બદામ ખાવાના ફાયદા | Benefits of Almonds

મિત્રો તમે દરરોજ બદામ તો ખાવો છો પણ શું તમે બદામ ખાવાના ફાયદા (Benefits of Almonds) જાણો છો કે માત્ર રોજ બદામ જ ખાઓ છો. જો નથી જાણતા તો બદામ ખાવાથી થાય છે અનેક ફાયદા તો ચાલો જાણીએ બદામ ખાવાના ફાયદાઓ વિશે માહિતી.


બદામ ખાવાના ફાયદા


બદામ ખાવાના ફાયદા

હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.

બદામને પલાળેલીને ખાવાથી હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે. બદામને પલાળેલી ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી હાઈ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.

કોલેસ્ટ્રોલને નિયત્રંણમાં રાખે છે.

બદામને પલાળેલીને ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. બદામને પલાળેલી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ નિયત્રંણમાં રાખે છે. જેથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.

વજન ઘટાડવામાં મદદ

બદામને પલાળેલીને ખાવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.

હૃદયને સારુ રાખે છે.

જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ બદામને પલાળેલીને ખાવાથી હાર્ટને સારુ રાખે છે. કારણ કે જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ બદામ એ એંટીઓક્સિંડેટ એજંટ છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. જેથી તે દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનના રિપોર્ટ મુજબ બદામનું સેવન કરવાથી ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે. કારણ કે આ કોલેસ્ટ્રોલ એ છે જે હૃદય રોગનું જોખમ વધારે છે.

ડાયાબિટીસને વધવાથી રોકી શકાય છે.

બદામને પલાળેલીને ખાવાથી ડાયાબિટીસને વધવાથી રોકી શકાય છે. જો તમે બદામને પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.

બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે.

આપણે બધા લોકો કહેતા હોઈએ છીએ તેને મગજ ઓછું છે તો તેને બદામ ખવરાવો તે વાત સાચી છે. કારણે કે બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે અને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના લક્ષણોમાં રાહત મળે છે.

બદામમાં રહેલા પૌષ્ટિક તત્વો રોગથી બચાવે છે.

બદામમાં ખુબ જ વધુ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. કારણ કે તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણા શરીરને દરેક રોગથી બચાવે છે.

કેન્સર કોશિકાઓને વધતા અટકાવે છે.

બદામ ખાવાથી કેન્સર કોશિકાઓને વધતા અટકાવી શકાય છે. કારણ કે બદામમાં કેન્સર વિરોધી તત્વો હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવે છે.

ત્વચા માટે ફાયદો

બદામ ખાવાથી ત્વચાને થાય છે ફાયદો કારણ કે બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે સાથે બદામમાં કેટલાય એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી ડ્રાઈ સ્કિનની સમસ્યાથી છુટકારો મળે છે.

બોડીને ઊર્જા મળે છે.

બદામ ખાવાથી બોડીની ઊર્જામાં થાય છે વધારો કારણ કે તેમાં કેટલાય વિટામિન્સ અને પોષક તત્વો રહેલા હોય છે. તે શરીરને એનર્જી આપે છે. તેને ખાવાથી બોડીને ઊર્જા મળે છે.


(Disclaimer: મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


આ પણ વાંચો :-

પીળા દાંત સફેદ કરવા માટે કરો આ 5 ઘરેલુ ઉપાય, તમારા દાંત ચમકવા લાગશે મોતી જેવા


સારાંશ 

મિત્રો આ લેખમાં અમે તમને બદામ ખાવાના ફાયદાઓ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને બદામ ખાવાના ફાયદાઓ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને બદામ ખાવાના ફાયદાઓ વિશે વધુ માહિતી માટે https://www.healthline.com/ ની મુલાકાત લો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

12 thoughts on “બદામ ખાવાના ફાયદા | Benefits of Almonds”

Leave a Comment