ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના.
તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે?, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવે છે. દેશના 18 વર્ષથી 70 વર્ષની ઉંમરના લોકો માટે “Pradhan Mantri Suraksha Bima Yojana” બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને બેંકમાં દર વર્ષે રૂપિયા 20 ભરવાના થશે. જેથી Pradhan Mantri Suraksha Bima Yojana અંતર્ગત વીમા કવરનો લાભ આપવામાં આવશે. જેથી 18 વર્ષ થી 70 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય આપવામાં આવે છે. અથવા જો તે વ્યક્તિને અકસ્માતમાં પગ અથવા હાથમાં કોઈ ખોટ જણાયા તો આ યોજના હેઠળ રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો હેતુ શું?
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો મુખ્ય હેતુ આ યોજના હેઠળ વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો આવા સમયે ગરીબ પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય મળી રહે અથવા હાથમાં કે પગમાં કોઈ અપંગતા આવે તો આ યોજના હેઠળ રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવશે. જેથી તેના પરિવારના પાછળના સભ્યો સારી રીતે જીવન જીવી શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)
દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ મેળવવા માંગતા વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ હશે તેમને આ યોજનાનો લાભ મળશે.
- કોઈપણ બેંકોમાં ખાતું ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલું સુરક્ષા કવચ મળે છે?
જે વ્યક્તિએ “Pradhan Mantri Suraksha Bima Yojana” માં અરજી કરી છે. અને જો તે વ્યક્તિ દર વર્ષે યોજના હેઠળ વીમો ભરવાનું ચાલુ કરેલ છે તો તેને 18 વર્ષ થી 70 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય (સુરક્ષા કવચ) આપવામાં આવશે અથવા હાથમાં કે પગમાં, આંખમાં કોઈ અપંગતા આવે તો આ યોજના હેઠળ રૂપિયા 1 કે 2 લાખની સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રીમિયમ કેટલું અને ક્યારે ભરવાનું?
Pradhan Mantri Suraksha Bima Yojana હેઠળ તમારે વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા જ ભરવાનું હોય એટલે કે તમારે વર્ષમાં એક વખત આ હપ્તો ભરવાનો હોય છે. જે તમારે 1લી જૂનના રોજ અથવા તે પહેલાં તમે આ પ્રીમિયમ ભરી શકો છો.
પ્ધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મળતો લાભ ક્યારે બંધ થઈ જાય છે?
Pradhan Mantri Suraksha Bima Yojana માં મળતો લાભ ઘણા બધા કારણોસર બંધ થઈ જાય છે. જે નીચે મુજબ છે.
- જો તમારું બેંક એકાઉન્ટ બંધ કરી દો છો અથવા કોઈ કારણોસર તમારું એકાઉન્ટ બંધ થઈ જાય છે, ત્યારે આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય છે.
- આ યોજના મુજબ તમારી ઉંમર એટલે કે 70 વર્ષ પૂર્ણ થાય છે, તો તમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.
- જે સમયે આ પ્રીમિયમ લેવામાં આવશે અને જો તમારા બેંક એકાઉન્ટમાં આ પ્રીમિયમ જેટલું બેલેન્સ નહીં તો પણ આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.
- જો તમે એક સાથે ઘણી બધી જગ્યાએથી સુરક્ષા વીમો મેળવવો છો, તો તમને આ યોજનાનો લાભા મળતો બંધ થઈ જશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ
Pradhan Mantri Suraksha Bima Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- આધારકાર્ડ
- ઓળખનો પુરાવો
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝ ફોટા
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?
Pradhan Mantri Suraksha Bima Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- જે લોકો આ યોજનામાં અરજી કરવા માંગે છે. તેમને…
- સૌ પ્રથમ પોતાને જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જવાનું રહેશે. અથવા તમે કોઈ અન્ય પોલીસી વીમા ધારક પાસે જઈ શકો છો.
- ત્યાં જઈને તમારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. (જે ફોર્મની ડાઉનલોડ લિંક નીચે આપેલ છે.)
- હવે ત્યારબાદ તે તમને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ આપશે.
- હવે તમારે તે ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને તેની સાથે ઉપર આપેલા ડોક્યુમેન્ટ્સ સાથે જોડવા.
- હવે ફરીથી તે ફોર્મની એક ચકાસણી કરીને જો તમારું ફોર્મ તૈયાર હોય તો તે ફોર્મને બેંક અધિકારી પાસે જમા કરાવી દો.
- આ રીતે તમે Pradhan Mantri Suraksha Bima Yojana માં અરજી કરી શકો છો.
Pradhan Mantri Suraksha Bima Yojana માટે કેવી રીતે દાવો કરવો?
Pradhan Mantri Suraksha Bima યોજના યોજના હેઠળ જે વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે જો તેનું કોઈ કારણોસર મૃત્યુ થયા પછી તેનો નોમિની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 30 દિવસમાં દાવો કરવાનો હોય છે. ત્યારે તેમને 2 લાખનો વીમો આપવામાં આવે છે.
- સૌ પ્રથમ પોલિસી ધારકના નોમિનીએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે.
- હવે તે નોમિનીએ બેંકમાંથી પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા ક્લેમ ફોર્મ અને ડિસ્ચાર્જ રસીદ લેવાની મેળવવાની રહેશે.
- હવે નોમિનીએ તે ફોર્મ ભરીને તેની સાથે મૃત્યુ પ્રમાણપત્ર અને રદ કરેલ ચેક અને ડિસ્ચાર્જ રસીદ ક્લેમ ફોર્મ સાથે જોડીને બેંકમાં જમા કરવાનાં રહશે.
- આ રીતે તમે Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં દાવો કરી શકો છો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેલ્પલાઈન નંબર
પ્રિય મિત્રો અહીં અમે તમને PMBSY ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો તમે તમારી નજીકની બેંકમાં અથવા વિવિધ પોલીસી વીમા ધારકો પાસે જઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો અથવા અહીં નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને Pradhan Mantri Suraksha Bima Yojana વિશે માહિતી મેળવી શકો છો.
- હેલ્પલાઇન નંબર :- 1800-180-1111 અથવા 1800-110-001
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અરજી ફોર્મ pdf | અહીં ક્લિક કરો. |
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ક્લેમ ફોર્મ pdf | અહીં ક્લિક કરો. |
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની અધિકારીક વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ કોને મળે છે?
જવાબ :- આ યોજનાનો લાભ જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ છે. તેમને આ યોજનાનો લાભ મળશે.
2.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?
જવાબ :- 18 વર્ષ થી 55 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય અથવા તે વ્યક્તિને આંખ, પગ અને હાથમાં જો કોઈ અપંગાતા આવે તો તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 1 થી 2 લાખની સહાય (સુરક્ષા કવચ) આપવામાં આવે છે.
3.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જઈને તમે અરજી કરી શકો છો અથવા બીજી કોઈપણ વીમા ધારક કંપનીમાં જઈને અરજી કરી શકો છો.
4.જો વીમા ધારક આપઘાત કરે તો શું પરિવારને વીમાનો લાભ મળશે?
જવાબ :- જો વીમા ધારક આપઘાત કરે છે તો તેને આ વીમાનો લાભ મળશે નહીં.