Toll Tax Free List : મિત્રો ભારતમાં જયારે આપણે સ્ટેટ હાઇવે કે નેશનલ હાઇવે પરથી પસાર થઈએ છીએ ત્યારે આપડે ટોલ ટેક્સ ભરવો પડે છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ભારતમાં એવા ઘણા બધા લોકો છે કે જેમણે Toll Tax ભરવુ નથી પડતું. તો ચાલો જાણીએ કે ભારતમાં એવા કયા લોકો છે જેમણે Toll Tax (Toll Tax Free List) ભરવામાંથી છૂટ આપેલ છે.
Toll Tax Free List : ટોલ ટેક્સ ભરવામાંથી છૂટ આપેલ હોય તેવા લોકોની યાદી
ભારતમાં જે લોકોને ટોલ ટેક્સ ભરવામાંથી છૂટ આપેલ છે તે તમામ લોકોની યાદી નીચે મુજબ છે.
- ભારતના રાષ્ટ્રપતિ
- ભારતના ઉપરાષ્ટ્રપતિ
- ભારતના પ્રધાનમંત્રી
- ભારતના કોઈ પણ રાજ્યના રાજ્યપાલ
- ભારતના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી
- લોકસભા અધ્યક્ષ
- સાંસદ
- ભારતના ચીફ જસ્ટિસ
- કેબિનેટ મંત્રી
- સુપ્રીમ કોર્ટના જજ
- હાઈકોર્ટના જજ
- હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
- સંઘના રાજ્યમંત્રી
- કેન્દ્ર શાસિત પ્રદેશોના એલચી
- પૂર્ણ સામાન્ય કે સમકક્ષ રેન્કના ચીફ ઑફ સ્ટાફ
- કોઈ રાજ્યની વિધાનસભા પરિષદના સભાપતિ કે વિધાનસભાના અધ્યક્ષ
- થલ સેનાના સેના કમાન્ડર અને અન્ય સેનાઓના સમકક્ષ
- રાજ્ય સરકારના મુખ્ય સચિવ
- ભારત સરકારના સચિવ
- સચિવ, રાજ્યોની પરિષદ
- લોકસભા સચિવ
- અર્ધ સૈનિક બળો અને પોલીસ સહિતના યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર બળ
- એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ
- ફાયર ફાયટર વિભાગ
- રાજકીય યાત્રા પર આવેલા ગણમાન્ય
- કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય અને સંબંધિત રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની વિધાન પરિષદના સભ્ય
આ પણ વાંચો :- ફોન નંબર પરથી ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેક કેવી રીતે કરવું?, પોલીસ પણ આ રીતે ટ્રેક કરે છે મોબાઈલ નંબર લોકેશન
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને Toll Tax Free List વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ટોલ ટેક્સ ભરવામાંથી છૂટ આપેલ હોય તેવા લોકોની યાદીમાં કોનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Toll Tax Free List વિશે વધુ માહિતી માટે https://morth.nic.in/ ની મુલાકાત લો.