SBI Home Loan : એસબીઆઇ હોમ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

એસબીઆઇ હોમ લોન – શું મિત્રો તમે SBI Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, એસબીઆઇ હોમ લોન શું છે, SBI હોમ લોન પરનો વ્યાજદાર કેટલો છે, SBI હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને SBI Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


SBI Home Loan


એસબીઆઇ હોમ લોન શું છે? – SBI Home Loan

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવતી Home Loan હેઠળ બેંક દ્રારા તમને તમારા ઘરની કિંમતના 90% લોન આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે.

SBI Home Loan હેઠળ સંરક્ષણ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, નોન-સેલેરી વ્યક્તિઓ, ‘ગ્રીન’ ઘર ખરીદનારા અરજદારો અને ડુંગરાળ કે આદિવાસી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓ માટે વિવિધ વિશેષ હોમ લોન પ્રોડક્ટ્સ ઓફર આપવામાં આવે છે. સાથે એસબીઆઇ હોમ લોન ના અન્ય કેટલાક લાભોમાં મહિલા ઋણધારકોને વ્યાજ દરમાં 0.05%ની છૂટ આપવામાં આવે છે અને સાથે હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા, બેલેન્સ ટ્રાન્સફર સુવિધા, ટોપ-અપ વગેરે વિવિધ સુવિધા આપવામાં આવે છે.


SBI હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – SBI home loan interest rate

SBI home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.40% થી 10.15% સુધી હોય છે. આ વ્યાજદર SBI Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


SBI હોમ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે SBI Home Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) NRI હોમ લોન

NRI હોમ લોન કોને આપવામાં આવે છે? : તો ભારતમાં રહેવા માટેની મિલકતો ખરીદવા માટે બેંક દ્રારા બિન-નિવાસી ભારતીયોને લોન આપવામાં આવે છે.

(2) SBI પ્રિવિલેજ હોમ લોન

SBI પ્રિવિલેજ હોમ લોન કોને આપવામાં આવે છે? : તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને પેન્શનપાત્ર સેવા ધરાવતા અન્ય વ્યક્તિઓ સાથે કામ કરતા સરકારી કર્મચારીઓને લોન આપવામાં આવે છે.

(3) નિયમિત હોમ લોન

નિયમિત હોમ લોન કોને આપવામાં આવે છે? : તો પહેલેથી જ બિલ્ટ અથવા અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીની ખરીદી અને પૂર્વ માલિકીના ઘરોની ખરીદી માટે આ લોન આપવામાં આવે છે. સાથે તે લોકો તેમની ઘરની મિલકતના બાંધકામ માટે લોન અથવા તેમની હાલની મકાન મિલકતના મકાનનું ઘર રિનોવેશન લોન મેળવવા માંગતા હોય તેમને લોન આપવામાં આવે છે.

(4) SBI ફ્લેક્સીપે હોમ લોન

SBI ફ્લેક્સીપે હોમ લોન કોને આપવામાં આવે છે? : તો પગારદાર અરજદારોને આ ફ્લેક્સીપે હોમ લોન આપવામાં આવે છે.

(5) SBI ટોપ-અપ હોમ લોન

SBI ટોપ-અપ હોમ લોન કોને આપવામાં આવે છે? : તો હાલમાં જે હોમ લોન લીધેલ છે, તેમને SBI બેંક દ્રારા ટોપ-અપ હોમ લોન આપવામાં આવે છે, જેમાં તેમને પોતાનું ચાલતી જૂની લોન સાથે વધારાની લોન મેળવવા માટે આ લોન આપવામાં આવે છે. (જેમણે એક વાર હોમ લીધેલ છે, પરંતુ તે હજી વધુ એક લોન મેળવવા માંગે છે. તો તે આ લોન હેઠળ વધુ એક લોન મેળવી શકે છે.

(6) SBI રિયલ્ટી હોમ લોન

SBI રિયલ્ટી હોમ લોન કોને આપવામાં આવે છે? : જે લોકો નવા પ્લોટની ખરીદી કરી અને તેના પર ઘર બાંધકામ કરવા માટે SBI રિયલ્ટી હોમ લોન આપવામાં આવે છે.

(7) બેલેન્સ ટ્રાન્સફર SBI હોમ લોન

બેલેન્સ ટ્રાન્સફર SBI હોમ લોન કોને આપવામાં આવે છે? : જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી મેળવેલ છે અને તે લોનને તમે SBI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.

(8) SBI પૂર્વ-મંજૂર હોમ લોન

SBI પૂર્વ-મંજૂર હોમ લોન કોને આપવામાં આવે છે? : તો પૂર્વ-મંજૂર હોમ લોન સુવિધા સંભવિત હોમ લોન અરજદારોને મિલકતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પૂર્વ-મંજૂર લોન મંજૂરી મેળવવાની મંજૂરી આપે છે. આ અરજદારોને બિલ્ડરો, વિક્રેતાઓ સાથે વિશ્વાસપૂર્વક વાટાઘાટો કરવાની મંજૂરી આપે છે. આ SBI પૂર્વ-મંજૂર હોમ લોન અરજદારની આવકના આધારે આપવામાં આવે છે.

(9) SBI YONO ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોન

SBI YONO ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોન કોને આપવામાં આવે છે? : જે લોકો અત્યારે લોન મેળવવા માંગે છે તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(10) SBI શૌર્ય હોમ લોન

SBI શૌર્ય હોમ લોન કોને આપવામાં આવે છે? : તો આ લોન આર્મી અને સંરક્ષણ કર્મચારીઓને નીચા વ્યાજ દર, સરળ ચુકવણી વિકલ્પો અને લાંબા સમય સુધી ચુકવણીની અવધિ સાથે આપવામાં આવે છે.

(11) નોન-સેલરી- ડિફરન્શિયલ ઑફરિંગ SBI હોમ લોન

નોન-સેલરી- ડિફરન્શિયલ ઑફરિંગ SBI લોન કોને આપવામાં આવે છે? : તો જે બિન-પગાર વગરના અરજદારો છે તેમને ઘરોની ખરીદી અને બાંધકામ, હાલના નિવાસ એકમોના સમારકામ અને નવીનીકરણ કરવા માટે આપવામાં આવે છે. અને તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે SBI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. (અન્ય હોમને નોન-સેલરી- ડિફરન્શિયલ ઑફરિંગ SBI હોમ લોન દ્રારા ટ્રાન્સફર કરી શકો છો.)

(12) SBI ટ્રાઇબલ પ્લસ

SBI ટ્રાઇબલ પ્લસ લોન કોને આપવામાં આવે છે? : SBI ટ્રાઇબલ પ્લસ એ આદિવાસી કે પહાડી વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓને આપવામાં આવે છે. જેમને નવા મકાનની ખરીદી, બાંધકામ કે 10 વર્ષથી વધુ જુના મકાનની ખરીદી અને હાલની ઘરની મિલકતોના સમારકામ માટે આ લોન આપવામાં આવે છે.

(13) SBI મેક્સગેન હોમ લોન

SBI મેક્સગેન હોમ લોન કોને આપવામાં આવે છે? : SBI મેક્સગેન એ હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા છે જે અરજદારોને રેડી ટુ મૂવ-ઇન પ્રોપર્ટી ખરીદવા માટે આપવામાં આવે છે.


SBI હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર SBI Home Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (SBI Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) NRI હોમ લોન માટે પાત્રતા

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 60 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(2) SBI પ્રિવિલેજ હોમ લોન માટે પાત્રતા

  • લાભાર્થી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રની બેંકો, કેન્દ્ર સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને પેન્શનપાત્ર સેવા ધરાવતી અન્ય વ્યક્તિઓ સાથે કામ કરતા સરકારી કર્મચારી હોવો જોઈએ.
  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 75 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(3) નિયમિત હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(4) SBI ફ્લેક્સીપે હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 21-45 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિ પગારદાર હોવો હોવો જોઈએ?
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(5) SBI ટોપ-અપ હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(6) SBI રિયલ્ટી હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(7) બેલેન્સ ટ્રાન્સફર SBI હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(8) SBI પૂર્વ-મંજૂર હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(9) SBI YONO ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોન

  • જે ગ્રાહકોને પહેલા લોન લીધેલ છે. તેમની ક્રેડિટ ના આધાર પૂર્વ-પસંદ કરેલા ગ્રાહકો.

(10) SBI શૌર્ય હોમ લોન

  • લોન લેનાર લાભાર્થી આર્મી અને સંરક્ષણ કર્મચારી હોવો જોઈએ.
  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ અને 70 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

(11) નોન-સેલરી-ડિફરન્શિયલ ઑફરિંગ SBI હોમ લોન

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.
  • લોન લેનાર લાભાર્થી પગારદાર ના હોવો જોઈએ.
  • જો અરજદાર માલિકીની પેઢીમાં માલિક હોય અથવા ભાગીદારી પેઢીના ભાગીદારોમાંથી એક હોય અથવા કંપનીમાં ડિરેક્ટર હોય, તો કંપની/ફર્મ ઓછામાં ઓછા 3 વર્ષ માટે અસ્તિત્વમાં હોવું જોઈએ.
  • છેલ્લા 2 વર્ષમાં ચોખ્ખો નફો મેળવ્યો હોવો જોઈએ.
  • નિયમિત અને પ્રમાણભૂત વર્તમાન ક્રેડિટ સુવિધાઓ
  • જો સૂચિત હાઉસ પ્રોપર્ટી પ્રોપરાઈટર અને પ્રોપ્રાઈટરી ફર્મ દ્વારા સંયુક્ત રીતે હસ્તગત કરવામાં આવી હોય, તો ફર્મ દેવું મુક્ત અથવા વર્તમાન લેનારા હોવી જોઈએ.

