મારાં વ્હાલા મિત્રો આજના આ લેખમાં આપણે સરકાર દ્વારા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ઈ શ્રમ કાર્ડ.
તો ચાલો જાણીએ કે ચાફ ઈ શ્રમ કાર્ડ શું છે?, ઈ શ્રમ કાર્ડનો હેતુ શું?, ઈ શ્રમ કાર્ડના ફાયદા શું?, ઈ-શ્રમ કાર્ડનો લાભ કોને મળશે?, ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?, ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું? અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ઈ શ્રમ કાર્ડ શું છે?
ઇ-શ્રમ કાર્ડ એ ભારત સરકાર દ્રારા ચાલુ કરેલ એક ડિજિટલ ઓળખપત્ર છે. આ ઈ શ્રમ કાર્ડ દ્રારા દેશના અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને આ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકોને વિવિધ સામાજિક સુરક્ષા લાભો અને વિવિધ પ્રકારના અનેક લાભો આપવામાં આવશે.
ઈ શ્રમ કાર્ડનો હેતુ શું?
ઇ શ્રમ કાર્ડનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રોમાં જોડાયેલા લોકોને સામાજિક સુરક્ષા લાભો મળી રહે સાથે તે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વીમા, આરોગ્યસુરક્ષા અને અન્ય વિવિધ લાભો મળી રહે તે જ આ ઈ શ્રમ કાર્ડનો મુખ્ય હેતુ છે.
ઈ શ્રમ કાર્ડના ફાયદા શું?
- આ કાર્ડ દ્રારા વિવિધ નાણાકીય સહાય
- આ કાર્ડ દ્રારા સામાજિક સુરક્ષા યોજનાના લાભો
- આ કાર્ડ દ્રારા આવનારા સમયમાં વધુ નોકરીની તકો ઉભી થશે
- આ કાર્ડ દ્રારા 1 વર્ષ માટે પ્રીમિયમ વેવ
- ભીમ યોજના હેઠળ વીમા કવર
- આ કાર્ડ હેઠળ આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂપિયા 2,00,000/- લાખ ની સહાય આપવામાં આવે છે.
- આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા. 1,00,000/- લાખ ની સહાય આપવામાં આવે છે.
ઈ-શ્રમ કાર્ડનો લાભ કોને મળશે?
- જે વ્યક્તિની ઉંમર 16 થી 59 વર્ષ છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે.
- જે વ્યક્તિ EPFO કે ESIC ના સભ્ય નથી તેમને આ યોજનાનો લાભ મળશે.
- જે વ્યક્તિઓનો અસંગઠિત ક્ષેત્રમાં સમાવેશ થાય છે તેમને આ યોજનાનો લાભ મળશે.
નીચે આપેલ અસંગઠિત ક્ષેત્રના તમામ વ્યક્તિઓને લાભ મળશે.
- ખેતશ્રમિક
- કડીયાકામ, ઈંટો ગોઠવી
- સુથાર, મિસ્ત્રી
- પ્લમ્બર
- હમાલ
- રસોઈયા
- અગરિયા
- ક્લીનર- ડ્રાઇવર
- ગૃહ ઉદ્યોગ
- લુહાર
- મોચી
- દરજી
- માળી
- બીડી કામદારો
- ફેરીયા
- વાળંદ
- બ્યુટી પાર્લર વર્કર
- આશા વર્કર
- કુંભાર
- રત્ન કલાકારો
- ઈંટો કામ કરનાર
- રસોઈ કરનાર
- બિન જમીન વ્યક્તિ
- કર્મકાંડ કરનાર
- માછીમાર
- કલરકામ
- આગરીયા સફાઈ
- કુલીઓ
- માનદવેતન મેળવનાર
- રિક્ષા ચાલક
- લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
- આંગણવાડી કાર્યકર
- વાયરમેન
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- પાથરણાવાળા
- રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
- ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
E Shram Card બનાવવા માટે તમારે નીચે મુજબના બે ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારે જ તમે E Shram Card બનાવી શકશો.
- જે વ્યક્તિનું ઈ-શ્રમ કાર્ડ બનાવવાનું છે તેનું આધાર કાર્ડ. (આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.)
- બેંક એકાઉન્ટ પાસબુક (બેંક એકાઉન્ટ નંબર)
પોતાના મોબાઈલ માંથી E Shram Card કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌ પ્રથમ તમારે ઈ શ્રમ પોર્ટલ પર જવાનુ રહેશે.
- હવે ઈ શ્રમ પોર્ટલ પર જતા જ તે પોર્ટલનું હોમપેજ ખુલીને તમારી સામે આવશે.
- હવે અહીં તમને REGISTER on e-Shram નામનું ઓપ્શન દેખાશે જેના પાર તમારે ક્લિક કરવાનું રહેશે. અથવા આ લિંક પર ક્લિક કરીને REGISTER on e-Shram પર જઈ શકો છો – અહીં ક્લિક કરો.
- હવે તમારી સામે REGISTER on e-Shram નું નવું પેજ ખુલીને આવશે. જેમાં એક ફોર્મ ખુલીને આવશે.
- હવે જેમાં તમારે પહેલા તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે ત્યાં નાખવાનો રહેશે અને ત્યાર બાદ કેપ્ચા કોડ લખી ને Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
- હવે OTP સેન્ડ કર્યા બાદ જે OTP આવે ત્યાં નાખવાનો કરવાનો રહેશે. અને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે.
- હવે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે અને ત્રીજા નંબરમાં OTP લખેલું ઓપ્શન હશે તેને સિલેક્ટ કરવાનું રહેશે. અને કેપ્ચા કોડ લખી ને સબમિટ પાર ક્લિક કરવાનું રહેશે.
- હવે આધારકાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તેમાં OTP આવશે. અને તે OTP ને તમારે ત્યાં Submit કરવાનો રહેશે.
- હવે OTP દાખલ કર્યાબાદ તમારા આધારકાર્ડની તમામ માહિતી પોતાની રીતે ત્યાં તે ફોર્મમાં ભરાઈ જશે અને તમને જોવા મળશે જે તમારે એક વખત જોઈ લેવાની રહેશે.
- હવે ત્યારબાદ તમારે term and condition ના ચેકબોક્સ ક્લિક કરીને Continue to Enter Other Details પર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહીંયા તમારે તમારી પર્સનલ માહિતી ભરવાની રહેશે જેમાં તમારુ ઇમેઇલ આઈડી, મોબાઈલ નંબર ,તમારા પિતા નું નામ ,જ્ઞાતિ ,બ્લડ ગ્રુપ અને નોમિની (વારસદાર) ની વિગત, નોમિની નું નામ ,જન્મ તારીખ ,જતી અને વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે તમામ માહિતી ભરવાની રહેશે.
- હવે આ તમામ માહિતી ભર્યા બાદ તમારે Save and Continue પર ક્લિક કરવાનું રહેશે.
- તેના પછી તમારે હવે અહીંયા Residential Details ભરવાની રહેશે જેમાં તમારે તમારું સરનામું લખવાનું રહેશે જેમાં સૌપ્રથમ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. અને તેના બાદ State Specific ID લખેલું છે તેમાં કંઈપણ લખવાની જરૂર નથી.
- તેના પછી નીચે Current Address નું ઓપ્શન આવશે જેમાં તમારે વર્તમાન માં જ્યાં રહો છો એ સરનામું લખવાનું રહશે. જો તમે ગામડા માં રહો છો Rural અને શહેર માં રહો છો તો Urban સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારું સરનામું લખવાનું રહશે. જેમાં રાજ્ય અને જિલ્લો અને પીનકોડ સિલેક્ટ કરવાનો રહેશે.
- હવે નીચે તમે કેટલા વર્ષોથી તે જગ્યા પર રહો છો તે લખવાનું રહેશે .અને પછી જો તમારું કાયમી સરનામું અને હાલ નું સરનામું એક જ હોઈ તો નીચે આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરવું. અને જો બંને અલગ હોઈ તો કાયમી સરનામું તમારે લખવાનું રહશે.
- હવે આ તમામ માહિતી ભરાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
- હવે પછી તમારે Educational Details ભરવાની રહેશે. જેમાં તમે કેટલું ભણેલા છો એ લખવાનું રહેશે. અને તમારા મહીના નો પગાર કેટલો છે એ લખવાનો રહેશે. અને તમારે કોઈપણ જાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજીયાત નથી. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
- તેના પછી તમારે Primary Occupation Details ભરવાની રહેશે. જેમાં તમે અત્યારે શું કામ કરો છુ તેની વિગત. જેમાં તમે શું કામ કરો છો કેટલા ટાઈમ થી કામ કરો છો. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
- તેના પછી તમારે તમારે Bank Details ભરવાની રહેશે. જેમાં તમારે બે વખત તમારા બેંક ખાતા નંબર અને IFSC કોડ લખવાનો રહેશે તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે જે આ ફોર્મમાં જે વિગતો ભરી છે તે તમામ વિગતો તમને બતાવશે જે તમારે એક વખત ચેક કરવાની રહેશે જો તે માહિતીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ત્યાંથી edit કરી શકો છો. અને જો બધી વિગત સાચી હોઈ તો તમારે declaration માં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરી ને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે.
- હવે ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે જ્યાં તમારી સામે તમારું ઈ શ્રમ કાર્ડ જોવા મળશે અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન તમારી સામે આવશે.
- આ રીતે તમે પોતાના મોબાઈલ દ્રારા E Shram Card બનાવી શકો છો.
આ પણ વાંચો:-
ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
જો તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌ પ્રથમ તમારે ઈ શ્રમ પોર્ટલ પર જવાનુ રહેશે.
- હવે ઈ શ્રમ પોર્ટલ પર જતા જ તે પોર્ટલનું હોમપેજ ખુલીને તમારી સામે આવશે.
- હવે વેબસાઈટના હોમ પેજમાં Already Registered? UPDATE ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
- હવે આ પેજમાં તમારી સામે એક ફોર્મ ખુલીને આવશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે નંબર ત્યાં નાખવાનો રહેશે અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. આ પછી તમારે નીચે આપેલા Send OTP ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક OTP આવશે જે OTP તમારે ત્યાં નાખવાનો રહેશે અને ત્યાં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે.
- હવે આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે જેમાં તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે , તે પછી નીચે આપેલ OTP ઓપ્શન પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો.
- તેના પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે,જે આ ખાલી જગ્યામાં આ OTP દાખલ કરો અને નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
- હવે છેલ્લે તમે આ પેજમાં E Shram Card ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરી તમે E Shram Card ડાઉનલોડ કરી શકો છો.
- તો મિત્રો તમે આ રીતે તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
E Shram Card માટેની મહત્વપૂર્ણ લિંક
E Shram Card Yojana ની ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો. |
સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો. |