વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વ્હાલી દીકરી યોજના.

 

તો ચાલો જાણીએ કે વ્હાલી દીકરી યોજના શું છે?, વ્હાલી દીકરી યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વ્હાલી દીકરી યોજના

 

વ્હાલી દીકરી યોજના શું છે?

Vahali Dikri Yojana એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દીકરીઓ માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત હેઠળ ગુજરાતની દીકરીઓને રૂપિયા 1,10,000/- ની સહાય આપવામાં આવશે. જે વિવિધ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે.

 

વ્હાલી દીકરી યોજનાનો હેતુ શું?

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીનો જન્મદરમાં વધારવો કરવો, સમાજમાં જે દીકરાઓ અને દીકરીઓ વચ્ચે ભેદભાવ થાય છે તેને દૂર કરવો, દીકરીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, દીકરીઓને ભણતરમાં ઉચ્ચ સ્થાન અપાવવા અને આજના આ સમયમાં થતા બાળલગ્ન અટકાવવા એ જ આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ છે.

 

વ્હાલી દીકરી યોજનાનો લાભ કઈ દીકરીઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ દીકરીઓના માતા પિતા આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હશે તેને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે દીકરીઓનો જન્મ તારીખ 02-08-2019 પછી થયેલ છે તે તમામ દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જો એક કુટુંબમાં બે દીકરીઓ હોય તો તે કુટુંબની બન્ને દીકરીઓને લાભ આપવામાં આવશે.
  • જો કોઈ કુટુંબમાં પ્રથમ ત્રણ સંતાનો દીકરીઓ હોય તેવી તમામ દીકરીઓને યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જો દીકરી પોતાનું શિક્ષણ પૂર્ણ નહીં કરે તેને આ સહાય આપવામાં આવશે નહીં.
  • જે દીકરીના લગ્ન પુખ્ત વયમાં કરવામાં આવશે એટલે કે 18 વર્ષ પહેલા લગ્ન કરશે તો તેનો આ યોજનાનો છેલ્લો હપ્તો આપવામાં આવશે નહીં.
  • વ્હાલી દીકરી સહાય યોજનામાં જે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરશે તે દીકરીઓને લાભ આપવામાં આવશે નહીં.
  • જો દીકરીના જન્મ થયાના એક વર્ષ પછી અરજી કરશે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા 

રાજ્યના જે દીકરીના માતા પિતા Vahali Dikri Yojana નો લાભ મેળવવા માંગે છે તેમના કુટુંબની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ત્યારે જ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

વ્હાલી દીકરી યોજનામાં મળવાપાત્ર સહાય?

Vahali Dikri Yojana માં દીકરીને કુલ રૂપિયા 1,10,000/- ની સહાય આપવામાં આવે છે. જે ત્રણ અલગ-અલગ હપ્તાઓમાં ચૂકવામાં આવે છે. જેની માહિતી મુજબ છે.

 

પહેલો હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે તે વખતે રૂપિયા 4000/- ની સહાય આપવામાં આવે છે.
બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ 9 માં પ્રવેશ મેળવે છે તે વખતે રૂપિયા 6000/- ની સહાય આપવામાં આવે છે.
ત્રીજો હપ્તો દીકરીની જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેને રૂપિયા 100000/- ની સહાય આપવામાં આવે છે.

ખાસ નોંધ:- જો કોઈ કારણોસર દીકરીનું આકસ્મિક ૧૮ વર્ષ અગાઉ મુર્ત્યુ પામશે તો સહાય આપવામાં આવશે નહીં.

વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Vahali Dikri Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ (જે નીચે લિંક આપેલ છે ત્યાંથી ડોઉનલોડ કરી શકો છો.
  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર.
  • દીકરીનું આધારકાર્ડ (જો હોય તો જ).
  • માતા-પિતાના આધારકાર્ડ.
  • આવકનો દાખલો (2 લાખ કે તેથી ઓછી આવક ધરાવતો દાખલો).
  • દીકરીના કુટુંબની રેશનકાર્ડની નકલ.
  • કુટુંબના બધા જ બાળકોના જન્મના પ્રમાણપત્રો.
  • સ્વ-ઘોષણાનો નમૂનો.
  • લાભાર્થી દીકરીના માતા કે પિતાની બેંક ખાતાની પાસબુક અથવા તે દીકરીની બેંક એકાઉન્ટ પાસબુક.

 

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF

પ્રિય મિત્રો Vahali Dikri Yojana નું ફોર્મ તમે નીચે આપેલી વિવિધ જગાએથી મેળવી શકો છો અથવા નીચે આપેલ લિંક પરથી ડોઉનલોડ કરી શકો છો.

 

  • તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમને આ યોજનાનું ફોર્મ મળી જશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે.
  • જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી પણ આ યોજનાનું ફોર્મ મળી જશે.

 

વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Vahali Dikri Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ તમારે આ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે આ તમારે આ ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી તમારે તે ફોર્મમાં ભરવાની રહેશે.
  • હવે તે ફોર્મમાં માહિતી ભર્યા બાદ તમારે તે ફોર્મની પાછળ ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
  • હવે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે ફોર્મ લઈને તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે જવાનું રહેશે.
  • હવે જો શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ફોર્મ લઈને જવાનું રહેશે.
  • હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. જેની સંપૂર્ણ પ્રક્રિયા તેમના દ્રારા કરવામાં આવશે.
  • હવે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

 

વ્હાલી દીકરી યોજના સોગંદનામું 

Vahali Dikri Yojana માં પહેલા અરજી કરવા માટે પહેલા સોગંદનામું કરાવવું પડતું પરંતુ ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલી છે. જેમાં ગુજરાત રાજ્યમાં સોગંદનામા પ્રકિયા રદ કરવામાં આવી છે. જેથી હવે સોગંદનામા પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષણા પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો:-

તબેલા બનાવવા માટે લોન યોજના

 

વ્હાલી દીકરી યોજના હેલ્પલાઈન નંબર 

પ્રિય મિત્રો અહીં અમે તમને Vahali Dikri Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

 

  • વ્હાલી દીકરી યોજના હેલ્પલાઇન નંબર:-  079-232-57942

 

વ્હાલી દીકરી યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Vahali Dikri Yojana ની અધિકારીક વેબસાઈટ Dijital Gujarat Portal
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પીએમ કિસાન E-KYC કેવી રીતે કરવું?

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- જે દીકરીઓનો જન્મ તારીખ 02-08-2019 પછી થયેલ છે તે તમામ દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- Vahali Dikri Yojana માં દીકરીને રૂપિયા 4000/- થી ચાલુ કરી રૂપિયા 1,10,000 ની સહાય આપવામાં આવશે.

 

3.વ્હાલી દીકરી યોજનામાં કેટલા સમયમાં અરજી કરવાની રહેશે.

જવાબ :- Vahali Dikri Yojana માં દીકરીના જન્મથી એક વર્ષના સમય ગાળામાં અરજી કરવાની રહેશે.

 

4.વ્હાલી દીકરી યોજનામાં પરિવારની કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળીશે.

જવાબ:-  કટુબમાં પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.

 

5.વ્હાલી દીકરી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Vahali Dikri Yojana માં Dijital Gujarat પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

6.Vahali Dikri Yojana Age Limit

જવાબ:- તારીખ 02-08-2019 પછી જન્મ થયેલ છે તે તમામ દીકરીઓના જન્મના સમયથી એક વર્ષનો.

પોસ્ટ શેર કરો:
           

2 thoughts on “વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana”

Leave a Comment