સાયબર ક્રાઇમ એટલે શું | What is cyber crime

 

સાયબર ક્રાઇમ એટલે શું | સાયબર ક્રાઇમ અરજી | સાયબર ક્રાઇમ વિશે માહિતી | સાયબર ક્રાઇમ બ્રાન્ચ | સાયબર સુરક્ષા | સાયબર ગુનાઓ | સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર | cyber crime | cyber crime helpline number | what is cyber crime

 

 

સાયબર ક્રાઇમ એટલે કોઈપણ ગુનાહિત પ્રવુતિ જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબ્લેટ દ્રારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, નાણાકીય ફ્રોડ, અપમાજનક ભાષાનો પ્રયોગ, ધાક-ધમકી, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાઓ એટલે સાયબર ક્રાઇમ.

 

સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો શું?

અત્યારના સમયમાં ઘણા બધા સાયબર ક્રાઇમ થવા થઈ રહ્યા છે તે પાછનું કારણો નીચે મુજબ છે.

1.ડર

નાગરિકો ઘણી વખત ડરમાં આવીને નાણાંકિય ચુકવણી કરી દેતા હોય છે અથવા તો અજાણી લિંક પર ક્લિક કરી માહિતી આપતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બને છે.

 

2. લાલચ

નાગરિકો ઘણી વખત ઇનામ, ઓફર વગેરે જેવા ખોટા મેસેજ કે લિંકની લાલચમાં આવીને ખરાઈ કર્યા વગર ક્લિક કરી માહિતી તેમજ નાણાંની ચુકવણી કરી છેતરપિંડી ભોગ બને છે.

 

3. આળસ

આજના નાગરિકો ઘણી વખત આળસમાં આવી ને મેસેજ કે ઈ-મેઈલની ખરાઈ કર્યા વગર જ તુરંત જ માહિતી આપે છે અથવા તો પીન નંબર, OTP વગેરે જણાવી છેતરપિંડીનો શિકાર બનતા હોય છે.

 

સાયબર ક્રાઇમના પ્રકારો

સાયબર ક્રાઇમના કેટલા પ્રકારના હોય અને તે કેવી રીતે થાય છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 

સાયબર બુલિંગ

 

 • સોશિયલ મીડિયાની આજની દુનિયામાં, ભારતનો દેશનો લગભગ તમામ યુવક વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં સક્રિય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કોઈપણ છોકરા કે છોકરીને માનસિક રીતે પરેશાન કરે છે.
 • જેમ કે, કોઈનો દુરપયોગ, જાતીય શોષણ, ધમકી આપવી અથવા સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવો. આ બધાને “સાયબર બુલિંગ” કહેવામાં આવે છે.

 

હેકિંગ

 

 • હેકિંગ એ એવી પ્રદ્ધતિ છે કે જેના દ્રારા ગુનેગાર તમારી પરવાનગી લીધા વગર તમારી ડિવાઈસ સાથે છેડા કરીને તમારી અંગત માહિતી મેળવી.
 • જેનો ઉપયોગ તે તમને નુકસાન પહોંચાડવા અથવા તમારી મહત્વપૂર્ણ માહિતી અન્યને વેચવા માટે કરે છે.
 • હેકર તમારા સોશિયલ મીડિયાને સોફ્ટવેર દ્રારા હેક કરે છે.
 • મોબાઇલ કે કોમ્પ્યુટર હેકિંગ અને પછી તેનો ઉપયોગ ખોટા કામ માટે કરવો.
 • તમારી પરવાનગી વગર તમારા બેંક એકાઉન્ટની માહિતી મેળવવી આ તમામ હેકિંગ હેઠળ આવે છે.

 

માળવેર / રેન્સમવેર

 

 • Malware / Ransomware એક પ્રકારના દુષિત સોફ્ટવેર છે. જે પોતાની રીતે જ ઇન્ટરનેટ અને ઈ-મેઈલથી તમારા કોમ્પ્યુટરમાં આવી જાય છે. જેના કારણે તમારા ફાઈલ્સ Encrypt થઈ જાય છે.
 • આ વાયરસ તમારી સિસ્ટમની અમુક ફાઈલ અને ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હોવ, તેજ શોધે છે.
 • તે કોમ્પ્યુટરમાં ફિકવન્ટલી યુઝડ ફાઈલો અને લાસ્ટ મોડીફાઈ ફાઈલ ચેક કરે છે અને તે ફાઈલનું ફોર્મેટ ચેન્જ કરી નાંખે છે.
 • જયારે તમે તે ફાઈલ કે ફોલ્ડર ફરીથી ખોલવાનો પ્રયાસ કરો છો ત્યારે તે ફોલ્ડર ખુલતા નથી. તેનું કારણ છે. માળવેર / રેન્સમવેર વાયરસ.
 • માળવેર / રેન્સમવેર વાયરસની કોઈ એક પેટર્ન નથી. તે અલગ-અલગ સર્વરથી, અલગ-અલગ રીતે અને જુદી-જુદી રીતે તમારી સિસ્ટર, સર્વર કે ડિવાઇસ પર હાની પહોંચાડી શકે છે.

 

સોશિયલ મીડિયા ફ્રોડ

 

 • આજના લોકો Social Media નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઈ વેપારી માટે તો કોઈ મનોરંજન ગપશપ કરવા માટે તે કોઈપણ નવા નવા મિત્રો બનાવવા માટે Whatsapp, ફેસબુક, Twitter, YouTube અને Instagram જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે.
 • પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
 • જેમ કે, Social Media પર અન્ય વ્યક્તિના નામે Fack પ્રોફાઈલ બનાવવી/પ્રોફાઈલ પેજ હેક કરવા
 • અન્ય કોઈ વ્યક્તિના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
 • બિભત્સ ભાષા, સાહિત્ય કે પ્રોનગ્રાફી Fack News કે ખોટી અફવા ફેલાવવી
 • ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતનો નિશાન બનાવી અન્યની લાગણીઓ ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે.

 

ડેટા થેફટ

 

 • જો સરળ ભાષામાં કહીયે તો, કોઈપણ વ્યક્તિનો અંગત, સંસ્થા, પ્રાઇવેટ કંપની કે સરકારી એકમોમાંથી વેબસાઈટ, કોમ્પ્યુટર, પેનડ્રાઈવ, ઈમેલ આઈ.ડી.ના માધ્યમથી ડિજિટલ ડેટા ચોરી કરવામાં આવે છે. જેને ડેટા થેફ્ટ કહેવાય છે.

 

ફાયનાન્સીયલ ફ્રોડ

 

 • પહેલના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઈને અસામાજિક તત્વો લૂંટ ચલાવતા, પરંતુ હવે તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપૂર્વક OTP ના માધ્યમથી લખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓમાં સામે આવ્યા છે.
 • નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર/કર્મચારી કે RBI ના અધિકારી હોવાની નકલી ઓળખ આપણીને વિશ્વાસ કેળવી તેમના મોબાઈલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબિટ / ક્રેડિટ કાર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી મેળવી નાગરિકોને ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવે છે.

 

સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે.

અત્યારના સમયમાં વિવિધ રીતે સાયબર ક્રાઇમ થઈ શકે છે.જે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 

ન્યુડ વિડીયો કોલિંગ ફોર્ડ(Sexortion)

 

 • સોશિયલ મીડિયા સાઇટ્સ જેમ કે ફેસબુકમાં સાયબર ગઠિયા ફેક પ્રોફાઈલ બનાવી તમને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલે છે.
 • પછી ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા સાયબર ગઠિયા ધીમે ધીમે ચેટ શરૂ કરે છે સાથે સાથે તમારા ફ્રેન્ડ સાથે જોડાઈ જાય છે.
 • આમ પછી ધીરે ધીરે તમારી વિશ્વાસ જીતી લે છે અને તમારો Whatsapp નંબર માંગે છે અથવા એમનો Whatsapp નંબર આપે છે.
 • પછી તે સામેથી વિડીયો કોલ કરવા માટે કહે છે જેમાં સેક્સ વિડીયો કોલ માટે કહે છે.
 • આમ આ રીતે ગઠિયાઓ વિડીયો રેકોર્ડિંગ એપ્લિકેશનથી રેકોર્ડ કરી વિડીયો બનાવે છે અને તમારી પાસે નાણાંની(બ્લેકમેઈલ)માંગ કરે છે.

 

ફેક કોલ (Vishing Call)

 

 • સાયબર ગઢીયાઓ ફોન કોલ કરી બનાવટી બેંક કર્મચારી / કંપની એકઝયુકીટીવ/ઇન્સ્યોરન્સ, એજન્ટ/સરકારી કર્મચારી બની તમારી માહિતી જેવી કે નામ, જન્મ તારીખ વગેરે જણાવી વિશ્વાસમાં લઈ તમારી બેન્કની વિગતો મેળવી લે છે.
 • ઘણા કિસ્સામાં આવા કોલ કરી તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, પેનલ્ટી લાગશે, એકાઉન્ટ એક્ટિવ કરવું તેમજ સિમ કાર્ડ બંધ થઈ જશે તેમ કહી નાણાકીય છેતરપિંડી કરે છે.

 

ઈન્સ્ટન્ટ લોન એપ ફોર્ડ

 

 • ઈન્સ્ટન્ટ લોન એપ દ્રારા વધુ વ્યાજ દરથી ટૂંકા સમયગાળા માટે લોન આપવા નું જણાવે છે.
 • આવી એપ ડોઉનલોડ કર્યા બાદ ઇનસ્ટલેશન સમયે ફોટા તેમજ કોન્ટેક્ટને એલાઉ કરતા તમારો ડેટા મેળવી લે છે.
 • તયારબાદ તમારા ફોટાનો દુરુપયોગ કરી બદનામ કરી છેતરપિંડી આચરે છે.

 

બનાવતી લિંક(Phishing Link)

 

 • સાયબર ગઠિયાઓ બેંક, ઇ-કોમર્સ કે સરકારી વેબસાઈટ જેવી જ બનાવટી વેબસાઈટ બનાવે છે.
 • બનાવટી વેબસાઈટની લિંક એસ.એમ.એસ, ઈ-મેઈલ, Whatsapp, સોશિયલ મીડિયા દ્રારા લાલચ આપી મોકલવામાં આવે છે.
 • આવી લિંકને ખરાઈ કર્યા વગર જ લાલચમાં આવીને ક્લિક કરતા જે વેબસાઈટ ઓપન થાય છે તે ઓરીજનલ દેખાતી વેબસાઈટ જેવી લાગતી હોય છે પરંતુ ઓરીજનલ હોતી નથી.
 • નાગરિકોની બેન્કની તેમજ પર્સનલ માહિતી આવી બનાવી લિંક દ્રારા ડેટા એન્ટ્રી હેઠળ મેળવી સાયબર ગઠીયો આ માહિતીનો દુરઉપયોગ કરી છેતરપિંડી કરે છે.

 

 

ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ ફોર્ડ

 

 • સાયબર ગઠીયા ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ જેવા કે OLX એપ્લિકેશન દ્રારા ખરીદદાર બની કોઈ પણ ભાવે તમારી પ્રોડક્ટ ખરીદવા તૈયાર થાય છે.
 • ત્યારબાદ તે પ્રોડક્ટ ખરીદવા માટે તમને નાણાં ચૂકવવાને બદલે, તેઓ UPI એપ દ્રારા “Request money” નો ઉપયોગ કરે છે અને તેમના જણાવ્યા મુજબ કાર્યવાહી કરતા તમારા બેંક ખાતામાંથી નાણાં તેમના એકાઉન્ટમાં જતા રહે છે.
 • OLX જેવી એપ્લિકેશન પર સાયબર ગઠીયાઓ સેલર બની વસ્તુની સસ્તી કિંમતની એડ મૂકી આર્મી મેન બની બનાવટી આઈ કાર્ડ બતાવી વિશ્વાસમાં લઈ કુરિયર કરવાનાં બહાને એડવાન્સ પેમેન્ટ કરાવી છેતરપિંડી કરે છે.
 • OLX જેવી એપ્લિકેશન પર સાયબર ગઠીયાઓ બાયર બની તમે ઊંચો ભાવ મુકો તો પણ તુરંત જ ખરીદી કરવા તૈયાર થઈ જાય છે અને તમને નાણાંની ચુકવણી કરવા માટે કોડ સ્કેન કરવા તેમજ રિક્વેસ્ટના માધ્યમનો ઉપયોગ કરી તમને નાણાં આપવાને બદલે મેળવી લેતા હોય છે.

 

સ્કિન શેરિંગ એપ / રિમોટ એક્સેસ એપ ફ્રોડ

 

 • છેતરપિંડી કરનાર તમને સ્કીન શેરિંગ ડોઉનલોડ કરવા માટે ફસાવે છે જેના દ્રારા તેઓ તમારો મોબાઈલ કે કોઈપણ ડીવાઈસને સરળતાથી જોઈ શકે છે.
 • ત્યારબાદ તેઓ તમારા મોબાઈલ પર આવેલ OTP કે તમારી ઈન્ટરનેટ બેન્કિંગ કે પેમેન્ટ એપ્લિકેશન ને એક્સેસ કરે છે અને તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે.

 

 

કસ્ટમર કેર ફ્રોડ

 

 • એવુ ધ્યાંનમાં આવેલ છે કે નાગરિકો સર્ચ એન્જીનનો ઉપયોગ કરી બેંક કસ્ટમર કેર નંબર, ઇન્સ્યોરનર્સ કંપની, આધાર અપડેશન સેન્ટર વગેરે સર્ચ કરે છે અને ખરાય કર્યા વગર દર્શાવતા કોન્ટેક્ટ નંબર મેળવે છે.
 • નાગરિક આવા નંબર પર કોલ કરે છે અને તમારી બેંકની માહિતી મેળવી લેવામાં આવે છે.
 • આવા નંબરને અસલી માનીને, લોકો તેમની તમામ સુરક્ષિત વિગતો આપે છે અને છેતરપિંડી શિકાર બને છે.

 

 

SIM સ્વેપ / SIM ક્લોનિંગ ફ્રોડ

 

 • એકાઉન્ટ ડિટેલ્સ અને ઓથેન્ટીકેશન મોબાઈલ નંબર સાથે સંકળાયેલ હોય છે જેથી સાયબર ગઠીયા OTP માટે ડુપ્લીકેટ સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે.
 • સાયબર ગઠીયા નાગરિકોને કોલ કરી મોબાઈલ નેટવર્ક કર્મચારી બની નાગરિકોને 3G માંથી 4G કાર્ડ કન્વર્ટ કરવાનાં બહાને માહિતી મેળવી લે અને છેતરપિંડી આચારે છે.

 

અજાણી / અનવેરીફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ

 

 • સાયબર ગઠીયા અજાણી એપ્લિકેશન ડોઉનલોડ કરાવી તમારા મોબાઈલ ડીવાઇસ, લેપટોપ, એક્સેસ મેળવી લે છે.
 • આવી એપ્લિકેશનની લિંક સામાન્ય રીતે એસ. એમ.એસ/સોશિયલ મીડિયામાં/Whatsapp જેવી મેસેન્જર એપ દ્રારા મોકલવામાં આવે છે.
 • આવી લિંક ઓરીજનલ લિંક જેવી દેખાતી હોય છે પરંતુ તે માસ્ક કરેલ હોય છે અને ક્લિક કરતા બનાવતી એપ્લિકેશનને ડાઉનલોડ કરવામાં આવે છે તેવું ગઠિયા દ્રારા તમારા ડિવાઈસનું એક્સેસ મેળવવામાં આવે છે અને છેતરપિંડી આચરવામાં આવે છે.
 • સાયબર ક્રાઇમથી બચવા માટે નાગરિકોએ શુ કાળજી રાખવી જોઈએ.
 • પીન નં, OTP, સીવીવી કે QR કોર્ડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહીં.
 • સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રીકવેસ્ટ કરતા પહેલા વિચારો.
 • કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રીન્યુ, ખાતું ચાલુ/બંધ/એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો.
 • પાસવર્ડને સુરક્ષિત રાખો, નિયમિત પણે બદલો, વેબસાઈટમાં “https” ખાસ જુવો.
 • ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
 • સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયા ની માંગણી કરે તો આપશો નહીં.

 

સાયબર ક્રાઇમથી બચવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ સિક્યોર રાખવા માટે શું કાળજી રાખવી?

આજના ડિજિટલ યુગમાં તમામ લોકો સોશિયલ મીડિયાથી સંકલાયેલ છે. સાયબર ગઠિયાઓ આવા પ્લેટફોર્મ દ્રારા છેતરીપિંડી આચારે છે. જેથી સોશિયલ મીડિયા એકાઉન્ટને સિક્યોર કેવી રીતે રાખવી તેની માહિતી નીચે મુજબ છે.

 • પોતાની પ્રોફાઈલ લોક રાખો.
 • પર્સનલ માહિતી શેર કરશો નહીં.
 • ટુ ફેક્ટર ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરો.
 • પ્રાઇવસી સેટિંગ્સ ઇનેબલ રાખો.
 • અજાણ્યા લોકોને મિત્ર બનાવશો નહીં.
 • પાસવર્ડ યુનિક અને રેગ્યુલર બદલો.

 

સાયબર ક્રાઇમથી બચવા માટે મોબાઇલ સિક્યોર રાખવા માટે શું કાળજી રાખવી?

સ્માર્ટ ડિવાઇસમા જુદા-જુદા પ્રકારના સિક્યોરિટી જોખમો છે મોબાઈલ ઉપકરણોને અસર કરે છે. જેથી મોબાઈલને નીચે મુજબ સિક્યોર રાખી શકાય.

 • વિશ્વસનીય સોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
 • પાસવર્ડ પ્રોટેકશન
 • એન્ટી વાયરસ સોફ્ટવેર
 • આપ-ટુ-ડેટ ઓપરેટિંગ સિસ્ટમ
 • મોબાઈલ ગુમ થાય તો તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી લેવા જોઈએ.
 • રેગ્યુલર બેક અપ
પોસ્ટ શેર કરો:
           

16 thoughts on “સાયબર ક્રાઇમ એટલે શું | What is cyber crime”

Leave a Comment