પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2023 | Pradhanmantri Kisan Maandhan Yojana

 

ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.

 

તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે?, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે?

Pradhanmantri Kisan Maandhan Yojana ની શરૂઆત 31 May 2019 ના રોજ કરવામાં આવી હતી. જેને પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના નામે પણ ઓળખવામાં આવે છે.

 

આ યોજના હેઠળ જો ખેડૂત 18 થી 40 વર્ષની ઉંમરમાં પેન્શન ભરે છે તો તે ખેડૂતને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 ની પેન્શન આપવામાં આવે છે. જો તે ખેડૂતનું 60 વર્ષ પહેલા કોઈ કારણસર મરણ થાય છે તો તે ખેડૂતની પત્નીને દર મહિને રૂપિયક 1500/- ની સહાય આપવામાં આવે છે.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હેતુ શું?

Pradhanmantri Kisan Maandhan Yojana ને ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ ખેડૂત પોતાની 60 વર્ષ સુધીની જિંદગી ખેતી કરવામાં કાઢી નાખે છે પણ જ્યારે 60 વર્ષ પછી ઘડપણમાં તે ખેતી કામ નથી કરી શકતા તેથી ઘડપણમાં પોતાની જિંદગી સારી રીતે જીવી શકે તે માટે આ યોજના હેઠળ પેન્શન આપવામાં આવે છે.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • જે ખેડૂતની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે ખેડૂત પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે તે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Yojana, કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજના જેવી પેન્‍શન મળતી હોય અથવા તે આવી સંસ્થાઓના સભ્ય હોય તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જે ખેડૂતો ‘Pradhan Mantri Shram Yogi Maandhan Yojana’ અને ‘Pradhan Mantri Vyapari Maandhan Yojana’ લાભ મેળવે છે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
  • ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • તમામ પ્રકારની સંસ્થાગત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહી.
  • બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા ખેડૂતોને લાભ મળશે.
  • ભૂતપૂર્વ કે વર્તમાનના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્યો તથા નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષ હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ભારતના એવા ખેડૂતો કે જેમણે ગયા નાણાંકીય વર્ષમાં આવકવેરો ભર્યો હોય. જેવા કે ડૉક્ટર, એન્‍જીનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્‍ટરને આ યોજનાનો લાભ મળશે નહીં.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં કેટલું પેન્શન ભરવાનું હોય છે?

Pradhanmantri Kisan Maandhan Yojana માં 18 વર્ષથી 40 વર્ષના સમય ગાળામાં તમે ક્યારે પણ આ યોજનામાં અરજી કરી શકો છો, એટલે કે તમે તમારી જે ઉંમર પર અરજી કરશો તે પ્રમાણે તમારે પેન્શન ભરવાનું રહેશે. અહીં નીચે ઉંમર પ્રમાણે પેન્શનની વિગતો આપેલ છે.

 

ખેડૂતની ઉંમર  દર મહિને ભરવાપાત્ર પ્રીમિયમ
18 55 રૂપિયા
19 58 રૂપિયા
20 61 રૂપિયા
21 64 રૂપિયા
22 68 રૂપિયા
23 72 રૂપિયા
24 76 રૂપિયા
25 80 રૂપિયા
26 85 રૂપિયા
27 90 રૂપિયા
28 95 રૂપિયા
29 100 રૂપિયા
30 105 રૂપિયા
31 110 રૂપિયા
32 120 રૂપિયા
33 130 રૂપિયા
34 140 રૂપિયા
35 150 રૂપિયા
36 160 રૂપિયા
37 170 રૂપિયા
38 180 રૂપિયા
39 190 રૂપિયા
40 200 રૂપિયા

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં કેટલી પેન્શન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ખેડૂતને બે રીતે પેન્શન આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

પેન્શનના પ્રકાર  મળવાપાત્ર પેન્શન 
ખેડૂતને 60 વર્ષ પછી દર મહિને મળવાપાત્ર પેન્શન દર મહિને રૂપિયા 3000/- ની પેન્શન આપવામાં આવશે.
જો કોઈ કારણસર ખેડૂતનું મરણ થાય તો તેની પત્નીને મળવાપાત્ર પેન્શન દર મહિને રૂપિયા 1500/- ની પેન્શન આપવામાં આવશે.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Pradhanmantri Kisan Maandhan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • ખેડૂતનું આધારકાર્ડ
  • ખેડૂતના ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/પાસપોર્ટ (આ ત્રણ માંથી કોઈપણ એક)
  • ખેડૂત ખેતીની જામીન ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
  • ખેડૂતના બેંક પાસબુક ઝેરોક્ષ
  • ઈમેઈલ આઈડી
  • મોબાઈલ નંબર (બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જોઈએ.)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Pradhanmantri Kisan Maandhan Yojana માં તમે ઓફલાઈન અને ઓનલાઇન અરજી કરી શકો છો. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ તમારે ઉપર આપેલ ડોક્યુમેન્ટ લઈને તમારા નજીકનાં જન સેવા કેન્દ્ર પર જવાનુ રહેશે.
  • હવે જન સેવા કેન્દ્ર પર રહેલા અધિકારીને તમારે આ યોજનામાં અરજી કરવાનું કહેવાનું રહેશે.
  • હવે આ અધિકારી દ્રારા આ યોજનામાં ઓનલાઇન અરજી કરવામાં આવશે.
  • હવે ઓનલાઇન અરજી કર્યા પછી તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

 

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

 

  • સૌ પ્રથમ કિસાન માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે તમારી સામે આ વેબસાઈટનું હોમ પેજ ખુલીને આવશે.
  • હવે હોમ પેજ પર, CLICK HERE TO APPLY NOW ” નામનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • તેના પછી તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલીને આવશે જેમાં ” SELF ENROLLMENT ” નામના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીંયા તમારો ફોન નંબર દાખલ કરો અને “PROCEED” ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે નીચે આપેલ ફીલ્ડમાં કેપ્ચા કોડ દાખલ કરો અને ” GENRATE OTP” બટનને ક્લિક કરો.
  • તમારા ફોન નંબર પર OTP પ્રાપ્ત કર્યા પછી, તેને અહીં ફીલ્ડમાં દાખલ કરો અને “PROCEED” પર ક્લિક કરો.
  • હવે ડેશબોર્ડ પેજ પર, ” ENROLLMENT” વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે નોંધણી વિકલ્પોમાં “પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” પસંદ કરો.
  • હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે. જેમાં તમારે તમારો આધાર નંબર, નામ, જન્મ તારીખ, ફોન નંબર, લિંગ, ઈમેલ, રાજ્ય, જિલ્લો, તાલુકા, ગામ અને પિન કોડ સાથે ફોર્મ ભરો.
  • હવે અહીં શ્રેણી પસંદ કરો અને ” HEREBY AGREE THAT I HAVE NO ” પર ટિક માર્ક કરો અને સબમિટ દબાવો.
  • આ રીતે તમે આ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકો છો.

 

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Pradhanmantri Kisan Maandhan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા નજીકનાં જન સેવા કેન્દ્ર પર જઈને વધુ માહિતી મેળવી શકો છો. અથવા નીચે આપેલ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકો છો.

  • Pradhanmantri Kisan Maandhan Yojana :- 1800-3000-3468

 

Pradhanmantri Kisan Maandhan Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Pradhanmantri Kisan Maandhan Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ કોને મળશે.

જવાબ :- Pradhanmantri Kisan Maandhan Yojana નો લાભ 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.

2.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં કેટલી પેન્શન આપવામાં આવે છે.

જવાબ :- Pradhanmantri Kisan Maandhan Yojana માં દર મહિને રૂપિયા 3000/- ની સહાય આપવામાં આવે છે.

 

3.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે.

જવાબ :- ઉંમર પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે જર્ની માહિતી ઉપર આપેલ છે.

 

4. પેન્શન કેટલા વર્ષ પછી આપવામાં આવે છે.

જવાબ :- 60 વર્ષ પછી.

પોસ્ટ શેર કરો:
           



Leave a Comment