આયુષ્માન કાર્ડ | આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ | આયુષ્માન કાર્ડ ઓનલાઇન | Pm Jan Card Download | Pradhan Mantri Jan Arogya yojana Card | Pradhan Mantri Jan Arogya yojana Card Download | Ayushman Bharat Yojana List | Ayushman Card
ભારત સરકાર દ્રારા નાગરિકોના હિત માટે ઘણી બધી યોજનાઓ અમલમાં ચાલી રહી છે. જેમકે શિક્ષણ, રોજગાર અને આરોગ્યશ્રેત્રે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. જેમાં આરોગ્ય વિભાગ દ્રારા આયુષ્માન ભારત યોજના અત્યારે ચાલી રહી છે. આ યોજના દ્રારા નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Services પણ અમલમાં બનાવેલ છે. આયુષ્માન ભારત યોજના લિસ્ટ વેબસાઈટ પર મુકવામાં આવેલ che જે તમે તમારા મોબાઈલ દ્રારા કે પછી કોઈ અન્ય ડિવાઈઝ દ્રારા જોઈ શકો છો.
આયુષ્માન ભારત યોજના લિસ્ટ 2022.
જો તમે પણ પીએમ જન આરોગ્ય યોજના હેઠળ અરજી કરી છે, તો આયુષ્માન ભારત યોજનાની યાદી જારી કરવામાં આવી che. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપીશું. સાથે જાણવી દઈએ કે આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો સ્વાસ્થ્ય વીમો આપવમાં આવે છે. જેથી કરીને તમારા બધાના ઉજ્જવળ સ્વાસ્થ્યનો વિકાસ કરીને બધાને સારુ જીવન પ્રદાન કરી શકાય. આયુષ્માન ભારત યોજના એક રાષ્ટ્રીય યોજના છે.
આ યોજનાના મહત્વના મુદ્દા.
યોજનાનું નામ | આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો વિષય | આયુષ્માન ભારત યોજનામાં લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું. |
યોજના હેઠળ મળવાપાત્ર લાભ | લાભર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો સ્વાસ્થ્ય વીમો |
ઓફિશ્યિલ વેબસાઈટ લિંક | https://mera.pmjay.gov.in/search/login |
આયુષ્માન ભારત યોજનામાં લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું.
આયુષ્માન ભારત યોજના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું અને ડોઉનલોડ કરવું. આયુષ્માન ભારત યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આ યાદીથી તમે સરળતાથી ચકાસી શકો છો, તો આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ છે કે નહીં છે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ.
- સૌ પહેલા તમારે Google Search માં જઈને “Ayushman Bharat Yojana” ટાઈપ કરવાનું રહેશે.
- “Ayushman Bharat Yojana” ટાઈપ કર્યા પછી ત્યાં Nation Health Authority ની અધિકૃત વેબસાઈટ ખુલશે.
- Nation Health Authority ની અધિકૃત વેબસાઈટ ખુલયા પછી ત્યાં નીચે મુજબ ફોટો પ્રમાણે Home Page ખુલશે.
- આ પેજ પર આવ્યા પછી, તમારે મોબાઇલ નંબર નાખીને OTP મેળવીને વેરિફિકેશન કરવું પડેશે.
- સફળતાપૂર્વક તમારે OTP વેરિફિકેશન કરવાનો રહશે. OTP દાખલ કર્યા બાદ તમે પોર્ટલ પર લોગીન કરી શકો છો.
- પોર્ટલ પર લોગીન કર્યા પછી, તેનું Dashboard તમારી સામે ખુલશે.
- જ્યાં તમને Ayushman bharat Scheme List અને Ayushman Bharat Beneficiary List જિલ્લા પ્રમાણેનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી, તમારી સામે વ્યક્તિગત માહિતી ભરવા માટેનું નાનું ફોર્મ ખુલશે, જેમાં તમારે તેમાં કાળજીપૂર્વક સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- છેલ્લે તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે, ત્યારબાદ તમને આયુષ્માન ભારતના લાભાર્થીઓની યાદી બતાવશે. જે તમે સરળતાથી ચેક કરી શકો છો કે પછી Download પણ કરી શકો છો.