નેતાઓના પગાર : મિત્રો શું તમે જાણો છો વડાપ્રધાન થી લઇ ધારાસભ્યોને કેટલો પગાર મળે છે. જો નથી જાણતા ચાલો જાણીએ વડાપ્રધાન નો પગાર, રાષ્ટ્રપતિ નો પગાર, ઉપરાષ્ટ્રપતિ નો પગાર, રાજયપાલ નો પગાર, મુખ્યમંત્રી નો પગાર અને ધારાસભ્ય નો પગાર કેટલો હોય છે. તો આ તમામ નેતાઓના પગાર વિશે જાણવા લેખને અંત સુધી વાંચો.
નેતાઓના પગાર : વડાપ્રધાન થી લઇ ધારાસભ્યને આટલો મળે છે પગાર
મિત્રો અહીં નીચે વડાપ્રધાન થી લઇ ધારાસભ્યને કેટલો પગાર મળે છે. તો નેતાઓના પગાર વિશે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) વડાપ્રધાન નો પગાર
વડાપ્રધાન નો પગાર : આમ તો ભારતના વડાપ્રધાન નો મૂળ પગાર 1 લાખ 60 હજાર રૂપિયા હોય છે. પરંતુ તેની સાથે વડાપ્રધાનને વિવિધ પ્રકારના ભથ્થા અને અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે છે.
(2) રાષ્ટ્રપતિ નો પગાર
રાષ્ટ્રપતિ નો પગાર : ભારતના રાષ્ટ્રપતિ નો પગાર દર મહિને રૂપિયા 5 લાખ હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ જયારે તે પદ પરથી નિવૃત્ત થાય છે તો પણ દરેક રાષ્ટ્રપતિને પગાર તરીકે 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
(3) ઉપરાષ્ટ્રપતિ નો પગાર
ઉપરાષ્ટ્રપતિ નો પગાર : ભારતમાં ઉપરાષ્ટ્રપતિ ને રાષ્ટ્રપતિ કરતા 1 લાખ રૂપિયા પગાર ઓછો હોય છે એટલે કે ઉપરાષ્ટ્રપતિ ને 4 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે સાથે ઉપરાષ્ટ્રપતિ ને વિવિધ પ્રકારના ભથ્થા અને અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે છે.
(4) રાજયપાલ નો પગાર
રાજયપાલ નો પગાર : ભારતમાં રાજયપાલ ને દર મહિને 1 લાખ 10 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે પરંતુ વિવિધ પ્રકારના ભથ્થા અને અન્ય સરકારી સુવિધાઓ ઉમેર્યા પછી રાજ્યપાલને દર મહિને 3.5 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે.
(5) મુખ્યમંત્રી નો પગાર
મુખ્યમંત્રી નો પગાર : મિત્રો ભારતમાં જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર અલગ અલગ હોય છે. મુખ્યમંત્રીનો પગાર જે-તે રાજ્ય દ્રારા નક્કી કરવામાં આવે આવે છે. જે તમામ રાજ્યોના મુખ્યમંત્રીo
| રાજ્યોના નામ | પગાર |
| દિલ્હી | ₹390,000 |
| મહારાષ્ટ્ર | ₹340,000 |
| ઉતરપ્રદેશ | ₹365,000 |
| તેલંગાણા | ₹410,000 |
| ગુજરાત | ₹321,000 |
| આંધ્ર પ્રદેશ | ₹335,000 |
| હિમાચલ પ્રદેશ | ₹310,000 |
| મધ્યપ્રદેશ | ₹255,000 |
| ઝારખંડ | ₹272,000 |
| હરિયાણા | ₹288,000 |
| પંજાબ | ₹230,000 |
| છત્તીસગઢ | ₹230,000 |
| બિહાર | ₹215,000 |
| ગોવા | ₹220,000 |
| કર્ણાટક | ₹200,000 |
| તામિલનાડુ | ₹205,000 |
| પશ્ચિમ બંગાળ | ₹210,000 |
| રાજસ્થાન | ₹175,000 |
| કેરળ | ₹185,000 |
| સિક્કિમ | ₹190,000 |
| ત્રિપુરા | ₹105,500 |
| નાગાલેન્ડ | ₹110,000 |
| મણિપુર | ₹120,000 |
| આસામ | ₹125,000 |
| અરુણાચલ પ્રદેશ | ₹133,000 |
| ઓડિશા | ₹160,000 |
| મેઘાલય | ₹150,000 |
| ઓડિશા | ₹160,000 |
| ઉત્તરાખંડ | ₹175,000 |
(6) ધારાસભ્ય નો પગાર
ધારાસભ્ય નો પગાર : મિત્રો ભારતમાં ધારાસભ્ય નો પગાર દરેક રાજ્યમાં જુદો-જુદો હોય છે. કારણ કે કલમ 164 મુજબ દરેક રાજ્યમાં ધારાસભ્યનો પગાર તેના રાજ્યની વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો :- ભારતમાં આ લોકોને ટોલ ટેક્સ ભરવામાંથી મળે છે છૂટ, જાણો કયા છે તે લોકો
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને નેતાઓના પગાર વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને વડાપ્રધાન થી લઇ ધારાસભ્ય કેટલો પગાર આપવામાં આવે છે. તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.
