મોબાઇલ થી થતા નુકસાન | Mobile Thi Thata Nuksan

મોબાઇલ થી થતા નુકસાન : મિત્રો મોબાઈલ કોને ના ગમે, નાનું, મોટુ કે પછી કોઈપણ હોય જેના હાથમાં જોઈએ તેના હાથમા બસ માત્ર મોબાઈલ. રાત હોય કે પછી દિવસ માત્ર મોબાઈલ. પરંતુ શું તમે મોબાઇલ થી થતા નુકસાન જાણો છો.

જો મિત્રો તમે અથવા તમારા બાળકો વધુ પડતો મોબાઈલ નો ઉપયોગ કરે છે. તો અત્યારથી જ સાવધાન થઈ જાઓ. કારણે કે તમે વિચાર્યું નહીં હોય તેટલા Mobile Thi Thata Nuksan છે. તો ચાલો જાણીએ મોબાઇલ થી થતા નુકસાન વિશે.


મોબાઇલ થી થતા નુકસાન


મોબાઇલ થી થતા નુકસાન

મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે, જેના કારણે તમે કોઈ પણ કાર્યમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. જેથી મોબાઈલ તમારી યાદ શક્તિ ને અસર કરે છે.

મોબાઈલ ફોનને સતત આંખની વધુ નજીક રાખવાથી આંખોમાં તણાવ આવે છે, સાથે સતત મોબાઇલ જોવા થી આંખો માં ખરાબ કિરણો પડે છે. તેથી તે કિરણોના કારણે આંખો ની રોશની પણ અસર થાય છે . જેથી માથાનો દુખાવો, શુષ્કતા જેવી સમસ્યાઓ થાય છે. જેના લીધે આંખો માં પાણી પડે છે અને જેના લીધે મગજ પર પણ અસર થાય છે.

એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે બાળ અવસ્થામાં વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી બાળકના મગજના વિકાસને ધીમું કરી શકે છે. જેથી મગજ માં લોહી નું ભ્રમણ ઘટાડે છે અને મગજ ને શુષ્ક બનાવે છે જેના થી બાળકો માં યાદ શક્તિ પર અસર થાય છે.

કાર્ડિયો લોજીના યુરોપિયન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ ના પ્રમાણે, મોબાઇલ ફોનમાંથી નીકળેલા રેડિયેશનને કારણે હ્રદયની સામાન્ય કામગીરીમાં અનિયમિતતા થવા લાગે છે, જેનાથી હૃદયની સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન આપણા મગજ કોષોને અસર કરે છે, જે મગજ કેન્સરની સંભાવનાઓને વધારે છે. ફોન પર લાંબા સમય સુધી વાત કારતા સમયે, વધારે ઈયરફોનનો ઉપયોગ કરવાથી અને રાત્રે ફોનને તમારા માથાની નજીક રાખવાથી નીકળતા રેડિયેશન તમારા શરીર પર ખરાબ અસર કરે છે.

મોબાઈલ માંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન તમારા મગજના DNA ને નુકસાન પહોંચાડે છે. જે ક્ષતિગ્રસ્ત મગજના કોષો તમારી ન્યુરોલોજીકલ કામગીરીને અસર કરે છે, જેથી ઊંઘવાની સમસ્યાઓ ઉપરાંત અઅલ જાઈમર ને પાર્કિન્સન રોગો જેવા ન્યુોડિજટિલ રોગો તરફ દોરી શકે છે. જેના લીધે કારણ વગર ક્રોધાવેરા, મિત્રો અને પરિવારના સભ્યોને ઓળખવામાં સમસ્યા આવી રહી છે.

મોબાઈલમાંથી નીકળતો રેડિયેશનની ગરમી પુરુષોના શુક્રાણુઓ માટે હાનિકારક છે, જેના કારણે તેમનામાં વંધ્યત્વની સમસ્યા વધે છે.

ડોકટરોના મત પ્રમાણે, દરરોજ 2 થી 3 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ તમારી સુનાવણી પર અસર કરી શકે છે. કલાકો સુધી મોબાઈલ પર વાત કરવી અને મોબાઇલમાં ઊંચા અવાજે સંગીત સાંભળવું એ પણ તમને આંશિક બહેરાશનો શિકાર બનાવે છે.

મોબાઈલમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગનેટિકથી તમારું DNA એક ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જે તમને માનસિક રોગી બનાવી શકે છે.

મોબાઈલ ફોન કેન્સર જેવી બીમારીઓને પણ જન્મ આપે છે. સાથે આ ડાઈબિટીઝ અને ર્હદય રોગ BP, જેવી ઘણા પ્રકારની બીમારીઓનો ખતરો પણ ઘણો વધારી દે છે.

જો તમે મોબાઈલ ફોનને આખો દિવસ તમારી પોકેટમાં અથવા તો, શરીર સાથે ચીપકાવીને રાખો છો તો, ટ્યૂમર થવાની સંભાવના રહે છે.

રાત્રીના સમયે મોબાઈલ ફોનને સાથે રાખીને સુવાથી તમને ઘણા પ્રકારની બીમારિઓનો ખતરો હોય શકે છે. આ તમારા માથઆ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

તમારો મોબાઈલ બેલ્ટની પાસે બનેલા પોકેટમાં રાખતા હોય છે. જે ખૂબ જ ખતરનાક હોય છે. મોબાઈલ ફોનના ઈલેક્ટ્રોમેગનેટિકની સીધી અસર તમારા હાડકાઓ પર પણ પડે છે. જેથી તમારા હાડકાઓમાં હાજર મિનરલ લિક્વિડ ધીરે ધીરે ખતમ થતુ જાય છે.

તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ મોબાઈલ રેડિએશન તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ છે જે મગજની કોશિકાઓને સંકુચિત પણ કરી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ વધારે પડતો મોબાઈલ ફોનનો વપરાશ કરવાથી બચવુ જોઈએ. જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકોને નુકસાન થાય છે. જેથી બાળકના વિકાસમાં પરેશાની પણ આવી શકે છે.


આ પણ વાંચો:-

ભારત ના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા? : ભારત ના કયા રાજ્યું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.


મિત્રો અહીં મોબાઇલ થી થતા નુકસાન વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જો તમે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “મોબાઇલ થી થતા નુકસાન | Mobile Thi Thata Nuksan”

Leave a Comment