સખી વન સ્ટોપ સેન્ટર યોજના | Sakhi One Stop Center OSC | one stop center | Ministry Of Women & Child Development Department | one stop center scheme
ભારત સરકાર દ્રારા Ministry Of Women & Child Development Department હેઠળ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. તેના દ્રારા તમામ રાજ્યોની મહિલાઓ જે હિંસાથી પીડિત છે te એક જ સ્થળેથી તાત્કાલિત મદદ મળી રહે તે માટે 2016 થી “સખી વન સ્ટોપ સેન્ટર” યોજના શરૂ કરવામાં આવી છે. તેમજ સાથે દરેક રાજ્યના દરેક જિલ્લાના મુખ્યમથકે “સખી વન સ્ટોપ સેન્ટર” ચાલુ કરવામાં આવ્યું છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના | One stop Center Scheme
ભારત સરકાર દ્રારા Ministry Of Women & Child Development Department હેઠળ દરેક રાજ્યમાં મહિલાઓના વિકાસ, સશક્તિકરણ અને સુરક્ષા માટે વિવિધ વિભાગો કામ કરે છે. જેવા કે ગુજરાત રાજ્યમાં Mahila ane Bal Vikas Vibhag, WCD Gujarat દ્રારા મહિલાઓ માટે અત્યારે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ ke અત્યારે Vidhva Sahay Yojana, Vahali Dikari Yojana, સખી વન સ્ટોપ સેન્ટર, વિધવા પુન:લગ્ન સહાય યોજના વગેરે ચલાવામાં આવે છે. આ યોજના હેઠળ OSC સેન્ટર 27×7 કલાક તથા 365 દિવસ ચાલુ રહેતી મહિલાઓ સેવામા કાર્યરત રહે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો હેતુ શું?
કોઈપણ ખાનગી કે જાહેર સ્થળ પર મહિલા હિસાનો ભોગ બંને તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે. સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓને તાત્કાલીન તબીબ સારવાર, કાયદાકીય વિશે માર્ગદર્શન, સહાય અને સાથે પોલીસ સહાય પણ પુરી પાડવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓને મળવાપાત્ર સુવિધાઓ.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળ મહિલાઓ શું-શું સુવિધાઓ મળવાપાત્ર તમામ સુવિધાઓ નીચે મુજબ છે.
- પીડિત મહિલાઓને એક જ છત હેઠળ તેને જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
- પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં 5 દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે. જ્યાં મહિલાઓને વિનામૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે.
- હિસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલીન તબીબ સારવાર આપવામાં આવશે.
- જે મહિલાઓ પર હિંસ્સા થયેલી છે તેમને સખી સેન્ટર દ્રારા પોલીસ સહાય પુરી પાડવામાં આવે છે.
- મહિલાઓને મફત કાનૂની માહિતી અને કાયદાકીય માહિતી આપવામાં આવે છે.
- સેન્ટર પર આવેલી પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ કઈ મહિલાઓ લઈ શકે છે?
ખાનગી કે જાહેર સ્થળ પર મહિલા હિસાનો ભોગ બંને તો તે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે. કુટુંબ સ્થળ કે કોઈ પ્રકારની હિસાનો ભોગ બનેલી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં કોઈ જાતિ કે ધર્મનો કે પછી શિક્ષણ લાયકાત કે ઉંમરનો ભેદ ભાવ કરવામાં આવતો નથી, જો ટૂંકમાં કહીએ તો આ યોજના હેઠળ ઘરેલુ હિંસા, શારીરિક હિંસા, જાતીય હિંસા, એસિડ અટેક, માનસિક હિંસા, વગેરે કોઈ પણ હિસાનો ભોગ બનેલી મહિલઓ આ યોજનો લાભ મેળવી શકે છે.
આ યોજના હેઠળ પીડિત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા સમસ્યામાથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા શું?
કોઈપણ મહિલાને સમસ્યા થયાં પછી તેને તે સમસ્યા માંથી બહાર નિકાળવા માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા સૌ પહેલા પીડિત મહિલાની સમસ્યા જાણવામાં આવે છે. જે માહિતી સંપૂર્ણ રીતે ગપ્ત રાખવામાં આવે અને મહિલાઓને સમસ્યાઓથી દૂર રાખવામાટે મહિલાઓને બીજી પણ ઘણી બધી કાર્ય પ્રદ્ધતિ અપનાવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- પીડિત મહિલાઓને ભયમુક્ત કરવી અને આત્મ સન્માન જાળવવામાં મદદ કરવી.
- કોઈપણ હિસાનો ભોગ બનેલી મહિલાને “સખી વન સ્ટોપ સેન્ટર” દ્રારા તમામ સેવાઓ ફ્રી આપવામાં આવે છે.
- કાયદાકીય મર્યાદાઓ પ્રમાણે મહિલાને પોતે નિર્ણય લેવા સમક્ષ કરવી.
- સખી સેન્ટર પર આવેલી મહિલાઓ સાથે સારી રીતે વર્તન કરવું.