ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ શું છે? | What Is Digital E-RUPI?

 

જો તમે ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ શું છે?, તેના વિશે જણવા માંગો છો તે પણ ગુજરાતી ભાષામાં તો આ લખને છેલ્લે સુધી વાંચો.

 

મિત્રો આજે આપણે આજ ના આ લેખમાં, ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ શું છે?, ભારતમાં Digital E-RUPI ની શરૂઆત કયારે અને કયા થઈ?, ઈ-રૂપીના પ્રકારો, ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ કામ કેવી રીતે કરે છે? અને ઈ-રૂપીના ફાયદા શું છે?. ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.


ઈ-રૂપી


ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ શું છે? 

ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ એ આજ ના આ ભૌતિક ચલણનું ડિજિટલ સંસ્કરણ છે, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સેન્ટ્રલ બેંક ઑફ ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે રીતે હાલમાં ભૌતિક ચલણનો ઉપયોગ થાય છે તે જ રીતે હવે “Digital E-RUPI” ડિજિટલ ચલણનો ઉપયોગ કરવામાં આવશે.

 

ભારતમાં અત્યારે જે રીતે ભૌતિક ચલણને ઉપયોગમાં લેવાય છે તમામ કરન્સી જેમ કે, રૂ.10 ની નોટ, રૂ.20 ની નોટ, રૂ.50 ની નોટ, રૂ.100 ની નોટ, રૂ.500 ની નોટ અને રૂ.2000 ની નોટનો અત્યારે ઉપયોગ થાય છે. આ તમામ નોટોને “ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ” માં રૂપાંતરીત કરવામાં આવશે. એટલે કે, જો રૂ.100 ની નોટનુ ભૌતિક સ્વરૂપમાં મૂલ્ય રૂ.100 છે, તો તેની ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટમાં પણ  રૂ.100 નોટનું મૂલ્ય સમાન જ રહેશે.


ભારતમાં Digital E-RUPI ની શરૂઆત કયારે અને કયા થઈ?

Digital E-RUPI ની શરૂઆત વર્ષ 2 ઓગસ્ટ 2021 ના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં સૌ પ્રથમ Digital E-RUPI ની શરૂઆત મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુનેશ્વર કરવામાં આવી હતી.


ઈ-રૂપીના પ્રકાર

ભારત સરકાર દ્રારા લોન્ચ કરવામાં આવેલ Digital E-RUPI ને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં (1) CBDC-R અને (2) CBDC-W.

(1) CBDC-R

CBDC-R નું પૂરું નામ સેન્ટ્રલ બેંક ઓફ ડિજિટલ કરન્સી – રિટેલ છે.

જો આપણે આ વાતને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કહી શકીએ કે આ CBDC-R ડિજિટલ કરન્સીમાં ભારતના સામાન્ય નાગરિકો અને સામાન્ય વેપારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમ કે તમે તમારા રોજિંદા જીવનમાં કોઈપણ સામાન ખરીદો છો અને વેચો પણ છો એટલે કે તમે ગમે ત્યાં તમારો વ્યવસાય કરો છો. આ ડિજિટલ CBDC-R ચલણ જે છે તેનાથી સામાન્ય લોકો કંઈપણ ખરીદવા માટે પૈસા ખર્ચી શકશે.

જો આપણે CBDC-R ને એક શબ્દમાં કહીએ તો આપણે આ CBDC-R નો ઉપયોગ માત્ર નાની રકમ ટ્રાન્સફર કરવા કે સામાન્ય માટે થાય છે.

 

(2) CBDC-W

CBDC-W નું પૂરું નામ સેન્ટ્રલ બેંક ઓફ ડિટેલ કરન્સી – હોલસેલ છે.

જો આપણે આ વાતને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કહી શકીએ કે આ CBDC-W ડિજિટલ કરન્સીમાં ભારતની મોટી કંપનીઓ અને દેશના મોટા ઉધોગપતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો આપણે CBDC-W ને એક શબ્દમાં કહીએ તો આપણે આ CBDC-W નો ઉપયોગ માત્ર મોટી રકમ ટ્રાન્સફર કરવા કે મોટી કંપનીઓ અને દેશના મોટા ઉધોગપતીઓ માટે થશે.

આ CBDC-W ડિજિટલ ચલણનો ઉપયોગ કરવા સામાન્ય નાગરિકો પર પ્રતિબંધ છે. આ ચલણ ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ હશે જેઓ મોટી કંપનીઓના માલિક છે અથવા મોટા ઉદ્યોગપતિઓ છે એટલે કે જેમનો વ્યવહારો લાખો અને કરોડોમાં રૂપિયામાં છે.


ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટ કામ કેવી રીતે કરે છે?

E-RUPI એ કેશલેસ અને કોન્ટેક્ટલેસ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે લાભાર્થીઓના ફોન પર SMS અથવા QR કોડ દ્વારા મોકલવામાં આવેલા પ્રીપેડ વાઉચરના ઉપયોગ દ્વારા વ્યવહારો કરવાની મંજૂરી આપે છે.

આ ઉદાહરણ દ્રારા સમજો…

ઉદાહરણ :- 1

ઉદાહરણ તરીકે, તમારા પત્નીએ તમને 200 રૂપિયા આપ્યા છે. બજારમાં જઈને શાકભાજી લાવવા. હવે તમે બજારના જાઓ છો અને રૂપિયા 200 નુ શાકભાજી ખરીદો છો અને તેને તમે રૂપિયા 200 ની નોટ આપો છો જે કાગળની હોય છે.

 

હવે જયારે તમે આ E-RUPI નો ઉપયોગ કરો છો ત્યારે તમને કાગળની નોટના બદલે મોબાઈલમાં આ E-RUPI ને ડિજિટલ પેમેન્ટમાં આપવામાં આવે છે જેને તમે કાગળની નોટ પ્રમાણે ઉપયોગ કરી શકો છો.

 

ઉદાહરણ :- 2

ઉદાહરણ તરીકે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અને દિવાળીનો તહેવાર છે તો તમારી કંપના માલિક એવું ઈચ્છે છે કે તમે આ દિવાળીના તહેવાર પર તમારા પરિવાર માટે 500 રૂપિયાની મીઠાઇ ખરીદી ઘરે લઈ જાઓ, તેના માટે તમારી કંપનીના માલિકે તમને 1 હજાર રૂપિયાનું e-RUPI વાઉચર આપ્યું.

 

હવે તમે તે e-RUPI વાઉચરનો ઉપયોગ મીઠાઇ ખરીદવા માટે જ કરી શકશો કારણ કે તમારા e-RUPI વાઉચરની બીજી કોપી બધા મીઠાઇ વાળા પાસે હશે અને તમારું વાઉચર જો એમના ડિવાઇસમાં મેચ થશે તો પેમેન્ટ સ્વીકાર કરવામાં આવશે બાકી ઇનવેલીડ બતાવવામાં આવશે. તો આવી રીતે તમારે તે વાઉચરનો ઉપયોગ મીઠાઇ ખરીદવા માટે જ કરવો પડશે. જેથી તમે તે 500 રૂપિયામાંથી ચોરી નહીં કરી શકોન તો આવી રીતે આ ઈ-રૂપી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકશો.


આ પણ વાંચો:-

સાયબર ક્રાઇમ એટલે શું?


ઇ-રૂપીના ફાયદા

  • સરકાર દ્રારા જયારે પહેલા કોઈ યોજના હેઠળ લોકોને સહાય આપવામાં આવતી હતી તેને લોકો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ કરતા હતા તે હવે નહીં થાય. (જેમ કે ઉપર આપેલ ઉદાહરણ જોઈ લેવું)
  • આ e-RUPI ની સેવા મેળવવા માટે મોબાઈલ એપ, કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા બેંક એકાઉન્ટની જરૂર નથી.(જેમ કે Phonepe, Google Pay, પેટીએમ આમાં જરૂર પડતી નથી.)
  • e-RUPI માં લાભાર્થીઓની માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખે છે.
  • આ સેવાને સામાન્ય ફોન પર તેનો ઉપયોગ કરી શકાય છે, જે તેને સ્માર્ટફોન અથવા નબળા ઇન્ટરનેટ કનેક્શન વિનાના લોકો માટે સુલભ બનાવે છે.
  • e-RUPI દ્વારા સરકાર ટ્રેક કરી શકશે કે તેમણે જે સુવિધા માટે લાભાર્થીઓને e-RUPI વાઉચર આપ્યું છે તેનો ઉપયોગ તેમને કર્યો છે કે હજુ નથી કર્યો.
  • e-RUPI દ્વારા પૈસા જે હેતુ માટે આપવામાં આવ્યા છે તે હેતુ સરળતાથી પૂરો થઈ શકશે.(તેમાં કોઈ પણ કાપ નહીં કરી શકે.)
  • કોઈપણ બેંક કે અન્ય વ્યક્તિ ઈ-રૂપિયા હેઠળ થનારા વ્યવહારોને ટ્રૅક કરી શકતી નથી અને કોઈપણ તેને મધ્યમાં કરી શકતું નથી, ફક્ત તે જ વ્યક્તિ જે મોકલી રહ્યું છે અને કોને પૈસા જઈ રહ્યા છે. અને આ વ્યવહાર વિશે ફક્ત ભારતીય રિઝર્વ બેંક જ જાણે છે.
  • આપણે ઘરે બેઠા કોઈપણ આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે ઈ-રૂપીનો ઉપયોગ કરી શકીએ છીએ, આમાં આપણે કોઈ પણ ચલણને કન્વર્ટ કરવાની જરૂર રહેશે નહીં.
  • ભારતમાં ડિજિટલ કરન્સી ઈ-રૂપી શરૂ થવાને કારણે પૈસાની ચોરી થવાનો ખતરો હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.
  • જેમાં પહેલા કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટી માત્રામાં રૂપિયાની હેર ફેર કરતા હોય છે. તેમની પાસેથી રૂપિયા જલ્દી ચોરાઈ જાય છે તે હવે નહીં થાય.
  • એક નોટ છાપવા માટે સરકારને માની લઈએ કે લગભગ 15 નો ખર્ચ થતો હતો, હવે તે ખર્ચ નહીં થાય. એટલે કે ઈ-રૂપી જારી કરવા માટે સરકારે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં.
  • સરકારને 2022 માં ઉદાહરણ તરીકે 5000 કરોડ રૂપિયા નોટો છાપવામાં ખર્ચવામાં આવ્યા હતા, તેથી આવનારા સમયમાં જ્યારે નોટો છાપવામાં આવશે નહીં, તો આ ખર્ચ પણ બચશે અને આ પૈસા આપણા દેશમાં અન્ય કોઈ કામ માટે વાપરવામાં આવશે.
  • સામાન્ય નાગરિકો અને કંપનીઓ અથવા વેપારીઓ માટે અલગ-અલગ કરન્સી બનાવવામાં આવી છે જેથી તેને અલગ અલગ રીતે ટ્રેક કરશે અને ટેક્સ વસૂલવામાં સરળતા રહેશે.
  • નોટ છાપવામાં જે કાગળનો ઉપયોગ થતો હતો તેનો પણ બચાવ થશે.

 E-RUPI સાથે કઈ બેંકો જોડાયેલ છે?

હાલમાં  Digital E-RUPI માં માત્ર 8 બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
  • HDFC બેંક
  • એક્સિસ બેંક
  • પંજાબ નેશનલ બેંક
  • બેંક ઓફ બરોડા
  • કેનેરા બેંક
  • ઇન્ડસઇન્ડ બેંક
  • ICICI બેંક

મિત્રો અહીં અમે તમને e-RUPI વિશે સરળ ભાષામાં જાણકારી જાણવાનો પ્રયાસ કર્યો છે, જો તમને e-RUPI વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે અને જો તમે ઈ-રૂપી વિશે વધુ માહિતી મેળવવા માંગો છો ઈ-રૂપીની અધિકૃત વેબસાઈટ પર જઈને માહિતી મેળવી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment