OBC એટલે શું? અને ઓબીસીમાં કઈ જાતિયોનો સમાવેશ થાય અને તેના લાભ – મિત્રો શું તમે OBC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે OBC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
OBC એટલે શું?
OBC નું અંગ્રજીમાં Full Form “Other Backward Class” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અન્ય પછાત વર્ગ” થાય છે. આ એક વર્ગ છે જે ભારત સરકારે નક્કી કરેલ છે. આ વર્ગ ના લોકો ગરીબ અને શિક્ષણમાં પછાત હોય છે અને તેઓના વિકાસ માટે ભારત સરકાર દ્રારા તેમને રોજગાર અને અભ્યાસ માટે 27% આરક્ષણ નો લાભ આપેલ છે. આપણા દેશમાં OBC ની વસ્તી લગભગ 42% છે. આપણા દેશના સંવિધાનની કલમ 16 (4l અને 340)માં OBC ને પછાત વર્ગના નામે સંકલિત કરવામાં આવ્યો છે.
OBC માં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે?
OBC એ બીજા કેટેગરીના મુકાબલે એક ખુબ જ મોટો વર્ગ છે અને આ વર્ગમાં ઘણી બધી અલગ અલગ જાતિઓનો સમાવેશ થાય છે તથા અલગ અલગ રાજ્યોએ તેમના નિયમ અનુસાર અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે. આપણા ગુજરાતમાં OBC માં જે જાતિઓનો સમાવેશ થાય છે તેના નામ નીચે મુજબ છે.
- ખવાસ
- ખાંટ
- ખાટીક
- ખારવા-ભાડેલા
- ખ્રીસ્તી ગુજરાતી-ખ્રિસ્તી (ફક્ત અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરિત)
- ગધાઈ (મુસ્લિમ)
- આરબ (મુસ્લિમ)
- આહીર આયર બેરીચા
- એગ્રી
- ઓહ
- કલાલ
- કાંગસીયા
- કાંબડિયા ભગત
- કાછિયા, કાછી, કચ્છી-કુશવાહા, મૌર્ય-કોઈરી
- કાથી
- કુંભાર (પ્રજાપતિ, વરીયા), પ્રજાપતિ (ગુર્જર પ્રજાપતિ, વરીયા પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ), સોરઠીયા પ્રજાપતિ
- કૈકાડી
- કોષ્ટી
- કોળી, ઇડરિયા-કોળી, ખારવા-કોળી, રાઠવા-કોળી, બારિયા-કોળી, ભેબરિયા-કોળી
- ખટકી કે કસાઈ ચમડિયા ખટકી હાલારી ખટકી (બધા મુસ્લિમ)
- ચારણ ગઢવી, ચારણ (જ્યાં તેઓ એસટી નથી)
- ચુનારા
- ચુવાલિયા કોળી
- છારા આડોડિયા સાંસી
- છિપા
- જંસલી, સિવાનિયા, મ્યાંગર, જિંગર, દસાનિયા, ચમડિયા, ભરતભારા, ચાંદલિયા, સોનારી, આરીભારતભારા, મોચી (ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સિવાય, જ્યાં તેઓ SC સૂચિમાં છે)
- જાટ (મુસ્લિમ)
- જુલયા ગરના તારીયા તારી અને અન્સારી (બધા મુસ્લિમો)
- ટેન્કર
- વણકર-સાધુ
- વાંઝા (દરજી) દરજી
- સાઈ સુતાર
- વાંધારા
- વાંસફોડા, વાંસફોડિયા અથવા વાંઝા
- વાઘરી- ગામીચો, વેદુ ચુરાલિયા, ઝકુડિયા (જ્યાં તેઓ ST નથી)
- વાઘેર (હિન્દુ અને મુસ્લિમ)
- વાડી
- ઠાકરડા ઠાકોર પાટણવાડીયા ધારા બારીયા
- ડફેર (હિન્દુ અને મુસ્લિમ)
- ડબગર
- તંબોળી
- તરગલા ભવૈયા નાયક ભોજક
- તલપાડા કોળી (જ્યાં તેઓ અનુસૂચિત જનજાતિ નથી)
- થેબા (મુસ્લિમ)
- દિવેચા કોળી
- ધોબી
- નાટ, નાટ-બજાણીયા, બાજીગર, નટડા, બજાણીયા
- નિઝામ (હિન્દુ)
- પખાલી
- પદ્મશાલી-પટ્ટુશાલી
