પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું? : આ 4 રીતે કરો તમારું PF Balance Check

 

મિત્રો આજના આ લેખમાં પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?. તેના વિશે માહિતી મેળવીશું, અહીં અમે તમને 4 સરળ રીતે PF Balance Check કરવાની પ્રક્રિયા આપી છે, તમે તે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


 

પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?


ભારત દેશમાં નોકરી કરતા લોકોને ને દર મહિને જે પગાર આપવામાં આવે છે તે પગારમાંથી દર મહિને PF કપાય છે. જે PF બેલેન્સ બેંકમાં જમા થાય છે. આ પી.એફ બેલેન્સ ચેક કરવા માટેની સુવિધા EPFO પુરી પાડે છે. તેથી હવે તમે ઈન્ટરનેટ વગર કે ઈન્ટરનેટ દ્રારા પણ PF Balance Check કરી શકો છો.


પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?

પીએફ બેલેન્સ જુદી-જુદી 4 રીતે ચેક કરી શકો છો. જેમાં બે રીતે એવી છે, જેમાં ઈન્ટરનેટ વગર PF Balance Check શકો છો. અને બે રીતે એવી છે જેમાં તમારે ઈન્ટરનેટની જરૂર પડશે. જે ચાર રીતો નીચે મુજબ છે.

  • 1.Miss Call દ્રારા પીએફ બેલેન્‍સ ચેક
  • 2.SMS દ્રારા પીએફ બેલેન્‍સ ચેક
  • 3.ઉમંગ એપ દ્વારા પીએફ બેલેન્‍સ ચેક
  • 4.UAN Number દ્રારા પીએફ બેલેન્‍સ ચેક

Miss Call દ્રારા પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ તમે તમારા UAN Portal પર રજીસ્ટ્રેશન થયેલા સભ્યના મોબાઈલ દ્રારા મિસકોલ કરીને તમારું PF Balance Check કરી શકો છો.
  • જેના માટે તમારે જે તમારો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન છે તે મોબાઇલ નંબર પરથી આ 01122901406 નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.
  • હવે બે રિંગ વાગ્યા પછી તમારો ફોન જાતે જ Disconnect થઈ જશે. થોડીક વારમાં તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં તમારા PF Account માં કેટલું બેલેન્સ જમા થયેલ છે તે જણાવશે.

SMS દ્રારા પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?

  • તમે તમારા મોબાઇલ માંથી SMS મોકલીને પણ તમારું PF Balance Check કરી શકો છો.
  • તેના માટે તમારે તમારા PF Account માં રજીસ્ટ્રેશન કરાવેલા મોબાઈલ નંબર પરથી એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે.
  • જે મેસેજમાં EPFOHO UAN લખીને આ 7738299899 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.
  • ત્યારબાદ થોડીક જ વારમાં તમારા મોબાઈલ પર તમારા ખાતામાં કેટલું PF બેલેન્સ છે. તેની તમામ જાણકારી આવી જશે.

આ પણ વાંચો:-સીટીઝન પોર્ટલ : હવે ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવો.


ઉમંગ એપ દ્વારા દ્રારા પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ તમારે Play Store પરથી ઉમંગ એપ ડોઉનલોડ કરવાની રહેશે.
  • ઉમંગ એપ ડોઉનલોડ કર્યા પછી ઉમંગ એપ ખોલો અને “Install Application EPFO” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Employee Centric Services” પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ “View Passbook” વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે ત્યાં તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • હવે તમારો જે મોબાઈલ રજિસ્ટર્ડ કરેલ હશે તે મોબાઈલ  નંબર પર OTP મળશે.
  • હવે તે OTP ને ત્યાં દાખલ કરો.
  • હવે તમને તમારું PF બેલેન્સ બતાવશે.

UAN Number દ્રારા પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ તમારે https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જયાં તમે આ વેબસાઈટનું હોમ પેજ ખુલશે, જયાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • જે ફોર્મમાં તમારે UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ કરવાનું રહેશે.
  • હવે ત્યારબાદ મેમ્બર આઈડી ખોલ.
  • હવે તમે તમારા ખાતામાં કેટલી PF બેલેન્સ છે તે જાણી શકો છો.

આ પણ વાંચો:- ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કેવી રીતે કરવું?


FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પીએફ બેલેન્‍સ ચેક કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ:- https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login

 

2.પીએફ બેલેન્‍સ ચેક કરવાની એપ્લિકેશન કઈ છે?

જવાબ:- એપ્લિકેશનનું નામ છે ઉમંગ એપ.

 

3.પીએફ બેલેન્‍સ ચેક કરવા માટેનો નંબર કયો છે?

જવાબ:- (1) મિસ્ડ કોલ દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899

(2) SMS દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899

આ માટે તમારે 7738299899 પર ‘EPFOHO UAN’ SMS કરવાની જરૂર છે.


પ્રિય મિત્રો અહીં અમે તમને પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?, તેના વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment