વિધવા સહાય યોજના 2023 | Vidhva Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા મહિલાઓ ના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વિધવા સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે વિધવા સહાય યોજના શું છે?, વિધવા સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વિધવા સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિધવા સહાય યોજના

 

વિધવા સહાય યોજના શું છે?

Vidhva Sahay Yojana એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના વિધવા મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતની વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250/- ની સહાય આપવામાં આવે છે.

 

વિધવા સહાય યોજનાનો હેતુ શું?

Vidhva Sahay Yojana નો મુખ્ય હેતુ ગુજરાતની વિધવા બહેનો સમાજમાં અને તેમના પરિવારમાં સન્માનભેળે જીવન જીવી શકે અને વિધવા બહેનો માટે આર્થિક રીતે મદદ મળી રહે તે જ આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ છે?

 

વિધવા સહાય યોજનાનો લાભ કઈ વિધવા મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વિધવા મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ વિધવા મહિલાઓને  આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • ગુજરાતના મુળ  નાગરિક હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • આ યોજનાનો લાભ ફક્ત વિધવા મહિલાઓને આપવામાં આવશે.
 • 18 વર્ષ કે તેથી વધુ ઉમરની કોઈપણ મહિલાના પતિનું મરણ થાય છે. તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

 

વિધવા સહાય યોજના આવક મર્યાદા

જે વિધવા મહિલો આ યોજના લાભ મેળવવા માંગે છે, તેમના કુટુંબની વાર્ષિક આવક નીચે આપેલ આવક પ્રમાણે હોવી જોઈએ. જો તેનાથી વધુ હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં.

 

 • ગ્રામીણ વિસ્તારમાં રહેતા વિધવા મહિલાઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
 • શહેરી વિસ્તારોના વિધવા મહિલાઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.

 

વિધવા સહાય યોજનામાં મળવાપાત્ર સહાય?

Vidhva Sahay Yojana અંતર્ગત વિધવા મહિલાઓ મળવાપાત્ર સહાય.

સહાયનું નામ  મળવાપાત્ર સહાય
વિધવા સહાય યોજના વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250/- ની સહાય.

 

વિધવા સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Vidhva Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • વિધવા મહિલાનું આધારકાર્ડ
 • રેશનકાર્ડની નકલ
 • વિધવા મહિલાના પતિના મરણનો દાખલો
 • આવકનો દાખલો
 • વિધવા હોવા અંગેનો દાખલો
 • ફરીથી લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
 • વિધવા મહિલાના ઉંમર અંગેના પુરાવો
 • બેંક ખાતાની નકલ

 

વિધવા સહાય યોજના ફોર્મ pdf 2023

પ્રિય મિત્રો Vidhva Sahay Yojana નું ફોર્મ તમે નીચે આપેલી વિવિધ જગાએથી મેળવી શકો છો અથવા નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

 • તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમને આ યોજનાનું ફોર્મ મળી જશે.
 • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે.
 • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ આ યોજનાનું ફોર્મ મળી જશે.

 

વિધવા સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Vidhva Sahay Yojana માં તમારે ઓફલાઈન અને ઓનલાઇન બન્ને રીતે અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 • સૌ પ્રથમ તમારે આ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે.
 • હવે આ તમારે આ ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી તમારે તે ફોર્મમાં ભરવાની રહેશે.
 • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
 • હવે તે ફોર્મમાં માહિતી ભર્યા બાદ તમારે તે ફોર્મની પાછળ ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
 • હવે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે ફોર્મ લઈને તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે જવાનું રહેશે.
 • હવે જો શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ફોર્મ લઈને જવાનું રહેશે.
 • હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. જેની સંપૂર્ણ પ્રક્રિયા તેમના દ્રારા કરવામાં આવશે.
 • હવે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

 

વિધવા સહાય યોજનામાં અરજી કર્યા પછીની મહત્વપૂર્ણ શરતો

Vidhva Sahay Yojana ની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

 

 • અરજી કર્યા પછી વિધવા મહિલાએ દર વર્ષે જુલાઈ માસમાં તેમણે ફરીથી લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
 • અરજી કર્યા પછી વિધવા મહિલાએ લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

 

વિધવા સહાય યોજના હેલ્પલાઈન નંબર 

પ્રિય મિત્રો અહીં અમે તમને Vidhva Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે અથવા શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને માહિતી મેળવી શકો છો.

 

વિધવા સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Vidhva Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વિધવા સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- 18 વર્ષ કે તેથી વધુ ઉમરની કોઈપણ મહિલાના પતિનું મરણ થાય છે. તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.વિધવા સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- Vidhva Sahay Yojana માં વિધવા મહિલાને દર મહિને રૂપિયા 1250/-  ની સહાય આપવામાં આવશે.

 

3.વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Vidhva Sahay Yojana માં Dijital Gujarat પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે તમને ઉપર બતાવ્યા મુજબ VCE અથવા તાલુકા કક્ષાએ કરવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

2 thoughts on “વિધવા સહાય યોજના 2023 | Vidhva Sahay Yojana”

Leave a Comment