કિસાન માનધન યોજના | ખેડુતો માટે પેંશન યોજના | PM Kisan Pension Yojana In Gujarat | PM Kisan Maan Dhan Yojana | CSC e-Governance Services | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
ખેડૂતોને કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મુકેલી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક ધિરાણ યોજના, સિંચાઈ યોજના વગેરે અમલમાં છે. આમ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્શન મળે તે માટે ભારત સરકાર દ્રારા “પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” લોન્ચ કરેલ છે. આ આર્ટિકલ દ્રારા આ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના | PM Kisan Mandhan Yojana-PMKMY
Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિસાનોને ધડપણમાં સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્રારા પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પૂર્ણ થતાં 3000 પેન્શન આપવામાં આવશે. આ યોજના 31 May 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તો આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ, કોને આ યોજનાનો લાભ મળે, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021
કિસાન પેન્શન યોજના 2021 નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ. ભારતમાં વસતા ખેડુતો કે જેમની પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીનું કોઈપણ કારણથી મુત્યુ થાય તો તેનાં પત્નીને દર મહિને 1500 રૂપિયા પેન્શન મળશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હેતુ શું?
Government Of indian હેઠળ કાર્યરત Ministry of Labour & Employment અને Ministry of Agriculture & Farmers Welfare દ્રારા આ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. યોજના હેઠળ કિસાનોને ધડપણમાં સારી રીતે જીવન જીવવા માટે લાભ આપવામાં આવે છે. આ યોજના દ્રારા દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્શનની રકમ આપીને સુરક્ષા આપવાના હેતુથી આ યોજના ચાલવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ વિકાસ કરી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું?
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની કેટલીક પત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે.
- ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
- નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- ખેડૂત 2 હેક્ટર કરતા ઓછી જામીન ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય
- PM Kisan Maandhan Yojana 2021 નો લાભ લેવા માટે લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ જોઈએ અને તે બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ કોને મળવાપાત્ર નથી?
- શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્રારા ‘પ્રધાનમંત્રી મંત્રી શ્રમ યોગી માનધન યોજના’ અને ‘ પ્રધાનમંત્રી વ્યાપારી માનધન’ યોજનાઓમાં પસંદગી થયેલ હશે તે ખેડૂતોને મળવાપાત્ર થશે નહીં.
- કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્શન મેળવતો ન હોવો જોઈએ અથવા આવી સંસ્થાઓનો સભ્ય ન હોવો જોઈએ.
- આ ઉપરાંત, ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
- તમામ પ્રકારની સંસ્થાગત જામીન ધરાવતા
- કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારના તમામ નિયમિત સરકારી કર્મચારીઓ (મલ્ટી ટાસ્કિગ/ક્લાસ-4 ગણતરીમાં લેવાના નથી.
- બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકો
- ભૂતપૂર્વ કે વર્તમાન મંત્રીઓ/રાજ્યકક્ષાના મંત્રીઓ/લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્ય તથા નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અઘ્યક્ષ
આ યોજનાના મહત્વના મુદ્દા :-
યોજનાનું નામ | |
આર્ટિકની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદ્દેશ્ય | ખેડૂતોને પેન્શન આપીને સામાજિક સુરક્ષા પુરી પાડવી |
લાભાર્થી | દેશના નાના સીમાંત ખેડુતો |
સહાયની રકમ | દર મહિને રૂપિયા 3000 પેન્શન મળવાપાત્ર |
ઓફિસિયલ વેબસાઈટ |
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કરવા માટેના તમામ આવશ્યક ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- આધારકાર્ડ
- ઉંમર અંગેનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની ઝેરોક્ષ
- ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/પાસપોર્ટ (આ ત્રણ માંથી કોઈપણ એક)
- ખેતીની જામીન ધરાવતા હોય તો તેનાં પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું પ્રીમિયમ
ખેડૂત પેન્શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને પ્રીમિયમ ભરવુ પડશે. આ યોજના હેઠળ લાભાર્થીએ 50% પ્રીમિયમ ભરવાનું રહેશે અને 50 % પ્રીમિયમ રકમ સરકાર દ્રારા ભરવામાં આવશે. કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂપિયા 55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોને દર મહિને રૂપિયા 200 પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજનાનો લાભ 60 વર્ષ પછીમળવાપાત્ર રહેશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.
આ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે, તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌ પહેલા તમારે તમારા વિસ્તારના નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો.
- જ્યાં Village Level Entrpreneur (VLE) ને તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- VLE દ્રારા એમના CSC Login દ્રારા લાભાર્થી ની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમમાટે રજીસ્ટ્રેશન કરાવશે.
- ઓટો ડેબિટ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેમાં લાભાર્થીની સહી કરવામાં આવશે.
- VLE દ્રારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવામાં રહેશે.
For the reason that the admin of this website is working, no hesitation very shortly it will be famous,
due to its quality contents.
આભાર
Hi,
amicable to foregather you! Subcontract out me begin myselft
Hi eveyone. As a long time reader, I decided to it’s time to join.
http://b3.zcubes.com/v.aspx?mid=10339934