બેંકમાં એકાઉન્ટ હોય ત્યાં જવાનું રહેશે.
  • હવે ત્યાં જઈને બેંક અધિકારી પાસે થી Atal Pension Yojana નું ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે તે ફોર્મને ભરી તેમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
  • હવે તે ફોર્મને તે બેંક અધિકારી પાસે જમા કરાવવાનું રહેશે.
  • તે પછી આગળની તમામ પ્રક્રિયા બેંક દ્રારા કરવામાં આવશે.
  • આ રીતે તમે આ યોજના અરજી કરી શકો છો.

 

અટલ પેન્શન યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને APY ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો તમે તમારી નજીકની બેંકમાં જઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો અથવા અહીં નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને APY વિશે માહિતી મેળવી શકો છો.

  • APY Helpline Number :- 1800110001 / 18001801111

 

Atal Pension Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Atal Pension Yojana ની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.અટલ પેન્શન યોજનાનો લાભ કોને મળશે?

જવાબ :- 18 વર્ષ થી 40 વર્ષના નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને કેટલું પેન્શન આપવામાં આવે છે.

જવાબ :- દર મહિને રૂપિયા 1000/- થી કરીને રૂપિયા 5000/- સુધીની પેન્શન આપવામાં આવે છે.

3.Atal Pension Yojana નો લાભ કઈ બેંક માંથી મળશે?

જવાબ:- જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય તે બેંકમાંથી આ યોજનાનો લાભ મળશે.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment