અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લમાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal

અનુબંધમ પોર્ટલ  | અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન | સરકારી નોકરી | Anubandham Portal | Free Job Gujarat Website | Download Anubandham Application | Rojgar Kacheri Registration | Sarkari Job Gujarat

આપણા દેશનું યુવાધન જ દેશની સમૃદ્ધિ માટેનું પ્રથમ પગથિયું છે. તે માટે યુવાનોને રોજગારી પુરી પાડવા માટે ઘણા બધા વિભાગ અને જિલ્લા કક્ષાએ કચેરીઓ કાર્યરત છે. રાજ્યમાં “Gujarat Employment Services” દ્રારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક યુવાનો માટે “અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલની મદદથી ‘અનુબંધમ પોર્ટલ’ શુ છે?, અનુબંધમ પોર્ટલ નો લાભ શું?, અનુબંધમ પોર્ટલ માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી જાણીશું.

મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ પોર્ટલ | Anubandham Portal Gujarat

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્રારા “રોજગાર દિવસ” ના દિવસે “Anubandham Portal” નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો વચ્ચે સંકલન થાય તે ખુબ જરૂરી છે. જેના કારણે નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોને સરળતાથી નોકરી મળશે અને નોકરી દાતાઓને પણ આ પોર્ટલ દ્રારા વિશાળ Database ના આધારે સારા કર્મચારીઓ મળશે.

Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત દ્રારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય રાજ્યના યુવાનોને ધંધા અને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પુરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને અન્ય વ્યવસાયિક કેન્દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યકર્મો ચલાવે છે. “રોજગાર કચેરી રેજીસ્ટ્રેશન” ઓનલાઇન દ્રારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

Anubandham Gujarat Portal હેઠળ મળવાપાત્ર લાભો

Anubandham Gujarat Portal હેઠળ ગુજરાતના યુવાઓને મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

 • નોકરી મેળવવા માંગતા યુવાનોને ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે.
 • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી,
 • આ પોર્ટલ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઈઝ મેચમેકિંગ, શેડ્યૂલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્રારા યુવાનો રોજગાર મેળવી શકશે.
 • ફિલ્ડર અને ક્વિક સર્ચની સુવિધાઓથી સ્કિલ્ડ યુવાનો કોઈપણ જિલ્લામાં પોતાના માટે નોકરી મેળવી શકશે.
 • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચિંગ કરી શકાય છે.
 • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્રારા રોજગાર ઈચ્છુંકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
 • અનુબંધમ પોર્ટલ દ્રારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવાની જરૂર નહીં પડે.
 • Anubandham Portl મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્રારા નોકરીના સ્થળના ઇન્ટરવ્યૂહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્રારા મેળવી શકશે.
 • નોકરીદાતાની આ પોર્ટલ દ્રારા વિશાળ ડેટાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
 • અનુબંધમ પોર્ટલ દ્રારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાત પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
 • નોકરીદાતાઓ ઓનલાઇન કે પછી ઓફલાઈન
  ઇન્ટરવ્યૂહ યોજી શકે છે.
 • અરજદાર ઓનલાઇન નોંધણી દ્રારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
 • નોકરી આપનાર નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
 • Dashboard ના માધ્યમ દ્રારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

એનુબંધમ પોર્ટલ માટેની પાત્રતા શું?

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા એનુબંધમ પોર્ટલનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા આપેલી છે. આ પોર્ટલ પર અભણ લોકો, પોતાની આવડત ધરાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Anubandham Gujarat Portal Login કેવી રીતે કરવું?

રાજ્યના ઉમેદવારોને અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. જેમાં લોગીન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

1. Job Seeker login

2. Job Provide Login

Job Seeker online Registration કેવી રીતે કરવું?

રાજ્યના નોકરી મેળવવા ઈચ્છુતા નવયુવાઓ પોતાના મોબાઈલ કે લેપટોપ દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. Anubandham Gujarat Login કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ Google Search માં જઈને Anubandham ટાઈપ કરવું.
 • ત્યારબાદ “Anubandham Portal પર “Register” બટન પર ક્લિક કરવું.
 • જેમાં નોકરી મેળવવા માટે ઈચ્છુક હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહશે.
 • ત્યારબાદ ઉમેદવારે પોતાની “Email I” અથવા “Mobile Number” નાખીને OTP દ્રારા વેરીફાઈ કરવાનું રહેશે.
 • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique Id વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
 • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઇન ભરવાની રહેશે.
 • ત્યારબાદ “Sing Up” કરીને ઉમેદવારની પુરી માહિતી ભરવાની રહેશે.

Job Provider Registration

Job Portal ગુજરાત દ્રારા નોકરીદાતાઓનું પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/કચેરીમાં નોકરી પુરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં Job Provider તરીકે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ છે.

 • સૌ પ્રથમ Google Search માં જઈને Anubandham ટાઈપ કરવું.
 • ત્યારબાદ “Anubandham Portal પર “Register” બટન પર ક્લિક કરવું.
 • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider” સિલેક્ટ કરવાનું રહશે.
 • ત્યારબાદ ઉમેદવારે પોતાની “Email I” અથવા “Mobile Number” નાખીને OTP દ્રારા વેરીફાઈ કરવાનું રહેશે.
 • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
 • ત્યારબાદ “Sing Up” કરીને નોકરીદાતાએ પુરી માહિતી ભરવાની રહેશે.

Job Seeker & Job Provider online Registration Link

Click Hear 

અનુંબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ?

અનુબંધમ ગુજરાત પોર્ટલ પર Login કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને ના અલગ- અલગ ડોક્યુમેન્ટ જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન ઓનલાઇન વેબસાઈટમાં અપલોડ કરવાનાં હોય છે. જે નીચે આપેલા છે. આ પ્રમાણપત્રો ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી છે.

 • મોબાઈલ નંબર
 • Email Id
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
 • લાયકાતની માર્કશીટ
 • અનુભવી વિગત દર્શાવતું પ્રમાણપત્ર

Anubandham Mobile Application ના ફાયદા શું?

શ્રમ અને રોજગાર દ્રારા બનાવેલ “અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલા ઉમેદવારે ફક્ત એકવાર Desktop દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના ફાયદાઓ નીચે મુજબ છે.

 • Anubandham Mobile App પર ઉમેદવારો કોઈપણ જગ્યાઓથી Login કરી શકે છે.
 • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્રારા સરળતાથી Job Search કરી શકે છે.
 • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
 • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેનાં ઇન્ટરવ્યૂહની તારીખ અને સમય પણ મોબાઈલ  એપ્લિકેશન જોઈ શકે છે.
 • Job Fair Participation વિશેની માહિતી પણ Anubandham app દ્રારા મેળવી શકે છે.
 • Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેશન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્રારા Job Preferences આપી શકે છે.

Anubandham Helpline Number

રોજગાર કચેરી દ્રારા ઉમેદવારોને નોકરી પુરી પાડવામાં અગ્રેસર રહેલું છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઇન  પર સંપર્ક કરી શકે છે.

Anubandham Portal Helpline Number +91 6357390390
office Address Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar,  Gujarat-382010

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment