મોબાઈલ નંબર લોકેશન : મિત્રો જયારે તમારો કે તમારા પરિવારના કોઈપણ સભ્યનો મોબાઈલ ચોરી કે ખોવાઈ જાય છે ત્યારે તમે શું તે ખોવાયેલા મોબાઇલનું લોકેશન કે મોબાઈલ નંબર લોકેશન જાતે જાણી શકો છો. શું કોઈ સામાન્ય નાગરિક પોતાનો ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ નંબર લોકેશન ટ્રેક કરી શકે છે અને પોલીસ કેવી રીતે ટ્રેક કરે છે? Mobile Number Location. આ તમામ માહિતી જાણવા માટે લેખને અંત સુધી વાંચો.
સામાન્ય નાગરિક મોબાઈલ નંબર લોકેશન ટ્રેક કરી શકે છે?
મિત્રો ઘણા બધા લોકો જયારે પોતાનો કે પોતાના પરિવારનો મોબાઈલ ચોરી કે ખોવાઈ જાય અથવા કોઈપણ અન્ય કારણોસર લોકો પોતાના કે અન્ય વ્યક્તિનો મોબાઈલ કે મોબાઈલ નંબર ટ્રેક કરવા માંગતા હોય છે. ત્યારે લોકો વિવિધ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેક કરવાના પ્રત્યનો કરતા હોય છે. તો આમ શું સામાન્ય નાગરિક મોબાઈલ નંબર લોકેશન ટ્રેક કરી શકે છે? તો તેનો જવાબ છે ‘ના’ કારણ કે કોઈપણ સામાન્ય નાગરિક ખોવાયેલા મોબાઇલનું લોકેશન કે મોબાઈલ નંબર લોકેશન જાણી શકતો નથી.
આ પણ વાંચો : મોબાઇલ થી થતા ફાયદા
લોકેશન એપ થી ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેકિંગ કરી શકાય છે?
જો તમે લોકેશન એપ થી ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેકિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. તે પાછળનું કારણ એવું છે કે આ લોકેશન એપ તમને પ્લે સ્ટોર કે અન્ય જગ્યાએથી નથી મળતા. કારણ કે આ સોફ્ટવેર ઘણા મોઘા હોય છે જેનો ઉપયોગ માત્ર જે તે દેશોની મિલિટરી અને સરકારો કરતી હોય છે. તેનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ કરી શકતો નથી. તેથી જો તમે આવા સોફ્ટવેર ડાઉનલોડ કરો છો તો બંધ કરી દેજો. કારણે કે આવા નકલી લોકેશન એપ તમારી માહિતી ચોરી કરી શકે છે.
આ પણ વાંચો : મોબાઇલ થી થતા નુકસાન
પોલીસ કેવી રીતે ટ્રેક કરે છે? Mobile Number Location
જો તમે એવું વિચારી રહ્યા છો કે પોલીસ માત્ર તમારા મોબાઈલ નંબર પરથી તમારા ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેક કરે છે તો તે સાચું નથી. પોલીસ ત્યારે જ તમારા મોબાઈલનું લોકેશન ટ્રેક કરી શકે છે જયારે તમારા મોબાઈલ નંબર સાથે તમારા મોબાઈલનો IMEI Number હોય છે.
IMEI Number દ્રારા પોલીસ મોબાઈલ નંબર લોકેશન કેવી રીતે ચેક કરે છે? : હવે જયારે તમારો મોબાઈલ ખોવાઈ જાય છે અને તમે જયારે પોલીસ સ્ટેશનમાં તમારા મોબાઈલ ચોરીની FIR કરાવો છો ત્યારે પોલીસને ટેલિકોમ કંપનીની મદદની જરૂર પડે છે. ત્યારે તે ટેલિકોમ કંપની તે મોબાઈલ નંબરને ટ્રેકિંગ પર મૂકે અને તે ટેલિકોમ કંપની પોલીસને જાણ કરે છે કે ટ્રેકિંગ પર મુકવામાં આવેલ નંબર કયા સેલ ટાવરની નજીક છે અને કેટલા અંતરે છે. આમ આ રીતે પોલીસ મોબાઈલ નંબર લોકેશન ટ્રેક કરે છે.
સારાંશ
મિત્રો આ લેખમાં, અમે તમને મોબાઈલ નંબર લોકેશન અને ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેકિંગ કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો આવી જ રીતે સાચી અને સચોટ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.