મૂલાધાર ચક્ર
ગુદા અને લિંગ ની વચ્ચે આવેલું છે ,તેની આકૃતિ ચતુષ્કોણ છે, અગ્નિ વર્ણ વાળુ છે તેને ચાર પાંખડી છે ,તેમાં વં , શં, ષં ,સં , એ ચાર અક્ષરો છે, તેમાં ગણેશદેવ વિરાજમાન છે એનું ધ્યાન ધરીને ત્યાં યોગી 600 અજપાજાપને અર્પે છે.
સ્વાધિષ્ઠાન ચક્ર:
ઉપસ્થ ઇન્દ્રિયના સામે પાછળ સહેજ ઉપરના ભાગમાં આવેલું છે, તે છ પાંખડીઓ વાળું છે ,તેમાં બં, ભં, મં, યં, રં, લં એ છ અક્ષરો છે, તેની વચ્ચે અર્ધચંદ્ર ની આકૃતિ છે તે સૂર્ય સમાન વર્ણવાળુ છે તેમાં દેવ બ્રહ્મા બિરાજમાન છે ,એ સ્વાધિષ્ઠાન ચક્ર નું ધ્યાન યોગીઓ ધરી ત્યાં 6000 અજપાજાપને અર્પે છે.
મણિપુર ચક્ર:
તે નાભિના સામે પાછળના ભાગમાં મેરુદંડમાં આવેલું છે, તેની પાંખડીઓ 10 છે, તેમાં ડં, ઢં, ણં ,તં,થં,દં,ધં,નં,પં,ફં,એ દશ અક્ષરો છે તેની અંદર ત્રિકોણ આકૃતિ છે તેનો વર્ણ રાતો છે, તેમાં નારાયણ વિષ્ણુ વિરાજમાન છે ,એ પ્રમાણે મણિપુર ચક્ર નું ધ્યાન ધરી યોગીઓ 6000 અજપાજાપ ને અર્પણ કરે છે.
અનાહત ચક્ર :
હૃદયની સામે મેરુદંડ બંકનાલમાં અર્થાત પીઠ ની કરોડમાં આવેલું છે, તેની પાંખડીઓ બાર છે ,તેમાં કં, ખં, ગં, ઘં, ડં, ચં, છં , જં,ઝં,ઞં,ટં,ઠં,એ અક્ષરો છે, તેમજ ષટકોણ આકૃતિ છે ,તે સુવર્ણ સમાન વર્ણ વાળુછે, તેના વચ્ચે રુદ્ર બિરાજમાન છે ,એવું અનાહતનું યોગીઓ ધ્યાન ધરી 6000 અજપાજાપને અર્પણ કરે છે.
વિશુદ્ધ ચક્ર :
કંઠના સામે ગરદન ઉપર આવેલું છે ,તેની 16 પાંખડીઓ છે,તેમાં અં,આં,ઇં,ઈં,ઉં,ઊં,ઋં,ઋં,લ્રુ,લ્ં,એં,ઐં,ઓં,ઔં,અં,આ:, એ સોળ સ્વર કલ્પેલા છે, અને વચ્ચે વર્તુળ આકૃતિ છે ,તે ચંદ્રમા જેવા વર્ણવાળુ છે, તેમાં જીવ આત્મા અર્થાત શિવ શક્તિ બિરાજમાન છે ,તે પ્રમાણે યોગીઓ વિશુદ્ધ ચક્ર નું ધ્યાન ધરે છે, ત્યાં 1000 અજપાજાપને અર્પણ કરે છે.
આજ્ઞાચક્ર :
બંને ભ્રમરની વચ્ચે આવેલું છે, તેને બે પાંખડી છે, તેમાં હં, ક્ષં એવા બે અક્ષરો છે ,તે રાતાવર્ણ વાળુ છે, તેનો આકાર અર્ધ ચંદ્ર જેવો છે, તેમાં મહાવિષ્ણુ અર્થાત મહેશ્વર અર્થાત શ્રી પ્રણવ ગુરુ બિરાજમાન છે, એવું આજ્ઞા ચક્રનું ધ્યાન સિદ્ધ સંતો 1000 અજપાજાપને અર્પણ કરે છે.
સહસ્ત્રાર ચક્ર :
ચોટલી જગાએ ભ્રમરમાં આવેલું છે, તેની સહસ્ત્ર પાંખડીઓ છે ,તેને આકૃતિ પૂર્ણ ચંદ્ર છે, તે શુદ્ધ સ્ફટિક સમાન વર્ણ વાળુછે, તેમાં સદાશિવ પરબ્રહ્મ બિરાજમાન છે ,તે સચ્ચિદાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે ,એવા સહસ્ત્રાર ચક્રને યોગી 1,000 અજપાજાપને અર્પણ કરે છે.
આ પ્રમાણે સાતે ચક્રનું ધ્યાન યોગીઓ સિદ્ધ સંતો હંમેશા ઘરે છે. ચક્ર વાર પાંખડીઓ જે અનુક્રમે 4,6, 10, 12, 16, 2, બધી કુલ 50 પાંખડી તે (સ્વર અને વ્યંજન થઈ) 50 અક્ષર છે, એક અક્ષર ભક્તનો અને એક અક્ષર ભગવાનનો એમ મળી બાવન અક્ષર કહેવાય છે. આ 52 અક્ષર થી થતા નામથી આપણે જગતને ઓળખીએ છીએ એટલે બાવન અક્ષર માં જ તમામ જડ ચેતન નામ રૂપવાળુ જગત રહેલું છે. પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા તે બાવનની બહાર રહેલા છે. બાવન અક્ષર થી બનેલા નામવાળુ જગત તે પરમાત્માના આધારે રહેલું છે .તેથી યોગીઓ છ એ ચક્રોમાં રહેલી 50 પાંખડીઓનું ધ્યાન ધરે છે . સહસ્ત્રારનું એકજ ચક્ર છે,તેની સહસ્ત્ર પાંખડીઓ છે. તે પાંખડીઓમાં બાવન અક્ષર છે. તે બાવન અક્ષર થી બનતા તમામ નામરૂપ આખું જગત છે અર્થાત્ ત્રિલોક છે. તેમાં રહેલા દેવો તેમાં જ સમાઈ જાય છે. તે દેવોના દેવ પરમ દેવ સદાશિવ પણ ત્યાં જ બિરાજમાન છે તેથી કેટલાક યોગીઓ તે એક જ ચક્ર સહસ્ત્રાર ચક્રનું પણ ધ્યાન ધરે છે, તત્વદર્શી સિદ્ધ મહાસિદ્ધ સદગુરૂની કૃપાથી તે સહસ્ત્રાર માં રહેલી બ્રહ્મસ્વરૂપ કુંડલિની શક્તિને જાગ્રત કરે છે, તે જાગેલી સહસ્ત્રારની શક્તિનું વિદ્યુત નાભિમાં રહેલી કુંડલિની શક્તિને અડકવાથી નાભીમાં નિંદ્રાને વશ થયેલી કુંડલિની શક્તિ જાગૃત થઈ જાય છે. તેથી તે કુંડલિની શક્તિ ઉત્થાન થઈને ચાલન થઈ ને વેધન થઇ ને સદાશિવ ને ભેટે તો જીવનું કલ્યાણ થાય એ હેતુથી તેવા યોગી ઓ, સંતો ચક્રનું ધ્યાન ધરે છે, સાથે સાથે ઘણા યોગીઓ સંતો, શ્રવણ મનન નિદિધ્યાસન કરવા વડે કુંડલિની શક્તિને જગાડીને આપોઆપ પ્રગટ થતા અજપાજાપના ના 21600 મંત્રોને અર્પણ કરે છે. આ રીતે છચક્ર વેધન થઈને સંપૂર્ણ અજપાજાપ પૂર્ણ થવાથી પ્રાણનો લય કરી નિર્બીજ સમાધિ ને પ્રાપ્ત થાય છે, તે સમાધિમાંથી ઉત્થાન થઈને નવીન દિવ્ય અવતાર પ્રાપ્ત થતા જન્મ-મૃત્યુ થી પર થઈ કાળની ગતિને સમાપ્ત કરે છે ,તેવા યોગીઓ તુરિયાતીત પદને પ્રાપ્ત કરી અનંત જ્ઞાન અનંત શક્તિ અને આનંદને પ્રાપ્ત કરે છે જીવનમુક્ત અને વિદેહમુક્ત કહેવાય છે .અનુસંધાન દેવી ગીતા, કુંડલિની યોગ વિદ્યા જય ગુરુદેવ 🙏🙏
આવીજ વધુ પોસ્ટ વાંચવા માટે અમારી વેબ સાઈટ onlylbc.com ઉપર જાવ
इस तरह की पोस्ट हिन्दी में जानने के लिए हमारी वेब साईट sarkarisubsidyyojana.com की मुलाकात ले