(12) SBI ટ્રાઇબલ પ્લસ

  • ન્યૂનતમ ઉંમર 21 વર્ષ થી વધુ અને 60 વર્ષ થી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થી નાગરિક બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળનો નાગરિક હોવો જોઈએ.

ખાસ નોંધ :- ઉપર આપેલ SBI Home Loan પાત્રતાના માપદંડો ઉપરાંત, ધિરાણકર્તા તેમની હોમ લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે હોમ લોન અરજદારોના માસિક આવક, EMI/NMI રેશિયો અને ક્રેડિટ સ્કોર જેવી બાબતને પણ ધ્યાનમાં લઈ લોન આપે છે.


એસબીઆઇ હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – SBI Home loan documents

સામાન્ય દસ્તાવેજો

  • એમ્પ્લોયરનું આઈડી કાર્ડ
  • 3 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
  • અરજીપત્ર
  • પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ (કોઈપણ એક)
  • આધાર કાર્ડની નકલ, ટેલિફોન બિલ, વીજળી બિલ, પાણી બિલ, પાઈપ ગેસ બિલ, પાસપોર્ટની નકલ, (કોઈપણ એક)

પ્રોપર્ટી પેપર્સ

  • બાંધકામ માટે પરવાનગી પત્ર
  • ઓક્યુપન્સી સર્ટિફિકેટ, જાળવણી બિલ, વીજળીનું બિલ, મિલકત વેરાની રસીદ
  • મંજૂર પ્લાનની નકલ
  • બિલ્ડરનો રજિસ્ટર્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ
  • કન્વેયન્સ ડીડ
  • બિલ્ડર માટે કરવામાં આવેલી ચૂકવણી માટે બેંક ખાતાની વિગતો અથવા ચુકવણીની રસીદો.

ખાતાનું નિવેદન

  • તમામ બેંક ખાતાઓ માટે છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી અગાઉની લોન માટે છેલ્લા 1 વર્ષ માટે લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ

પગારદાર અરજદાર/સહ-અરજદાર/જામીનદાર માટે આવકનો પુરાવો

  • છેલ્લા 3 મહિનાની પગાર કાપલી કે પ્રમાણપત્ર
  • IT વિભાગ દ્વારા સ્વીકૃત કરેલ ITR/ફોર્મ 16 ની નકલ

નોન-પેલેરીઅર અરજદાર/સહ-અરજદાર/ગેરંટર માટે આવકનો પુરાવો

  • છેલ્લા 3 વર્ષથી ITR
  • બિઝનેસ એડ્રેસ પ્રૂફ
  • છેલ્લા 3 વર્ષ માટે નફો અને નુકસાન એકાઉન્ટ અને બેલેન્સ શીટ
  • TDS પ્રમાણપત્ર (ફોર્મ 16)
  • CA, ડૉક્ટર્સ અને અન્ય વ્યાવસાયિકો માટે લાયકાત પ્રમાણપત્ર
  • જે તે વ્યવસાયના લાયસન્સ ની વિગતો

SBI હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

હોમ લોન માટે 0.17% (રૂપિયા 2,000/- થી 5,000)
ટોપ-અપ હોમ લોન માટે 0.17% (રૂપિયા 2,000/- થી 5,000)

એસબીઆઇ હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો SBI Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની SBI Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને SBI Home Loan માટે અરજી કરી શકો છો.


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને SBI હોમ લોન (SBI Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં SBI Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને SBI Home loan ની વધુ માહિતી માટે એસબીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://sbi.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું SBI સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : SBI બેંક દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : SBI હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : SBI home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.40% થી 10.15% સુધી હોય છે. આ વ્યાજદર SBI હોમ લોન ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : SBI હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : SBI home loan હેઠળ હોમ લોન માટે 0.17% (રૂપિયા 2,000/- થી 5,000) અને ટોપ-અપ હોમ લોન માટે 0.17% (રૂપિયા 2,000/- થી 5,000) હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment