રામાયણ ના પાત્રો ના નામ | Ramayan Na Patro Na Nam

 

પ્રિય મિત્રો અહીં રામાયણ ના પાત્રો ના નામ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં રામાયણના પાત્રોના નામ અને કયા પાત્ર વચ્ચે શું સબંધ થાય છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

રામાયણ ના પાત્રો ના નામ

  • રાજા દશરથ
  • રાજા જનક
  • ભગવાન શ્રી રામ
  • સીતા
  • લક્ષ્મણ
  • ભરત
  • શત્રુઘ્ન.
  • ઉર્મિલા
  • શ્રુતકીર્તિ
  • મંથરા
  • રાવણ
  • મંદોદરી
  • કુંભકર્ણ
  • તડકા
  • વિભીષણ
  • શૂર્પણખા
  • મેઘનાદ

 

રામાયણ ના પાત્રો ના નામ અને તેના વિશે ટૂંકમાં માહિતી.

રાજા દશરથ

અયોધ્યાના રઘુવંશી (સૂર્યવંશી) કુળના મહાન પ્રતાપી રાજા. તેમની ઈન્દ્ર સાથે પણ મૈત્રતાા હતી. તેઓ ઇક્ષ્વાકુ વંશના મહાન રાજા અજા અને ઇન્વદુમતીના પુત્ર હતા. રાજા દશરથનું પાત્ર આદર્શ રાજા, તેમના પુત્રો માટે પ્રેમાળ પિતા અને તેમના વચન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત માણસને દર્શાવે છે.

 

રાજા જનક 

રાજા જનકનું સાચું નામ સિર્ધ્વજ હતું. તેઓ જનકપુરના રાજા હતા. રાજા હોવા છતાં પણ તેઓ ઋષિમુનિઓ જેવુ જીવન જીવતા હતા. તેથી તેમને ‘વિદેહ’ પણ કહેવામાં આવતા હતા.

 

તેમની બે પુત્રીઓ સીતા અને ઉર્મિલા હતી. જેમના લગ્ન રામ અને લક્ષ્મણ સાથે થયા હતા. તેમના ભાઈનું નામ કુશધ્વજ હતું, જેને માંડવી અને શ્રુતિકીર્તિ નામની બે પુત્રીઓ હતી. જેમણે ભરત અને શત્રુઘ્ન સાથે લગ્ન કર્યા હતા.

 

ભગવાન શ્રી રામ

રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર ગણાય છે. તેઓ શ્રીરામ અથવા શ્રીરામચંદ્રના નામથી પણ ઓળખાય છે. રામાયણ અનુસાર, અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથે પુત્રની ઈચ્છા પ્રાપ્તી માટે યજ્ઞ કર્યો, જેના ફળ સ્વરૂપે તેમના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો. શ્રી રામનો જન્મ અયોધ્યામાં દેવી કૌશલ્યાના ગર્ભથી થયો હતો. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ શ્રી રામ જયંતિ અથવા રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે.

 

શ્રીરામ ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા. શ્રી રામના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા. જેનાથી તેમને ‘લવ અને કુશ’ નામના બે પુત્રો થયા હતા.

 

ભગવાન શ્રીરામે તેમના પિતા દ્વારા આપવામાં આવેલ વચનને પૂર્ણ કરવા માટે પત્ની સીતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. જ્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આખરે રામે રાવણનો વધ કરીને સીતાને પરત લાવ્યા હતા.

 

લક્ષ્મણ

લક્ષ્મણ રાજા દશરથના ત્રીજા પુત્ર હતા, તેમનો જન્મ માતા સુમિત્રાની કુખે થયો હતો. લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. લક્ષ્મણ દરેક કળામાં નિપુણ હતા, પછી તે કુસ્તી હોય કે ધર્નુવીધા.

 

તેઓ મોટાભાઇ ભગવાન શ્રીરામને અનહદ પ્રેમ કરતા હતા. તેમણે પોતાનું આખુ જીવન ભગવાન શ્રી રામની સેવામાં વિતાવ્યું અને જીવનભર પડછાયાની જેમ તેમની સેવામાં વ્યસ્ત રહ્યા. તેમના અન્ય ભાઈઓ ભરત અને શત્રુગ્ન હતા. તેમને રામ અને સીતા સાથે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. તેની પત્નીનું નામ ઉર્મિલા હતી.

 

સીતા

દેવી સીતા મિથિલા નરેશ રાજા જનકની સૌથી મોટી પુત્રી હતી. તેઓ પૃથ્વીના પેેેેેેેેેટાળમાંથી જન્મ્યા હોવાનું કહેવાય છે. ત્રેતાયુગમાં તેમને સૌભાગ્યની દેવી લક્ષ્મીનો અવતાર કહેવાય છે.

 

સ્વયંવરમાં શિવનું ધનુષ્ય તોડ્યા પછી તેમના લગ્ન અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર શ્રી રામ સાથે થયા હતા.

 

લવ & કુશ

લવ અને કુશ એ બન્ને ભગવાન શ્રી રામ અને માતા સીતા ના પુત્ર હતા.

 

ઉર્મિલા

ઉર્મિલા જનકપુરના રાજા જનક અને રાણી સુનયનાની પુત્રી હતી, તે દેવી સીતાની નાની બહેન અને લક્ષ્મણની પત્ની હતી. લક્ષ્મણ અને ઉર્મિલાને ‘અંગદ અને ચંદ્રકેતુ’ નામના બે પુત્રો હતા. ભગવાન શ્રીરામને ૧૪ વર્ષનનો વનવાસ મળતાં લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા હતા, ત્યારે આ મહાન નારીએ ૧૪ વર્ષ પતિના વિયોગમાં વિતાવ્યા અને માતા કોશલ્યાની સેવા કરી હતી.

 

ભરત

ભરત રાજા દશરથ અને કૈકેયીના પુત્ર હતા. તેમની ભાતૃપ્રેમની જીવંત મૂર્તિ માનવામાં આવે છે. આજે પણ જયારે આદર્શની ભાઇની વાત આવે તો ભરતનું નામ ખૂબ ગૌરવ સાથે લેવાય છે, એક કહેવત છે કે “ભાઇ હોય તો ભરત જેવો” . નંદીગ્રામમાં તપસ્વી જીવન જીવતા તેઓ ચૌદ વર્ષ સુધી શ્રી રામના આગમનની રાહ જોતા રહ્યા. અને રાજા હોવા છતાં ભગવાન રામની પાદુકાઓ રાજા સ્વરૂપમાં રાખી ૧૪ વર્ષ એક સેવકની જેમ રાજ સંભાળ્યુ. ભરતના લગ્ન માંડવી સાથે થયા હતા, જેનાથી તેમને તક્ષ અને પુષ્કલ નામના બે પુત્રો થયા હતા.

 

શત્રુઘ્ન

રાજા દશરથ અને સુમિત્રાનો પુત્ર, રામનો સૌથી નાનો ભાઈ. જે રીતે લક્ષ્મણ રામના પડછાયાની જેમ તેમની સેવામાં વ્યસ્ત રહ્યા. એ જ રીતે શત્રુઘ્ન ભરતની સેવામાં વ્યસ્ત રહેતા. જ્યારે રામરાજની સ્થાપના થઈ ત્યારે તેમણે ઘણા રાજાઓને હરાવ્યા અને મથુરાના દુષ્ટ રાજા લવણાસુરનો વધ કર્યો હતો.

 

શ્રુતકીર્તિ

શ્રુતકીર્તિ રાજા કુશધ્વજની પુત્રી હતી, શ્રુતકીર્તિના લગ્ન ભગવાન શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્ન સાથે થયા હતા. તેમને શત્રુઘતિ અને સુબાહુ નામના બે પુત્રો હતા. કુશધ્વજ મિથિલાના રાજા નિમીના પુત્ર અને રાજા જનકના નાના ભાઈ હતા.

 

મંથરા

મંથરા અયોધ્યાના રાજા દશરથની રાણી કૈકેયીની પ્રિય દાસી હતી. શારીરિક ખામીને કારણે તે જીવનભર અપરિણીત રહી હતી. જ્યારે કૈકેયીના લગ્ન થયા ત્યારે તે કૈકેયી સાથે અયોધ્યા આવી.

 

તેણીએ રાણી કૈકેયીને રામ વિરુદ્ધ ભડકાવી રાજા દશરથ પાસેથી રામને ૧૪ વરસનો વનવાસ અને ભરતને રાજગાદી નું વરદાન માંગાવ્યુ હતુ. જેના કારણે રાજા ભરતે તેને ૧૪ વરસ સુધી કાળ કોટડીમાં બંધ કરી સજા આપી હતી. બાદમાં ભગવાન શ્રી રામ વનવાસ પુુુર્ણ કરી પરત ભરતાં તેને મુકત કરી હતી.

 

રાવણ

રાવણ રામાયણનું મુખ્ય પાત્ર છે. રાવણ લંકા જે હાલનું શ્રીલંકા ના રાજા હતા. તે તેના દસ માથા માટે પણ જાણીતો હતો. જેના કારણે તેનું નામ દશાનન પડ્યું હતુ.

 

રાવણ પુલસ્ત્ય ઋષિનો પૌત્ર અને વિશ્રવાનો પુત્ર હતો. ઋષિ વિશ્રવાને ત્રણ પત્નીઓ હતી – પુષ્પોત્કટા, રાકા અને માલિની. રાવણ પુષ્પોત્કટાનો પુત્ર હતો. મહાભારતની દંતકથા અનુસાર, રાવણને કુંભકર્ણ નામે એક ભાઈ અને એક કુંભીનાસી નામે બહેન હતી. માલિનીની કુખે વિભિષણ, રાકાની કુખે ખર અને શૂર્પણખાનો જન્મ થયો હતો.

 

રાવણ શિવનો મહાન ભક્ત, એક મહાન વિદ્વાન, ગૌરવશાળી રાજા, પરાક્રમી યોદ્ધા, સૌથી શક્તિશાળી શાસ્ત્રોનો ગહન જાણકાર, મહાન વિદ્વાન અને મહાન ઋષિ હતો.

 

રાવણના શાસન દરમિયાન લંકાની યશકીર્તી અને ભવ ચરમસીમાએ હતા. તેણે પોતાનો મહેલ સોનાથી બનાવ્યો હતો, તેથી લંકનગરીને સોનાની નગરી પણ કહેવામાં આવતી. રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા.

 

મંદોદરી

મંદોદરી મેયદાનવની પુત્રી હતી. મંદોદરી રામાયણની પાંચ પુત્રીઓમાંની એક છે, જેને ચિર-કુમારી કહેવામાં આવે છે. મંદોદરીના લગ્ન લંકાપતિ રાવણ સાથે થયા હતા.

 

મંદોદરી એક સદાચારી અને પતિવ્રતા નારી હતી, તે હંમેશા રાવણને ખરાબ માર્ગ છોડીને સત્યનો માર્ગ અપનાવવા સલાહ આપતી હતી. પરંતુ પોતાની શક્તિ પર ઘમંડ હોવાના કારણે રાવણે ક્યારેય મંદોદરીની વાતને ગંભીરતાથી લીધી ન હોતી.

 

કુંભકર્ણ

કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ હતો. જેને ભગવાન શ્રીરામે યુદ્ધમાં માર્યો હતો. તે વિશ્રવા અને રાક્ષસી કેેેેકસીનો પુત્ર હતો.

 

કુંભ અર્થાત ઘડો અને કર્ણ એટલે કાન. નાનપણથી જ મોટા કાન હોવાને કારણે તેનું નામ કુંભકર્ણ પડ્યું હતુ. તે શૂર્પણખાના મોટા ભાઈ હતા. નાનપણથી જ તેની અંદર અપાર શક્તિ રહેલી હતી, એક આખુ શહેર જમી લે એટલું બધું તે માત્ર એક જ ટાણે ખાઈ લેતો હતો.

 

વિભીષણ

વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો. વિભીષણની પત્નીનું નામ સરમા અને પુત્રીનું નામ ત્રિજટા હતું. વિભીષણ રામના ભક્ત હતા. તેમણે લંકામાં રહીને પણ રામ ભકિત કરી હતી. તેઓ રાવણ પણ યુધ્ધ છોડીને રામના શરણમાં જવાની સલાહ આપતા હતા.

 

તેમની રામભકિતના કારણે રાવણે તેમને લંકામાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ તેઓ ભગવાન શ્રીરામને મળ્યા અને ભગવાન શ્રીમને યુધ્ધમાં મદદ કરી અને રાવણના મૃત્યુ પછી લંકાના રાજા બન્યા.

 

મેઘનાદ

મેઘનાદ રાવણના પુત્ર હતા. ઈન્દ્રને હરાવવાના કારણે જ ભગવાન બ્રહ્માએ તેનું નામ ઈન્દ્રજિત રાખ્યું હતું. મેઘનાદ તેના પિતાનો ભક્ત પુત્ર હતો. રામ સ્વયં ભગવાન છે એ જાણ્યા પછી પણ તેણે પિતાનો સાથ ન છોડ્યો.

 

જ્યારે તેની માતા મંદોદરીએ તેને કહ્યું કે માણસ એકલો મુક્તિ તરફ જાય છે, ત્યારે તેણે કહ્યું કે જો પિતાનો અસ્વીકાર કરીને, મને સ્વર્ગ મળે તો પણ હું તેનો અસ્વીકાર કરીશ.રામ-રાવણના યુદ્ધમાં લક્ષ્મણે તેનો વધ કર્યો હતો.

 

શૂર્પણખા

શૂર્પણખા રાવણની બહેન હતી. તેણીનું નામ શૂર્પણખા રાખવામાં આવ્યું કારણ કે તે સૂપ જેવા નખની માલિક હતી. વાલ્મીકિ રામાયણ મુજબ, જ્યારે રામ અને લક્ષ્મણે શૂર્પણખાની તેની સાથે લગ્ન કરવાની વિનંતીને નકારી કાઢી, ત્યારે તે ગુસ્સામાં આવીને સીતા પર હુમલો કરવા દોડી ગઈ.

 

આના કારણે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. અપમાનિત થઈને તે તેના ભાઈ રાવણ પાસે ગઈ અને રાવણે આ અપમાનનો બદલો લેવાનું વચન આપ્યુ, રાવણે સીતાનું હરણ કર્યુ જેના કારણે રામ-રાવણ યુદ્ધ થયું.

 

તડકા

તે સુકેતુની પુત્રી હતી જેના લગ્ન સુદ નામના રાક્ષસ સાથે થયા હતા. તે પોતાના પતિ અને બે પુત્રો ‘સુબાહુ અને મારીચ’ સાથે અયોધ્યા નજીકના સુંદર જંગલમાં રહેતી હતી.

 

વિશ્વામિત્ર સહિત અનેક ઋષિઓ પણ આ જંગલમાં રહેતા હતા. આ રાક્ષસો તેના જપ, તપ અને યજ્ઞમાં હંમેશા અવરોધો ઉભો કરતા હતા. તડકાના પ્રકોપને કારણે સુંદર વનનું નામ બદલીને તડકા વન પડી ગયુ હતુ.

 

વિશ્વામિત્રએ રાજા દશરથને વિનંતી કરતાં, તેઓ રામ અને લક્ષ્મણને પોતાની સાથે સુંદર વનમાં લઈ આવ્યા, જ્યાં રામ લક્ષ્મણએ તડકા અને સુબાહુનો વધ કર્યો. રામના બાણથી ઘાયલ થઈને મરીચ દૂર દક્ષિણમાં દરિયા કિનારે જઇને પડયો.

 

રામાયણમાં કોણા વચ્ચે શું સંબંધ છે?

રામાયણમાં આપવામાં આવેલા એકબીજા પાત્રો વચ્ચે શું સંબંધ છે. તેના વિશે જાણકારી નીચે મુજબ છે.

પાત્રનુ નામ  સંબધ 
રાજા દશરથ ભગવાન રામના પિતા

અયોધ્યા નગરીના રાજા

રાજા જનક જનકપુરના રાજા

માતા સીતા અને ઉર્મિલાના પિતા

ભગવાન શ્રી રામ રાજા દશરથના પુત્ર

માતા સીતાના પતિ

લક્ષ્મણના મોટા ભાઈ

લવ અને કુશના પિતા

સીતા ભગવાન શ્રી રામના પત્ની

જનક રાજાની પુત્રી

લવ અને કુશના પિતાના માતા

લક્ષ્મણ ભગવાન શ્રી રામના નાના ભાઈ

રાજા દશરથના ત્રીજા પુત્ર

માતા સુમિત્રાના પુત્ર

માતા ઉર્મિલાના પત્ની

પુત્ર અંગદ અને ચંદ્રકેતુના પિતા

ભરત રાજા દશરથ અને કૈકેયીના પુત્ર

માતા માંડવીના પતિ

પુત્ર તક્ષ અને પુષ્કલના પિતા

શત્રુઘ્ન રાજા ભરતના સેવક
ઉર્મિલા રાજા જનક અને રાણી સુનયનાની પુત્રી

લક્ષ્મણના પત્ની

પુત્ર અંગદ અને ચંદ્રકેતુના માતા

મંથરા રાણી કૈકેયીની પ્રિય દાસી
રાવણ લંકા નગરીનો રાજા

ભગવાન શિવનો મહાન ભગત

મંદોદરીના પત્ની

મંદોદરી લંકાપતિ રાવણના પત્ની
કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ
વિભીષણ રાવણનો નાના ભાઈ
મેઘનાદ લંકા નગરીનો રાજા રાવણાના પુત્ર
શૂર્પણખા લંકા પતિ રાવણની બહેન
તડકા સુકેતુની પુત્રી
શ્રુતકીર્તિ શત્રુઘ્નના પત્ની

 

FAQ’S – (રામાયણ ના પાત્રો ના નામ)

પ્રશ્ન – 1 રામાયણ કોણે લખી હતી?

જવાબ – વાલ્મિકી

 

પ્રશ્ન – 2 રામની માતાનુ નામ શું હતું?

જવાબ – કૌશલ્યા

 

પ્રશ્ન – 3 ભરતની પત્નીનુ નામ શું હતું?

જવાબ – માંડવી

 

પ્રશ્ન – 4 લક્ષ્મણની પત્નીનુ નામ શું છે?

જવાબ – ઉર્મિલા

 

પ્રશ્ન – 5 રાવણની પત્નીનુ નામ શું છે?

જવાબ – મંદોદરી

 

પ્રશ્ન – 6 રામના પિતાનું નામ શું છે?

જવાબ – રાજા દશરથ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને રામાયણ ના પાત્રો ના નામ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Exit mobile version