- પિંજારા ગાંચી-પિંજારા મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ)
- ફકીર અથવા ફકીર (મુસ્લિમ)
- બાફન (મુસ્લિમ)
- બારોટ વહિવંચા ચારણ, ગઢવી, ગઢવી (જ્યાં તેઓ અનુસૂચિત જનજાતિ નથી)
- બાવરી અથવા બાઓરી
- બાવા, અતિત બાવા ગોસ્વામી વૈરાગી બાવા ગોસાઈ રામાનંદી પુરી ભારતી કાપડી નાથ બાવા ભરથરી માર્ગી ગંગાજલિયા દશનમી બાવા ગીરી દેશનમ ગોસ્વામી
- ભંડારી
- ભરવાડ (જ્યાં તેઓ એસટી છે તે સિવાય) મોતાભાઈ ભરવાડ નાનાભાઈ ભરવાડ ગડરીયા, ધનગર
- ભાડભુંજા
- ભામતા, પરદેશી ભામતા
- ભાલિયા
- ભોઇ ભોઇરાજ ધીમર ઝીંગા ભોઇ કેવટ ભોજ ભનારા ભોઇ મચ્છીન્દ્ર ભોઇ પલવાર ભોઇ કિરાત ભોઇ કહાર ભોઇ પરદેશી ભોઇ શ્રીમાળી ભોઇ
- મકરાણી (મુસ્લિમ)
- મતવા અથવા મતવા-કુરેશી (મુસ્લિમ), ગવલી (હિંદુ)
- મદારી નાથ ભરથરી
- મહિયા
- માછી (હિંદુ) ખારવા ખલાસ ધીમર ધીવર બિટના ટંડેલ માંગેલા ખલાસી સારંગ કહાર
- માજોઠી કુંભાર દરબાર અથવા દબન માજોઠી (બધા મુસ્લિમ)
- માત્ર ડાંગ જિલ્લાના વણઝારા અને કાંગસીવાલા (હિન્દુ) અને વણઝારા (મુસ્લિમ)
- માલી, ફૂલ માલી, મરાઠી માલી, કાચ માલી, જીરે માલી, બાગબાન, રાયન
- મિયાણા(મુસ્લિમ)
- મિસ્ત્રી (સુથાર/સુતાર), સુથાર, મિસ્ત્રી, ગુર્જર (સુથાર/સુતાર), ગુર્જર, ગુર્જર (સુથાર/સુતાર)
- મીર ધાધી લાંઘા મિરાસી (બધા મુસ્લિમો)
- મેના (ભીલ)
- રબારી (જ્યાં તેઓ અનુસૂચિત જનજાતિ નથી), સોરઠિયા રબારી
- રાજભર, ભર
- રાઠોડિયા
- રાવલ-રાવલિયા જ્ઞાતિ અથવા રાવળ યોગી રાવળ જ્ઞાતિ જાગરિયા
- લખારા/લખવારા/લક્ષકર
- લબાના મહેરાવત ગોટી હડકાશી ઝોડ ધીંગા પેલ્યા શતબાઈ બામન
- લુહાર/લોહાર/પંચાલ
- લોઢા
- વઘારી, દાતણીયા વાઘારી, વેડુ વાઘારી, તલપાડા વાઘારી, ગામચી વાઘારી, ગોદડીયા વાઘારી, ચીભડીયા વાઘારી, મરડા કે મારવાડા વાઘારી, વડવા વાઘારી
- વાલંદ, નયી (હિંદુ), હજમ (મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ), બાબર (હિંદુ)
- શિકલીગર
- શ્રાવણ
- સંધી (મુસ્લિમ)
- સથવારા, સતવારા, સથવારા-કડિયા, સતવારા-કડિયા, દલવાડી અને કડિયા
- સરગરા
- સરનીયા
- સલાટ (સોમપુરા સલાટ સિવાય)
- સાગર
- સિદ્દી (જ્યાં તેઓ અનુસૂચિત જનજાતિ નથી)
- સિપાઈ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમો)
- સુમરા (મુસ્લિમ)
- સ્વકુલ સાલી
- હિંગોરા (મુસ્લિમ)
- ગાદલિયા કે ગાડી-લુહારિયા
- ગેલેરી (મુસ્લિમ)
- ગોલા રાણા
- ગોળ
- ઘાંચી (મુસ્લિમ), તેલી, મોઢ ઘાંચી, તેલી-સાહુ, તેલી-રાઠોડ, તેલી-રાઠોડ
- ઘેડિયા કોળી
OBC જાતિના લોકોને શું લાભ મળે છે?
OBC વર્ગના લોકોને વિવિધ પ્રકારના લાભો મળે છે જે નીચે મુજબના લાભ મળે છે.
- શાળા તથા કોલેજમાં પ્રવેશ માટે OBC ક્વોટાનો લાભ
- શાળા તથા કોલેજમાં શિષ્યવૃતિનો લાભ
- સરકારી નોકરીમાં OBC આરક્ષણ નો લાભ
- સરકારી નોકરીમાં વયમર્યાદા તથા અરજી ફી માં રાહત
- સરકારી યોજનાઓમાં OBC આરક્ષણનો લાભ
આ પણ વાંચવુ જોઈએ.