ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના.
તો ચાલો જાણીએ કે ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના શું છે?, ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના શું છે?
Electric Vehicle subsidy Yojana માં સરકાર દ્રારા બે રીતે સબસિડી આપવામાં આવે છે, જેમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જો ટુ વ્હીલર ઈલેક્ટીક વાહન જેમાં એક્ટિવા, બાઈક ખરીદે છે તો તેને રૂપિયા 12,000/- ની સબસિડી આપવામાં આવે છે. અથવા જો કોઈ આમ વ્યક્તિ કે કોઈ સંસ્થા થ્રી વ્હીલર વાહન ખરીદે જેમાં વિવિધ રીક્ષા તો તેમને રૂપિયા 48,000 ની સબસિડી આપવામાં આવે છે.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનાનો હેતુ શું?
આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં દુનિયામાં પ્રદુષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન પર અસર થઈ રહી છે, તેથી આ સમસ્યાને ઓછી કરી શકાય તે માટે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડી આપવામાં આવે જેથી ઇલેક્ટ્રિક વાહનોમાં ઝડપથી વધારો થઈ શકે. જેથી ગુજરાત સરકારનો આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત જેથી દેશ પ્રદુષણની વધતી સ્થિતિ પર કાબુ મેળવી શકાય.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)
જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે.
- આ યોજનાનો લાભ આમ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં મળવાપાત્ર સબસિડી
ઇલેક્ટ્રીક વાહનનો પ્રકાર | તે વાહન પર મળવાપાત્ર સબસિડી |
ટુ વ્હીલર વાહન | રૂપિયા 12,000/- ની સબસિડી આપવામાં આવે છે. |
થ્રી વ્હીલર વાહન | રૂપિયા 48,000 ની સબસિડી આપવામાં આવે છે. |
અહીં, સરકાર દ્રારા આપવામાં આવતી સબસિડી વિશે માહિતી આપવામાં આવી છે. પરંતુ ઘણી બધી કંપનીઓ એવી પણ છે. જે પોતાના વાહન પર વધુ સબસિડી આપતી હોય છે.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ.
Electric Vehicle subsidy Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
ટુ વ્હીલર ઈલેક્ટીક વાહનમાં અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- બોનાફાઇડ પ્રમાણપત્ર
- બેંક ખાતા ની વિગતો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (જો હાઈસ્પીડ એક્ટિવા કે વાહન ખરીદવા માટ જ)
- અરજી ફોર્મ. (જો ઓફલાઈન અરજી કરવાની હોય તો)
થ્રી વ્હીલર ઈલેક્ટીક વાહનમાં અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ
- વ્યક્તિનું આધારકાર્ડ નકલ.
- જે વ્યક્તિએ ઇલેક્ટ્રિક રીક્ષાની ખરીદી કરી છે તેનું ડ્રાઈવીંગ લાઈસન્સ.
- જો આમ વ્યક્તિએ ઇલેક્ટ્રિક રીક્ષાની ખરીદી કરી છે. તો તેના બેંકની પાસબુક નકલ.
- જો સંસ્થાએ ઇલેક્ટ્રિક રીક્ષાની ખરીદી કરી છે. તો સંસ્થાના બેંકની પાસબુક નકલ.
- સંસ્થાએ આ યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાના રજીસ્ટ્રેશન માતેનું પ્રમાણપત્ર
- અરજી ફોર્મ. (જો ઓફલાઈન અરજી કરવાની હોય તો)
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
Electric Vehicle subsidy Yojana માં તમે ઓનલાઇન કે પછી ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?
- લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
- અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
- Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
Electric Vehicle subsidy Yojana માં ઓનલાઇન અરજી કરવા માટે તમે ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો અથવા ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કરવા માટે તમે Dijital Gujarat પરથી ઓનલાઇન અરજી કરી શકો છો.
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કરવા – 1 | અહીં ક્લિક કરો. |
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કરવા – 2 | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનાનો લાભ કોને મળે છે?
જવાબ :- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે. અને સાથે થ્રી વ્હીલર સાધન ખરીદવા આ યોજનાનો લાભ આમ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે.
2.ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?
જવાબ :- ટુ વ્હીલર વાહન ખરીદવા પર રૂપિયા 12,000/- ની સબસિડી આપવામાં આવે છે. અને થ્રી વ્હીલર વાહન ખરીદવા પર રૂપિયા 48,000/- ની સબસિડી આપવામાં આવે છે.
3.ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જવાબ :- Electric Vehicle subsidy Yojana માં તમે geda.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકો છો અથવા ઓફલાઈન અરજી પણ કરી શકો છો.