ચાર કટર સબસીડી યોજના | Electric Chaff Cutter Subsidy In Gujarat 2022

 

ચાર કટર સબસીડી યોજના | Electric Chaff Cutter Subsidy In Gujarat 2022 | Electric Chaff Cutter Subsidy Yojana | Agriculture Machinery Subsidy | Farmer Subsidy

 

 

આપનો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેતી અને પશુપાલન એકબીજા સાથે સંકળાયેલા વ્યવસાયો છે. ખેડુતો ખેતરમાં બાજરી, જુવાર, અને મકાઈ જેવા લીલા ઘાસ ચારાનું વાવેતર કરતા હોય છે, અને આ ઘાસ ચારને પોતાના પશુઓને ખવડાવતા હોય છ. જેથી પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળતો હોય છે.

 

પરંતુ આ પ્રોસેસ માં ખુબજ મહન્ત અને સમય માંગી લે તેવી હોય છે. આથી આથી ઘણા ખેડુતો અને પશુપાલકો ઘાસ ને કટકા કર્યા વગર જ પાશુઓને આપતા હોય છે. જેથી પશુઓ આ ચારને સરખી રીતે ચાવી સકતા નથી અને ઘણો ખરો ચારો બગડી જતો થોય છે, આથી પશુઓ સરખી રીતે ચાવી ન શકવાને લીધેપશુઓના દૂધમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.

 

આથી આપણી ગુજરાત સરકાર દ્રારા પશુપાલકોને ઘાસ ચારો કાપવામાં સરળતા રહે તે માટે ઇલેક્ટ્રિક ચાર કટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવી રહી છે.

 

આ આર્ટિકલના માધ્યમથી અમે આપને જણાવીશુ કે ઇલેક્ટ્રિક ચાફ કાટરની ખરીદી પર સરકાર કેટલા રૂપિયા સુધીની સહાય આપી રહી છે, આ યોજનાની પાત્રતા શું છે. આ યોજનામાં અરજી કરવા દરમિયાન કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.

 

આ યોજનાના મુખ્ય મુદ્દાઓ.

 

યોજનાનું નામ ઇલેક્ટ્રિક ચાર કટર સહાય યોજના 2022
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદેશ્ય પશુપાલકોને ઘાસ ચારો કાપવામાં સરળતા રહે તે હેતુ થી સબસીડી આપવામાં આવે છે.
આ યોજનાનો લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત અને પશુપાલક
સહાયકની રકમ ખરીદી કિંમતના 75% અથવા રૂપિયા.18,000/- બે માંથી જે ઓછું હોય તે
ઓનલાઇન અરજી માટેની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/20222

 

ચાર કટર યોજનાનો લાભ લેવા માટેની લાયકાત.

 

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્રારા ચાર કટર સહાય યોજનાનો લાભા લેવા નીચે મુજબ નક્કી કરેલ છે.

 

  • આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતો ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.

 

  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના હોવા જોઈએ.

 

  • અરજી કરનાર ખેડૂત પોતાની માલિકીની જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.

 

  • આ યોજનાનો લાભ તમામ જાતિના ખેડુતો અને પશુપાલકોને મળવાપાત્ર રહેશે.

 

 

આ યોજનાની અરજી(ફોર્મ ભરવા) કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

 

ઇલેક્ટ્રિક ચાર કટર સહાય યોજના માટેની ઓનલાઇન અરજી I-Khedut Portal પરથી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટની જરૂર પડશે.

 

  • 7-12 ના પુરાવા

 

  • ખેડૂત/પશુપાલક ના રેશનકાર્ડની ઝેરોક્ષ

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ

 

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના હોય તેનું પ્રમાણપત્ર

 

  • જો ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂત ખાતેદાર ની સંમતિ

 

  • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.

 

  • જો ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક

 

  • મંડળીના સભ્ય હોય તો તેની વિગત

 

  • બૅંક ખાતાની પાસબુકના પહેલા પતાની ઝેરોક્ષ.

 

આ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 

ઈલેકટ્રીક ચાર કટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ i-khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકાશે. i-portal પરથી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી નીચે આપેલી છે.

 

  • ઓનલાઇન અરજી કરવા માટે Google માં જઈને i-khedut portal લખીને સર્ચ કરો.

 

  • ત્યાર બાદ સ્ક્રીન પર તમને i-khedut portal official વેબસાઈટ જોવા મળશે.(વેબસાઈટ લિંક:-https://ikhedut.gujarat.gov.in/)

 

  • હવે i-khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.

 

 

  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “પશુપાલનની યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.

 

 

  • “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં (1)નંબર પર “પાવર ડ્રીવન ચાર કટર ખરીદી પર સહાય” પર ક્લિક કરો.

 

 

  • ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને ફોર્મ સબમિટ કરો.
પોસ્ટ શેર કરો:
           

1 thought on “ચાર કટર સબસીડી યોજના | Electric Chaff Cutter Subsidy In Gujarat 2022”

Leave a Comment