ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું? | How to Link Voter ID with Aadhaar Card?

 

મિત્રો તમે કોઈ જગ્યાએ તો તમારા મિત્ર પાસેથી સાંભળ્યું જ હશે કે તે ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કર્યું કે નહીં. જો તમે નથી કર્યું તો ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?, તેની પ્રક્રિયા જાણવા માંગો છો તે પણ ગુજરાતી ભાષામાં તો આ લેખને અંત સુધી વાંચો.


ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?


 

ભારતીય ચૂંટણી પંચ દ્રારા હવે ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હવે દરેક કર્મચારીએ, અધિકારીએ કે કોઈપણ સામાન્ય વ્યક્તિએ પોતાના કુટુંબના તમામ સભ્યોનું આધારકાર્ડ તેમના ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. તો પોતાના મોબાઈલ દ્રારા ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?? ચાલો જાણીએ.


ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું? 

મિત્રો ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા એક દમ સરળ છે, જેમાં કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા પોતાના મોબાઈલથી ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરી શકે છે. જેમાં તમે બે રીતે લિંક કરી શકો છો જેમાં (1) ચૂંટણી પંચ એપ્લિકેશન અથવા ચૂંટણી પંચ પોર્ટલ પર જઈને અથવા (2) પોતાનાં મોબાઈલ દ્રારા SMS મોકલીને.


ચૂંટણી પંચ પોર્ટલ અથવા એપ્લિકેશન દ્રારા લિંક કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલમા Play Store મા જઈને “મતદાર હેલ્પલાઇન” એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે.
  • જ્યારે તમે પહેલી વાર એપ્લિકેશન ખુલશો એટલે તમને નીચે ફોટો મુજબ દેખાશે જેમાં નીચે ખૂણામાં “મેનુ બાર” દેખાશે તેના પર ક્લિક કરો.

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

  • પછી જ્યારે “મેનુ બાર” ખુલશે તો ત્યાં “Electoral Authentication Form (Form 6B)” પર ક્લિક કરો. (આપેલ ફોટો મુજબ)

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

  • પછી ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે “Let’સં Start” બટન પર ક્લિક કરો.(નીચે ફોટો મુજબ)

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

  • પછી ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારો નવો મોબાઈલ નંબર નાખીને “SEND OTP” પર ક્લિક કરો અને OTP કન્ફોર્મ કરો. નીચે ફોટો પ્રમાણે.

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

  • પછી ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો I have voter ID number પર ક્લિક કરો અને જો ના હોય તો I don’t have voter ID number પર ક્લિક કરો અને Next બટન પર ક્લિક કરો. (નીચે ફોટો મુજબ)

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

  • પછી ત્યાં એક નવું પેજ જ્યાં તમારે “ચૂંટણી કાર્ડ” નંબર નાખવાનો રહેશે અને તમારું રાજ્ય સિલેક્ટ કરી Proceed પર ક્લિક કરો.

 

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

 

  • ફરીથી ત્યાં એકવાર ફરી Page ખુલશે જ્યાં તમારા “ચૂંટણી કાર્ડની” સંપૂર્ણ માહિતી દેખાશે તે જોઈને ‘Next’ બટન પર ક્લિક કરો.(નીચે ફોટો મુજબ)

 

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

  • ફરીથી ત્યાં હજી નવું Page ખુલશે જ્યાં તમારે તમારો આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી અને સ્થળ નાખીને ‘Done’ બટન પર ક્લિક કરો.(નીચે Photo પ્રમાણે)

 

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

 

 

  • છેલ્લા સ્ટેપમા ત્યાં તમારી સંપૂર્ણ માહિતી દેખાશે જ્યાં તમારું ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થઇ ગયેલ છે. જ્યાં તમારે ‘CONFIRM’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરી શકો છો.

આ પણ વાંચો:- એનુબંધમ પોર્ટલ : હવે ઘરે બેઠા મેળવો નોકરી.


SMS દ્રારા ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?

જે મિત્રોને ચૂંટણી પંચ પોર્ટલ અથવા એપ્લિકેશન દ્રારા લિંક કરવામાં કોઈ પ્રશ્ન હોય તો તમે SMS દ્રારા પણ લિંક કરી શકો છો.

સ્ટેપ 1: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 166 અથવા 51969 એક SMS મુકવાનો રહેશે જેમાં નીચે મુજબ ટાઈપ કરવાનું રહેશે.

સ્ટેપ 2: નીચે આપેલ ફોર્મેટ મુજબ SMS લખીને SMS મોકલો.

ECILINK<SPACE><EPIC નો. મતદાર આઈડી કાર્ડ નં.>< SPACE><આધાર નં.>


આ પણ વાંચો:-

સીટીઝન પોર્ટલ : હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા કરો FIR. 


મિત્રો અહીં અમે તમને ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?, તેના વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ જો તમે વધુ માહિતી મેળવવા માંગો છો તો https://www.nvsp.in/ જઈને વધુ માહિતી મેળવી શકો છો અથવા ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment