કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2023 | Kisan Credit Card Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના.

 

તો ચાલો જાણીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે?, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્ર સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે. આ KCC (Kisan Credit Card Yojana) યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને આ ક્રેડિટ કાર્ડ હેઠળ રૂપિયા 1,60,000/- સુધીની લોન કોઈપણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવે છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડુતો તેમના પાકનો વીમો પણ લઈ શકે છે અને જો ખેડૂતોને પાક નાશ પામે છે તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ દ્રારા તેનું વળતર પણ આપવમાં આવે છે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો હેતુ શું?

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ દેશના ખેડૂતો KCC (Kisan Credit Card Yojana) દ્રારા ક્રેડિટ કાર્ડ મેળવીને તેના પર લોન મેળવી શકે જેથી ખેડૂત પોતાના ખેતરમાંથી આવક બમણી કરી શકે અને ખેતીમાં વધુ પ્રગતિ કરે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • જે ખેડૂતની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • જે ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને સહ-અરજદાર હોવું ફરજીયાત છે.
  • તમામ ખેડુતો કે આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમની પાસે ખેતી માટે જમીન છે.
  • પશુપાલન સાથે સંકલાયેલા ખેડૂત, દેશના નાના અને સીમંત ખેડુતો પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • ભાડુઆત અને ભાડુઆત ખેડુતો પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મળવાપાત્ર લોન?

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર દ્રારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીને લોન આપે છે. પરંતુ ઉમેદવાર એક વાત ધ્યાંનમાં રાખવી જોઈએ કે જો તમે એક લાખથી વધુ લોન લો છો તો તમારે તમારી જમીન ગીરો રાખવી પડશે. તથા આ સ્કીમમાં તમારે 7 ટકા વ્યાજ દરે લોન આપવી પડશે, પરંતુ જો તમેને બેંક દ્રારા આપવામાં આવેલા સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો. તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમને માત્ર 3 ટકા વ્યાજની છૂટ મળશે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ બેંક લિસ્ટ

બેંકનું નામ  તે બેંકની વેબસાઈટ
સ્ટેટ્સ બેંક ઓફ ઇન્ડિયા અહીં ક્લિક કરો.
બેંક ઓફ બરોડા અહીં ક્લિક કરો.
એક્સિસ બેંક અહીં ક્લિક કરો.
HDFC બેંક અહીં ક્લિક કરો.
ICIC બેંક અહીં ક્લિક કરો.
બેંક ઓફ મહારાષ્ટ્રા અહીં ક્લિક કરો.
પંજાબ નેશનલ બેંક અહીં ક્લિક કરો.
અલાહાબાદ બેંક અહીં ક્લિક કરો.
આંધ્રબેંક અહીં ક્લિક કરો.
ઓડિશા ગ્રામ્યા બેંક અહીં ક્લિક કરો.
કૈનરા બેંક અહીં ક્લિક કરો.
સર્વ હરિયાણા ગ્રામીણ બેંક અહીં ક્લિક કરો.

Kisan Credit Card Bank List માત્ર જાણકારી માટે આપેલ છે. જ્યાંથી તમે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી શકશો.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Kisan Credit Card Yojana નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે.(આમાંથી કોઈ એક)
  • બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ લિંક હોવું જોઈએ.
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Kisan Credit Card Yojana માં તમે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરવાની રહેશે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

 

  • Kisan Credit Card કઢાવવા માટે તમારે ઉપર આપેલ બેંક લિસ્ટમાંથી કોઈપણ એક બેંકમાં જવાનુ રહેશે.
  • જે તે બેંકમાં જઈને તમારે Kisan Credit Card Yojana નું ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે ફોર્મ મેળવ્યા પછી તમારે તે ફોર્મ ભરવાનું રહેશે જે તમને બેંક અધિકારી દ્રારા ભરાવી શકો છો.
  • તે ફોર્મ ભર્યા પછી તમારે માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ તે ફોર્મ સાથે જોડવાના રહેશે.
  • હવે તે ફોર્મ અને ડોકયુમેન્ટ બેંકમાં જમા કરાવવાના રહેશે.
  • તે પછી આગળની તમામ પ્રોસેસ બેંક દ્રારા કરવામાં આવશે અને તમને થોડા સમયમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

 

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

Kisan Credit Card Yojana માં તમે ઓનલાઇન પણ અરજી કરી શકો છો, પરંતુ તમામ બેંકોની અરજી કરવાની પ્રોસેસ જુદી જુદી હોય છે જેથી તમામ ખેડૂત મિત્રો જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમે બેંકમાં જઈને રૂબરૂ અરજી કરો.

 

કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ pdf

મિત્રો અહીં Kisan Credit Card Yojana નું ફોર્મ  નીચે PDF આપેલ છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો,

કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ pdf અહીં ક્લિક કરો.

 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.કિસાન ક્રેડિટ કાર્ડમાં કેટલી લોન આપવામાં આવે છે?

જવાબ :- ક્રેડિટ કાર્ડ હેઠળ રૂપિયા 1,60,000/- સુધીની લોન કોઈપણ પ્રકારની ગેરંટી વગર આપવામાં આવે છે.

 

3.કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

જવાબ :- કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમે ઓનલાઇન જે તે બેંકની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકો છો અથવા જે તે બેંકમાં જઈને ઓફલાઈન અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

2 thoughts on “કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2023 | Kisan Credit Card Yojana”

Leave a Comment