મફત 250 કિલો-પશુ ખાણદાન સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2022

 

મફત 250 કિલોગ્રામ ખાણદાન સહાય યોજના | પશુપાલન યોજના | ખાણદાન યોજના 2022 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 | Pashupalan Yojana Gujarat 2022

 

 

ગુજરાત સરકાર પોતે ખેડુતો અને પશુપાલકોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ અમલામાં મુકેલી છે. જેમ કે કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્રારા i-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ દ્રારા પશુપાલન યોજના 2022 માહિતી મેળવી શકે છે. આ પોર્ટલ પર ખેડુતો યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની ઓનલાઇન અરજી કરી શકે છે. આ આર્ટિકલ દ્રારા પશુપાલન વિભાગની પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાન સહાય યોજનાની વિશે સંપૂર્ણ માહિતી આપીશુ.

 

પશુ ખાણદાન સહાય યોજના 2022

 

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે છે, તે જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્રારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષ્ટિક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાન મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાન મળી રહે તે માટે પશું ખાણદાન સહાય યોજના 2022 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે.

 

 

પશુ ખાણદાન સહાય આપવાનો હેતુ

 

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બંને, તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાન સહાય આપવાનું નક્કી કરેલ છે.

 

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્રારા પશુપાલકોને પશુઓ માટે મુખ્ય આહાર એવા પશુદાણ ખરીદી પર 100% સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

 

પશુ ખાણદાન સહાય યોજનાના મહત્વના મુદ્દા

 

યોજનાનું નામ પશુપાલન ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બંને
લાભાર્થી ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
સહાય મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
ઓનલાઇન અરજી વેબસાઈટ લિંક https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ તા 01/05/2022 થી 31/05/2022 સુધી

 

પશુ ખાણદાણ સહાય લેવા માટેની લાયકાત 

 

પશુપાલન વિભાગ દ્રારા ખાણદાણ સહાય યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.

 

  • લાભાર્થી પશુપાલન હોવો જોઈએ.

 

  • પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.

 

  • પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.

 

  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.

 

  • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે

 

  • i-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ કયારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.

 

  • i-khedut પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

  • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલન દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.

 

  • રાજ્ય સરકારશ્રી દ્રારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

 

 

પશુ ખાણદાણ સહાય યોજના લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

 

પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

 

  • જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

 

  • જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર

 

  • આધારકાર્ડની નકલ

 

  • રેશનકાર્ડની નકલ

 

  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર

 

  • આધારકાર્ડ નંબર સાથે જોડાયેલ બૅંક એકાઉન્ટ

 

 

  • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો

 

  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે? તેની વિગત

 

  • સહકાર મંડળીના સભ્ય હોય તો તેની માહિતી

 

  • મોબાઈલ નંબર(રેગ્યુલર નંબર)

 

પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

 

ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને i-khedut portal 2022 ની આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ જાતિ મુજબ સ્ક્રીમ અલગ-અલગ છે.

 

  • પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણદાણ 100% લેખે સહાય આપવામાં આવેછે.

 

  • વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલન દીઠ 1 જ વખત સહાય મળવા પાત્ર રહેશે.

 

DMS-1(અ.જ.જા) એસ.ટી જાતિના પશુપાલકોના ગાભણ પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય અનુસૂચિત જનજાતિના લાભર્થી દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(અ. જા) એસ.સી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય અનુસૂચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(સામાન્ય) જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય સામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.

પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment