ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું? | How To Apply For Instant E-Pan In Gujarati

ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું? : તમે કોઈ સરકારી કચેરીમાં ગયા છો અને તમારે ઇમર્જન્સી પાન કાર્ડની જરૂર છે. તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્રારા જાતે જ ઇ-પાન કાર્ડ બનાવી શકો છો. જેના માટે માત્ર તમારા આધારકાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર લિંક હોવો જોઈએ. તો તમે માત્ર 10 મિનિટમાં ઇ-પાન કાર્ડ બનાવી શકો છો.

તો ચાલો મિત્રો જાણીએ કે, ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?


ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?

મિત્રો અહીં નીચે ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?, તેની સંપૂર્ણ માહિતી અહીં નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. જેને તમે એકવાર સારી રીતે વાંચી લો. ત્યારબાદ તમે આ પ્રક્રિયાને ફોલો કરી શકો છો.

સ્ટેપ 1 : સૌ પહેલા તો તમારે IncomeTax Diparment ની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ અથવા https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan પર જવાનું રહેશે.

ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?
Image Credits : www.incometax.gov.in

સ્ટેપ 2 : હવે ઉપર ફોટો મુજબ આ વેબસાઈટનું હોમ જોવા મળશે જેમાં Instant E-Pan નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?
Image Credits : www.incometax.gov.in

સ્ટેપ 3 : ત્યાર પછી (ઉપર ફોટો મુજબ) તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચે આપેલ ચેકબોક્સને સિલેક્ટ કરીને Continue બટન પર ક્લીક કરવાનું રહેશે.

સ્ટેપ 4 : હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમે Continue નામનું બટન જોવા મળશે જેના પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યારબાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારા આધારકાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર OTP આવશે જે OTP ને અહીંયા નાખવાનો રહેશે. અને સબમિટ કરવાનો રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમે ત્યાં OTP ત્યાં સબમિટ કરશો એટલે તમારા આધારકાર્ડની તમામ માહિતી બતાવશે. જેને તમારે એક વખત ચકાસીને Continue બટન પર ક્લીક કરવાનું રહેશે.

સ્ટેપ 7 : ત્યારપછી છેલ્લે (નીચે ફોટો મુજબ) તમારી સામે તમારા પાનકાર્ડ માટે Acknowledgment નંબર જોવા મળશે.

ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?
Image Credits : www.incometax.gov.in

સ્ટેપ 8 : મિત્રો ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું? તેની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો તમે હવે 5 થી 10 મિનિટ બાદ તમે તમારું E-Pan ને Download કરી શકો છો.


ઇ-પાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો તમે ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?, તેની પ્રક્રિયા તો જાણી લીધી પણ E-Pan ને Download કેવી રીતે કરવું. તેની તમામ પ્રક્રિયા નીચે મુજબ છે.

સ્ટેપ 1 : સૌ પ્રથમ તમારે નીચે ફોટો મુજબ Check Status/ Download PAN પર ક્લીક કરવાનું રહેશે.

ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?
Image Credits : www.incometax.gov.in

સ્ટેપ 2 : ત્યારપછી તમારી સામે એક નવું પજ ખુલશે જેમાં તમારે તમારા આધારકાર્ડ નો નંબર નાખવાનો રહેશે અને નીચે આપેલ captcha code નાખીને submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા મોબાઈલ નંબર પર  આવેલ OTP ને અહીં નાખવાનો રહેશે.

સ્ટેપ 4 : હવે તમારી Download PAN નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે PDF ફોર્મેટમાં તમારું પાનકાર્ડ ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 5 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, જન્મતારીખ 01-01-1111 – પાસવર્ડ 01011111)

સ્ટેપ 6 :- મિત્રો આ રીતે તમે તમારું E-Pan ડાઉનલોડ કરી શકો છો.


પ્રિય મિત્રો અહીં અમે તમને ઘરે બેઠા ઇ-પાન કાર્ડ કેવી રીતે બનાવવું?. તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ. કે તમને આ લેખ કામ આવશે. સાથે આજ રીતે પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે અન્ય તમામ ડોકયુમેન્ટ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને તમારા મિત્રોને આ લેખ શેર કરો.


આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment