તમે દરરોજ અંજીર તો ખાવો છો પણ શું તમે અંજીર ખાવાના ગેરફાયદા (Disadvantages of eating walnuts) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ અંજીર ખાઓ છો.
જો તમે અંજીર ખાવાના નુકસાન નથી જાણતા તો વધુ પડતા અંજીર ખાવાથી પથરી, પેટનો દુખાવો, દાંતના દુઃખાવા, કેલ્શિયમની ઉણપ જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ અંજીર ના ગેરફાયદાઓ અને દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ. તો લેખને અંત સુધી વાંચો.
અંજીર ખાવાના ગેરફાયદા
1)પથરીની સમસ્યા
જો તમને પથરીની સમસ્યા છે તો તમારે અંજીરનું સેવન કરવું ના જોઈએ. કારણ કે અંજીરમાં ઓક્સાલેટ હોય છે જે કિડનીમાં પથરીની સમસ્યામાં વધારો કરી શકે છે. તેની સાથે અંજીરનું વધુ સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા પણ થઈ શકે છે.
2)પેટનો દુખાવો
આમ તો અંજીરનું સેવન પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક, પરંતુ જો અંજીરનું વધુ પડતું સેવન કરવામાં આવે તો પેટમાં દુખાવો થઈ શકે છે. સાથે જો અંજીરનું વધુ ખાવામાં આવે તો પેટ ફૂલી શકે છે.
3)દાંતમાં દુઃખાવો અને સડો
અંજીરનું વધુ પડતું સેવન કરવાથી દાંતમાં દુખાવો અને સડાની પણ સમસ્યા થઈ શકે છે. કારણ કે અંજીરમાં મોટી માત્રામાં ખાંડ જોવા મળે છે. જે ખાંડ અંજીરમાં કાર્બોહાઈડ્રેટના રૂપમાં હોય છે. જે ખાંડ દાંતમાં સડો અને દુ:ખાવાનું કારણ બની શકે છે.
4)ડાયાબિટીસ
જે રીતે ઉપર કહ્યું કે, ખાંડ અંજીરમાં કાર્બોહાઈડ્રેટના રૂપમાં હોય છે. તેથી અંજીરમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
5)આધાશીશી(માઈગ્રેનનો હુમલો)
જો તમને આધાશીશીની સમસ્યા છે તો તમારે અંજીરનું સેવન ના કરવું જોઈએ. કારણ કે સૂકા અંજીરમાં સલ્ફાઈટ્સ મોટી માત્રામાં જોવા મળે છે. જેથી વધુ અંજીર ખાવાથી શરીરમાં સલ્ફાઈટ્સનું પ્રમાણ વધી શકે છે, તેથી જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો તમારે અંજીરનું સેવન ના કરવું જોઈએ.
કેલ્શિયમની ઉણપ
અંજીરમાં ઓક્સાલેટ હોય છે જે તમારા શરીરના કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. જેથી કોઈક વખત શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય છે, જેથી શરીરમાંથી કેલ્શિયમની ઉણપ થવાના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે.
એલર્જી
જે વ્યક્તિઓને એલર્જી છે અથવા જે લોકોને અંજીરનું સેવન કર્યા પછી એલર્જી થાય છે. તે લોકોએ અંજીરનું સેવન કરવાનું ટાળવું જોઈએ અથવા તેમને અંજીરનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
આ પણ વાંચો :-
(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને અંજીર ખાવાના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અંજીર ખાવાના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.